ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

મોતના ઝડબામાં માઇનિંગ

ખાણકામના ભોયરા અને ગટરમાં વારંવાર થઈ રહેલા મૃત્યુથી સર્વસમાવિષ્ટ વિકાસના દાવો દાવ પર મુકાયો છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

મેઘાલયના રથોલેમાં ખાણકામ કરનારાઓના દુ:ખદ મૃત્યુએ "સબકા સાથ, સબકા વિકાસ"ના સૂત્રોના સમર્થકોને શરમ લાગવી જોઈએ. વિકાસની અવ્યવસ્થિત પ્રક્રિયામાં કેટલાક વિભાગો નોકરીની કટોકટીમાં ફસાયેલા છે, જે પોતાના જીવનને જોખમમાં મુકીને કામ કરે છે. જેમ કે તેઓ રથોલે ખાણોને "સંપત્તિ" મેળવવા માટે અથવા આજીવિકા માટે "ગંદકી" સાફ કરવા માટે ગટરમાં ઉતરે છે.

રથોલે ખાણકામ મેઘાલયમાં મોટેભાગે પૂર્વ જેન્તિયા પર્વતમાં ચાલી રહેલું ગેરકાયદેસર કોલસાનું ખાણકામ છે. 100 મીટર અને વધુ સુધીના ઊંડાણોના પટ્ટામાં કોલસાના બેડ સુધી પહોંચવા માટે ખખ઼ડી ગયેલી વાંસની સીડી રથોલેની ટનલ તરફ દોરી જાય છે. આ કામદારોમાં મોટેભાગે નેપાળ, બાંગ્લાદેશ અને આસામમાંથી સ્થળાંતરીત થયેલા લોકો અને સ્થાનિક અતિ ગરીબો વધુ છે જે ભીના ખાડામાં આ ખતરનાક ખાણકામને પસંદ કરે છે. નવ અને તેથી ઓછી ઉંમરના બાળકો અને ઠીંગણા છોકરાઓ કે પુરૂષો ભૂગર્ભ કાર્ય માટે અનુકૂળ હોવાનું માનવામાં આવે છે. તેઓ તેમના માથે બાંધેલા પીળા રંગના ટોપા અને ટોર્ચ સાથે કોલસો કાઢવા ઉતરે છે, બાસ્કેટમાં કે વ્હીલબેરોમાં તેને ઉલેચે છે અને ઉંડે કામ કરવા માટે દાખલ થાય છે.

જેના પર 2014માં નેશનલ ગ્રીન ટ્રાયબ્યુનલ (એનજીટી) દ્વારા તેના પર પ્રતિબંધ મુક્યો હતો એવા આ અનિયંત્રિત અને જોખમી ઉદ્યોગને મેઘાલયમાં "કુટીર ઉદ્યોગ" તરીકે રજૂ કરવામાં આવ્યો છે. પ્રતિબંધ લાગુ કરવા માટે કોઈ ગંભીર પ્રયાસો પણ થયા નહોતા. હકીકતમાં, પ્રતિબંધોને  ઉઠાવી લેવાના વચન સાથે વર્તમાન સરકાર સત્તામાં આવી હતી. ખાણકામ એ રાજ્યમાં ચૂંટણ ભંડોળનો સૌથી મોટો સ્ત્રોત છે, જેમાં હાલના ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો ખાણોને કારણે નભે છે અથવા ખાણો ચલાવે છે. 2018ની ચૂંટણીમાં ઘણા ઉમેદવારોએ ખાણકામ અને પરિવહન પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. મેઘાલયને ખાણકામને નિયમન માટે કેન્દ્રના કાયદામાંથી મુક્તિ આપવામાં આવી નથી, જો કે, હવે સરકાર "ગેરકાયદેસરતા" ને રોકવા માટે પ્રયત્નો કરી રહી છે.

બધા સ્થાનિક લોકો ખાણકામથી લાભ મેળવતા નથી. સંસ્થાનોનું ખાનગીકરણ થયુ અને થોડા લોકો દ્વારા જમીનનો કબજો મેળવી લેવાયો. ખાણકામ જે જિલ્લાઓમાં પ્રવર્તમાન છે તેમાં તેનો વધતી જતી ભૂમિહિનતા સાથે સીધો સંબંધ છે. જેન્ટિયા હિલ્સમાં સરેરાશ ચોરસ કિલોમીટર દીઠ 50 થી વધુ ખાણ છે. તે એક દુ:ખદ ઘટના છે કે કોલસો અર્થતંત્રનો મુખ્ય આધાર બન્યો છે જ્યારે ખાણકામના કારણે જીવનનિર્વાહના અન્ય સ્રોત સુકાઈ ગયા છે. જે લોકો વધુ મૂડી અને સંસાધનો ધરાવતા હોય તેઓ વધુ પ્રાધાન્ય મેળવે છે, જ્યારે સ્થાનિક લોકો કોલસા કારોબારીઓની તાબેદારી હેઠળ જીવે છે.

