આરક્ષણો અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

આરક્ષણોનો અમલ બંધારણીય રીતે ફરજિયાત છે અને રાજ્યની મુનસફી પર છોડી શકાતો નથી.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

અનામત અંગેના તાજેતરના ચુકાદાને લઈને સુપ્રીમ કોર્ટ ફરીથી લોક જાગૃતિના તોફાનના કેન્દ્રમાં છે. મુકેશ કુમાર વિરુદ્ધ ઉત્તરાખંડ રાજ્ય (2020)ના કેસમાં કોર્ટે વિવાદિત નિરીક્ષણ સંભળાવ્યુ હતું કે, "એવો કોઈ મૂળભૂત અધિકાર નથી કે જે વ્યક્તિમાં પ્રમોશનમાં અનામતનો દાવો કરે." આના પગલે વિવાદ સર્જાયો અને તે બંધારણીય સુધારા દ્વારા ચુકાદાને ઉથલાવી દેવાના આહ્વાન સાથે સંસદમાં પહોંચ્યો. આ વધારે પડતી પ્રતિક્રિયા કહી શકાય કારણ કે જ્યારે સંદર્ભ સાથે જોઈએ તો કોર્ટ તો માત્ર કાયદાના સુસ્થાપિત સિદ્ધાંતને જ જણાવી રહી છે - જેમાં અદાલતો સ્પેશિયલ સમુદાયો માટે અમુક ટકા બેઠકો અનામત રાખવા સરકારને નિર્દેશ આપી શકતી નથી. જ્યારે આપણે સંદર્ભ સાથે જોઈએ ત્યારે આ સ્પષ્ટ થાય છે: આ કોર્ટ દ્વારા ઘડવામાં આવેલા કાયદાને ધ્યાનમાં રાખીને, તેમાં એ વાતને લઈને કોઈ શંકા નથી કે રાજ્ય સરકાર કોઈ અનામત આપવા માટે બંધાયેલી નથી. એવો કોઈ મૂળભૂત અધિકાર નથી કે જે વ્યક્તિમાં પ્રમોશનમાં આરક્ષણનો દાવો કરવા માટે આવે. કોર્ટ દ્વારા રાજ્ય સરકારને રિઝર્વેશન આપવા નિર્દેશ આપતા કોઈ પણ મેન્ડમસ જારી કરી શકાતા નથી.

અલબત્ત, જ્યાં કાયદો અને બંધારણ અમુક સમુદાયો માટે અનામતની જોગવાઈ કરે છે, ત્યાં કોર્ટ આવા સમુદાયના સભ્યના અધિકારને લાગુ કરશે. તેમ છતાં, અદાલતને રાજ્ય સરકારને ચોક્કસ સમુદાયોને ચોક્કસ કક્ષાએ અનામત આપવા નિર્દેશ આપવાની સત્તા આપવી એ જોખમી પગલું છે. સવર્ણ ઉચ્ચ-મધ્યમ વર્ગ દ્વારા ન્યાયતંત્રના ભદ્ર નિયંત્રણને જોતા, જો અદાલત ઉપર અનામત અને યોગ્યતા ધરાવતા સમુદાયો માટેના યોગ્ય નિયમો નક્કી કરવાનું કામ છોડી દેવામાં આવે તો તેના પરિણામો વિશે વિચારવું રહ્યું.

મુકેશ કુમાર કેસમાં ચુકાદો તેની સમસ્યાઓથી અલગ નથી. આ ચુકાદો ઉત્તરાખંડમાં હરીશ રાવતની આગેવાનીવાળી કોંગ્રેસ સરકાર દ્વારા અનુસૂચિત જાતિ (અનુ.જા.) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સમુદાયોને અનામત આપ્યા વિના બઢતી આપવાના 2012માં લીધેલા વિવાદાસ્પદ નિર્ણય સાથે સંબંધિત છે. દેખીતી રીતે, આ ઉત્તરાખંડ હાઈકોર્ટેના પ્રમોશનમાં આરક્ષણ સામેની પ્રતિક્રિયા રૂપ હતો, કેમ કે તેમાં કોર્ટે એમ નાગરાજ વિરુદ્ધ ભારત સરકાર અને અન્યો (2006) ના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલી પ્રક્રિયાને અનુસર્યા વિના ચુકાદો આપવામાં આવ્યો હતો. જો કે, પુરતો ડેટા હતો કે જે બતાવતો હતો કે રાજ્યની સેવાઓમાં એસસી અને એસટી સમુદાયો દ્વારા અપૂરતી રજૂઆત કરવામાં આવી છે જેને પગલે ઉત્તરાખંડ સરકારે રહસ્યમયરૂપે કોઈપણ અનામત વિના પ્રમોશન આપવાનું પસંદ કર્યું.

જર્નેલ સિંહ વિ લક્ષ્મી નારાયણ ગુપ્તા (2018) ના કેસના અનુસંધાનમાં, એસસી અને એસટી સમુદાયો માટે બઢતીમાં અનામતને સરકાર દ્વારા મંજૂરી મળી શકે છે, જો કે તે માટે સેવાઓમાં આ સમુદાયોનું અપૂરતું પ્રતિનિધિત્વ નથી તે સંતોષકારક રીતે બતાવવું રહ્યું. જો કે ડેટા ભારે ઓછા રિપ્રેઝન્ટેશનને બતાવે ત્યારે પણ, સરકાર અનામત પ્રદાન કરવાનો ઇનકાર કરી શકે છે? આ પ્રશ્ન કોર્ટ સમક્ષ હતો, જે અહી સાવ ગેરહાજર હતો.

