નાગરિકતા (સુધારા) બિલની ઉલટતપાસ

સીએબી ભારતીય સમાજના વિવિધ આધારને નબળી પાડતી અનેક ફોલ્ટ લાઇન ખુલ્લી મુકે છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

 નાગરિકતા (સુધારા) બિલ (સીએબી) સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. જો કે, બિલ બંધારણના મૂળભૂત મૂળભૂત માળખા સામે અથડાય છે અને દેશના સામાજિક તાણાવાણા માટે ગંભીર ખતરો ઉભો કરે છે. આ કપટી કાયદાને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (બીજેપી) દ્વારા પૂરા પાડવામાં આવેલા હિન્દુત્વના બહુમતીવાદી પોલિટિકલ પ્રોજેક્ટ માટે નોંધપાત્ર બિલ્ડિંગ બ્લોક તરીકે જોઇ શકાય છે. એનું કારણ છે કે તે ભારતીય કોણ છે અથવા ભારતીય હોવાનો અર્થ શું છે તે પ્રશ્નનો ભેદભાવપૂર્ણ અને મનસ્વી જવાબ માંગી રહ્યુ છે. બંધારણના નિર્માતાઓએ નાગરિકત્વની નાગરિક-પ્રાદેશિક કલ્પના અપનાવીને આ પ્રશ્નના આધુનિક, પ્રબુદ્ધ જવાબની કલ્પના કરી હતી, જ્યારે હાલનો શાસક પક્ષ તેની સંકુચિત ઓળખ સાથેની વિભાવના સ્થાપિત કરવા માગે છે. તે ક્રૂર વક્રોક્તિ છે, પણ એ વાતની નવાઈ નથી લાગતી કે આ ઉદ્દેશ્યને સતાવવામાં આવેલી લઘુમતીઓ માટે માનવતાવાદી ચિંતાઓના ઓઠા હેઠળ પાર પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. શાસક પક્ષના આ માનવતાવાદી દાવાઓની ભિતરમાં ડોકીયુ કરવાથી તેની પોકળતા છતી થાય છે અને સાથે આપણી બંધારણીય લોકશાહીના અનન્ય એવા વાસ્તવિક ઉદ્દેશો પણ રજૂ થાય છે.

કાયદાના નિર્ધારિત ઉદ્દેશ્ય, જેમણે ધાર્મિક ઉત્પીડનને લીધે દુખી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, જૈન વસાહતીઓને નાગરિકત્વ આપવાનો છે, એક રીતે જોતા તે એકદમ પિડાનાશક અને વખાણવા યોગ્ય લાગે છે. જો કે, અમુક સમુદાયો અને પડોશી દેશોને તેમાંથી બાકાત રાખવાના કારણે તેના નૈતિક તર્ક અને બંધારણીય માન્યતા ઉપર અનેક પ્રશ્નો ઉભા થાય છે. ત્રણ પાડોશી દેશોની પસંદગીને ન્યાયી ઠેરવવા માટેનો તર્ક એ છે કે તેઓઆ ઇસ્લામિક પ્રજાસત્તાક છે, અથવા તે દેશોનો ધર્મ ઇસ્લામ છે અને તેથી, ઉપરોક્ત છ સમુદાયોને ધાર્મિક અત્યાચારનો ભય છે. જો કે, આ તર્કમાં, શ્રીલંકા અને ભૂટાનથી આવેલા ઇમિગ્રન્ટ્સને પણ આવરી લેવાવા જોઈએ. કારણ કે આ બંને દેશોનો પણ સત્તાવાર ધર્મ બૌદ્ધ ધર્મ છે. શ્રીલંકામાંથી મોટી સંખ્યામાં હિન્દુઓ તેમ જ મુસ્લિમ તમિલ ઇમિગ્રન્ટ્સ ભારતના શરણાર્થી કેમ્પમાં વસવાટ કરી રહ્યા છે, અને શ્રીલંકામાં લઘુમતી સમુદાયોને બહુમતીઓએ નિશાન બનાવ્યાના કિસ્સાઓ બન્યા છે. વધુમાં, પૂર્વગ્રહયુક્ત રીતે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અહમદિયાઓ અને હાજરા જેવા મુસ્લિમ લઘુમતી સંપ્રદાયોના પરના જુલમને સ્વીકારવાનો ઇનકાર કરવાનો છે. મ્યાનમારમાં રોહિંગ્યાઓની જેમ. નાગરિકતા આપવા માટેના ધાર્મિક માપદંડમાં કાયદા સમક્ષ સમાનતાને સમર્થન આપતા આર્ટિકલ 14 હેઠળ વાજબી વર્ગીકરણનો કેસ બની શકે છે? વધુ મહત્ત્વની વાત એ છે કે, સતામણીનો ભોગ બનનારા સાથે ઉભા રહેવાનું માનવતાવાદી વલણ પસંદગીયુક્ત હોવું જોઈએ કે લાયકાતના આધારિત? તેમાં કાયદાને લઈને સૌથી વધુ સ્પષ્ટ સમસ્યા એ છે કે તે ધાર્મિક સતાવણીને વ્યાખ્યાયિત કરતી નથી અથવા તે આવા જુલમની વાસ્તવિક આકારણી પર આધારિત નથી. જો સતામણી થયેલાની ચિંતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોત, તો સમાવિષ્ટ સમુદાયોની યાદીને બદલે બિલને દલિત લઘુમતીઓ અથવા દલિત સમુદાયોના વિશાળ સમાવિષ્ટ વર્ગમાં સંબોધન કરી શકાયું હોત. આ પ્રકારના અભિગમમાં નાસ્તિકોના ધાર્મિક જુલમ, તેમજ જુલમના અન્ય પ્રકારોને પણ સમાવી શકાય છે. વહીવટી પગલાં દ્વારા અથવા સંયુક્ત રાષ્ટ્રની સંધિઓને બહાલી આપીને તેમ કરી શકાયું હોત અને તેમાં કોઈ ચોક્કસ કાયદાની જરૂર ન પડી હોત.

