શું સોશિયલ મીડિયા લોકતંત્રીય થઈ શકે?
મંતવ્યોના બજાર એવું સોશિયલ મીડિયા વિશેષાધિકાર માંગે છે અને વિશેષાધિકાર ધરાવે છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
અનુરાગ ઠાકુરની આગેવાની હેઠળ 31 સભ્યોની સંસદીય સમિતિએ સોશિયલ મીડિયા પર "નાગરિકોના અધિકારોની સુરક્ષા" અંગેની ચર્ચા કરવા ચર્ચા કરવા માટે ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ (સીઇઓ) જેક ડોર્સેને તેડું મોકલ્યું છે. એવું માનવામાં આવે છે કે આ પગલું ટ્વિટર પરના અસંખ્ય "શંકાસ્પદ" એકાઉન્ટને દુર કરવા સાથે જોડાયેલું છે. એવું પણ નોંધવામાં આવ્યું હતું કે ભાજપના પીઢ નેતા એલ કે અડવાણી ફેસબુક જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ આવી પેનલ સમક્ષ લાવવામાં આવે.
2019ની લોકસભા ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે એવું લાગે છે કે હાલની સરકાર સોશિયલ મીડિયામાં વિશેષ અભિરુચિ ધરાવે છે. ચૂંટણીની રાજનીતિમાં સોશિયલ મીડિયાની ભૂમિકા પર પ્રશ્ન કરવાનો આવે ત્યારે, આપણે તેમની "આંધળી" પૂછપરછની પણ તપાસ કરવી જોઇએ. ડિજિટલ ક્ષેત્રે ભારતના જાહેર ક્ષેત્રમાં આમૂલ પરિવર્તનો આણ્યા છે. હવે, "ન્યુઝ ગેધરિંગ"ની પ્રક્રિયામાં માળખાકીય પરિવર્તન જોવા મળ્યું છે, કેમ કે પ્રિન્ટ અને ટેલિવિઝનનું પરંપરાગત મીડિયા અને નવા મીડિયા સતત તેમના પર અવલંબિત બની રહ્યુ છે. જોકે, આ માળખાકીય પરિવર્તન હદ સુધી લોકમતને અસર કરે છે? શું તેઓ લોક મત કેળવી શકે છે? ભારતમાં પ્રવર્તતી સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક અસમાનતા ડિજિટલ સ્પેસમાં જોડાણ અને સુલભતા બંનેને મર્યાદિત કરે છે ત્યારે ડિજિટલ ક્ષેત્રમાં થતા વાર્તાલાપને રાજકીય ભૂમિ પરની વાસ્તવિકતા તરીકે જોવા જોઈએ?
યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે અખત્યાર કરેલા કેટલાક માર્ગો (કેમ્પેન મેનીપ્યુલેશન, ફાયબર બબલ્સ, પજવણી, નિંદા, અને નકલી વલણો) ઉજાગર થયા છે જેમાં એક ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો હથિયાર તરીકે ઉપયોગ થયો હોઈ શકે છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરના સંભાષણની વાસ્તવિક જગત પરની અસર ખતરારુપ હોઈ શકે છે, સોશિયલ મીડિયા કંપનીઓ કાનૂની સમસ્યાને ટાળવા માટે પ્રકાશકની જવાબદારીઓમાંથી પોતાને દૂર કરી રહી છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને ટ્રમ્પની ચૂંટણી પછી જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા અને ત્યારથી ફેસબુકને વધુ પારદર્શક બનાવવા તરફ કામ કરવા માટે તેમણે "વચન" આપ્યું છે. અન્ય પ્લેટફોર્મ પર કાનુની ખટલાઓ મંડાયા. ફેસબુકે તાજેતરમાં યુઝર્સની ન્યૂઝફેડ પર રાજકીય પક્ષો સાથેની જાહેરાતો કેવી રીતે દેખાશે તે અંગે ફેરફારોની જાહેરાત કરી હતી, જ્યારે ટ્વિટર એકાઉન્ટ્સ ઉપર નજર રાખવાનો અને નફરતવાળી કથાવસ્તુઓ ઉપર વધુ ચાંપતી નજર રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. આપણે ત્યાં ભારતના ચૂંટણી પંચે પણ પારદર્શિતાના હિતમાં રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગના સંદર્ભમાં માર્ગદર્શિકા બનાવવાનું નિર્ધારિત કર્યું છે. પરંતુ, આ પગલાં એટલા બધા વામણા છે કે તે સમસ્યાની તીવ્રતાને યોગ્ય રીતે સંબોધિત કરતા નથી. આપણે વાસ્તવમાં ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણીઓની ખાતરી કરવા માટે ડિજિટલ લોકશાહીનું સંરક્ષણ યોગ્ય છે કે કેમ તેનો જવાબ આપી શકવા સમર્થ હોવા જોઈએ. આ ફક્ત ડિજિટલ-સમાજને આપણા સામાજિક માળખાના નવા વિસ્તરણ તરીકે ઓળખવાથી અને તેની સંવેદનશીલતાની ઓળખીને જ થઈ શકે છે.
