તુર્કીનું સીરિયા પર આક્રમણ

આક્રમક પાવર ગેમ અને પ્રાદેશિક ગણતરીઓએ સીરિયન કુર્દિશ મહાત્વાકાંક્ષાઓને આગળ ધપાવી છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીને સીરિયા પર આક્રમણ કરવા માટે લીલીઝંડી આપી દીધી છે. તુર્કીએ સીરિયન કુર્દિશ સ્થળોએ હવાઈ હુમલા કર્યા છે. તેમનું પાય દળ અનિયમિત છે, તે એક પ્રકારનું પ્રતિક્રિયાવાદી જેહાદી લશ્કરી જૂથ છે અને તેને અલેપ્પો અને ઇદલિબ જેવા શહેરોમાં સાઉદીના ભંડોળથી ચાલતી મસ્જિદોએ આ લશ્કર ઉભુ કર્યુ હતું.  આ સિવાય તેને સાઉદી, કતારી, તુર્કી અને યુ.એસ. નાણાં અને લોજિસ્ટિક સપોર્ટ મળે છે. આ લશ્કરી જૂથો લોહી તરસ્યા છે, બધી દિશામાં ગોળીબાર કરે છે, તેઓ જે કોઈને નિંદનિય ગણતા હોય તે તમામનો નરસંહાર કરવાની ધમકી આપે છે. તુર્કીની સરકારે કહ્યું કે તુર્કીમાં રોજાવા તરીકે ઓળખાતા ત્રીસ લાખ સિરિયન શરણાર્થીઓ છે તેમાંથી કેટલાકનું પુનર્વસન કરવા માગે છે. આ "વસ્તી સ્થાળાંતરણ" - કાયદાની દુનિયામાં - યુદ્ધના ગુના તરીકે જોવાય છે.

જે વિસ્તારમાં સીરિયન કુર્દ બહુમતીમાં છે તે વિસ્તાર પણ ઘણી વિવિધતા (આરબો સાથે, બંને ખ્રિસ્તી અને મુસ્લિમ, એસ્સિરિયન્સ,યેઝીદીઓ અને અન્ય) થી ભરેલો છે. તે વિસ્તાર મહત્વના કૃષિ સંસાધનોનો છે અને તેના દક્ષિણ તરફના સીરિયામાં તેલના ભંડારો છે. વંશીય વિવિધતા અને પ્રદેશની સમૃદ્ધિએ સીરિયન કુર્દિશ રાજસત્તાને સ્વાયતતા પ્રદાન કરવાનું મુશ્કેલ બનાવ્યું હતું; ન તો તેમના પડોશીઓ કે ન તો દમાસ્કસ બંનેમાંથી કોઈએ પણ આવા દાવાને સમર્થન આપ્યું ન હતું.

2011માં બશર અલ-અસદની સરકાર વિરુદ્ધ બળવો ફાટી નીકળ્યો ત્યારે સીરિયન સરકારે દમાસ્કસ અને સીરિયાના પશ્ચિમ વિસ્તારના કેટલાક શહેરોનો બચાવ કરવા માટે તેની શ્રેષ્ઠ સૈનિક બટાલિયનોને પાછી બોલાવી લીધી હતી. સરકારની પીછેહઠથી સીરિયન કુર્દિશ રાજકીય પક્ષોને યુફ્રેટ્સ નદીની પૂર્વથી ઇરાક સરહદ સુધીના વિસ્તાર પર નિયંત્રણ મેળવવાની સગવડતા કરી આપી હતી. તેઓએ રોજાવાની સ્થાપના કરી હતી, સીરિયન કુર્દ્સના આ નવનિર્મિત પ્રાંતને સમાજના કેટલાક વિભાગોએ સમાજવાદી સમાજમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયોગના પરિક્ષણ માટે માંડ થોડીક ક્ષણો જ મળી હતી કારણ કે રોજાવા પર ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (આઇએસઆઈએસ) દ્વારા ખતરનાક હુમલો કરવામાં આવ્યો હતો, આઇસિસે આ હુમલામાં મહત્વના શહેર કોબાને અને અન્ય નાના શહેરો ઉપર કબજો મેળવી લીધો હતો. આઈએસઆઈએસએ રોજાવામાં પ્રવેશ મેળવી લીધો હતો અને સીરિયન કુર્દો માટે ખતરો ઉભો કરવાની સાથે યઝીદીઓ જેવા અન્ય લઘુમતી જૂથોને નામશેષ કરી નાખવાની ધમકી આપી હતી.

સીરિયન કુર્દિશ નેતાઓએ ચારે બાજુથી રાજકીય જોડાણની માંગ કરતા હતા. તેમણે મોસ્કોમાં ઓફિસ ઉભી કરી હતી અને યુ.એસ. સાથે વાટાઘાટો શરૂ કરી. અમેરિકા આઇએસઆઈએસ પર હુમલો કરવા આગળ વધ્યું એ સાથે સિરિયન કુર્દોએ તેમના લશ્કરી જૂથ (પીપલ્સ પ્રોટેકશન યુનિટ્સ અથવા વાય.પી.જી.) ને બહોળા સીરિયન ડેમોક્રેટિક ફોર્સ (એસડીએફ) નામના લશ્કરી સંગઠનમાં ફેરવી દીધું હતું. આ દળો - જેમાં હવે આરબ, એસ્સિરિયન અને કુર્દનો સમાવેશ થાય છે, તેમણે આઈએસઆઈએસ પરના અમેરિકી હુમલા માટે ગ્રાઉન્ડ ફોર્સ પૂરી પાડી હતી. એસડીએફ વિના, અમેરિકા ઉત્તરીય સીરિયામાં આઇસિસને પાયામાંથી કાઢી શકશે નહીં.

