ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

તિરસ્કારનું રાજકારણ?

ભાજપના સભ્યો 2019ની ચૂંટણીઓ પર તેમજ પોતાની જીભ પરનો અંકુશ ગુમાવી રહ્યા છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના અધ્યક્ષ સામે ભાજપના ધારાસભ્ય દ્વારા વ્યક્ત કરાયેલો શાબ્દિક હુમલાએ અપમાનજનક ભાષાના રાજકીય ઉપયોગના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જનપ્રતિનિધિ દ્વારા ઉપયોગમાં લેવાતી અપવિત્ર ભાષા ઘણી વિનાશક છે કારણ કે તે કોઈ વ્યક્તિ, મહિલા કે ત્રીજી જાતિના માણસ ઉપર માનવતાની ઓળખી શકાય તેવી મર્યાદા તોડીને આગળ વધવા માટે દબાણ કરે. ધારાસભ્ય અને તેમના પક્ષના નેતાઓએ બસપના વડા પ્રત્યે ખેદ અને દિલગીરી વ્યક્ત કરી હતી, પરંતુ તે વાસ્તવિક પસ્તાવા કરતા વધુ ઔપચારિકતા હતી. જો કે, નૈતિક આક્રમણકારીઓ દ્વારા આવા ગણતરી પુર્વકના પ્રતિભાવો બીએસપીના વડા સહિત સ્વમાની વ્યક્તિને થયેલા નુકશાનની ભરપાઈ કરવા માટે ભાગ્યેજ આપુરક હોય છે. વાંધાજનક શબ્દોનો ઉપયોગ સાર્વજનિક રૂપે લાંબા સમયની અસર પેદા કરે છે. સમાજ વિરોધી ગપસપ મારફત આવી ભાષા, લાંબા સમય સુધી પરિભ્રમણમાં રહે છે. જાતિ અને પિતૃપ્રધાન ચેતનાની મજબૂત ઉપસ્થિતિનો આભાર કે આવી ગપશપને ઇંધણ મળી રહે છે. તદુપરાંત, આવી પસ્તાવા અને માફીના ભાવો અને પિતૃપ્રધાન સભાનતામાં ઊંડા ઉતરેલા તિરસ્કારના ઉપાયને સંપૂર્ણપણે નાબૂદ કરવાને બદલે બહુ પ્રસર્યા વગર જ અલોપ થઈ જાય છે. અહી આપણે એવો પ્રશ્ન ઉઠાવવો જોઈએ કે, શા માટે કોઈ ચોક્કસ વ્યક્તિની અવગણના કરવી? આ તિરસ્કારનું કારણ શું છે? અને, જે આવી અવગણના કરે તે વ્યક્તિ માટે તેના નૈતિક સૂચિતાર્થ કયા છે?

આવા શાબ્દિક હુમલા દ્વારા સર્જાતો તિરસ્કાર મુખ્યત્વે જેને ભાજપના સભ્યો પ્રભાવશાળી બહુ હોવાનું માને છે તેવા બીએસપી અને સમાજવાદી પક્ષ (એસપી) વચ્ચેના ચૂંટણી ગઠબંધનના રાજકીય પડકારના સંદર્ભમાં સમજી શકાય છે. વ્યંગાત્મક રીતે, વાંધાજનક ભાષાની અભિવ્યક્તિ એ આવા પડકારની સ્વીકૃતિ છે. રસપ્રદ વાત એ છે કે આવા આક્રમણ માટે બીએસપીના વડાને નિશાને લેવા એ વિરોધીઓના ભયને ડબલ કન્ફર્મ કરે છે. વિરોધ પક્ષના તમામ નેતાઓમાં એકમાત્ર બીએસપીના વડા સામે આ પ્રકારની આક્રમક ભાષાનો ઉપયોગ થાય છે. આ "સ્પેશિઅલ ટ્રિટમેન્ટ"ને બે પરિબળો દ્વારા સમજાવી શકાય છે. સૌપ્રથમ, ભાજપના ધારાસભ્યએ તેમના શાબ્દિક હુમલાના વિષય તરીકે એવી વ્યક્તિને પસંદ કરી છે, જેણે શાસક પક્ષને ધ્યાને લીધા વિના ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો છે. બીજું, નીચલી જાતિના એક વ્યક્તિ દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે અને તે પણ એક મહિલા તરફથી. જે બીજેપી ધારાસભ્ય માટે સહ્ય નથી. આવી સ્ત્રીનો ડર તેના શાબ્દિક હુમલાના મૂળમાં છે.

