ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

અર્થતંત્રને બચાવવા માટે લાંબા સમયની પ્રતીક્ષા

2020-221નું બજેટ વિવરણમાં લાંબું છે, પરંતુ માંગ વધારવા અથવા ખરીદ શક્તિમાં વધારો કરવા માટે ટૂંકું છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ઘટતા વપરાશ અને રોકાણ અને કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ની વૃદ્ધિમાં તીવ્ર ઘટાડાને પગલે ભારે અપેક્ષાઓ ઉભી થઈ હતી કે બજેટમાં લાગણીઓનો પડઘો પડશે અને રોકાણના વાતાવરણ અને વિકાસને પુનર્જીવિત કરવા માટે અર્થતંત્રમાં નોંધપાત્ર પગલાં લેવામાં આવશે. ગયા વર્ષે જાન્યુઆરીથી ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને રેપો રેટમાં 135 બેસિસ પોઇન્ટનો ઘટાડો થયા પછી, નાણાકીય નીતિ પર કાર્યવાહી માટે બહુ ઓછો અવકાશ બાકી રહ્યો હતો, અને પોલિસી ઇનિશિએટિવ્સ માટે દડો સરકારની કોર્ટમાં પડ્યો હતો. બજેટે માળખાકીય સુધારાની શરૂઆત કરીને અર્થવ્યવસ્થાને આગળ ધપાવવાની એક મોટી તક પુરી પાડી. “વાસ્તવિક વપરાશમાં સુસ્ત વૃદ્ધિ સાથે વાસ્તવિક ક્ષેત્રના રોકાણમાં તીવ્ર ઘટાડાને પગલે વર્ષ 2018–19ના બીજા હાફથી 2019-20 ના પહેલા હાફ સુધીમાં જીડીપી વૃદ્ધિદર ઘટ્યો છે. અને સરકારે સુધારાઓના ઝડપી અમલીકરણ માટે તેના દ્દઢ ઇચ્છાશક્તિનો ઉપયોગ કરવો જોઇએ, જે 2020-21માં અર્થવ્યવસ્થાને મજબૂત બનવા સક્ષમ બનાવશે.” એમ ઇકોનોમિક સર્વેએ ભારપૂર્વક જણાવ્યું હતું તે પ્રમાણે, આશા વધુ ઉજળી હતી.

દુર્ભાગ્યવશ, નાણા પ્રધાને બજેટ ભાષણમાં કબૂલ્યું નથી કે સમસ્યા છે. તે જણાવે છે કે, "અર્થવ્યવસ્થાના પાયા મજબૂત છે અને તે મેક્રોઇકોનોમિક સ્થિરતાને સુનિશ્ચિત કરે છે." જ્યારે સમસ્યાનું અસ્તિત્વ જ સમૂળગુ નકારી કાઢવામાં આવે છે, ત્યારે ઉકેલો શોધવા મુશ્કેલ છે, અને ભાષણ લાંબુ હોવા છતાં, તેમાં માર્કેટ કે જનસામાન્ય માટે પુરતો સધિયારો નહોતો. ખેડૂતોની આવક બમણી કરવાના કે  ફાઇવ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના ઉચ્ચ લક્ષ્યોનું પુનરાવર્તન કરવામાં આવ્યુ છે, ત્યારે તેમાં એવી કોઈ નીતિગત પહેલ નથી કે જે રોકાણના વાતાવરણને પુનર્જીવિત કરવામાં, વપરાશને વેગ આપવા અથવા નિકાસ વધારવામાં મદદ કરી શકે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) કાયદામાં સુધારણા, જમીન ભાડાપટ્ટા કે કરાર ખેતી જેવી નીતિઓને રાજ્યો દ્વારા પુનર્ગઠિત કરવી પડશે. સબસિડીની પ્રથામાં સુધારો કરવા અથવા ખેતીની માળખાગત સુવિધાઓ, સિંચાઈ, સ્ટોરેજ માર્કેટિંગ અને પ્રોસેસિંગમાં રોકાણ વધારવા માટે કંઇ કરવામાં આવ્યું નથી. જોકે, બજેટ ભાષણમાં કૃષિ, સિંચાઈ અને ગ્રામીણ વિકાસ પરના 16 એક્શન પોઇન્ટ્સ છે,  રૂ.૨.8383 લાખ કરોડની બજેટની ફાળવણી તેના અગાઉના વર્ષના બજેટના અંદાજ કરતાં માત્ર 2.5% અને સુધારેલા અંદાજ 13.2% જેટલો વધારે છે.

