ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ખેડૂત લોન માફીની ટૂંકી દૃષ્ટિ

ઉંડા મૂળવાળી કૃષિ તકલીફોને નિવારણ માટે અસરકારક લાંબા ગાળાના ઉકેલો જરૂરી છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

કોઈ પણ પ્રમુખ વિચારણાને બદલે મોટાભાગે ચૂંટણીલક્ષી પ્રવૃતિઓ દ્વારા ચલાવાયેલ કૃષિ આપદાના રાજકીયકરણ સાથે, ખેડૂત લોન માફી એ કૃષિ સંકટને પહોંચી વળવા માટેનું સરકારોનું હાથવગુ હથિયાર બન્યુ છે. ખેડૂતો પોતાના ઉત્પાદનોના પોષક ભાવના અભાવ અને વધતા દેવાની જાળમાંથી બહાર આવવા માટે લોન માફીની માંગ કરી હતી. આમાં અનિશ્ચિત હવામાનની પરિસ્થિતિઓથી સ્થિતિ વધુ વણસી ગઈ છે.

મહારાષ્ટ્રમાં નવી રચાયેલી મહા વિકાસ આગાડી સરકારે ઘોષિત કરેલી મહાત્મા જ્યોતિરાવ ફૂલે ફાર્મ લોન માફી યોજના એ નવીનતમ યોજના છે જેનો હેતુ 1 માર્ચ 2015 થી 30 સપ્ટેમ્બર 2019 દરમિયાન આપવામાં આવેલી 2 લાખ રૂપિયા સુધીની ખેડૂત લોન માફ કરવાનો છે. સરકારની અપેક્ષા આ યોજનાને ત્રણથી છ મહિનામાં લાગુ કરવાની છે. જોકે ચૂંટણી ચક્રની મધ્યમાં અગાઉની સરકારે પણ રાજ્યવ્યાપી ખેડૂતોના વિરોધને પગલે મહારાષ્ટ્રના 89 લાખ ખેડૂતોને રાહત મળી શકે એ માટે જૂન 2017માં રૂ. 34,044 કરોડની લોન માફી યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ, આ યોજનાના અમલીકરણમાં પાત્રતાની શરતોની જટિલતા, ભારે ઓનલાઇન પ્રક્રિયાઓ અને સરકાર તરફથી બેંકોને અટકાવાયેલા નાણાંના પેમેન્ટ વગેરે મુશ્કેલીઓ હતી. આ પરિબળોએ માફીના દાવાની પ્રક્રિયાને જટિલ બનાવી દીધી હતી.

જ્યારે ખેડુતોના દેવાની મર્યાદાને ધ્યાનમાં રાખીને લોન માફી નીતિ ટૂંકા ગાળાના પીડાહારક તરીકે કામ કરી શકે છે, જોકે પ્રયોગાત્મક અધ્યયન સૂચવે છે કે લોન માફ કરનારાઓને તેના લાભ મળ્યા નથી. તેથી, વધુ સારી પોલીસીની વિચારણા અને એવી નીતિઓને લક્ષિત કરવાની જરૂર છે. કાળજીપૂર્વક બનાવવામાં આવેલી લોન માફી યોજનાઓના યોગ્ય અમલીકરણની જરૂર છે અને તેમાં સીમાંત, નાના અને મધ્યમ ખેત-કદ ધારકોને સાર્વત્રિક કવરેજ સુનિશ્ચિત કરવું જરૂરી છે અને દેવાના ઔપચારિક અને અનૌપચારિક બંને સ્રોતોને પણ આવરી લેવા જરૂરી છે. 2006 થી કાર્યરત કેરાલા સ્ટેટ ફાર્મર્સ ડેબ્ટ રિલિફ કમીશન આના માટે એક મોડેલ પ્રદાન કરે છે જેનો ઉપયોગ વ્યાપક અને સર્વમાવેશક લોન માફી યોજનાને ડિઝાઇન કરવા માટે થઈ શકે છે. કૃષિ નિષ્ણાતો, ખેડૂત પ્રતિનિધિઓ અને ભૂતપૂર્વ ન્યાયાધીશોની બનેલી આ પર્મેનન્ટ બોડી, ખેડુતો અને ઋણદાતાઓ વચ્ચે દેવાના પુનર્ગઠન અને વાટાઘાટો માટે વ્યક્તિગત અરજીઓને ધ્યાનમાં લે છે. આવા કમિશનનો ફાયદો એ છે કે તેમાં ખેડુતોને પૂરો પાડવામાં આવેલ ટેકો ચૂંટણી ચક્રથી જુદા પ્રકારનો છે.

