ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

કૃષિ વૈવિધ્યતાની દુવિધાઓ

કૃષિ વૈવિધ્ય પર એનડીએનું વલણ ખેડૂતોના કલ્યાણથી વિરુદ્ધ છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

કૃષિ-સંલગ્ન ક્ષેત્રો - પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે એનડીએ સરકારનું બજેટ (વચગાળાનું) દેશની કૃષિ વૈવિધ્યતા માટે અર્થહીન છે. પશુપાલન અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રો અનુક્રમે કૃષિના કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)માં આશરે અનુક્રમે 25% અને 6% ફાળો આપે છે, જેની શાસક સરકારને થોડી પણ ગંભિરતા હોત અને માત્ર વાણીવિલાસને બદલે ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાની ખરી રાજકીય ઇચ્છા હોત તો તેમના કલ્યાણને ધ્યાને લેવાયું હોત. નાના અને સિમાંત ખેડૂતોની તકલીફોથી કોણ અજાણ છે પણ તેના ઉકેલ માટે આજે શાસક વર્ગ રાજકીય ક્ષમતાને કામે લગાડવાને બદલે કુદરતને ભરોસે છોડી દે છે. આમ, પશુપાલન ક્ષેત્રે વાસ્તવિક ઉત્કર્ષને બદલે રાષ્ટ્રિય ગોકુલ મિશન હેઠળ સ્થળોમાં વધારો કરાયાની જાહેરાતોની ઘોષણા અને ગાયના કલ્યાણ માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના એ તો  ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના ગાયની રાજનીતિ હિન્દી વિસ્તારમાં પ્રોત્સાહન આપવા સિવાય બીજું કંઈ નથી. માછીમારોને કોઈ વાસ્તવિક રાહત પૂરી પાડવાને બદલે મત્સ્યોદ્યોગ માટે અલગ વિભાગની ઘોષણા, આગામી ચૂંટણીમાં વર્તમાન સરકારને મતબેંક ઉભી કરવા માટેનું રાજકારણ છે.  

હકીકતમાં, સરકારની મત્સ્યોદ્યોગ તરફેની ઉદાસીનતા પાછળ સરકારનો દરિયાકિનારાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઉભા કરવાનો ઉત્સાહ સમાયેલો છે અને તે વિવિધ માછીમારી સમુદાયોના જીવન અને આજીવિકાને જોખમમાં મૂકે છે. અલગ મંત્રાલયની રચના કરવાથી તે આ ઇરાદાપૂર્વકની વિરોધાભાસી નીતિઓને કેવી રીતે ઉકેલશે? જ્યારે લાભકારો પાસેથી તેમની આજીવિકા છીનવી લેવામાં આવે છે ત્યારે કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) અને તેની લોન પર 2% વ્યાજ દરનું ઔચિત્ય કેટલું? જોકે મીડિયા અહેવાલો, સીફૂડ નિકાસ ઉદ્યોગ જેવા સેક્ટરમાં સંગઠિત ક્ષેત્રો માટે નીતિઓના સંભવિત લાભોને વર્ણવે છે. 2000 ના દાયકાથી સીધી કૃષિ લાભોના હિસ્સામાં 1 કરોડથી વધુની ક્રેડિટ લિમિટનો ઉછાળો આવ્યો છે આ હકીકતને સાથે જોડતા મોટેભાગે મોટા કૃષિ-આધારિત ઉદ્યોગોની તરફેણ કરવામાં આવે છે. પ્રોડક્શન ક્રેડિટ પર વ્યાજ દર સહાયથી કદાચ આ નિકાસકારોને વૈશ્વિક બજારમાં ઇક્વાડોર, ઇન્ડોનેશિયા અને વિયેટનામ સુધી ભાવ સ્પર્ધા સામે ટકી રહેવામાં મદદ મળશે. એ જ રીતે, કોઈપણ વહીવટી અથવા સંસ્થાકીય પરિવર્તન ફક્ત નિર્ણાયક હોય એવી સંસ્થાઓને જ મહત્વ આપશે.

આ સંદર્ભમાં, વડા પ્રધાનના એ પ્રબળ દાવા સામે શંકા ઉઠે છે કે જેમાં કહેવામાં આવ્યુ છે કે "રાષ્ટ્રીય સ્તરના ઉત્પાદન વૃદ્ધિ"થી "કૃષિ ઉત્પાદકતામાં વૃદ્ધિ" સુધી નીતિના બદલાવને કારણે ખેડૂતોની પાળવાની આવકમાં વધારો થશે. એક વિવાદાસ્પદ પ્રશ્ન એવો ઉભો થાય છે કે, ઉત્પાદકતા વધારવાના પ્રયાસો અપનાવવાથી ખેડૂત, ખાસ કરીને નાના ખેડૂતને  કેટલો ફાયદો મળે છે? કૃષિ ભાવોની નીતિઓમાં અનાજ ક્ષેત્રમાં વર્તમાન સરકારની ઉપજ એવા ટેકાના ભાવ (એમએસપી)થી ભાગ્યે જ આગળ જોવામાં આવે છે. ખાસ કરીને આવા ઉચ્ચ સ્તરે એમએસપીને સરકારી ખરીદી દ્વારા સમર્થન નહી મળે ત્યાં સુધી સમજવાનું નિરાશાજનક રહે છે. 12 જૂન, 2014 ના રોજ એનડીએના ખાદ્ય મંત્રાલયના ઓર્ડરમાં રાષ્ટ્રીય ફૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) હેઠળ રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ)ની કેન્દ્ર માટે ખરીદીને મર્યાદિત કરી દીધી છે. બીજી બાજુ, બિન-ધાન્ય ક્ષેત્ર બજારની અસક્ષમતા અને સંકળાયેલ ભાવના જોખમોથી પીડાય છે. સૌથી તાજેતરનું ઉદાહરણ ડેરી ખેડૂતોની દુર્દશાનું છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં, તેઓ પુરવઠાની સંકડામણને લીધે ભાવ ઘટાડાથી પીડાય છે.

