વિરોધનું સત્ય
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
હાલમાં સિટીઝનશીપ (એમેન્ડમેન્ટ) એક્ટ સામે ભારતના અનેક સ્થળોએ જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે પહેલીવાર નહી તો પણ લાંબા સમય પછી જાહેર વિરોધની સમજને એક નવો વિસ્તૃત અર્થ આપે છે. આ વિરોધ આપણને બે રીતે વિસ્તૃત અર્થ પ્રદાન કરે છે. એક, આ વિરોધનો મૂળભૂત ધ્યેય એ બાબત લોકોના ધ્યાને લાવવાનો છે કે ગાંધીવાદી રાષ્ટ્રની કલ્પના જેમાં શાંતિ અને સામાજિક સંવાદિતાના મૂલ્યો છે તે શું છે. બીજું, આ વિરોધ પ્રદર્શન બંધારણના ઘડવૈયા તરીકે જાણીતા બાબાસાહેબ આંબેડકરના વિચારને પણ સજીવન કરે છે. બંધારણમાં તેમની બંધારણીય લોકશાહીની કલ્પના તેમજ "લોકશાહીવાળો રાષ્ટ્રવાદ" શામેલ છે.
બંધારણીય લોકશાહી શાસક પક્ષને કાયદાકીય રૂપે વ્યક્તિઓ અને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે બાધ્ય બનાવે છે. આંબેડકરમાં લોકશાહીવાળા રાષ્ટ્રવાદની એક અનોખી વિભાવના છે, જે પાછળથી માનવ માટે સમાન આદરના લોકશાહી મૂલ્યથી પ્રભાવિત હોવાને કારણે રાષ્ટ્રવાદના અર્થને પરિપૂર્ણ કરે છે. આમ ગાંધીજી અને આંબેડકર બંને એ વૈશ્વિક સત્યને ઉજાગર કરે છે કે જેની અંદર શાંતિ પર આધારિત રાષ્ટ્રની આદર્શ વિભાવના છે અને તેમાં સ્વતંત્રતા જેવા લોકશાહી મૂલ્યોથી પોતાનું સત્વ મેળવતા રાષ્ટ્રનો સમાવેશ થાય છે. બંને વિચારકો વૈશ્વિક સત્યનું મૂર્ત સ્વરૂપ હોઈ બંને વૈશ્વિક છે.
પ્રદર્શન આ બંને ચિંતકોના સિદ્ધાંતોનું પાલન કરવાની અપીલ કરે છે. વિરોધ કરનારાઓની આ પ્રતિબદ્ધતા, જે આ ચિંતકોની પ્રેરણા આપી રહ્યા છે તે માત્ર વાણીવિલાસ નહી પણ નક્કર સત્ય છે. પ્રદર્શનકારીઓ ગાંધી અને આંબેડકર સાથેના તેમના જોડાણને વ્યક્ત કરવા માટે એકદમ સુસંગત રહ્યા છે. વિરોધકર્તાઓએ સાતત્યપુર્વક પ્રતિબદ્ધતા દાખવી છે, ખાસ કરીને ઉદાહરણ તરીકે, બંધારણ અને લોકશાહીના વૈશ્વિક સિદ્ધાંતોના ધોરણે જાતિ. હકીકતમાં, મહિલાઓ વૈશ્વિક સત્યને આગળ ધપાવવામાં મોખરે રહી છે. ગાંધી અને આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણીય સિદ્ધાંતો અને લોકશાહી આદર્શો મુંજબ જ. જરા જુદા શબ્દોમાં કહીએ તો, લિંગ અને જાતિવાદના અત્યાચારથી થતા અન્યાયના મૂળભૂત રીતે રાજકીય કૃત્ય છે, જેમાં તેનો ઉદ્દેશ્ય સત્યને વિરોધકર્તાઓના સમુહ પાસેથી આંચકી લેવાનો છે.