આઇસિસની હાર અને એસડીએફની જીતથી સીરિયન કુર્દિશ નેતૃત્વ વચ્ચે ઠગારી આશા ઉભી થઈ છે. તેમણે માની લીધું હતું કે અમેરિકાનું છત્ર રહેશે અને તેઓ તેમના પ્રયોગથી તુર્કી અને સીરિયા બંનેના દબાણનો સામનો કરી શકશે. તુર્કીની જમણેરી સરકાર તેની સીમાઓ પર કોઈપણ કુર્દિશ સ્વાયતતાનો આયોજનબદ્ધ વિરોધ કરે છે. રોજાવાના પ્રયોગને નબળો બનાવવા માટે તુર્કી 2014 અને 2015 માં સીરિયા પર આક્રમણ કરી ચૂક્યું છે. તે પ્રોજેક્ટનો સંપૂર્ણ નાશ કરવાની તકની રાહ જોઈ રહ્યુ હતું. સીરિયાની સરકારે કહ્યું છે કે તે સીરિયન કુર્દિશ અને યુએસના હાથમાં રહેલા દેશના ત્રીજા ભાગ સહિત તેના તમામ ક્ષેત્ર પર ફરીથી દાવા રજુ કરે છે. રશિયા અને ઇરાન સીરિયન સરકારને સમર્થન આપે છે અને તે બંનેએ સ્પષ્ટ કર્યું હતું કે અસદ સરકારને સંપૂર્ણ પ્રાદેશિક સાર્વભૌમત્વ મળવું જોઈએ. રોજાવા તેની સામેનો અવરોધ હતા.

એ સંભવ છે કે તુર્કી સૈન્ય દમાસ્કસ, રશિયા અને ઈરાન સરકારોની સંપૂર્ણ મંજૂરી વિના આગળ વધ્યું. સોબર-દિમાગવાળા સીરિયન કુર્દિશ રાજકારણીઓ ઘણા સમયથી જાણે છે કે રોજાવાના દિવસો ભરાઈ ગયા છે. આ પ્રદેશની કોઈ પણ સરકાર અનેક કારણોને લઈને તેને રહેવા દેવા માંગતી નથી. અમેરિકાએએ વીજળીક ગતિએ તેના દળોને પાછા ખેંચી લીધા, તેના પાયાનો ટેકો પાછો ખેંચી લીધો જે હવે સીરિયન અને રશિયન સૈનિકોએ પુરો પાડ્યો છે. તુર્કી તેના આધિપત્યને સ્વિકારવા માટે સંમત થયુ છે, પરંતુ ફક્ત સીરિયન લોકોને આ ક્ષેત્ર પર પોતાનું નિયંત્રણ સ્થાપવાની મંજૂરી આપે છે. સીરિયન કુર્દ કહે છે કે તેઓ તુર્કી કરતાં સીરિયન આર્મીનું નિયંત્રણ સ્વિકારવાનું પસંદ કરે છે; ત્યાં તેમના સપનાઓને પનાહ મળે છે. અમેરિકન સૈનિકોએ આ વિસ્તાર છોડી દીધો, એ સાથે કુર્દોએ તેમની પર પથ્થરો અને સડેલા ફળ ફેંક્યા. અમેરિકન સંરક્ષણ સચિવ માર્ક એસ્પેરે આ અંગે યુ.એસ. પોલીસી હેઠળ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી હતી, “અમે લાંબા સમયથી ચાલતા નાટો સાથી [તુર્કી] સામે કુર્દનો બચાવ કરવા માટે યુદ્ધમાં કુદ્યા નહોતા કે નહોતા તેમને સ્વાયત કુર્દ સરકાર બનાવવામાં મદદ કરવા.” આ બધા પરિબળો કુર્દ લોકોની આકાંક્ષાઓ ઉપર પાણી ફેરવી ગયા.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Using ordinance to protect freedom of expression from foul speech may result in damaging decent communication.

Only an empowered regulator can help boost production and cut coal imports.

Biden’s policy of the “return to the normal” would be inadequate to decisively defeat Trumpism.

*/ */

Only a generous award by the Fifteenth Finance Commission can restore fiscal balance.

*/ */

The assessment of the new military alliance should be informed by its implications for Indian armed forces.

The fiscal stimulus is too little to have any major impact on the economy.

The new alliance is reconfigured around the prospect of democratic politics, but its realisation may face challenges.

A damning critique does not allow India to remain self-complacent on the economic and health fronts.

 

The dignity of public institutions depends on the practice of constitutional ideals.

The NDA government’s record in controlling hunger is dismal despite rising stocks of cereal.

 

Back to Top