ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

કોર્પોરેશન ટેક્સ કટ: બોજ કોણ સહન કરે છે?

રાજ્યો પર અતિશય ભારણ પડ્યું છે જ્યારે રોકાણને પુનર્જીવિત કરવા અંગેનો સુખબોધ ખોટો છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

છેવટે, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરીને સરકારે સ્વીકાર્યું છે કે અર્થવ્યવસ્થામાં આવેલી મંદી વાસ્તવિક છે, માત્ર એક ચક્રીય ઘટના નથી. જ્યારે ફોરેન પોર્ટફોલિયોના ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ) પરની ઉંચી આવક પર સરચાર્જ નાખ્યા પછી, સિંગલ બ્રાન્ડ રિટેલમાં રોકાણને ઉદાર બનાવ્યું, કોલસાની ખાણકામમાં 100% વિદેશી રોકાણ અને જાહેર ક્ષેત્રની બેંકોના એકત્રીકરણ પછી પણ બજારો ઉંચા ન આવતા,  20 સપ્ટેમ્બર 2019ના રોજ જાહેર કરાયેલા કોર્પોરેટ ટેક્સ દરમાં ઘટાડાને શેર બજારોએ ખુશ કરી દીધા હતા.

કર સુધારણા માટેનો શ્રેષ્ઠ રીત બેઝને પહોળો કરવાની અને દર ઘટાડવાની છે. આ ખાસ કરીને કોર્પોરેટ ઇન્કમટેક્સ માટે મહત્વપૂર્ણ છે કારણ કે મૂડીમાં ફૂટલૂઝ ગતિશીલતા હોય છે અને તે સેટરિસ પેરિબસ, નીચા કર શાસનની શોધમાં સરળતાથી સ્થાનાંતરિત થઈ શકે છે. આ તર્ક દ્વારા, સરકારે દર ઘટાડતા પહેલા કોર્પોરેટ ટેક્સ માળખામાં વિવિધ ટેક્સ છૂટ અને કપાતને આગળ વધારવાની કાળજીપૂર્વકની વ્યૂહરચના બનાવવી જોઈએ. દર ઘટાડીને 25% કરી દેવાના અગાઉના નાણા પ્રધાનના વચનોની આ વ્યૂહરચનામાં ફીટ બેસતી હોવાની આગાહી કરાઈ હતી. જો કે, સરકાર રોકાણના વાતાવરણને રિવાઈવ કરવા માટે કંઇક કરવાની ઉતાવળમાં હતી અને કર છૂટનો લાભ ન ​​મેળવતી કંપનીઓ પર ટેક્સ રેટ ઘટાડીને 22% સુધી શરતી બનાવવાનો નિર્ણય કર્યો હતો. વ્યક્તિગત આવકવેરાના દરે વધારે ચૂકવણી કરતા નાના ઉદ્યોગો પર કરની ગોઠવણીની પાત્રતા અને મુદ્દાઓ પર નિર્ણય લેવા માટેના ટ્રાન્ઝીશનલ મુદ્દાઓ પણ હશે. તદુપરાંત, જો ઉદ્દેશ્ય ટેક્સ બેઝને વિસ્તૃત કરવાનો હતો, તો મિનિમમ અલ્ટરનેટ ટેક્સ (એમએટી)ને કેમ 18% થી ઘટાડીને 15% કરવામાં આવ્યો તે સમજાતું નથી.

કોઈ સિરિયસ ટેક્સ ઇકોનોમિસ્ટ ટેક્સ પોલિસીને અનેકવિધ ઉદ્દેશો સાથે લોડ કરવા અને વેરાની છૂટછાટોને વધારવાની તરફેણ નહી કરે. મહેસૂલની પૂર્તિ અને અકારણ વિકૃતિની દ્રષ્ટિએ કરમાં છૂટ આપવાના ખર્ચ ઘણો ઉંચો છે, અને લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં તેમની અસરકારકતા શંકાસ્પદ છે. હકીકતમાં, બજેટમાં માફ કરાયેલા મહેસૂલ અંગેના નિવેદનમાં 28 વસ્તુઓની સૂચિ છ અને તેમાં એક્સિલરેટેડ ડિપ્રેશિએશન, એસઈઝેડમાં સ્થિત એકમોનો નિકાસ પ્રોફિટ, ઉર્જાના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, ખનિજ તેલ સંશોધન, સખાવતી ટ્રસ્ટ અને સંસ્થાઓને દાન, ઉત્તર-પૂર્વ અને હિમાલયના રાજ્યોમાં સ્થાપિત એકમો અને ખાદ્ય ચીજોની પ્રક્રિયા અને જાળવણી જેવી વસ્તુઓ શામેલ છે. આમાંથી, 2018–19માં, એકલા અક્સેલરેટેડ ડિપ્રેશિએશનમાં આશરે 49% જેટલી આવક જાય છે.

