ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

જ્યારે એફઆરડીઆઈ બિલ પાછું આવે છે

ફરીથી રજૂ કરતી વખતે એફઆરડીઆઈ બિલ નાણાકીય અસ્થિરતાના મુદ્દાઓને ધ્યાનમાં લેશે?

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

7 નવેમ્બર, 2019ના રોજ યોજાયેલી ફાઇનાન્સિયલ સ્ટેબિલીટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એફએસડીસી)ની બેઠકના એજન્ડામાં દેશના  આર્થિક ક્ષેત્રના માળખાને મજબુત બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો, એવી અટકળો ચાલી રહી છે કે ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રના સંદર્ભમાં વર્તમાન સરકાર ફાયનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઇન્સ્યુરન્સ (એફઆરડીઆઈ) બિલ, 2017ને ફરી રજુ કરશે. યાદ રહે કે આ સરકારે 2017માં રજૂ કર્યાના એક વર્ષની અંદર બિલને રદ કર્યું હતું અને તેનું મુખ્ય કારણ હતું બિલની "બેઇલ-ઇન" કલમ અંગેની ઘેરી આશંકા. બેઇલ-ઇન કલમ નાણાકીય સંસ્થાનો તેમની થાપણોના આગળના ભાગ દ્વારા રિઝોલ્યુશન ખર્ચનો બોજો થાપણદારોને વહેંચી શકે છે. છેલ્લાં બે દાયકામાં ભારતમાં બેંકની થાપણો પ્રત્યેની પારિવારિક નાણાકીય બચતની વર્તણૂક ઝોકવાળી રહી છે, આ થાપણોની સલામતી ખરેખર મહત્વની બાબત છે.

મીડિયા અહેવાલો મુજબ, એફઆરડીઆઈ બિલ, 2017માં થયેલા સુધારામાં હવે તેને નવું નામ ફાયનાન્સિયલ સેક્ટર ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન(રિઝોલ્યુશન) બિલ, 2019 આપવામાં આવ્યુ છે અને તેમાં ત્રણ નિર્ણાયક મુદ્દાઓ પર કામ કરવામાં આવ્યુ છે. એક, ગ્રાહકોના થાપણ વીમા કવચને વધારવું; બીજું, બેઇલ-ઇન કલમમાં રહેલા વિવાદાસ્પદ મુદ્દાઓને દુર કરવા; અને ત્રીજું, આ રીઝોલ્યુશન ફ્રેમવર્ક જાહેર ક્ષેત્રની બેંકો પર લાગુ થવું જોઈએ કે નહી તે નક્કી કરવું. જાહેર ક્ષેત્રની બેંકો ખરાબ લોનનાં તણાવમાં સપડાઈ છે ત્યારે, થાપણ વીમા કવરેજ મર્યાદામાં વધારો એ સામાન્ય રીતે બેન્કિંગ સિસ્ટમમાં થાપણદારોની નિશ્ચિતતા અને ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકોને મજબુત બનાવવા માટે એક આવકાર્ય અભિગમ ગણાશે. થાપણ વીમા યોજનાની “સમાવિષ્ટતા” કે કવરેજ મર્યાદાને અનુલક્ષીને આ સુધારાઓને જોવાનો અભિગમ અને એ રીતે આખા રિઝોલ્યુશન ફ્રેમવર્કને, પ્રણાલીગત સ્થિરતાની નજરથી જોવાનો છે, ખાસ કરીને ભારતીય બેંકિંગ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિમાં.

જોકે આર્થિક સ્થિરતાવાળી બેન્કોની "માલિકી" ની ભૂમિકા દેશમાં ખૂબ ચર્ચિત મુદ્દો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરવામાં બેંકોની સરકારની માલિકીને સકારાત્મક ભૂમિકા ગણાવી છે, જ્યારે ફાયનાન્સિયલ ફર્મ્સના રિઝોલ્યુશન અંગેના ડ્રાફ્ટ કોડની સમિતિએ તેને આર્થિક ક્ષેત્રે "સ્પર્ધાત્મક તટસ્થતાના અભાવ" માટે જવાબદાર ઠેરવી છે. સમિતિએ સ્પર્ધાત્મક તટસ્થતા ખાતર જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રે નાણાકીય પેઢી માટે “લેવલ પ્લેઇંગ ફિલ્ડ” ની જરૂરિયાતની દલીલ કરી રહી છે ત્યારે, બધી નાણાકીય પેઢીઓ માટેના રિઝોલ્યુશન ફ્રેમવર્કની કલ્પના સાથે ઘર્ષણ થાય છે.