વ્યંગાત્મક રીતે, નીતિવિષયક વિવેચનો પાક વૈવિધ્ય થી બિન-ધાન્ય કે "હાઇ વેલ્યૂ" કૃષિને કૃષિ આવક સુરક્ષા અને વૃદ્ધિ બંને માટે રામબાણ ઇલાજ તરીકે જાહેર કરે છે, એ વાતને નજરઅંદાજ કરીને કે ઊંચા વળતર સાથે કેટલા ઊંચા જોખમો સંકળાયેલા છે. 85% ભારતીય ખેડૂતો કોઈ પણ જોખમ-પ્રતિરોધક ઉપકરણથી વંચિત છે. જ્યારે તેઓ "હાઇ વેલ્યૂ" ક્ષેત્રમાં કામ કરે છે ત્યારે તેમના ભાગે માત્ર ઉપજની ચોખ્ખી કિંમતનો પાંચમો ભાગ જ આવે છે, જ્યારે કિંમતના બાકીના ચાર ભાગ હાઇ-રિસ્કને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતા લોકો અને તેમની ભાવતાલ કરવાની ક્ષમતાથી પ્રભાવિત છે. યાદ કરો કે તાજા દૂધની કિંમત નીચી ગઈ છે કારણ કે પ્રોસેસિંગ ઉદ્યોગ દ્વારા દુધ ઉત્પાદકો પાસેથી તેમના તાજા દુધને ખરીદવાનું બંધ કર્યુ છે, વૈશ્વિક બજારમાં સ્થાનિક બજારોમાં પ્રવાહી દુધની છતને કારણે તેમના દૂધના પાવડરના નહી વેચાયેલા સ્ટોકને વેચવા માટે. સાથે સાથે ઘરેલુ બજારની ભાગીદારીમાં મોટા પાયે ખેલાડીઓમાં ભાવ સ્પર્ધાએ ઘણા નાના ખેડૂતોને ધંધામાંથી બહાર કરી દીધા છે. યોગ્ય બજાર સુધાર વગર ઉત્પાદકતાથી આ ખેડૂતોને કયા ફાયદા થશે?

 એનડીએનો એગ્રિકલ્ચર પ્રોડ્યુસ એન્ડ લાઇવસ્ટોક માર્કેટિંગ (પ્રમોશન અને ફેસિલિટી) એક્ટ, 2017 પણ, ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે ઘણો જ અસંગત છે. ઉદાહરણ તરીકે, શા માટે કથિત માર્કેટ યાર્ડોમાં શોષણખોર આડતિયા કેન્દ્રીય માર્કેટિંગ એજન્ટ તરીકે રાજ ચલાવી રહ્યા છે? શા માટે કાયદો યાર્ડની બહારના સુપરમાર્કેટ, નિકાસકારો અથવા વેપારીઓ દ્વારા સીધી ખરીદીને સ્પષ્ટ રૂપે નિયમન કરતું નથી? કાયદો ખાનગી વેપારીઓને એમએસપી પર ફરજિયાત ખરીદી કેવી રીતે કરાવી શકે? શા માટે સતત બદલાતા રહેતા સમિકરણો સાથે પાક અને પશુધન બજારોને એક એક્ટ હેઠળ લેવામા આવે છે? ચૂંટણીને નજીક ભાળીને વેરવિખેર ગ્રામીણ મતદારોને અંકે કરવાનું કાર્ય પ્રગતિમાં છે. જ્યારે નિર્ણાયક નીતિઓ રજુ કરવાની હોય ત્યારે લાગણીનીં રાજનીતિ રમીને તેમને અંકે કરવાનું રાજકીય રૂપે ફાયદાકારક છે. આભાર ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલીસીની કલમ 48નો કે પશુધનના સંગ્રહના વિવાદાસ્પદ મુદ્દાને પડતો મુકાયો. ઓછામાં ઓછું જે પશુધન આધારિત આજીવિકાને અર્થતંત્ર તરીકે જોઈને તેનો સામાજિક-ધાર્મિક લાગણીઓને ઉત્તેજિત કરવા માટે ઉપયોગ કરવાથી રોકે છે અને શાસક પક્ષને આવકની કોઈપણ અસ્થિરતા માટે જવાબદાર ઠેરવે છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top