બજારની જલદ પ્રતિક્રિયા કદાચ એવી ખોટી માન્યતાને કારણે હતી કે ટેક્સ કટથી મળેલા ફાયદા મોટા પ્રમાણમાં છે. જોકે, ટેક્સ ઘટાડા પહેલા, સેસ અને સરચાર્જ સહિતના નોમિનલ ટેક્સ રેટ 35% હતો, ઇફેક્ટિવ રેટ 2017-18માં 29.49% નીચો હતો, અને કોર્પોરેટ ટેક્સ કલેક્શન અંદાજે, 7,66,000 કરોડ રૂપિયા સાથે  નુકસાન 22% નીચા દરને કારણે રૂ. 1.12 લાખ કરોડનું હતું. નવી કંપનીઓ કે જેમનો દર ઘટાડીને 15% કરવામાં આવ્યો છે તેઓ કમાણી નહીં કરે ત્યાં સુધી લાભ મેળવી શકશે નહીં. 2019-20 માટેના કર અંદાજો વધારે પડતાં હોવાથી, વાસ્તવિક નુકસાન ઓછું થઈ શકે છે, પરંતુ તો પછી વાસ્તવિક કલેક્શન પણ ઓછું થવાની સંભાવના છે.

ટેક્સ કટનો ભાર મુખ્યત્વે રાજ્યો દ્વારા ઉઠાવવામાં આવે છે. ટેક્સ કટ બેઝિક રેટ પર છે એ તે કેવી વિચિત્ર વાત છે. ટેક્સ કટથી સેસિસ અને સરચાર્જ પર નહીં પરંતુ બેઝિક રેટ અને પ્રવર્તમાન ડિવોલ્યુશન ફોર્મ્યુલા પ્રમાણે રાજ્યોને રૂ. 60,000 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. વધુમાં, કેન્દ્રને રૂ. 82,000 કરોડના અંદાજિત નુકસાનમાંથી, નીચા ટેક્સ તેમના કર પછીના પ્રોફિટમાં વધારો કરતા હોઈ લગભગ રૂ. 20,000 કરોડ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો પાસેથી ઉંચા ડિવિડન્ડ દ્વારા પાછું મળવાની સંભાવના છે. તેનાથી ઉંધુ, આવતા વર્ષે રાજ્યોની નાણાકિય પરિસ્થિતિ અનિશ્ચિત થવાની સંભાવના છે કારણ કે કેન્દ્રિય ટેક્સ કલેક્શનમાં મહત્ત્વના પગલાંથી અનિયોજિત રીતે ખર્ચ ઘટાડવા માટેના ટેક્સ ડિવોલ્યુશનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ધીમા પડતા અર્થતંત્ર સાથે ખાસ કરીને, બાંધકામ અને સ્થાવર મિલકત ક્ષેત્રોમાં સ્ટેમ્પ્સ અને નોંધણીથી આવકની વૃદ્ધિમાં ઘટાડો થવાની સંભાવના છે, જે જીએસટી કાઉન્સિલને કન્ઝપ્શન ટેક્સ સોંપ્યા પછીનો એકમાત્ર મહત્વપૂર્ણ મહેસૂલ સ્રોત છે.

કોર્પોરેટ ટેક્સ દરમાં ઘટાડો અર્થતંત્રને જીવંત બનાવશે કે કેમ તેને લઈને પ્રશ્નો પણ ઉભા છે. વેરા ઘટાડા અંગે બજારની પ્રતિક્રિયાને ધ્યાનમાં લીધા વિના, આ "વી" શેપ રિકવરીમાં પરિણમી શકે છે નહી તે શંકાસ્પદ છે. પ્રથમ, નવી કંપનીઓ માટે છૂટ ત્યારે જ લાગુ પડશે કે જ્યારે તે પ્રોફિટ કરવાનું શરૂ કરશે અને નવા રોકાણો કરવા માટે પૂરતી પ્રેરક બનશે કે કેમ તે જોવાનું હજુ બાકી છે. બીજું, દેશની સમસ્યાનું નિદાન ઘટી રહેલી ડિમાન્ડ તરીકે થાય છે અને તે જોવું રહ્યું કે આવા સપ્લાય-સાઈડ પગલા કયા હદે રોકાણના પુનરુત્થાનને વેગ આપી શકે છે. વર્તમાનમાં માહૌલમાં, સરકારે ડિમાન્ડને વેગ આપવા માટે નાણાની કોથળી ઘણી ઢીલી કરવી પડશે અને સાથે નાણા ખાધ પર લગામ લાવવા માટે તે માર્ગમાં અવરોધ તરીકે આવશે. નાણા પ્રધાન દેશના જાહેર ઉદ્યોગોને તેમની રોકાણ યોજનાઓને આગળ વધારવા માટે ઉત્સાહિત કરી રહ્યા છે, પરંતુ તેમની માથે તેમના મોટાભાગના પ્રોફિટ ડિવિડન્ટમાં વહી જવાનું દબાણ છે ત્યારે પુનઃ રોકાણ માટે ખાસ કઈ વધતું નથી. આગામી કેટલાક મહિના દરમિયાન પોલીસીનું વાતાવરણ કેવી રીતે બદલાશે તે જોવું રહ્યું.

Back to Top