ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

કાયદેસર પ્રક્રિયાનું ક્ષીણ થવું

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

બળાત્કારના ચાર આરોપીઓના પોલીસ "એન્કાઉન્ટર"થી પોલીસ અને તેલંગાણા સરકારને પાછળથી થોડી “વિશ્વસનીયતા” મેળવવામાં મદદ મળી હોઈ શકે. એન્કાઉન્ટરથી તત્કાલ બળાત્કાર પીડિતાના માતાપિતા સહિત ઘણા લોકોની બદલાની લાગણીને ટાઢક વળી હોય એવું લાગે છે. જો કે, એ પણ સાચું છે કે, એક તબક્કે આરોપીઓની આવી હત્યાઓથી કાયદાનું અમલીકરણ કરનાર એજન્સી, પોલીસ અને ન્યાયતંત્ર જેવી કાયદાનો ચુકાદો આપતી સંસ્થા વચ્ચે તીવ્ર વિરોધાભાસ ઉભો થયો છે. બીજી તરફ આ કૃત્ય ધારાસભા અને રાજકીય નેતા વચ્ચેના ભેદને પણ અસ્પષ્ટ કરે છે. ધારાસભાએ બંધારણમાં આપેલી સુપ્રસ્થાપિત પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને કાયદાઓ ઘડવાનું કામ કરવાનું હોય છે. તેમના કૃત્યો બંધારણીય કાર્યવાહીઓ માટે તર્કસંગત હોય તેવું અપેક્ષિત છે. તેઓએ તેમની જાહેર અભિવ્યક્તિ કાયદાની યોગ્ય પ્રક્રિયાના માળખામાં રહીને કરવાની હોય છે; એક એવી પ્રક્રિયા જેમાં વિધાનસભ્યો કાયદો ઘડવામાં ભાગ લે છે. પરંતુ, વર્તમાન કિસ્સામાં, કેટલાક ધારાસભ્યોએ કાયદાની પ્રક્રિયાને નબળી પાડી હોય તેવું લાગે છે. આ કેટલાક ધારાસભ્યોએ પોલીસે બળાત્કારના ચારેય શંકાસ્પદ લોકોની ત્વરિત હત્યાને બિરદાવી હતી ત્યારે તેમની પ્રતિક્રિયાઓમાં સ્પષ્ટ થયું હતું.

કેટલાક ધારાસભ્યોની પ્રતિક્રિયાઓ, જે બંધારણીય નૈતિકતાના વિરોધમાં ધારાસભ્યને પક્ષપાતી રાજકારણીમાં ફેરવી નાખે છે, અહી ધારાસભ્યોએ “નાગરિક સમાજના” ઘણા સભ્યો સાથે મળીને આરોપીને સજા અપાવવાની લોકલાગણી પર સવાર થવાનું પસંદ કર્યું હતું. "ઉતાવળી" પોલીસ કાર્યવાહીના સંદર્ભમાં, ઓછામાં ઓછા ધારાસભ્ય પાસે તો કાયદાની પ્રક્રિયાના પાલનની અપેક્ષા રાખવી રહી. બહુ સરળ વાત છે કે અહી પોલીસ અને ધારાસભ્યો બંને પાસેથી કાયદાની યોગ્ય પ્રક્રિયાના અતર્ગત કાર્યવાહીઓને અનુસરે એવી આશા રાખવામાં આવે છે. બંધારણનું પાલન કરવાના શપથ લીધેલા ધારાસભ્યો તેની નૈતિકતાને કોરાણે મુકતા જોવા મળ્યા તે ખૂબ જ દુખની વાત છે. પોલીસ કાર્યવાહીનું ઔચિત્ય તો સાવ ઓછું અરે ભાગ્યે સ્વિકાર્ય રહ્યુ છે. એ કાર્યવાહી શંકાસ્પદ બની છે અને પોલીસ કાર્યવાહી ઉપરના નિયંત્રણો સાવ નબળા પડ્યા છે. પોલિસ કાર્યવાહીને ઘણા કાનુનવિદો દ્વારા મનસ્વી પગલા તરીકે જોવામાં આવી રહ્યુ છે જેમાં કાયદાની યોગ્ય પ્રક્રિયાને બાયપાસ કરવામાં આવી છે.