પિતૃપ્રધાન વિશેષાધિકાર છે કે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને નૈતિક રીતે સ્ત્રીઓને બદનામ કરી શકાય છે એ તો સમજ્યા પણ, જ્યારે કોઈ સ્ત્રી જ્યારે બીજી સ્ત્રીની વિરુદ્ધ આવી ભાષાનો ઉપયોગ કરે છે, ત્યારે તે આપણને મૂળભૂત રીતે, સડેલી જાતીયતાની વ્યવસ્થાના સ્ત્રોત તરીકે જોવા માટે ફરજ પાડે છે. પુરૂષત્વના અભાવની આ ચોક્કસ સ્થિતિ જાતિ સંબંધિત હોવા ઉપરાંત તે એટલા માટે પણ છે કારણ કે તે અવ્યવસ્થિત અભિવ્યક્તિના રાજકારણ પર પ્રભુત્વ ધરાવે છે અથવા વધારે પડતું મહત્વ ધરાવે છે તે જાતિ છે.

મહિલા ધારાસભ્યના શાબ્દિક હુમલો આપણું મોટા પ્રશ્ન પર ધ્યાન દોરે છે. સ્ત્રી દ્વારા પિતૃસત્તાક ભાષાનો હુમલો સૂચવે છે કે તેને જેમાં તે પોતે જ પુરૂષવાચી ભાષાનો શિકાર છે તેવા પોતાના સત્યમાં રસ નથી. આવી ભાષાના સાર્વજનિક સમર્થનથી તેણીને ગુંચવણમાં નાખે છે અને તેણીને પોતાના પિતૃપ્રધાન આધિપત્યના સત્યથી દુર કરે છે. એક વ્યક્તિ જેની પાર્ટીનું રાજકારણ એવી ભાષાના પ્રયોગ માટે તેણીને ફરજ પાડે છે, ત્યારે કદાચ તે અનુભૂતિમાં નિષ્ફળ જાય છે કે પુરૂષો, સ્ત્રીઓ અને ત્રીજા લિંગની વ્યક્તિઓને કાયદેસરના સમાન અધિકાર મળ્યા છે.

તે ઇચ્છનીય છે કે રાજકીય વિવેચકોએ ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે વર્તમાન સંદર્ભમાં આ રાજકીય ગતિવિધીની ટીકા કરવી જોઈએ. વિવેચકો લોકશાહી નીતિઓ દ્વારા નક્કી કરવામાં આવેલી જે વિવિધ સમાજ જૂથોની રાજકીય હાજરી અને વિરોધમાં રાજકીય પક્ષોના પરસ્પર સન્માનની રચના કરતી વાજબી મર્યાદાઓમાં કામ કરે તે જરૂરી છે. આવા વિવેચકોએ લઘુત્તમ ધોરણસર ઊર્જા સંબંધી પરસ્પરની નૈતિક ક્ષમતાનો આદર કરીને દલીલો સાથે પ્રક્રિયા કરવી આવશ્યક છે. દલીલોમાં, જોકે કેટલીક દલીલો ધોરણો અનુસાર નબળી અથવા અપર્યાપ્ત હોઈ શકે છે, તેને શ્વસવા માટેની જગ્યા આપવી જરૂરી છે અન્યથા આક્રમક રાજકીય ભાષણથી ભરાઈ જાય છે. છેવટે, લોકશાહી દલીલ માટે વધુ જગ્યા પ્રદાન કરે છે અને માન્ય દલીલના ધોરણે ભ્રષ્ટ કરતા પોતાના પૂર્વગ્રહને દૂર કરે છે. નબળી અથવા અપર્યાપ્ત દલીલો સહનકારક હોઈ શકે છે કારણ કે તેઓ લોકશાહી રાજકારણના સૌથી આવશ્યક ઘટકો છે જે આમન્યા, પરસ્પર આદર અને ગૌરવથી વણાતા લોકશાહીના વણાટને તાકીદે આઘાત નથી પહોંચાડતું. કોઈપણ દલીલ વિના સતત સરકારી સત્તા પર કબજો મેળવવાની રાજકીય મહત્વાકાંક્ષા હંમેશાં ખોટી ભાષાના વધુ પડતા પ્રયોગ તરફ દોરી જાય છે. એક મજબૂત લોકશાહીનો ભાગ નહી બનતા, તેના પોતાના ગૌરવપુર્ણ અસ્તિત્વ માટે, રાજકારણમાં દલીલાત્મક સંસ્કૃતિને વેગ આપવો જરૂરી નથી શું?

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top