ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

જોખમી રાજકીય પ્રસ્તાવ તરીકેની આગાહી

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

હું વાત શરૂ કરૂ એ પહેલા એક સ્પષ્ટતા કરી દેવા માંગુ છું કે હું ચૂંટણી નિષ્ણાંતો, ટીકાકારો અને નિરીક્ષકો દ્વારા સમય-સમય પર થયેલા ચૂંટણી વિશ્લેષણ સાથે સંકળાયેલ આગાહી વિશે વાત કરતો નથી. ન તો હું કે એક્ઝિટ પોલની પદ્ધતિ દ્વારા ચૂંટણી પરિણામોને અભિવ્યક્ત કરવામાં આવે છે તેને પકડતી આગાહીની વાત કરી રહ્યો છું. આ આગાહીઓ માટે નિરિક્ષકો ચુંટણી પૂર્વેના સમય દરમિયાન મતદાતા સાથે સંપર્ક કરે છે અને તેમના રાજકીય વલણને જાણવાની કોશીષ કરે છે. આગાહીની આ કલ્પના રાજકારણના એક કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ઉપયોગી હોઈ શકે છે, પરંતુ બીજા ક્ષેત્રમાં તે કદાચ એટલી ઉપયોગી ન પણ હોય. આપણે જુદા જુદા ખૂણેથી "આગાહી" શબ્દને જોવાની જરૂર છે, ખાસ કરીને જેની મુખ્ય ચિંતા સત્તા કબજે કરવાની છે એવી પાર્ટીના રાજકારણને સમજવા માટે આ આગાહી નિર્ણાયક છે. એવી દલીલ કરી શકાય છે કે રાજકીય પક્ષ અથવા પક્ષોની આગાહીની કલ્પના નિષ્ણાતો અને વિશ્લેષકો દ્વારા સમજાયેલી આગાહીથી જુદી હોય છે. રાજકીય પક્ષોની એવી અપેક્ષા હોય છે કે મતદારોએ ચોક્કસ મુદ્દાને આધારે મત આપવો જ જોઇએ, એવી ચોક્કસ દિશામાં કે જેમાં આવી પાર્ટીઓની મત મેળવવાની સંભાવનાઓને વધુ તેજ બનાવે. 

મતદારોની પસંદગી વિશેની આગાહી આપણે અગાઉ કહ્યુ તે પદ્ધતિને અનુકૂળ છે, જેમાં મતદાર પક્ષની ધારણા પ્રમાણે ચોક્કસ દિશામાં મતદાન કરશે. જો કે, તેમનું બંધારણ ગુણાત્મક રીતે મતદારોના મોબિલાઇઝેશન કરતા અલગ હોય છે. અમુક પક્ષો મતદારોને પછીથી સામા આવતા વ્યવહારિક પ્રશ્નોની આસપાસ એકત્ર કરવાના પ્રયત્નો કરે છે જે પ્રશ્નો પછીથી સતત ચાલુ રહે છે. આવા મોબિલાઇઝેશનમાં મતદારો અમુક રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા પ્રયત્નોને આગળ ધપાવવામાં તેમની રાજકીય સ્વાયત્તાનો ઉપયોગ કરે છે. બીજી તરફ, મતદારોના નિર્માણમાં કોઈ અમુક એવા પક્ષના પ્રયત્નોનો સમાવેશ થાય છે, જેનું એકમાત્ર ધ્યાન કેવી રીતે મતદારને પક્ષને અનુકૂળ બનાવી શકાય તેના તરફ કેન્દ્રિત હોય છે. 2014 અને 2019 ની લોકસભાની ચૂંટણીઓમાં નોંધ્યું છે તેમ, મતદારોને પક્ષને અનુકૂળ બનાવવાની રાજનીતિમાં મુખ્યત્વે ભાવનાત્મક મુદ્દાઓ ઉભા કરવા, ખોટા વચનો આપવા, બનાવટી સમાચાર વહેતા કરવા અને ઉઘાડા જૂઠ્ઠાણા ફેલાવવાનો સમાવેશ થાય છે. 

