ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ઝેર અને મારણની બનાવટ

સુરક્ષિત શરાબ સુનિશ્ચિત કરવાને બદલે સરકાર વળતર આપીને છુટી જવાનો સરળ માર્ગ અપનાવે છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લઠ્ઠાકાંડથી 116 લોકના મોતને લઈને ફરી એકવાર સલામત મદ્યપાનને સ્થાને દારુબંધીના મુદ્દાને આગળ ધપાવી દેવામાં આવ્યા છે. અભ્યાસો કહે છે કે વર્તમાન ઉચ્ચ આવકવાળા દેશોની તુલનામાં ઓછી આવક અને નીચલા-મધ્યમ આવક ધરાવતા દેશોમાં મદ્યપાન ટેવ બીમારીઓ અને ઈજાઓનું જોખમ વધારી દે છે અને તેમાં લોકોમાં પિવાતા દારૂના પ્રકારમાં તફાવત જેવા પરિબળો જવાબદાર છે. સ્વાભાવિક રીતે, લઠ્ઠો પીતા અને લઠ્ઠાકાંડના જીવલેણ પરિણામોને સહન કરતા લોકો ખૂબ જ ગરીબ અને કંગાળ જેવા છે. આવી દુર્ઘટનાની આગેવાની અને પછીનો સમય હંમેશાં સેટ પેટર્નને અનુસરે છે. ગરીબ લોકોના કિસ્સામાં સરકારની પ્રતિક્રિયા એવી હોય છે કે તેમને વળતર આપીને જવાબદારીઓમાંથી છુટા થઈ જવાનો પ્રયાસ કરવો. નબળી ગુણવત્તાવાળા દારૂના સેવનથી આર્થિક રીતે સદ્ધર વિભાગોમાં મોટી સંખ્યામાં મૃત્યુ થાય તો સરકારની પ્રતિક્રિયા આવી જ હશે?

મૃત્યુની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ એટલી પરિચિત છે કે તેમાં ગમે એટલા મરે પણ તે જાહેર હિત અને ચર્ચાને થોડા દિવસોથી આગળ વધારતા નથી. રુદન કરતા સ્ત્રીઓ અને બાળકોના દ્રશ્યો, વળતરની ઘોષણા, અને કેટલાકની ધરપકડ પછી બસ, આ બાબત પુરી. આ વખતે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ આ સંબંધમાં એક નવો વળાંક આપ્યો છે. રાજ્ય સરકારે એક ખાસ તપાસ ટીમની સ્થાપના કરી હતી જેણે આ મૃત્યુ પાછળના શાસક પક્ષના રાજકીય વિરોધીઓના "ષડયંત્ર"ને શોધી કાઢવાની સૂચના આપવામાં આવી હતી. મોત પછી પણ ગરીબોનો રાજકીય વર્ગનો એક તબકો ઉપયોગ કરી જાય છે!