આ મૂળ સવાલના જવાબમાં, ઉત્તરાખંડ સરકારને બઢતીઓમાં અનામત ન આપવાના નિર્ણય માટે જવાબદાર ઠેરવવાની અદાલતને ફરજ પડી. અન્ડર-રીપ્રેઝન્ટેશન કોઈ પણ પ્રકારના આરક્ષણને યોગ્ય નથી એવો ઉત્તરાખંડની સરકારે કયા આધાર પર નિર્ણય લીધો છે તેવું સીધી રીતે પુંછી શકાયુ હોત. એ અતાર્કિક લાગે છે કે જ્યારે ડેટાના અભાવને આરક્ષણોને અલગ રાખવા માટે આવશ્યક અને પુરતું માનવામાં આવે. આ જ બાબત અનામત આપવા માટે પણ પુરતી માનવામાં આવતી નથી. અદાલતમાં એવો કોઈ કેસ ન હતો કે અદાલતે ઉત્તરાખંડ સરકારને ચોક્કસ સમુદાયોને ચોક્કસ ટકાવારી આપવાનો નિર્દેશ આપવો જોઈએ. બઢતીમાં અનામત આપવાવાના નિર્ણયને બાજુએ રાખીને અને નવો તર્કસંગત નિર્ણય લેવાની માંગ કરી હોત તો તે આ કેસમાં પુરતી ગણાત. કોર્ટે આ રીતે ઉત્તરાખંડ સરકારને તેના 2012 ના નિર્ણયને યોગ્ય ઠેરવવા અને પ્રમોશનમાં અનામતનો ઇનકાર કરવાનો આધાર પૂછવો જોઈએ અને જો તે ન આપી શકે તો તેને ફેરવિચારણા માટે મોકલવો જોઈએ.

દુર્ભાગ્યે, કોર્ટ દ્વારા કોઈ સ્પષ્ટતા માંગવામાં આવતી નથી અને ઉત્તરાખંડ સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા આપવામાં આવતી નથી. ધારણા એવી છે કે બઢતીઓમાં આરક્ષણની ગેરહાજરી એ “ધોરણ” છે અને એસસી અને એસટી સમુદાયોએ બતાવવું જોઈએ કે તેઓ આવા આરક્ષણોને કેમ લાયક છે. આ ધારણા, સમાનતાના બંધારણીય આદેશનો સામનો કરવા માટે "યોગ્યતા" - ના ઉચ્ચ વર્ગની, બ્રાહ્મણવાદી કલ્પના પર આધારિત છે.

મુકેશકુમાર કેસ દલિતો અને આદિવાસીઓના મુદ્દા અંગે કોર્ટની ભારે સંવેદનશીલતાને ઉજાગર કરે છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા એ ખુલ્લા નિવેદનને તેણે સ્વીકારી લીધું છે કે ડેટા સ્પષ્ટપણે અપૂરતું પ્રતિનિધિત્વ બતાવતા હોવા છતા, રાજ્યને એમ પુંછવાનું નથી કે, તેમણે બઢતીમાં આરક્ષણ આપવાનું કેમ પસંદ કર્યું નથી. તે એવી છુપી માન્યતાને દર્શાવે છે કે આરક્ષણો "સખાવત" છે અને રાજ્યની મુનસફી પ્રમાણે આપવામાં આવશે અને તે સમાનતા સુનિશ્ચિત કરવા તેના બંધારણીય ફરજનો ભાગ નથી.

મુકેશકુમારના ચુકાદાને તાજેતરના ચૂકાદાના સંદર્ભમાં પણ જોવો જોઈએ, જેમાં રવિદાસ મંદિરને તોડી પાડવાનો, જંગલોમાંથી આદિવાસીઓને કાઢવાનો, અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમને હળવો કરવાનો વગેરેના આદેશ આપ્યા હતા. તેમ છતા, ઓર્ડર અને ચુકાદાઓને લોકોના ભારે દબાણને પગલે પાછા ખેંચવામાં આવ્યા છે, તેને ઉપર સ્ટે આપવામાં આવ્યા છે અથવા તેને ઉથલાવી દેવામાં આવ્યા છે, જે અદાલતમાં સવર્ણ વર્ચસ્વને બતાવે છે, જેમાં આદિવાસી, દલિતો અને લઘુમતીઓ માટે મામૂલી પ્રતિનિધિત્વ છે. આ સ્થિતિમાં સંવિધાન પ્રમાણે સામાજિક ન્યાય અથવા સમાનતા પ્રત્યેની પ્રત્યક્ષ પ્રતિબદ્ધતા દાખવવાની સંસ્થા પાસે અપેક્ષા રાખવી તે વધારે પડતી છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Biden’s policy of the “return to the normal” would be inadequate to decisively defeat Trumpism.