ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

સ્ટેટ ઓફ પોલિટિક્સ

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

મહારાષ્ટ્રમાં રાજકારણની સ્થિતિ તાર્કિક રીતે ત્રણ પક્ષો કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને શિવસેનાને સાંકળતા બે તારણોની આસપાસ ઘુમે છે. એક તારણ સૂચવે છે કે રાજ્યમાં આ ત્રણેય પક્ષોએ સરકાર બનાવવી જ જોઇએ, જ્યારે અન્ય સૂચવે છે કે આ પક્ષોએ સરકાર બનાવવી જોઈએ. "જ" શબ્દ આવશ્યકતાને આધિન છે, જ્યારે "બનાવવી" શબ્દ ઇચ્છનીયતા સૂચવે છે. આ સંદર્ભમાં આ પાર્ટીઓ બંને તારણો વચ્ચે ખાલી હોવાનું જણાય છે, પરંતુ "રાજકીય ઘોષણા કરનારાઓ", માટે રાજકીય રીતે સાચા રહેવાની એક ટેવ પડી ગઈ હોય છે અને તેમણે, ખાસ કરીને કોંગ્રેસ અને એનસીપી બંને માટે સૂચનો કર્યા છે કે તેમણે શિવસેના સાથે સરકાર બનાવવી “જ” ન જોઈએ. આવા સૂચનોમાં "જ" શબ્દ ચૂંટણીની રાજનીતિને એક દિશા સોંપે છે અને વિચાર-વિમર્શ માટે કોઈ જગ્યા છોડતો નથી. કેટલાક રાજકીય ટીકાકારો કે જેઓ નૈતિક કારણોસર રાજકારણ વિશે "શુદ્ધ" દૃષ્ટિકોણ ધરાવે છે અને ત્રણેય પક્ષોને સરકાર રચવા માટે પુરતા લાયક ગણતા નથી. આ મંતવ્ય મુજબ, કોંગ્રેસ અને એનસીપી બંનેની પાસે "બિનસાંપ્રદાયિકતા" પ્રત્યે કડક પ્રતિબદ્ધતા છે. જો કે, આવા સંશય વચ્ચે, ત્રણેય પક્ષો વચ્ચે વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે અને મીડિયા અહેવાલો સૂચવે છે કે, તે સરકાર રચવા તરફ આગળ વધી રહ્યા છે.

તેમની વચ્ચે કામચલાઉ ચર્ચાઓ ચાલી રહી છે છતાં, આ પક્ષો સરકારની રચનાના વિચાર-વિમર્શ પર પૂર્ણવિરામ મુકી દીધો હોય તેવું લાગતુ નથી. થોડા સમયથી અસ્પષ્ટ સ્વરૂપમાં વિચારણા થઈ રહી છે તે સૂચવે છે કે આ પક્ષો સરકારની રચવા માટેની અનિવાર્યતા આવી પડી છે તે સંબંધિત સંબંધિત વિચારણાઓ આવી ચર્ચાનો સ્વિકાર કરી રહી છે. ખાસ કરીને કોંગ્રેસ અને એનસીપી તરફથી કરવામાં આવતી આ વિચારણામાં અમુક અંશે સંદિગ્ધતા શામેલ છે, તેને કારણે તેમની રાજકીય ચાલમાં "સ્પષ્ટ" છે કે કાળજી અને સાવધાની રાખવામાં આવે. આ "કાળજી" અને "સાવધાની"એ ચર્ચામાં "અશક્યતા"ની કલ્પનાને ટાળતી હોય તેવું લાગે છે.

