ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

જીએસટી વળતરના પેમેન્ટનું સંકટ

મંદ પડતા અર્થતંત્રમાં સંકડાતી જતી ફિસ્કલ સ્પેસથી જીએસટી મહેસુલના વળતરને નવીન ખતરો છે. 

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

કોઈપણ કર સુધારણા સાથે સંકળાયેલ મહેસૂલની અનિશ્ચિતતા એ તમામ સરકારો માટે ચિંતાનું મોટું કારણ છે અને તેથી, આવા સુધારાની તરફેણમાં વ્યાપક સંમતિ મેળવવા માટે મહેસૂલ સુરક્ષાની ખાતરી આપવી જરૂરી છે. એવી જ રીતે, જીએસટી (રાજ્યને વળતર) અધિનિયમ, 2017ની કલ્પનામાં રાજ્યના જીએસટી (એસજીએસટી) કલેક્શનમાં કોઈપણ ખામી સામે રાજ્યોને મહેસૂલ સુરક્ષાની ખાતરી આપવા માટે આપવામાં આવી હતી, જેમાં જીએસટીની રજૂઆતના પ્રથમ પાંચ વર્ષ દરમિયાન ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઇજીએસટી) સેટલમેન્ટનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, અધિનિયમમાં સમાવિષ્ટ “મહેસૂલ સુરક્ષા” ના આ વિચારને પાછળ રાખીને, જીએસટી કાઉન્સિલ જીએસટીની રચના, માળખું અને વહીવટી જોગવાઈઓ સાથે પ્રયોગ કરી રહી છે, જેથી મુખ્ય અર્થતંત્રમાં કર પાલન કરવામાં સરળતા મળે અને તેના પરની અસરને હળવી કરવામાં આવે. પરંતુ, જ્યારે એકંદરે જીએસટી સંગ્રહમાં કોઈ ખામી આવે, જીએસટી વળતરની આવશ્યકતા અને જીએસટી કમ્પેન્સેશન સેસ (જીએસટીસીસી)ની ગતિ વચ્ચેનો વધતો આવક તફાવત આવે, ત્યારે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના દલીલનો વિષય બને ત્યારે રાજ્યને જીએસટી વળતરને સમયસર રિલીઝ કરવામાં આ દેશમાં મહેસૂલ વળતર પદ્ધતિને લવચિક કરવા માટેનો જીએસટી કમ્પેન્સેશન એક્ટ શંકાસ્પદ છે.

સ્ટેટ જીએસટીની આવકનો અંદાજ વર્ષ 2015-16માં જીએસટી હેઠળ જમા થયેલા કરના નેટ કલેક્શનના 14% વાર્ષિક વૃદ્ધિ દર પર આધારિત છે. આ સાથે જ, 30 જૂન 2022 સુધી રાજ્યોને જીએસટી વળતર આપવા માટે, જીએસટીની સાથે  1 જુલાઇ, 2017 થી જીએસટી વળતર ભંડોળ માટે વધારાના સંસાધનો એકત્રિત કરવા માટે પાન મસાલા , તમાકુ અને તમાકુ ઉત્પાદનો, હળવા પીણા અને પેસેન્જર કાર જેવી ચીજો માટે જીએસટીસીસીની રજૂઆત કરવામાં આવી છે. છતાં, રાજ્યોને મળતા જીએસટી વળતરની ચૂકવણીમાં વિલંબ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે, રૂ. 17,789 કરોડનું વળતર જુલાઈ 2019 માં રિલીઝ કરવામાં આવ્યુ તે એપ્રીલ અને મે મહિનાનું હતું, ઓગસ્ટ 2019 માં રૂ. 27,955 કરોડનું વળતર રિલીઝ કર્યુ તે જૂન અને જુલાઈ 2019નાનું હતું. જ્યારે છેલ્લુ ડિસેમ્બર 2019માં રૂ. 35,298 રિલીઝ કરવામાં આવ્યું તે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાઓનું હતું.

જીએસટી વળતરની ચુકવણીમાં વિલંબ કરવો એ કોઈ નવી ઘટના નથી, પરંતુ જીએસટી વળતરની રજૂઆતને લઈને હાલમાં જે તણાવની સ્થિતિઓ ઉભી થતી તે અનેક કારણોને લઈને નવીન છે. પ્રથમ, વર્તમાન વિલંબ મુખ્યત્વે ભારતીય અર્થવ્યવસ્થાના નજીવા વૃદ્ધિ દરને કારણે જીએસટી કલેક્શન સાથે સંકળાયેલ સંકળાયેલી આવકની અનિશ્ચિતતા, મુખ્યત્વે એકંદર તેમજ એસજીએસટી સંગ્રહમાં આવેલા ઘટાડાને આભારી છે. જ્યાં સુધી કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના નજીવા વૃદ્ધિ દરમાં સુધરો ન આવે કે ટેક્સ બાઉન્સી વધારો ન થાય ત્યાં સુધી, જીએસટી વળતરની ચુકવણીમાં વિલંબ આવતા દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે આવા ઘર્ષણનું પુનરાવર્તન કરશે. બીજું, પ્રથમ કારણને વિસ્તારિત કરતા એ હકીકત છે કે જીએસટીસી વળતરની આવશ્યકતામાં જીએસટીસીસી કલેક્શન ઓછું આવે તો જીએસટી વળતર અધિનિયમમાં રાજ્યોને વળતર આપવાની સંભવિત પદ્ધતિ અંગે કોઈ માર્ગદર્શિકા નથી. અધિનિયમની હકીકત મુજબ, રાજ્યોને જીએસટી વળતર આપવું એ જીએસટી ટ્રાન્ઝિશન સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારની જવાબદારી રહે છે, જ્યારે જીએસટી વળતરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જીએસટીસીની ગતિશીલતામાં ઘટાડો ભારતીય પબ્લિક ફાયનાન્સ મેનેજમેન્ટ માટે પડકાર તરીકે ઉભરી રહ્યો છે, ખાસ કરીને આર્થિક વિકાસને ઘટાડવાના સંદર્ભમાં.

