ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

બીજેપીનું અવિચારી રાજકારણ

અવિચાર રાજકારણનું મૂળ પક્ષની સત્તા જાળવી રાખવા કે સત્તામાં પાછા આવવાની તિવ્ર ઇચ્છામાં સમાયેલું છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ચૂંટણીના રાજકારણમાં વિરોધ પક્ષોની એકતા તરફ દોરી રહેલા દરેક સમાચારને ભારતીય જનતા પક્ષ (બીજેપી) તેની પોતાના તમને ખતરાની સંભાવના તરીકે જોઈ રહ્યો છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે, આ પડકારને પહોંચી વળવા ભાજપ કેવું રાજકારણ રમે છે? વિરોધીની અસરને નિષ્ક્રિય કરવા માટેની અસ્પષ્ટ અને સ્પષ્ટ બંને રીતે નૈતિક રીતે આક્રમણની છે. એવું લાગે છે કે તેનો જાહેર જીવનના મુખ્ય ક્ષેત્રોમાં સરકારની નિષ્ફળતા વિશે કાયદેસરના પ્રશ્નો ઉભા કરે તેવા લોકો સામે ઉપયોગ કરવામાં આવે છે. આમાં અનિચ્છનીય લોકપ્રિયતાનો સમાવેશ થાય છે અને તે વચગાળાના બજેટમાં સહજ જણાય છે. વિરોધીઓની નાજુક વિગતો ધરાવતી સિક્રેટ ફાઇલો બનાવવી અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવાનો તેમાં સમાવેશ થાય છે. જેમ કે જ્યારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અસહજ સમય અને અસામાન્ય સંદર્ભોમાં ઉપયોગ અને આખરે તેના રાજકીય વિરોધીઓ ઉપર હુમલો કરવો. જોકે, આવો રાજકીય ઉપયોગ અવિચારી જણાય છે. આને મુખ્યત્વે આધારહીન સંદર્ભમાં સમજી શકાય છે અને તે ભાજપને તેના "વિરોધીઓ" કરતા પોતાનું સ્થાન મજબૂત બનાવવા સક્ષમ બનાવે છે. પક્ષને તેના છેલ્લા સાડા ચાર વર્ષના દેખાવના વધુ વળતરની અપેક્ષા જણાતી નથી. 2014ની ચૂંટણીની જીત દ્વારા મેળવેલા આત્મવિશ્વાસમાં તાજેતરમાં જ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં થયેલા પરાજયને કારણે પંક્ચર પડ્યુ છે. એ સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર અને ભાજપ તેમના ચૂંટણી જીતવાની સંભાવનાઓને વધુ ઉજળી બનાવવા ઉદ્યમી બનવાને બદલે રાજકીય માધ્યમોનો ઉપયોગ કરવામાં પાવરધુ બની રહ્યુ છે. આદરપાત્ર રેકોર્ડની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને, ભાજપ તેના પ્રતિસ્પર્ધીઓ સાથે "કામ પાડવા"ની સ્વતંત્ર પદ્ધતિનો ઉપાય કરવા માટે ખૂબ જ ઉત્સાહી બન્યો છે.