જો કે, આ પ્રકારનો ભેદભાવપૂર્ણ અને મનસ્વી કાયદો લાવવામાં આવ્યો તે હકીકત સૂચવે છે કે આ ખરડો પડોશમાં સતાવેલા લઘુમતીઓ માટેની ચિંતાઓને લગતો નથી, પરંતુ તેમાં ભારતના લઘુમતી જૂથોને લક્ષ્ય બનાવવાની વૈચારિકતા સમાયેલી છે. સીએબીને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) થી અલગ તારવીને જોઇ શકાતું નથી, જેને શાસક પક્ષ સમગ્ર દેશમાં લાગુ પાડવાનો પ્રયત્ન કરે છે. શાસક પક્ષના નેતાઓની ઘોષણાને ધ્યાનમાં લેતા, સીએબી અને એનઆરસી ખરેખર એકબીજા સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ છે, તેમ છતાં અસમ અથવા અન્ય ઉત્તર-પૂર્વના રાજ્યોમાં તેના મૂળ અને અસરો જુદી છે. અહી શાસક પક્ષ કેબમાં સમાવિષ્ટ સમુદાયો સાથે વાતચીત કરતી હોય તેવું લાગે છે કે, જો તેઓને એનઆરસીમાંથી બાકાત રાખવામાં આવે તો પણ, અન્ય કેટલાક ઉપાય હશે જેના દ્વારા તેમને નાગરિકત્વ આપવામાં આવશે. આ ખાતરીની કાયદાકીય શક્યતા ન હોવા તે સ્પષ્ટ રીતે પ્રાદેશિક-ધાર્મિક આધારો પર અમુક સમુદાયોના દાવા અને હકની વિશેષતા સૂચવે છે. બીજી બાજુ, સીએબીમાંથી બાકાત રહેલા સમુદાયોને સંદેશ એ છે કે જો તેઓને એનઆરસીમાંથી બાકાત રાખવામાં આવશે, તો તેઓ માટે અત્યંત અનિશ્ચિતતા અને અસલામતી ભરી પરિસ્થિતિઓ નિર્માણ થશે. અલગતા દ્વારા અને બહુમતી સમુદાયને એકીકૃત કરવાનો પ્રયાસ  શાસક પક્ષની બહુમતને અંકે કરવા “અન્ય”ને ટાર્ગેટ કરીને આપણા જેવા વૈવિધ્યસભર અને અદ્વિતિય સમાજમાં અનેક ફોલ્ટ લાઇન ખોલવાનો ખતરો ઉભો કરે છે. ભાજપનો વધુ પડતો આત્મ વિશ્વાસ મેનિપ્યુલેશન્સનો આશરો લઇને આ વિરોધાભાસને મેનેજ કરી શકે છે. જેમ આસામ સીએબીના વિરોધમાં તે અજમાવી રહ્યુ છે તેમ. વિવિધતા, અસમાનતાઓ અને વિશિષ્ટતાના અનેક અક્ષો ધરાવતા આપણા સમાજમાં, ઉભા કરેલા “અન્ય” લોકોની સામે જનતાને ઉભી કરવાનું રાજકારણ ન તો સ્થિર અને શાશ્વત હોઈ શકે છે અને ન તો તેને પ્રયોગશાળાની જેમ નિયંત્રિત કરી શકાય છે. તેમાં તો સામાજીક સંવાદિતા અને શાંતિને જોખમ ઉભુ થાય તેવું વલણ ઉભુ થાય છે અને મોટાભાગની જનતા તેમના રોજિંદા જીવનમાં એની જ તો ઇચ્છા રાખે છે. જો શાસક પક્ષની ડિઝાઇન આ ચંબુ સતત ઉકળતો રહે તેવી હોય તો, બહુમતી હિંદુઓના નામે શાસક પક્ષ પોતાનો સાંપ્રદાયિક એજન્ડા લાદી રહ્યો છે, અને તેમાં મોટા ભાગનો વર્ગ તેને માન્ય નહી કરે. તેણે જોવું રહ્યુ કે વર્તમાન બીલ બંધારણમાં જણાવેલ મૂલ્યો માટે અસ્તિત્વનો ખતરો બની રહ્યુ છે અને આ મૂલ્યોના બચાવમાં ઉભા રહો.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Economic planning requires well preparedness to meet the challenge of a better growth rate.

Ownership of banks by industrial houses will cost the economy dearly.

Using ordinance to protect freedom of expression from foul speech may result in damaging decent communication.

Only an empowered regulator can help boost production and cut coal imports.

Biden’s policy of the “return to the normal” would be inadequate to decisively defeat Trumpism.

*/ */

Only a generous award by the Fifteenth Finance Commission can restore fiscal balance.

*/ */

The assessment of the new military alliance should be informed by its implications for Indian armed forces.

The fiscal stimulus is too little to have any major impact on the economy.

The new alliance is reconfigured around the prospect of democratic politics, but its realisation may face challenges.

A damning critique does not allow India to remain self-complacent on the economic and health fronts.

 

Back to Top