બળાત્કારના શકમંદોની પોલીસ હત્યાએ બે સરકારી સંસ્થાઓ, પોલીસની કાર્યવાહીઓ અને ભારતીય ન્યાયતંત્રની વિપરિત કાર્યવાહી વચ્ચેનું તીવ્ર ઘર્ષણ ઉભુ કર્યુ છે. "પોલીસ કાર્યવાહી" કાનુની આધારોને ખતમ કરવાની સાથે સાથે ન્યાયતંત્રની કાયદેસરતાની ઉપરવટ ગઈ છે. આવી કાર્યવાહી સૂચવે છે કે પોલીસે કાયદેસર કાર્યવાહીને સહાયક તપાસની પ્રક્રિયા કાળજીપૂર્વક હાથ ધરવા જરૂરી સાવચેતીઓ લીધી ન હતી અને આવી પ્રક્રિયા ફોજદારી કેસોમાં મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો દ્વારા દલીલ કરવામાં આવી છે તે પ્રમાણેની ત્વરિત કાર્યવાહી, કાયદેસર, બંધારણીય પ્રક્રિયાને ગળે ટુંપો આપવાનું કામ કરે છે. આમાં કાયદાના જાણકાર લોકો દ્વારા કાયદેસરતાને અવગણી હોવાથી તે ગંભીર બાબત છે.

જરૂરી કાયદેસર કાર્યવાહીમાં, પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અથવા ધારાસભ્યો દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયા માટે પૂરતા કારણો જરૂરી છે. આમ, યોગ્ય કાયદેસર કાર્યવાહીની નોંધપાત્ર વિભાવનામાં, પૂરતા કારણો ઉભા કરવાના પ્રયત્નોને ન્યાયતંત્ર અથવા વકીલો દ્વારા સખત પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. એક વિરોધાભાસી કૃત્યમાં પુરાવા આધારિત ચુકાદા માટે ન્યાયની રજૂઆત કરવાના આખરી હેતુ માટે દલીલોના પ્રવાહમાં વહેવાની પરવાનગી આપે છે, જે આરોપીને દોષી ગણે છે અને સખત સજા લાયક હોવાનું માની લે છે. જોકે પોલીસ કાર્યવાહીથી દલીલને કે ન્યાયપાલિકાએ દોષિતોને સજા સંભળાવવાનો અવકાશ રહેતો નથી. આને લઈને જ ઘણા અગ્રણી વકીલોએ પોલીસ કાર્યવાહી અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી. પોલીસ કાર્યવાહીથી સામાન્ય લોકોને શિક્ષિત કરવાની શક્યતા પણ દૂર થઈ ગઈ છે, જેમાં કાયદા અને બંધારણની યોગ્ય કાર્યવાહી પ્રત્યે પ્રતિબદ્ધતા બતાવવાનું રહી ગયુ છે. સવાલ એ ઉભો થાય છે કે કાયદાની યોગ્ય પ્રક્રિયા અથવા કાયદાના શાસન માટે આદર ઉત્પન્ન કરે એ પ્રકારે લોકોમાં નાગરિક સંસ્કૃતિ કેળવવા માટે કાયદાનો અમલ કરનારી એજન્સી એવી પોલીસ પણ બંધારણમાં આપેલા કાયદાઓને આધિન નથી? ગુનાહિત કેસોમાં કાર્યવાહી કરવા માટેનો તર્ક બંધારણીય કાર્યવાહીઓમાંથી આવવો જોઈએ. પરંતુ, પોલીસે આ તર્કનું પાલન કર્યું હોય તેવું લાગતું નથી. "આત્મરક્ષા" દ્વારા એન્કાઉન્ટરની જરૂરિયાત હોવાને આધારે ન્યાયની માંગ કરવી એ ઓછું વિશ્વાસપાત્ર છે, કેમ કે તેમાં કૃત્ય કરનારા લોકો સિવાય બીજા કોઈ સાક્ષી હોતા નથી

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top