જો કે, ઉંડા મૂળ નાખી ગયેલી કૃષિ સમસ્યાના નિરાકરણ માટે વધુ ટકાઉ લાંબા ગાળાના હસ્તક્ષેપો જરૂરી છે અને આ સ્થિતિ કૃષિમાં પ્રવર્તી રહેલી લાંબા ગાળાની કટોકટીની પરિસ્થિતિનું પરિણામ છે. માળખાકીય ફેરફારો વગર તો કૃષિ કટોકટી અનંત કાળ સુધી યથાવત જ રહેશે. કારણ કે લોન માફીમાં વધતી જતી કિંમતો અને ઘટી રહેલી ખેતીની નફાકારકતાને લીધે આવતી મુશ્કેલીઓ તરફ ધ્યાન આપી શકાતું નથી અને આ જ તો કૃષિ સંકટ વધવા માટેનું મુખ્ય કારણ છે. તદુપરાંત, પ્રાયોગિક પૂરાવા સૂચવે છે કે લોન માફી નીતિઓ માત્ર સંસ્થાકીય ઋણ લેનારાઓને જ લાભ આપવાની સાથે સાથે ઉંચા ખેડુતોને વધુ ફાયદો કરાવવાનું વલણ ધરાવે છે જે રિકરિંગ લોન માફી પાત્ર ખેડુતોમાં નૈતિક સંકટમાં પરિણમે છે અને ગ્રામીણ ધિરાણ ડિલિવરી પ્રણાલીને ખોરવી નાખે છે. એનપીએ સાથે પહેલેથી ઢીલી પડેલી બેંકો પર વધુ વિપરિત અસર પડે છે. વધુમાં, લોન માફી સરકારના નાણાકીય સંસાધનો પર બોજ ઉભો કરે છે, જે કૃષિ ક્ષેત્રે જાહેર રોકાણોને પ્રતિકૂળ અસર કરે છે  અને તેથી લાંબા ગાળા માટે તો ચાલી શકે તેમ નથી.

વધુ સુસંગત પ્રશ્ન એ છે કે શું દુષ્કાળ, વધતા ખર્ચ, પાકના અપૂરતા ભાવો અને ઘટતી આવકને કારણે ઉભુ થતું કૃષિ સંકટ હલ કરવા માટે દેવા માફી એ યોગ્ય ઉપાય છે કે કેમ? આ કટોકટી પણ એવી નીતિઓને કારણે ઉભી થઈ છે કે જે નિર્માતા પર નહીં પણ ઉપભોક્તા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફૂગાવાને લક્ષ્યમાં રાખે છે. ઉપરાંત, કૃષિના માળખામાં પણ પરિવર્તન આવ્યું છે. કૃષિ કામગીરીના વધતા મુદ્રીકરણ અને યાંત્રિકરણ અને રોકડ પાક અને બાગાયતી પાકની પદ્ધતિમાં આવેલા બદલાવને કારણે માર્કેટિંગ અને સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ રોકાણની જરૂર ઉભી થઈ છે. ખેડૂત ભાવની મુવમેન્ટ માટે વધુ સંવેદનશીલ બની ગયો છે અને વધુને વધુ દેવાની જાળમાં સપડાઈ રહ્યો છે. કૃષિ ચીજવસ્તુઓના ઘટતા ભાવો અને ભાવમાં થતી અસ્થિરતાએ કૃષિ તણાવ વધારી દીધો છે.

જો કે, આપવામાં આવેલા તાત્કાલિક ઉકેલો માત્ર અસ્થાયી છે અને તે અસ્થાયી રાહત આપવા માટે છે અને તેમાં કૃષિ કટોકટીના મૂળ કારણોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. સ્થિર આવક અને કૃષિ ઉત્પાદનમાં ઘટાડો એ ગ્રામીણ તણાવના લક્ષણો છે, પરંતુ આખું ગ્રામીણ અર્થવ્યવસ્થા એ બિન-કૃષિ ક્ષેત્ર સહિતની માંગમાં તીવ્ર ઘટાડાને કારણે ખોરવાયું છે. અસંગઠિત ક્ષેત્રમાં થયેલા ઘટાડાથી બેકારી વધી છે અને ગ્રામીણ માંગમાં ઘટાડો થયો છે.

સંકટ દૂર કરવા માટેના પોલીસીના પગલામાં, ઉત્પાદકતા વધારવા, ઇનપુટ અને વાવેતર ખર્ચ ઘટાડવા, સ્વામિનાથન કમિશનની ભલામણો પ્રમાણે ઉત્પાદનના ભાવ આપવા, આઉટપુટનું ખાતરીપૂર્વકનું પોક્યોર્મેન્ટ, જમીનધારકોને એકીકૃત કરવા, સંસ્થાકીય ધિરાણની પહોંચ વધારવી, માળખાગત સુવિધા માટે જાહેર રોકાણ વધારવું, અસરકારક પાક-વીમા પ્રોગ્રામો લાગુ પાડવા અને કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જરૂરી છે. અનુગામી સરકારો દ્વારા માળખાકીય પરિબળોની અવગણના કરવામાં આવી છે. વધુ સારી ટેકનોલોજી, સંશોધન અને વિસ્તરણ કાર્યક્રમો અને સંગ્રહ અને વેરહાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક્સેસને સુધારવા માટેના રોકાણોની પણ જરૂર છે. સૌથી અગત્યનું, કાર્ટેલાઇઝેશન અને કોલ્યુઝનથી બચવા માટે બજારોમાં સુધારણા કરવી અને સતત નિકાસ-આયાત પોલીસી જરૂરી છે.

Back to Top