આ વિરોધ પ્રદર્શનનો એ રીતે સાંકેતિક છે કે તેમાં વિરોધકર્તાઓને પ્રતીકાત્મક જગ્યા આપી છે, જેઓ બંધારણીય નૈતિકતા તેમજ લોકશાહીના વૈશ્વિક સત્યને અન્ય લોકો સાથે શોધવાનો સાચો પ્રયાસ કરી રહ્યા છે. આ વિરોધમાંથી જે સ્પષ્ટ રીતે બહાર આવ્યું છે તે એ છે કે ગાંધી અને આંબેડકર દ્વારા પૂરી પાડવામાં આવતા નૈતિક સપોર્ટ સાથે વૈશ્વિક સત્યની શોધ માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિરોધ પ્રદર્શનો પોતીકા સત્યને સ્થાને વૈશ્વિક સત્યને સ્થાપિત કરવાની નૈતિક જરૂરિયાતથી ચાલે છે. પોતીકા સત્યની માલિકીનો અર્થ જાતિ અને લિંગને નાગરિકત્વના સાર્વત્રિક પ્રશ્નથી ઉપર મૂકવાનો છે. વૈશ્વિક સત્ય સામાજિક જૂથોને તેમના અંગત પ્રશ્નોને લોકશાહી માટેના સાર્વત્રિક પ્રશ્નોની ઉપર મુકવાની મંજુરી આપતું નથી. આ સાર્વત્રિક સત્ય છે અને તેના ચહેરા પર નકાબ મૂક્યા વિના તેને સામૂહિક રીતે શોધી શકાય છે. સત્યનું પોતાનું આતમ બળ હોય છે અને એટલે તેને કોઈ ભ્રામક પડદા પાછળ છુપાવવાની જરૂર નથી.
જો કે, જુઠને નકાબ પાછળ છુપાવવાની તાતી જરૂર પડે છે. સત્યની સાર્વત્રિક વિભાવના તેના આતમબળને ઘડે છે તેના પર રાજકીય આક્ષેપ થાય છે, ખાસ કરીને જ્યારે તે માર્ગદર્શક પ્રતીકો તરીકે ગાંધી અને આંબેડકર પ્રત્યેની સામૂહિક નિષ્ઠા ધારણ કરે છે. આવી સામુહિક નિષ્ઠા અને દ્દઢતા સૂચિતપણે વિરોધકર્તાઓના વિરોધીઓને રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતા જેવા વિચારોના સંકુચિત અને સાંપ્રદાયિક અર્થ ઘડવાની વ્યૂહરચનાઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આવા વિરોધીઓ કોઈપણ કાયદેસરની લોકશાહી અસંમતિને દેશ વિરોધી માનતા હોય છે. આ, સૂચિતાર્થ દ્વારા, લોકશાહીને રાષ્ટ્રવાદની વિરુદ્ધ મૂકવામાં આવે છે. રાષ્ટ્રવાદને જ્યારે ગાંધી-આંબેડકર દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે, ત્યારે તેમાં અનેકવિધ અર્થોનો સમાવેશ થાય છે, ઉદાહરણ તરીકે, સમાજવાદી રાષ્ટ્રવાદ, બહુજન રાષ્ટ્રવાદ અથવા લોકશાહી રાષ્ટ્રવાદ. એ જ રીતે, વર્તમાન વિરોધપ્રદર્શનના વિરોધીઓ નાગરિકત્વ મેળવવાના બંધારણીય અધિકારને એકદમ ચોક્કસ ધર્મની દ્રષ્ટિએ તદ્દન સંકિર્ણ રાખવા માંગે છે. બંધારણમાં આપવામાં આવેલ નાગરિકત્વના અધિકારોના સાર્વત્રિક આધારને અવગણવાની કોશિશ એક વિશેષ ધર્મના આધારે નાગરિકત્વ મેળવવાનું રાજકારણ કરે છે. નકલી “પ્લાન્ટિંગ” કરીને “ટુક્ડે-ટુક્ડે” જેવા અપ્રમાણિક સૂત્રોને વહેતા કરીને કેટલાક લોકોના મનમાં રાષ્ટ્રવાદની સાંકડી કલ્પનાને મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. આવા પ્રયત્નો બંધારણના મૂળ સિદ્ધાંતો પર આધારિત એવા લોકશાહી નાગરિકત્વ અને રાષ્ટ્રવાદના વૈશ્વિક સત્યને ધુમિલ બનાવે છે.