ભૂલ અને તેનું રાજકારણ
તાજેતરના સમયમાં, રાજકીય નેતાઓ દ્વારા તેમના રાજકીય ફેંસલાઓ અને નિર્ણયોમાં તેઓએ ભૂલો કરી છે એવી કબુલાત એ એક દુર્લભ ગુણ બની ગયો છે. ઘણા નેતાઓ કબૂલાત કરવાનું પસંદ કરતા નથી કારણ કે તેમને સત્ય શોધનમાં ભાગ લેવાની જરૂર નથી. જો કે, એવા કેટલાક લોકો છે કે જેમણે તેમના ઉત્સાહી પ્રયત્નોમાં, તેમના રાજકીય નિર્ણયોમાં ભૂલની સ્પષ્ટપણે કબૂલાત કરવા માટેની નૈતિક તાકાત દર્શાવી છે. આમ, એક તરફ કબૂલાતનો અભાવ અને બીજી તરફ તેના કલાત્મક વળાંક આપી દેવા, એ સૂચવે છે કે ભૂલ અને તેની સુધારણાના રાજકારણ વચ્ચે મુશ્કેલ અને જટિલ બંને પ્રકારના સંબંધ છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
તાજેતરના સમયમાં, રાજકીય નેતાઓ દ્વારા તેમના રાજકીય ફેંસલાઓ અને નિર્ણયોમાં તેઓએ ભૂલો કરી છે એવી કબુલાત એ એક દુર્લભ ગુણ બની ગયો છે. ઘણા નેતાઓ કબૂલાત કરવાનું પસંદ કરતા નથી કારણ કે તેમને સત્ય શોધનમાં ભાગ લેવાની જરૂર નથી. જો કે, એવા કેટલાક લોકો છે કે જેમણે તેમના ઉત્સાહી પ્રયત્નોમાં, તેમના રાજકીય નિર્ણયોમાં ભૂલની સ્પષ્ટપણે કબૂલાત કરવા માટેની નૈતિક તાકાત દર્શાવી છે. આમ, એક તરફ કબૂલાતનો અભાવ અને બીજી તરફ તેના કલાત્મક વળાંક આપી દેવા, એ સૂચવે છે કે ભૂલ અને તેની સુધારણાના રાજકારણ વચ્ચે મુશ્કેલ અને જટિલ બંને પ્રકારના સંબંધ છે. આમ, એક પ્રકારનાં પારદર્શક પરંતુ અનિશ્ચિત રાજકારણમાં, ભૂલ તેની સુધારણા થકી રાજકારણ દ્વારા રાજનીતિના નૈતિક પાયાને મજબૂત કરવાની તાર્કિક આવશ્યકતા બની જાય છે. રાજકારણનો અનિશ્ચિત સ્વભાવ અનુભવમાંથી શીખવાની અને સૌમ્ય અંત સુધી પહોંચવાનો અવકાશ પ્રદાન કરે છે.
ભૂલ બે પાયાની ગણતરીઓ પર થઈ શકે છે: પ્રથમ કે ત્યાં પહોંચવાનો એક ચોક્કસ ઉદ્દેશ હોય છે, અને બીજું, આ ઉદ્દેશનો એપ્રોચ રાજકીય પરિસ્થિતિઓમાં થવો રહ્યો, આમ બંને પારદર્શક છે અને સાથે એકદમ અનિશ્ચિત પણ છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો ત્યાં પહેલેથી કંઈ હોય, સીધો નકશો અથવા સંપૂર્ણ બ્લુપ્રિન્ટ હોય, તો ભૂલ થવાની સંભાવના ઓછી છે. આ મોટેભાગે દેશમાં ડાબેરી રાજકારણ છે. દલીલ સાથે કહીએ તો, આ પરિબળોમાં રાજકારણને સિદ્ધાંતોના ઘડતર દ્વારા નિયમનકારી નિશ્ચિતતાના ક્ષેત્ર તરીકે માન્યું છે. આમ, સિદ્ધાંતોની અપૂર્ણતા રાજકીય નેતાઓને, ખાસ કરીને જેઓ ગાંધીવાદી અને ડાબેરી વલણ ધરાવતા હોય, તેઓ રીગ્રેસિવ ભૂલને આગળની તક તરીકે માને છે. રાજકારણનું નિયમન કરનારા આવા સિદ્ધાંતોમાં એવા વિચારને ગુંજાઈશ નથી કે, જ્યાં ભૂલને ગુમાવેલી તક તરીકે ગણવામાં આવે.
