ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ન્યાયની ખોટા પ્રકારની માંગ

મહિલાઓ ઉપર વિતે એ પહેલા સમાજ કેમ કોઈ ઘોર ગુનાની રાહ જુએ છે?

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

જ્યાં સુધી કંઇક વિકટ ઘટના ન ઘટે ત્યાં સુધી આપણે બધા જ સાથે ઉભા રહીએ છીએ. તે પછી, આપણે રાતોરાત ન્યાયની દાવેદારી કરતા યોદ્ધાઓ બની જઈએ છીએ. આ ઘોર ગુનાના વિરોધમાં આપણે પોતાને જાહેર કરવાની આપણી ભારે ઉતાવળમાં, આપણે આપણા સ્વ-ન્યાયી ક્રોધમાં આપણે દાબી દીધેલા અવાજો વિશે ભૂલી જઈએ છીએ. હૈદરાબાદની પશુચિકિત્સક સર્જન પ્રિયંકા રેડ્ડીના ક્રૂર બળાત્કાર અને હત્યાએ દેશમાં આંધીનો માહૌલ પેદા કર્યો છે. 2012માં દિલ્હીમાં જ્યોતિ સિંઘના મામલે જોવા મળી હતી એવી આંધી. આરોપીઓ હવે કથિત પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. એન્કાઉન્ટરની વિગતો હજી બહાર નથી આવી.

બંને ઘટનાઓ વચ્ચે, ફોજદારી કાયદો (સુધારો) અધિનિયમ, 2013 અથવા નિર્ભયા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો, અને પોલીસ હેલ્પલાઈન રજુ કરવામાં આવી હતી. જાતીય સતામણી પછી કેસનું ઝડપી નિવારણ મેળવવા માટેની કાનૂની પ્રક્રિયાને ઝડપી બનાવવા જસ્ટિસ વર્મા કમિટીએ સુધારણાની ભલામણ કરી છે. તેમ છતાં, 2012 અને હવે વચ્ચે ઘણા બળાત્કારના કિસ્સા નોંધાયા છે. આપણી સંવેદનાને ખલેલ પહોંચાડતા એ સ્થળોમાં છે, દિલ્હી, ઉન્નાઓ, કઠુઆ અને હવે હૈદરાબાદ. પરંતુ, આપણો આક્રોશ ફક્ત તે જ બળાત્કાર કરનારાઓ માટે અનામત છે, જેઓ પણ માર્યા ગયા છે, ખતરનાક ભયાનક રીતે. આમ, આપણી સામૂહિક ચેતનામાં ત્યાં એક રેખા છે કે જે આપણે બળાત્કારીઓના કૃત્યને વખોડવાને લાયક ગણીએ એ માટે તેમણે એ રેખા ઓળંગવી રહી. જ્યાં સુધી એ રેખા ઓળંગાઈ નથી, ત્યાં સુધી આપણે બચાવ શોધવાની ઉતાવળમાં રહીશું. પરંતુ, જ્યારે આ રેખા ઓળંગી જાય છે, અને કોઈ બચાવ કરવો શક્ય નથી રહેતો ત્યારે જ આપણે અન્યાયનું રુદન છેડીએ છીએ.

આમ એ વાતની કોઈ નવાઈ નથી લાગતી કે સોશિયલ મીડિયામાં, મુખ્ય પ્રવાહના મીડિયામાં અને સામાન્ય રીતે જાહેર સમાજમાં આ ઘટનાઓને અસંગત ગણવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ટાર્ગેટ રેટિંગ પોઇન્ટ (ટીઆરપી) અને પેજ વ્યૂ વધારવા મથતી વ્યાપારી મશીનરી  સેવાના દ્રષ્ટિકોણોથી આ પ્રકારની ઘટનાઓનું સનસનાટીભર્યું વર્ણન જાહેર જનતાની રસિક વૃત્તિઓને પોષે છે. આનાથી બળાત્કારનું કલ્ચર વધુ મજબૂત થાય છે અને આવા ગુનાઓમાં લોકોના સ્વાભાવિક પિતૃવાદી પક્ષપાત સામે આવે છે. આમ બધું સાથે મળીને સમગ્ર સમાજને બદલે વ્યક્તિઓ પર દોષનો ટોપલો મૂકવાનું કામ કરે છે.

રેડ્ડીની બળી ગયેલી લાશ મળી હોવાથી, રાજકારણીઓથી માંડીને ફિલ્મી સિતારાઓ સુધી દરેક જણ આઘાત અને ભય વ્યક્ત કરવાની ઉતાવળમાં હતો. ઉલ્લેખનીય છે કે, તેલંગણાના ગૃહ પ્રધાને ટિપ્પણી કરી હતી કે રેડ્ડીએ જો તેની બહેનને બદલે પોલીસને ફોન કર્યો હોત, તો તે કદાચ બચી ગઈ હોત. આ ટિપ્પણી ફક્ત જાતીય શોષણની સમસ્યા પ્રત્યેની સંવેદનશીલતા ઉપર કુઠરાઘાતનું કામ કરે છે અને આ ટિપ્પણી દ્વારા મહિલાઓને ફરીથી “પોતાને સુરક્ષિત રાખવા” માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. ચાર શખ્સોને કસ્ટડીમાં લેવામાં આવ્યા પછી પણ, જમણેરી વિચારધારનાના કેટલાક લોકોએ આરોપીઓમાંથી એક મુસ્લિમ હતો એ હકીકતને ધ્યાનમાં રાખીને આખા સમુદાયને બદનામ કરવાનું નક્કી કર્યુ હતું. આ પ્રકારની બેશરમ અભિવ્યક્તિ માત્ર મહિલાઓના અવાજને દબાવવાનું કામ કરે છે. આ બધુ ખાલી બૂમરાણમાં ઉમેરો કરે છે.