આ દૃષ્ટિકોણથી એફઆરડીઆઈ બિલ, 2017 માં આ દેશમાં વૈવિધ્યસભર  નાણાકીય ક્ષેત્ર માટે 20 જેટલા કાયદાઓમાં સુધારણા કરવાની માંગ કરે છે, જે આરબીઆઈથી લઈને બેન્કો અને નોન-બેંકિંગ સંસ્થાઓ, વીમા બજાર માટે ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, સિક્યુરિટી માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ માટે સિક્યુરિટીઝ એન્ડ એક્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને પેન્શન ફંડ્સ માટે પેન્શન ફંડ રેગ્યુલેરટી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નિયંત્રિત છે. અહી મુખ્ય વિચાર એ છે કે કોઈપણ પ્રકારની નિષ્ફળ  આર્થિક સંસ્થા માટેના ઠરાવ કાર્યને ઠરાવ નિગમના એક છત્ર હેઠળ લાવવું. સંભવિત સુધારા કરતાં વધુ મહત્વનો પ્રશ્ન અહી એ થાય છે કે એફઆરડીઆઈ બિલને ફરીથી રજૂ કરવાથી શું આ દેશની બહુચર્ચિત આર્થિક સ્થિરતા માટે સર્વગ્રાહી રિઝોલ્યુશન કોર્પોરેશન ખરેખર અસરકારક બની શકે કે નહી.

આ સંદર્ભમાં વિવિધ મૂળભૂત મુદ્દાઓ સામે આવે છે. તેમાં પહેલો મુદ્દો છે, માલિકીની "તટસ્થતા" લાદવાના ઇરાદાપૂર્વકના પ્રયત્નોની વિશ્વસનિયતા છતા  જાહેર અને ખાનગી - નાણાકીય સંસ્થાઓ વચ્ચે સામાન્ય રિઝોલ્યુશન સ્કીમ હેઠળ લાવીને સ્પર્ધા. ખાનગી નાણાકીય સંસ્થાઓ મુખ્યત્વે નફાના હેતુઓ દ્વારા સંચાલિત થાય છે જ્યારે સરકારી સંસ્થાઓ વિવિધ સામાજિક જવાબદારીઓ, જેમ કે "આર્થિક સમાવેશ"ને પ્રાધાન્યતા આપે છે. એના પરિણામ રૂપે, એ સત્યને નકારવું મુશ્કેલ છે કે જાહેર સંસ્થાઓ, ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકોમાં સરકારની દરમિયાનગીરી(અથવા માલિકી) ની ભાવના હોય છે જેણે સામાન્ય રીતે તેમની આર્થિક બચતને તેની સાથે જોડવાવા માટે મજબૂર બનવું પડે છે. આ "માલિકી" પરિબળને નિષ્ક્રિય કરવાના પ્રયત્નોમાં, જો સાર્વભૌમ ગેરંટી અને નિરાકરણ શક્તિને સરકારના પ્રભુત્વને દુર કરવામાં આવે આવે તો તે આર્થિક સિસ્ટમને અસ્થિર બનાવી શકે છે.

બીજું, પ્રથમ મુદ્દાને ધ્યાનમાં રાખતા તેની વિવાદિત બેઇલ-ઇન કલમ છે. થાપણ વીમાની કવરેજ મર્યાદાની બહારની કોઈપણ થાપણો આ કલમને આધિન રહેશે કે નહી એ નક્કી કરવા, એફઆરડીઆઈ બિલ 2017 વિપરિત સૂચન કરે છે કે કવર લિમિટથી વધુ અને તેના કરતા ઉપરની થાપણ રકમ (જે હાલમાં એક લાખની છે)ને બેઇલ-ઇન મિકેનિઝમમાં શામેલ કરવામાં આવશે. વધુમાં, નાણાકીય અસ્થિરતા સામે આરબીઆઈની સાવચેતીને ધ્યાનમાં રાખીને, ટૂંકા ગાળાના દેવાની અને બિનવર્ગીકૃત ગ્રાહક સંપત્તિઓનો પણ હાલમાં આ પદ્ધતિમાં સમાવેશ થાય છે. વક્રતા એ છે કે આ જોગવાઈઓ અને વિધેયક નાણાકીય સ્થિરતા અહેવાલ, 2017 ની પૃષ્ઠભૂમિની વિરુદ્ધમાં આવી છે, જેમાં દેશની તમામ શિડ્યુલ્ડ બેંકોની થાપણોના વાર્ષિક વૃદ્ધિ દરમાં 3.3% નો ઘટાડો થયો છે.

આ ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કરે છે. આવી અધોગતિજનક આર્થિક સ્થિરતાના સંદર્ભમાં સરકારે શા માટે આ ઠરાવ સુધારણા હાથ ધરી છે કે જે થાપણદારોની સ્થાનિક અને નાણાકીય સંસ્થાઓ ઉપરના ભરોસાને વધુ નબળો પાડે છે? આ જોતાં, જો આ બિલ ફરીથી રજૂ કરવામાં આવે તો આપણે કોઈપણ સંભવિત સુધારાઓ માટે કેટલા આશાવાદી હોઈ શકીએ?

Back to Top