જે વ્યક્તિને જુઠ્ઠાણા માટે સ્વિકાર્ય બનાવે અથવા ભ્રમિત કરે તેમાં બૌદ્ધિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓ ક્યા આવી?  મતદાતાને કોને મત આપવો તે અંગે નિર્ણય લેતી વખતે વધારાની માહિતી મેળવવાની જરૂર હોતી નથી. તેઓએ બૌદ્ધિક રીતે આત્મવિશ્વાસ કેળવવો પડશે. રાષ્ટ્રવાદ જેવા જાહેર મુદ્દા, જેમાં લાગણીઓનો ઘોઘ વહેતો હોય અને મતદારોને સંપૂર્ણ સંતોષની લાગણી થતી હોય પછી બીજુ શું જોઈએ. આ કારણે જ તાર્કિક રીતે સફેદ જુઠાણા જેવા વચનો પ્રજાજનો લહેરથી સ્વિકારી લે છે. આ બે પસ્થિતિઓ ચિત્રને સ્પષ્ટ કરી દે છે કે જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ 2014 અને 2019 ની લોકસભાની ચૂંટણીઓમાં ઝળહળતો વિજય મેળવ્યો હતો. એવું લાગે છે કે તેણે 2014 માં વચનોની લહાણીઓનો ઉપયોગ કર્યો હતો અને 2019 માં મતદારોને પોતાની તરફેણમાં લેવા ભાવનાત્મક તત્વનો ઉપયોગ કર્યો હતો. વિચારણા, ચર્ચા અને સંવાદનું આવી રાજનીતિમાં કોઈ લેવાલ હોતું નથી.

આવા પક્ષ એવી મજબુત અસર ઉત્પન્ન કરે છે કે સરકાર તેના દ્વારા અપનાવવામાં આવેલી નીતિઓ લોકો તરફી છે એવી વાત કહે તેને મતદારો માની લે છે અને માની લે છે કે દ્રષ્ટિ પર્યાપ્ત છે સૌના માટે પર્યાપ્ત છે. આવા સ્વ-નામધન્ય પરિસ્થિતિમાં પારદર્શક રાજકારણમાં ફાળો આપવાની જરૂર રહેતી નથી. એ જ રીતે, સરકાર કે તેના સમર્થકો એવી અપેક્ષા રાખતા નથી કે તેમના મતદારો પારદર્શક રાજકારણમાં સામેલ આવી પ્રક્રિયામાં કોઈ યોગદાન આપે. સમગ્ર પ્રક્રિયા લોકશાહીને કંગાળ કરવા તરફ દોરી જાય છે. આવા મતદાતાઓ અને આવા મતદારોને સમાવતા પ્રદેશો વિશેષ પક્ષનો હાથો માત્ર બનીને રહી જાય છે, જેમાં આવા પક્ષની લાંબો સમય સુધી શાસન કરવાની મહત્વાકાંક્ષા હોય છે.  જનતા અથવા મતદારો સામે જૂઠું બોલવું એટલા માટે જરૂરી છે, કારણ કે એમ કરીને તેઓ તેમના ચૂંટણીના રાજકારણમાં નિર્ણાયક નિર્ણયો લેવા માટે સાધન તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા કારણને છીનવી લે છે. લોકોનું આત્મ-સન્માન દાવ પર લાગ્યુ છે. પક્ષો મતદારોને કોઈ મહત્વ આપતા નથી, માત્ર મતદાતાઓનો સાધન તરીકે ઉપયોગ કરે છે. 

જો કે, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો સ્પષ્ટ રીતે બતાવી ચૂક્યા છે કે કોઈ પણ પક્ષ બીજા પક્ષો પર કાયમી લાભ મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકતા નથી. કોઈનો હાથમાં રાજકીય નિયંત્રણ લેવાનો કોઈપણ પ્રયાસ બહુ જોખમી છે. શાસક પક્ષના અનુમાન વાસ્તવિક મતદાન સ્તરે જુઠા ઠર્યા છે. જે લોકોએ આગાહીઓ કરવાનું કામ કર્યું છે તેમણે સમજી લેવું જોઈએ કે ટકોરાબંધ સમર્થકો ઉભા કરવામાં સફળતાથી લાંબા સમય સુધી શાસન કરવાની ઇચ્છા ઉપર મહોર લાગી જતી નથી.

 

Back to Top