વધુ સ્પષ્ટપણે, સત્તાને જાળવી રાખવા માટેના મરણિયા પ્રયાસમાં રાજકીય માધ્યમોનો અનિશ્ચિત ઉપયોગ સામેલ છે જે સંભવિત હારની ધમકીને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. મરણિયાપણુ ત્રણ સ્તરે સ્પષ્ટ છે. સૌ પ્રથમ, સરકારના પ્રવક્તા તેમની ઉપલબ્ધિ તરીકે લંડનથી બેંકના ડિફોલ્ટરના દેશનિકાલને ખપાવી રહ્યા છે. જો કે, આ દાવામાં એક સહજ સમસ્યા છે કારણ કે ડિફોલ્ટર સફળતાને ઓછી અને નિષ્ફળતા છુપાવવાને વધુ પ્રગટ કરે છે. આ પ્રકારની ઘટના માત્ર અંતિમ પરિણામ દર્શાવે છે અને જેમાં આવા બેંકના ડિફૉલ્ટર્સ પેદા થાય છે તે પ્રક્રિયામાં સરકારની ભૂમિકા દર્શાવતી નથી. આ જ વાતને અલગ રીતે કરીએ તો, જે સરકાર તેના ઉકેલનો જશ ખાટે છે તે સરકાર સમસ્યાનું સમાધાન આપવામાં પેદા થતા વિરોધાભાસને સ્વીકારવા માંગતી નથી. આ અંતિમ પરિણામ છે અને શરૂઆત નથી, જ્યાં સરકાર કપટપૂર્ણ પ્રવૃત્તિને નિયંત્રિત કરવામાં પોતાની નિષ્ફળતાથી પોતાને અપ્રગટ કરવા માંગે છે. આ પહેલા ખેડૂતોને કંગાલિયતના ખપ્પરમાં હોમી દેવા અને પછી તેને રાહત આપવી એના જેવું જ છે. તે સમજી શકતું નથી કે ખેડૂતોને માત્ર 6,000 રૂપિયાની સબસિડી આપવી એ તેમના ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ કેટલાક ઉદ્યોગપતિઓ જેવું જ છે કે જેમણે પર્યાવરણીય જોખમો ઉભા કર્યા હતા અને પછી જોખમને ઘટાડવા માટેના ઉકેલો પૂરા પાડ્યા હતા. કોઈ ઇવેન્ટ અથવા "ઇવેન્ટલાઈઝેશન" બનાવવાનું રાજકારણ એ રજૂઆતમાં તેને વધુ આકર્ષક બનાવવાનું છે, જેમાં મતદારોને કૃષિ ક્ષેત્રની બેરોજગારી અને ઉપેક્ષા જેવા માળખાકીય નિષ્ફળતાઓથી દૂર રાખવામાં આવે છે.

બીજું, એકત્રીકરણની રાજનીતિના ભાગ રૂપે, સરકાર દ્વારા લખવામાં આવેલી સ્ક્રિપ્ટ તેના "ગાઢ" પ્રતિસ્પર્ધી સાથે તેમના હિતોને પણ ધ્યાનમાં રાખીને લખવામાં આવે છે. ગાઢ પ્રતિસ્પર્ધી આખરે સરકારને વચનોના પગલે જાહેર સમર્થન પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ઘણાં નેતાઓ કે જે "લોક લાગણીને અનુસરતા" હોવાનો દાવો કરે છે તે સરકાર વિરુદ્ધ ભૂખ હડતાલ પર બેસે છે, જેનો ફક્ત સરકાર તરફથી વચનો મળતા અંત આવે છે. સરકાર દ્વારા કરવામાં આવેલી વચનોની લહાણીમાં આ નૈતિકતાના સંસ્કાર ખતમ થાય છે. મતલક્ષી રાજકારણમાં સ્થાન મેળવવા માટેના આ કેટલાક ગૂઢ માર્ગો છે. જેમાં ભાજપે પણ તેના કેટલાક રાજકીય વિરોધીઓ વિશે અંગત રીતે ધૃણા ફેલાવવા માટેના કેટલાક માર્ગો ખોળી કાઢ્યા છે. શાસક પક્ષે ઘટનાઓના ઉદ્ધભવ પહેલાં સાવધાનીથી તેને અપનાવી લીધી હોવાનું જણાય છે, અને પછી તેમની આસપાસની ચળવળને અદભૂત સિદ્ધિઓ તરીકે સરકારના પ્રયત્નો દ્વારા રજૂ કરવાનો હેતુ રહ્યો છે.

ત્રીજું, અપવાદ વિના ભાજપના કેટલાક નેતાઓ, રાજકીય માધ્યમોનો ઉપયોગ નૈતિક રીતે અપમાનજનક ન હોય તે બાબતે એટલા સાવચેત લાગતા નથી. ઉદાહરણ તરીકે, ભાજપના કેટલાક જવાબદાર નેતાઓ, તેમના વડા પ્રધાનની છબીને વધારવા માટેના પ્રયત્નોમાં, વિરોધ પક્ષોના નેતાઓ માટે સૌથી વધુ બદનક્ષીયુક્ત ભાષાનો ઉપયોગ કરે છે.

શાસક પક્ષ અને તેની સરકાર, કાયદેસર ટીકાના આક્રમક દમન દ્વારા સૂચવે છે કે વિપક્ષને કોઈ પ્રશ્નો પૂછવા જોઈએ નહીં, જેથી તેમને તેનો જવાબ આપવો ન પડે. ઠાલા વચનો આપવા અને તેનું પુનરાવર્તન કરવાનું અવિચારી રાજકારણ વિરોધપક્ષને સમયસર જવાબો મેળવવા માટે આવશ્યક બનાવે છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top