આવી જ રીતે, જે લોકો કોઈ નિર્ણય લેવાનો ઇનકાર કરે છે અથવા જાહેરમાં રાજકીય વલણ ન અપનાવે તેમનાથી ભૂલો થશે નહીં. સિને સ્ટાર્સ જેવા કેટલાક નેતાઓ અને જાહેર હસ્તીઓ સલામત લાગે છે, કારણ કે તેઓ ગમે તેટલા મહત્વના હોય તો પણ મુદ્દા પર કોઈ વલણ અપનાવવાની તેમની અસમર્થતાને કારણે તેમની કોઈ ભૂલની ગુંજાશ ઓછી છે. અલગ રીતે કહીએ તો, ભૂલની ઘટના અનિચ્છનીય સંશયવાદને ઉઘાડી રાખવાની સંભાવના સર્જે છે. તેમ છતાં, ઉપાય શોધ્યા વિના નિયમિત રીતે ભૂલ કરવી તે પણ નિંદનિય છે અને તેથી, સુધારણા માટે ભૂલ તક તરીકે તેનું નૈતિક મહત્વ ગુમાવે છે. ઉદાહરણ તરીકે, એવા કેટલાક રાજકારણીઓ છે કે જેઓ ફાઉલ-માઉથિંગ કરતા રહેતા હોવાનું મનાય છે.
આ સંદર્ભમાં, પ્રશ્ન ઉદ્દભવે છે કે, કઈ પરિસ્થિતિ હેઠળ ભૂલની ઘટના સુધારી શકાય? દલીલપુર્વક કહી શકાય કે, રાજકારણીઓના રાજકીય મનોબળને જોતાં, ખાસ કરીને સમકાલીન સમયમાં, ભૂલની વિભાવના પર કોઈ થિસિસ અથવા સંશોધન પેપર લખીને ભૂલ સુધારી શકાતી નથી. એ નોંધવું રસપ્રદ છે કે રાજકારણનો ક્ષેત્ર છે જે ભૂલની સુધારણા માટે જગ્યા પ્રદાન કરે છે. નૈતિક કલ્પનાનો ઉપયોગ અનુભવી પરંતુ નિસ્બતવાળા રાજકીય નેતાઓ ભૂલ સ્વીકારવા માટે કરે છે જેથી લોકોને પોતાની તરફેણમાં લઈ શકાય; સત્યની બાજુએ. ભૂલ અંગે જાહેરમાં કબૂલ કરવાથી પક્ષોને રાજકારણના નૈતિક આધારને વિસ્તૃત કરવામાં મદદ મળે છે. મહારાષ્ટ્રની તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં આવી કબૂલાતનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભૂલોની કબૂલાત, અને તેમને સુધારવા માટેની તત્પરતા, આમ, નૈતિક મૂલ્ય ધરાવે છે કારણ કે તેનાથી ભવિષ્યમાં લેવામાં આવતા રાજકીય ચુકાદા અને નિર્ણયમાં ભુલોનું પુનરાવર્તન ટળે છે. ભૂતકાળમાં ભૂલો શોધી કાઢવી, વર્તમાનમાં તેને સુધારવી અને ભવિષ્યમાં આવું ન બને તે સુનિશ્ચિત કરવું, આમ કરવાથી રાજકારણનો નૈતિકતાનો પાયો મજબુત બને છે. આમ, રાજકારણમાં ભૂલનું સુધારવું વ્યક્તિગત લક્ષ્ય નથી, પરંતુ મુક્તિનું લક્ષ્ય છે. ભૂલને ઇન્સ્ટ્રુમેન્ટલ રાજકારણ સાથે જોડવું ભૂલ ભર્યુ ગણાશે. હકીકતમાં, ભૂલનો સ્વિકાર નૈતિકતાને સમર્થન આપે છે, જે ખાસ કરીને વંચિતો સામે ઇરાદાપુર્વક ચોક્કસ પરિબળોને વેગ આપીને સામાજિક પ્રભાવ જમાવી રાખવાના રાજકીય ધ્યેય સામે પ્રતિકાર કરે છે. ભૂલ અને સ્વ-દોષની જવાબદારી લેવાનું નૈતિક મૂલ્ય છે. તેનાથી નૈતિક વર્ચસ્વ સ્થાપિત કરવાની સંભાવના નિર્માણ થાય છે, અને તે રાજકીય એકતાની આગળના ક્રમે હોવી જોઈએ. હકીકતમાં, આવી વિવેકબુદ્ધિનો ગેરલાભ એ ભૂલનું નિર્માણ કરે છે જે નૈતિક રીતે દોષી છે. જે લોકોનો સમતાવાદી, લોકશાહી અને સાર્વભોમ ભારતમાં હિસ્સો નથી, તેઓ ભૂતકાળની ભૂલોનો સતત ઉલ્લેખ કરીને વર્તમાનમાં ખોટી રીતે તેમની કારકીર્દિ બનાવવાનું પસંદ કરે છે.