બિહાર જેવા કેટલાક રાજ્યો સિવાય, તેમાંના મોટાભાગના જીએસટી હેઠળ જમા કરાવેલા કરમાં 14% વૃદ્ધિ દર પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતા નથી અને તેથી, મહેસૂલ સુરક્ષાની ખાતરી જીએસટી સિસ્ટમનો સામનો કરવા માટે એક ફિસ્કલ અવકાશ પ્રદાન કરે છે. આ જોતાં, એ વાતની નવાઈ નથી કે ઘણા રાજ્યોએ જીએસટી વળતરની અવધિમાં વધુ ત્રણ વર્ષ એટલે કે 2024-25 સુધીના વિસ્તરણ માટે પંદરમા નાણાં પંચનો સંપર્ક કર્યો છે. જીએસટી વળતર અવધિમાં વધારો કરવા અંગેનો નિર્ણય ઔપચારિક રીતે જીએસટી કાઉન્સિલ પાસે છે, પરંતુ તે આખરે તો કેન્દ્ર સરકારના નિર્ણય પર નિર્ભર રહેશે. જો કે, એકંદરે જીએસટી કલેક્શનમાં ઘટાડાને જોતાં, જીએસટીસીસી હાલમાં તો રદ કરવામાં આવે તેવી સંભાવના નથી. જો જીએસટી વળતરની અવધિ 30 જૂન 2022 સુધી લંબાવી દેવામાં આવે તો પણ, કેન્દ્ર સરકાર પાસે રાજ્યોને ચાલુ વાર્ષિક નજીવા વૃદ્ધિ દર પર 14% ના જીએસટી વળતરને પૂરા પાડવા માટે ફિસ્કલ અવકાશ રહેશે, સિવાય કે કાં તો ટેક્સમાં ઉછાળો કે જીડીપીના નજીવા વૃદ્ધિ દરમાં સુધરો થાય?

શું હાલની પરિસ્થિતિ ભારતના ફિસ્કલ ફેડરલિઝમ માટે નિકટવર્તી સંકટ છે ? જોકે એવા નક્કર નિષ્કર્ષ પર પહોંચવું વધુ પડતું વહેલું હોઈ શકે છે, તેમ છતા ફિસ્કલ ફેડરલિઝમમાં વિશ્વાસની ઘટને નકારી ન શકાય. કે જે સંક્રાંતિ સમયગાળા દરમિયાન જીએસટી રેવન્યૂ પ્રોટેક્શનના વૃદ્ધિ દરમાં એકપક્ષી ઘટાડાને ઉજાગર કરે છે. વળતરની ગેરહાજરીમાં, વળતરની અવધિથી આગળ જીએસટીની સુમેળની રચના અને બંધારણને ધ્યાનમાં રાખીને રાજ્યો માટે બંધનકર્તા પરિબળ રહેશે નહીં. આ સમયે જોકે રાજ્યોએ એ સમજવું જોઇએ કે જીએસટી વળતરની અવધિ કાયમ માટે ચાલુ રાખી શકાતી નથી, અને તેથી અપેક્ષિત વળતરના આધારે ખર્ચમાં વધારો કરવાનું ટાળવું જોઈએ. રાજ્યો આવકમાં વધારો ટકાવી રાખવા માટે અનુત્પાદક ખર્ચ ઘટાડીને પોતાની કર અને બિન-કરપાત્ર આવકના સ્રોતોમાંથી વધારાના સ્રોતો મોબિલાઇઝ કરીને કે ખર્ચના કોન્સોલિડેશન મારફતે આવક વર્ધન વિચારી શકે છે. સંક્રમણ અવધિ પછી જીએસટી વળતર પાછું ખેંચવા પર ઉદ્ભવતા કોઈપણ સંભવિત આંચકાઓ માટે પોતાને તૈયાર કરવાની તક તરીકે વર્તમાન પરિસ્થિતિનો ઉપયોગ તેમવના દ્વારા થઈ શકે છે .

 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top