13 ડિસેમ્બર 2018ના રોજ આવા એક બ્લેક હોલમાં 15થી વધુ કામદારો ફસાયેલા હતા અને લિટિન નદીનું પાણી પંચરમાંથી અંદર ઘુસી ગયું હતું. ત્યારથી બચાવ કામગીરી ચાલી રહી છે, જોકે શરુઆતનો મહત્વનો સમય ગુમાવી દીધા પછી. ખાણમાંથી પાણી ખેંચવાના પમ્પ છેક બે અઠવાડિયા પછીસાઇટ પર પહોંચ્યા હતા. બચાવ કામગીરીમાં સહાય કરવા માટે કોઈ બ્લુપ્રિન્ટ વગરની ખાણો નકશા વગરની હતી. નેવીએ કાર્યવાહી હાથમાં ધરી હોવા છતાં, ખાણિયાઓની લાશોને બહાર કાઢવામાં સમસ્યાઓ સર્જાઈ હતી. 6 જાન્યુઆરી 2019ના રોજ ફરીથી એ જ જિલ્લામાં બે ખાણિયો માર્યા ગયા હતા. ગારો હિલ્સમાં પણ આવી જ ઘટનાને લઈને એનજીટીએ પ્રતિબંધ લાદ્યો હતો. ચાળીસ પુરુષો 2002માં આવી જ રીતે મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2013માં પાંચ ખાણિયાઓ મૃત્યુ પામ્યા હતા. પડવાથી, ભોંયરામાં, પાણી ભરાવાથી માઇનિંગ વિસ્તારમાં રોજીંદા મૃત્યુ અને ઇજાઓની ઘટનાઓ બની રહી છે. જેના માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવતા નથી.

રથોલે ખાણકામ પર્યાવરણ માટે પણ વિનાશક રહ્યું છે. ભારે સલ્ફર અને ધાતુના કચરાના કારણે નદીઓને ઝેરી અને એસિડિક બનાવી દીધી છે, જે માછલીઓને મારે અને જમીનની ગુણવત્તામાં ઘટાડો કરે છે અને જેનતિયા હિલ્સને “મૃત નદીઓની ભુમિ” તરીકે પ્રખ્યાત કરી છે. માઇનિંગ અથવા કોલસો સંગ્રહિત કરવા માટે હજારો એકર જંગલો સાફ કરવામાં આવ્યા છે. લેન્ડસ્કેપ ખુલ્લી અને ત્યજી દેવામાં આવેલી ખાણોને કારણે મોતની ખાણ તરીકે પ્રસ્તુત થાય છે. પર્યાવરણના આવી અધોગતિ સાથે, માફિયા પ્રવૃત્તિઓ, બાળ કામદારો (અંદાજે 2010 માં તેમની અંદાજીત સંખ્યા 70,000 મૂકવામાં આવી હતી), ટ્રાફીકીંગ અને કામદારોના જીવન અને સલામતીની ચિંતાના અભાવ સાથે સરકારના નિયંત્રણોના વચનો પોકળ પુરવાર થયા છે. વૈજ્ઞાનિક ઢબે ખાણકામ પણ આના જવાબરૂપે દેખાતુ નથી, કારણ કે કોલસોના સાંધા પાતળા અને ઊંડા છે અને ફેલાયા છે, મોટા વિસ્તારોમાં ખાણકામ માંગી લે છે. પરવડે એ પ્રકારે કોલસા પણ સારી ગુણવત્તાના નથી.

ખાણકામના ભોયરાઓ અને ગટરના ભોયરામાં વારંવાર થતી દુર્ઘટનાની જવાબદારી કોને માથે હોવી જોઈએ? આ પ્રકારના પ્રશ્નોના નવા-ઉદારવાદી સમયમાં જવાબ આપવા વધુ અઘરા બન્યા છે. ઉલ્લંઘન અને પ્રતિબંધનું જ્ઞાન હોવા છતાં મેઘાલયના આ વિશિષ્ટ કેસમાં, બિઝનેસ બેરોકટોક ચાલી રહ્યો છે. એ વાતની અવગણના કરીને કે મનુષ્યો ઉંદરોની જેમ ખાણકામના છિદ્રોમાં પ્રવેશી તો શકે છે પરંતુ, આપત્તિના સમયે તેઓ ઉંદરની જેમ રસ્તો કાઢી શકતા નથી.

Back to Top