નાણા મંત્રીએ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં કૂદકો લગાવવા માટે આગામી વર્ષોમાં 103 ટ્રિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. જોકે આ માટે મોટાભાગનું રોકાણ ખાનગી ક્ષેત્રે કરવું પડશે, સરકારે મૂડી ખર્ચમાં નોંધપાત્ર વધારો કરીને પોતાનો ઇરાદો બતાવવાનો રહેશે. ખાનગી રોકાણ માટે પ્રોત્સાહન પુરુ પાડવા વધુ સારી માળખાકીય સુવિધાઓ, વધુ વિશ્વાસ, કરારના અમલીકરણ અને અનુકૂળ વાતાવરણ સર્જવા પડશે. વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારે મૂડી ખર્ચમાં નોંધપાત્ર વધારો કરવો જરૂરી છે. વાસ્તવિકતા એ છે કે વર્તમાન વર્ષના મૂડી ખર્ચમાં બજેટ ફાળવણીનો અંદાજ જીડીપીના 1.8%  છે, અને તે પાછલા વર્ષોથી બહુ અલગ નથી. એ જ રીતે, પરિવહન માળખામાં ફાળવણીનું મૂલ્ય રૂ. 1.7 લાખ કરોડ છે અને આ 2019-20ના સુધારેલા અંદાજ કરતાં માત્ર 7.6% વધારે છે. અપેક્ષા છે કે ચોક્કસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સ કંપનીઓમાં રૂ. 20,000 કરોડની ઇક્વિટીની ફાળવણી, તેમને માળખાગત સુવિધા માટે રોકાણના સહયોગી નિવડશે, પરંતુ આ એક દૂરની વાત છે.

વર્ષ 2019-૨૦માં બજેટના અંદાજમાં નિર્ધારિત લક્ષ્યાંકમાંથી ફિસ્કલ ડેફિસીટમાં ઘટાડો, આવકના ભારે ઘટાડાને કારણે અપેક્ષિત લાઇન પર હતો. આમ થવાના ત્રણ કારણો હતા. પ્રથમ, 7.5% ની નજીવી જીડીપી વૃદ્ધિ બજેટમાં ધારેલા 12% ની નીચે હતી. બીજું, પાછલા વર્ષની પૂર્વ-વાસ્તવિક પર 18.3% ની ટેક્સ રેવન્યૂની વૃદ્ધિનો આધાર સંપૂર્ણપણે અવાસ્તવિક હતો. અને આખરે, રૂ. 1.03 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને સરળતાથી પ્રાપ્ત કરી શકાયો નથી. એ આશ્ચર્યજનક વાત નથી કે સરકારે ચાલુ વર્ષમાં જીડીપીના 0.5.%% થી 8.8% અને આગામી વર્ષ માટે 3.5.%% ના ઘટાડા માટે ફિસ્કલ ડેફિસીટ – જીડીપી ગુણોત્તર ઘટાડવા માટે નાણાકીય જવાબદારી અને બજેટ મેનેજમેન્ટ (એફઆરબીએમ) અધિનિયમની છટકીની કલમ રદ્દ કરી છે. આ એક્ટ પણ એવી શરત લગાવે છે કે આગામી વર્ષમાં મૂળ લક્ષ્ય પર પાછા ફરવું જરૂરી છે, જેનું પણ પાલન થયું નથી. વાસ્તવિકતા એ છે કે વાસ્તવિક ખાધ ઘણી ઉંચી છે, કારણ કે રિપોર્ટ કરેલા ઓફ-બજેટ લાયાબિલિટિઓનો અંદાજ જીડીપીના 0.8% છે અને અવેતન બીલની રકમ જાણી શકાતી નથી. સરકાર આ આંકડાઓને વળગી રહી શકશે કે કેમ તે શંકાસ્પદ છે. ચાલુ વર્ષ માટેના ડિસઇન્વેસ્ટમેન્ટમાં અત્યાર સુધીમાં માત્ર રૂ. 18,000 કરોડ આવ્યા છે, અને સુધારેલા અંદાજમાં બજેટની રકમ રૂ. 65,000 કરોડ છે. આગામી વર્ષ માટે, જોકે જીડીપીનો નજીવો વૃદ્ધિદર 10% લેવામાં આવ્યો છે, તેમ છતાં કર વસૂલાત 1.2  ધારવામાં આવી છે, જે અવાસ્તવિક લાગે છે. હકીકતમાં, સરકારે ભલામણો સ્વીકારી હોવા છતાં નાણાં પંચને માટેનું રાજ્યોને ચૂકવવાનું બજેટ પણ પુરૂ આપ્યુ નથી. નીચી ફિસ્કલ ડેફિસીટ બતાવવા માટેની ભલામણ સ્વિકારી હોવા છતા પણ.