ન્યાય માટેનો સૌથી મોટો અવાજ આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગનો ઉઠ્યો છે. મૃત્યુ દંડના હિમાયતીઓમાં દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ પણ છે. દર વખતે જ્યારે પણ આવી ઘટના બને છે, ત્યારે તેઓ દલીલ કરે છે કે મૃત્યુ દંડ અસરકારક અવરોધક તરીકે કામ કરશે. "ઘૃણાસ્પદ" કેસોના આરોપીને ફાંસી આપવાનું કહેવું એ પણ પોતાને દોષથી જુદા પાડવાની બીજી રીત છે. કારણ કે કાનૂની દ્રષ્ટિએ, મૃત્યુ દંડ બળાત્કારના "રેરેસ્ટ ઓફ રેર" કેસોમાં લાગુ પડે છે. બળાત્કારના કયા કેસો મૃત્યુદંડને લાયક છે અને કયા કેસો નથી, તેનું વર્ગીકરણ કેવી રીતે કરવું? ફરી એકવાર, આપણે એ રેખાની વાત પર આધાર રાખી રહ્યા છીએ કે જે બળાત્કારીઓએ ક્રોસ કરવી જોઈએ નહીં. આમ, આપણે એક સમાજ તરીકે, ખરેખર જે કહીએ છીએ તે એ છે કે જ્યાં સુધી અમુક મર્યાદામાં કરવામાં આવે ત્યાં સુધી બળાત્કાર અને જાતીય શોષણ ઠીક છે. મૃત્યુ દંડના માટે અવાજ ઉઠાવવામાં લોકોને અમાનવીય બનવા સમર્થ કરવા સિવાય કશુ નથી. તેમને રાક્ષસો કહીને, આપણે પોતાને તેમનાથી અલગ કરીને, આપણે શું ખોટું કરી રહ્યા છીએ તે જોવાની જવાબદારીમાંથી આપણે પોતાને છૂટા કરી રહ્યા છીએ.

આ સમસ્યાનું મૂળ સાંસ્કૃતિક છે. તે આપણા સ્ત્રી-પુરૂષના બેવડા માપદંડોમાં છે. આપણને તેની ક્યારેક જ ખબર પડે છે. નારીવાદીઓ દાયકાઓથી મથી રહી છે અને આ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવા માટે આક્રંદ કરી રહી છે. છતાં,  આપણો આક્રોશ આ અંગે ધ્યાન આપવામાં વારંવાર નિષ્ફળ જાય છે. કાયદા હોવા છતાં, વિરોધ હોવા છતાં, દરેક વખતે આવું કંઇક થાય છે, ત્યારે જાતિવાદના રોજિંદા કૃત્યોને માન્યતા આપીને, પિતૃસત્તાક માળખાને ખતમ કરવાની જરૂરીયાતને હંમેશા મંતવ્યોના મારા હેઠળ દફનાવી દેવામાં આવે છે અને આ પુરૂષ "રાક્ષસો" થી પોતાને અલગ કરી દે છે. આમ કરીને આપણે એક સમાજ તરીકે નિષ્ફળ જઈએ છીએ. કારણ કે, દરેક ઘટના સાથે, આપણે ક્રોધ અને હિંસા સાથે પ્રતિક્રિયા આપવાનું પસંદ કરીએ છીએ. આપણે એ હકીકત વિશે વિચારતા નથી કે રોજિંદા અન્યાયના નાના કામો જેને આપણે અવગણીએ છીએ, આખરે તે દોષો ઉભા કરે છે, જેનાથી પુરુષો રાક્ષસી ગુનાઓ કરે છે. આપણે # મીટૂ જેવી મુવમેન્ટને બદનામ કરવા માટે ઝડપ દાખવીએ છીએ, કારણ કે કોઈક રીતે, પુરાવા હોવા છતા સમાજ એ સહન કરી શકતો નથી કે સ્ત્રીઓ તેમની સામે અવાજ ઉઠાવે.

આપણે જાતીય દુર્વ્યવહારને "સલામતીનો" મુદ્દો માનીએ છીએ, અને આપણે પોતાને બચાવવા માટે સ્ત્રીઓ પર દોષનો ટોપલો નાખીએ છીએ. હવે કહેવામાં આવી રહ્યું છે તે બધુ, પહેલાં કહેવામાં આવ્યું હતું. આમ, અહીં કહેવા માટે ખરેખર કંઈપણ નવું નથી. તો પછી સમસ્યા, જેને સાંભળવાની જરૂર છે તે લોકો સાથે હોવી જોઈએ. તેઓ પૂરતુ સાંભળતા નથી.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top