સોશિયલ મીડિયાના સંદર્ભમાં વાજબીપણાનો ખરેખર શું અર્થ છે? આપણે માનીએ છીએ કે ઇન્ટરનેટ મૂળભૂતરીતે સૌ માટે સમાન જગ્યા પુરી પાડે છે, પરંતુ કેટલીક વાતોને શા માટે પ્રબળપણે પ્રસારિત કરવામાં આવે છે અને કેટલીક વાતો કેમ દબાવી દેવામાં આવે છે? મીડિયા પર સ્કોલરશિપ આપણને જણાવે છે કે ડિજિટલ લોકશાહી એ તેના અસમાન માળખાના કારણે એક મિથક કથા બની ગઈ છે, જે દમનકારી માળખાને જાળવી રાખીને વિશેષાધિકારના પરંપરાગત માળખાંને આગળ ધપાવે તેવી શક્યતા છે.
ઊંચી મૂડી ધરાવતી અનામી ખાનગી કંપનીઓ તેમના મંતવ્યો માટે વધુ કિંમત ચૂકવી શકે તેમ હોય, ત્યારે તેઓ તેમના અવાજને અસરકારક રીતે મોટો કરે છે. ઇન્ટરનેટ પર દરેક વાણી સમાન ઓડિયન્સ સમક્ષ રજુ થતી નથી. જો ડિજિટલ ક્ષેત્રમાં રાજકીય વાર્તાલાપ ચૂંટણી જીતાઈ જાય ત્યા સુધી પ્રતિસ્પર્ધાને ભાંડવા સુધીની બાબત છે, તો તે રાજકારણની ગુણવત્તાના ભોગે છે. જે મોટા રાજકીય પક્ષો મત બેંકને ગતિશીલ બનાવવા માટે રોજગારી આપી શકે છે તે જમીન સાથેના જોડાયેલા અવાજોમાં એવા સંસાધનો સાથે સ્પર્ધા કરવાની ત્રેવડ નથી.
આપણે સોશિયલ મીડિયા પર રાજકીય પક્ષોના ખર્ચની ચકાસણી કરી શકીએ છીએ, પરંતુ શું આપણે રાજકીય પક્ષોના કહેવાથી વ્યકિત દ્વારા ખર્ચવામાં આવતા નાણાંની ચકાસણી કરી શકીએ? સોશિયલ મીડિયા પ્લેટફોર્મના બંધારણની અંદર આ નબળી કડીઓએ રાજકીય પક્ષોને સમર્થન અને લોકપ્રિયતાના બંને લક્ષ્યોને પહોંચી વળવા સક્ષમ બનાવ્યાં છે. સામગ્રી કેટલી જ્વલનશીલ છે તેના પર ધ્યાન આપ્યા વિના, વધુ યૂઝરના જોડાણને પેદા કરતી સામગ્રીના પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરાય છે. અહી આપણે એ ભૂલી જઈએ છીએ કે સોશિયલ મીડિયા એ વિચારધારા કે આદર્શ કે નૈતિક સંસ્થા નથી, પરંતુ કંપનીઓ દ્વારા નફો કમાવા માટે ઉભી કરવામાં આવેલી પ્રોડક્ટ છે. લોકશાહી તરીકેનો મુખૌટો ધારણ કરેલા આ પ્લેટફોર્મનો ચાલક સિદ્ધાંત લોકશાહી નથી, પરંતુ વ્યાપાર છે, જેને "મંતવ્યોનું બજાર" કહેવામાં આવે છે.
આના પરિણામે ડિજિટલ ક્ષેત્રે રાજકીય સંવાદોનું ધ્રુવીકરણ થયું છે. કરુણતા એ છે કે આમ છતાં ઇન્ટરનેટ વાણી સ્વાતંત્ર્ય આપતું હોવાનું અને લોકશાહીના પિલ્લરને મજબુત કરતું હોવાનું માનવામાં આવે છે. પરંતુ, જાહેર અભિપ્રાય, રાજકીય એજન્ડાઓને પ્રોત્સાહન આપવા અને જૂઠા અને ગેરમાર્ગે દોરતા સમાચાર અને માહિતીને પ્રસારિત કરવા માટે રાજકીય પંડિતો અજ્ઞાત, મૂડી અને ટેકનોલોજીનું ગઠબંધન રચવામાં સફળ રહ્યા છે. આ ગઠબંધન ચૂંટણી રાજકારણની તંદુરસ્તી માટે યોગ્ય નથી અને વિશ્વની "સૌથી મોટી લોકશાહી" માટે તો સહેજેય યોગ્ય નથી. આ સમસ્યાઓનું સમાધાન કરવામાં સોશિયલ મીડિયા કંપનીઓ અને રાજકીય પક્ષો બંનેની હાર સમાયેલી છે.
અત્યારે સવિશેષપણે, ઇન્ટરનેટને આપણા રાજકીય જીવનને કેવી રીતે અસર કરી રહ્યું છે તે સમજવાની જરૂર છે જેથી આપણે નવું કાનુની માળખું બનાવી શકીએ જે ખાતરી કરે કે આપણા વાણી સ્વતંત્રતાનો અધિકાર સૌથી ઉપર રહે અને કંપનીઓ અને રાજકીય પક્ષો જવાબદાર બને.