કર સુધારણા પર, વ્યક્તિગત આવકવેરા દરમાં ઘટાડો ફક્ત થાગડથિગડ જેવો છે. જ્યારે બાદ અને છૂટ આપવામાં આવતી નથી ત્યારે જ ઓછા દરો લાગુ પડે છે. ટેક્સ બ્રેકેટની સંખ્યા વધારીને છ કરી દેવામાં આવી છે અને તેના માળખાને જટિલ બનાવ્યું છે. તેના બદલે, સરકાર ફક્ત કરની છૂટછાટોને તબક્કાવાર કરી શકી હોત, ફૂગાવા માટે બ્રેકેટને અનુક્રમણિકા આપીને અને બ્રેકેટમાં યોગ્ય ગોઠવણ સાથે કરના દર ઘટાડી શકાયા હોત. કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવો "મેક ઇન ઇન્ડિયા"ના નારા સાથે મેળ પાડવા માટે છે. શું આપણે આયાત બદલીના યુગમાં પાછા આવ્યા છીએ?

દુર્ભાગ્યે, કેન્દ્રના ખરાબ બજેટની અવળી અસર રાજ્યોના બજેટ મેનેજમેન્ટ પર પડી છે. પ્રથમ, કેન્દ્ર દ્વારા ચુકવવા પાત્ર આવક કરવેરા ઘટાડીને રૂ. 1.5 લાખ કરોડ જેટલી કરવામાં આવી છે. રાજ્યો કેન્દ્રમાંથી મળતા બજેટના આધારે આધારે તેમના બજેટ તૈયાર કરે છે, અને આટલા મોટા ઘટાડાનાં પરિણામો રાજ્ય સ્તરે ખર્ચ સંકડામણમાં પરિણમે છે. અહી કુહાડી મૂડી અને જાળવણીના ખર્ચ પર પડે છે. બીજું, મહેસૂલની તંગીના કારણે, કેન્દ્રો રાજ્યોમાં અમલમાં મૂકાયેલી અનેક કેન્દ્રીય યોજનાઓ સહિતની ફાળવણીમાં ઘટાડો કરે છે. આ બિનઆયોજિત કપાતની રાજ્યના ખર્ચની ઉત્પાદકતા પર વિપરીત અસર પડે છે.

આ બજેટ પાસેથી ઘણી અપેક્ષા હતી. દુર્ભાગ્યે, રોકાણના વાતાવરણ અને વિકાસને પુનર્જીવિત કરવાની વાટ લાંબી થઈ છે.

Updated On : 21st Feb, 2020

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top