એ પણ સાચું છે કે આ ચર્ચાઓ શિવસેના પાસેથી તેમની વિચારધારાઓમાં સખત હિન્દુત્વ અંગે પોતાનું વલણ નરમ બનાવવાની જરૂરતની માંગ કરતું હોય તેવું લાગે છે. સૂચનમાં સામેલ છે કે બહુમતીવાદ અને સાંપ્રદાયિક સંવાદિતા પર કોઈ બાંધછોડ ન થઈ શકે છતાં, અપવાદરૂપ સંજોગોમાં, તેમને સાઇનપોસ્ટ તરીકે માનવાની જરૂર પડે છે. આ સંદર્ભમાં, તે અવલોકન કરવું રસપ્રદ છે કે શિવસેનાના કિસ્સામાં એવું લાગે છે કે તેના ખેડૂતોને કુદરતી આફતોથી બચાવવાના નારાથી શિવસેનાને હિન્દુત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઓછી કરવામાં મદદ મળશે. અહીં એ વાજબી સવાલ ઉઠે છે કે શું શિવસેના જવાબદારીપૂર્વક પ્રતિબદ્ધતા તરફ આગળ વધશે કે પછી તેની એકદમ રૂઢિચુસ્ત માન્યતાઓ તરફ પાછો ફરશે. રૂઢિચુસ્ત, એટલા માટે કે તેણે તેના ભૂતકાળમાં દૃઢ વિશ્વાસ જાળવી રાખ્યો છે અને વંશવાદની સામાજિક વ્યવસ્થાની આલોચના કરવા પર લગભગ સંપૂર્ણ મૌન સેવ્યુ છે. કોંગ્રેસ અને એનસીપી બંનેના સંદર્ભમાં એ સવાલ પણ ઉઠાવવો રહ્યે કે શું તેઓ જવાબદાર પ્રતિબદ્ધતાની આસપાસ રાજકારણ ગોઠવવાની તેમની પ્રતિબદ્ધતાને આગળ વધારશે? કોઈ પણ પક્ષો પાસેથી સ્પષ્ટ જવાબોની અપેક્ષા રાખી શકાતી નથી, અને સતત વિચાર-વિમર્શ દ્વારા પ્રતિબદ્ધતાપૂર્વક આ રૂઢીને બહાર કાઢવા પર આધાર રહેશે અને તે રીતે જોખમી નિવેદનોને દુર રાખવામાં મદદ મળશે.

રાજકારણની મસલતમાં જવાબદાર પ્રતીતિ દ્વારા સમર્થિત વિચારણાઓ શામેલ હોય છે. આ પ્રકારની પ્રતીતિ સામાન્ય રીતે મજબૂરીની ભાષાની આળપંપાળ કરતી નથી. આવી ભાષા, ચર્ચા-વિચારણામાં સામેલ થવાનું પસંદ કરતા પક્ષોના પરસ્પર લાભ માટે સત્તા વહેંચણીની વ્યવહારિક વિચારણામાંથી બહાર આવે છે. નૈતિક રીતે માહિતગાર વિચારધારા માટેની આંતરિક જવાબદાર માન્યતા સામાન્ય રીતે સામાન્ય લોકો માટે મહત્ત્વની બાબત છે, અને તેમાં નારેબાજી નહી પણ વાસ્તવિકતાને પ્રાથમિકતા આપવામાં આવે છે.

મજબૂરી વિના પ્રતિતિ થાય છે એવું આ નથી સુચવતું. રાજકીય પક્ષો, જવાબદેહ પ્રતિબદ્ધતા દર્શાવવા માટે મજબૂર જણાય છે; આ પ્રતીતિ સમાજમાં મૈત્રી-શાંતિ અને સાંપ્રદાયિક સુમેળની ખાતરી કરવા માટે જ નહીં પરંતુ તકલીફમાં રહેતા લોકોને બચાવવા ઝડપી પગલા ભરવા પણ તૈયારી બતાવે છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો પછીના સમયમાં અનિશ્ચિતતામાં પ્રવેશેલું રાજકારણ જવાબદેહીની પ્રતીતિ માટે આવો અવકાશ ઉભો કરી શકે છે. તે નૈતિક પ્રતીતિ માટેના અવકાશને પ્રોત્સાહન આપી શકે છે અને બદલામાં, કોઈપણ ધાર્મિક પ્રતીકોની આજુબાજુ લોકોના સાંપ્રદાયિક એકત્રીકરણમાં પક્ષોને ગેરમાર્ગે જતા અટકાવી શકે છે. સાંપ્રદાયિક સંવાદિતા પ્રત્યેની નૈતિક પ્રતિબદ્ધતા પ્રત્યે જવાબદાર પ્રતીતિ એ એક-વખતની સિદ્ધિ નથી. તેને માત્ર પાર્ટીના કાર્યકરો સાથે જ નહીં, પરંતુ સામાન્ય જનતા સાથે પણ સાવચેતીભર્યાં અને સતત વિચાર-વિમર્શ અને સંવાદ દ્વારા કેળવવું પડશે..

Back to Top