ભારતમાં શરાબ પ્રતિબંધની અસરકારકતા અંગેની લાંબી અને વિવાદાસ્પદ ચર્ચાઓ થઈ છે. તે પ્રતિબંધની સાથે સામાન્ય અને સસ્તા દારૂનું સમાંતર ઉત્પાદન અને વેચાણ ચાલે છે. રાજકારણીઓ, ખાસ કરીને સત્તાવાળાઓ, તેના નિયમન અને ગુણવત્તાને સુનિશ્ચિત કરવા માટે વધુ કડક પગલાં લેવા કરતાં દારૂ પર પ્રતિબંધ મૂકવો સરળ ગણે છે. નૈતિક વલણ અપનાવવાનો દાવો કરીને પીનારાઓના પરિવારો ભોગ બનતા હોવાથી પ્રતિબંધને વાજબી ઠરાવવામાં આવે છે. જ્યારે આર્થિક રીતે સમૃદ્ધ લોકો પ્રતિબંધ દરમિયાન બ્રાન્ડેડ દારૂનો પુરવઠો મેળવી શકે છે, જ્યારે ગરીબોને સરકારનો "દેશી દારુ(કન્ટ્રી લિકર)" પણ પરવડતો નથી એટલે તે દારુ ગાળનારાની ભઠ્ઠીઓ તરફ વળે છે. મિડિયા અહેવાલો વર્ષોથી કહે છે કે જે દારૂ ગ્રાહકોને લગભગ તરત જ મારી નાખે છે તે ચોરીચૂપીથી ટેક્સ બચાવવા માટે બનાવવામાં આવે છે. સ્વાસ્થ્યની કાળજીને છેલ્લા ક્રમે મુકીને આવા શરાબમાં મોટેભાગે અન્ય વસ્તુઓની સાથે ભારે પ્રમાણમાં મિથનોલ, બેટરી એસિડ અને જૂની ચામડાની ચીજો હોય છે. આમાંથી કોઈપણ વસ્તુ તેના જથ્થા અને સ્થિતિને આધારે જીવલેણ કારણ સાબિત થઈ શકે છે. જ્યારે "લઠ્ઠાકાંડ" મૃત્યુમાં પરિણમતો નથી તો પણ તે શરીરના અંગોને ગંભીર નુકસાન માટે જવાબદાર છે અને અંધત્વ સહિત અપંગતા તરફ દોરી શકે છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શંકા કરે છે કે તાજેતરના મૃત્યુમાં ષડયંત્ર સમાયેલું છે, જે લોકો પ્રતિબંધ મુકવાનું પસંદ કરે છે તે પણ ઇરાદાપૂર્વક વાસ્તવિકતાથી આંખો ફેરવી રહ્યા છે. હકીકતમાં, રાજ્યમાં સરકારે દેશી દારૂ બાર ચલાવવાનું "વધુ મુશ્કેલ" બનાવ્યું, ગ્રાહકો તરફ ચિંતા દર્શાવીને. જો કે, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભારતીય બનાવટના વિદેશી દારૂના વેચાણમાં વધારો કરવા માટે આ પગલું આવશ્યક હતું. આ તમામ ચાલ ગરીબ ગ્રાહકોની ચિંતા વ્યક્ત કરવાને બદલે તેની નિંદા કરે છે. શરાબ સેવન ન કરવું એવી અપેક્ષા રાખવી અવાસ્તવિક છે એની જગ્યાએ અપેક્ષિત અને ડહાપણભર્યુ એ છે કે ગુણવત્તા નિયંત્રણ અને નિયમના અમલની ખાતરી કરવામાં આવે. રાજકીય રીતે ફાયદાકારક અને વહીવટી રીતે સરળ માર્ગ લેવાને બદલે સરકારે તેનાથી આગળ વધવુ જોઈએ. પોલીસને બૂલેટગગર્સની અપરાધી ગેંગને તોડીને નિયમો અને ગુણવત્તા નિયંત્રણનું સખત અમલીકરણ કરવું આવશ્યક છે.

2015માં મુંબઈમાં લઠ્ઠાકાંડથી 106 લોકોના મોત થયા હતા, જ્યારે 2011માં પશ્ચિમ બંગાળના સંગ્રામમપુરમાં 170 લોકોના મોત થયા હતા. લગભગ દરેક રાજ્યમાં આ સંદર્ભમાં દર્દનાક વાર્તાઓ અને સંખ્યાઓ નોંધાયેલી છે, જેમાં અધિકૃત રીતે બિનનોંધાયેલા કે અન્ડર-રિપોર્ટ કરાયેલા કેસોનો ઉલ્લેખ નથી. દારૂ રાજ્યનો વિષય હોવાથી દરેક રાજ્ય સરકારે યોગ્ય પગલાં લેવાની અને તેમના અમલીકરણની ખાતરી કરવી જોઈએ. 2001થી તમિલનાડુ રાજ્ય સરકારે આલ્કોહોલમાં વેચાણનો હોલસેલ એકાધિકાર ધરાવી રાખ્યો છે અને 2014-15થી સરકારી એજન્સી દ્વારા પણ સસ્તા દારૂનું વેચાણ શરૂ કર્યું છે. દારૂના વપરાશમાં ગરીબોને સલામત વિકલ્પો પ્રદાન કરવાનું આ રાજ્યનું ઉદાહરણ મૂલ્યવાન છે.

માત્ર ગરીબ આલ્કોહોલ ગ્રાહકો માટે ફક્ત તેમની નૈતિકતાપૂર્ણ-ઢોંગી વલણને છોડીને અને તેના સ્થાને વાસ્તવિક ચિંતા અને પગલાઓ અપનાવીને જ સરકાર આ સામુહિક મૃત્યુને અટકાવી શકશે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top