ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

પ્રક્રિયાની બાબતમાં ઔચિત્ય કોણ જાળવે છે?

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

વ્યક્તિવાદ ઉદાર સિધ્ધાંત અને વ્યક્તિગત સ્વતંત્રતાને સુરક્ષિત કરવા માટેના અધિકારના અનુરૂપ સેટ દ્વારા બંધાયેલ છે અને તે કાર્યવાહીમાં ઔચિત્યના સિદ્ધાંતને એકદમ મહત્વપૂર્ણ બનાવે છે. અત્રે એ કહેવાની જરૂર નથી કે કાર્યવાહીમાં ન્યાયીપણાની ખાતરી બાંહેધરી આપનાર (પોલીસ) તેમજ કન્ફર્મેટરી (ફોરેન્સિક નિષ્ણાતો) બંને એજન્સીઓની પારદર્શિતા અને સુનિશ્ચિત કામગીરી દ્વારા આપવામાં આવે છે. પોલીસ કર્મચારીઓ અને ફોરેન્સિક નિષ્ણાંતોએ તેમની કુશળતા અને જ્ઞાનનો ઉપયોગ શંકાથી પરે એવા પુરાવા એકત્ર કરવા માટે કરવાનો હોય છે. ખાસ કરીને ફોજદારી કાયદા પ્રણાલીના સંદર્ભમાં જે કાર્યવાહી કરવામાં આવે છે તે વ્યક્તિને પરિણામરૂપે ન્યાય અપાવે તેવું અપેક્ષિત હોય છે. તે આ અર્થમાં છે કે ઔચિત્ય આ નમૂના સાથે જોડાયેલું છે: "માત્ર ન્યાય થવો જ જોઇએ, પરંતુ ન્યાય થતો દેખાવો પણ જોઈએ."

ન્યાય આત્યંતિક રીતે પ્રક્રિયામાં ઔચિત્ય પર આધાર રાખે છે. ફોજદારી ન્યાય પ્રણાલીના વિશિષ્ટ સંદર્ભમાં નિષ્પક્ષતાને ફોરેન્સિક્સ પ્રયોગશાળા જેવી એજન્સીઓની કાર્યવાહી નિષ્પક્ષતા અને વૈજ્ઞાનિક ઓબ્જેક્ટિવીટીના સંદર્ભથી બંધાયેલી હોવી જરૂરી છે અને તેથી ફોજદારી કેસો સંભાળતી એજન્સીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. આ સંસ્થાઓને પુરાવાનાં સુસંગત સ્વરૂપો પર પહોંચવા માટે તેમાં કોઈપણ પ્રકારની ઘાલમેલ કે છુટછાટ ન હોવી જોઈએ એવું માનવામાં આવે છે. જુદા શબ્દોમાં કહીએ તો, તેઓ પર પુરાવાનો નાશ કરવાનો કે પૂરાવાને હળવા કરવાનો આરોપ મૂકાવો જોઈએ નહીં.

તપાસ કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી. તેમાં વ્યક્તિઓના પોતાના દ્રષ્ટિકોણો સંકળાયેલા હોય છે, તેમાંથી તેઓ બહાર આવવા સક્ષમ ફોર્મલ તાલીમ લેતા હોવા છતાં, તેઓ તેમ કરી શકતા નથી. શંકામાં દાયરામાં પોલીસની નિષ્પક્ષતા અને તેને રાજકીય કવચ એ વિશ્વવ્યાપી સમસ્યાઓ છે અને ભારત પણ આ વિસંગતતાઓમાં અપવાદ નથી. જો કે, આનાથી ન્યાયના સુલભ દેખાવને હાનિ અને ગુનાહિત કાયદાના આદર્શ મૂલ્યમાં ઘટાડો થાય છે. કાર્યવાહીને લગતા અને ફરિયાદી તરફેણકારી પુરાવાને મંદ કરવા અને તપાસમાં વિલંબ તરફ દોરી જાય છે અને અંતે, ચાર્જશીટમાં દાખીલ કરવામાં વિલંબ તરફ દોરી જાય છે. પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતો નિર્ધારિત કાર્યવાહી હેઠળ કાર્ય કરે છે અને તેમ છતાં, તેઓ ઇન્સાઇડર હોવાના નાતે સત્તા અને જ્ઞાનની શક્તિ બંનેનો આનંદ માણે છે, જે કેટલાક કિસ્સાઓમાં ખાસ કરીને ફોજદારી ન્યાય પ્રણાલીમાં ન્યાય પ્રાપ્ત કરવામાં અવરોધરૂપ કાર્ય કરે છે. નિશ્ચિતરૂપે, તપાસમાં ક્ષતિઓ સજાના પ્રમાણ પરના પ્રભાવને ઓછો કરવા તરફ દોરી જાય છે જ્યાં અમુક ગુનેગારોને માફી આપવામાં આવે છે અને મુક્ત કરવામાં આવે છે. જે આ નિર્દોષોને આત્મ-આત્મનિરીક્ષણ તરફ દોરી જતા નથી. તેનાથી ઉલટું, કેટલાકે પોતાને “નિર્દોષ” જાહેર કરવામાં આવતા જાહેર ઉજવણીઓ ગોઠવવાનું ઉત્તેજન મળ્યું. ખાસ કરીને ન્યાય પ્રાપ્તિમાં ફોજદારી કાયદામાં અનુસરવામાં આવતી વ્યક્તિલક્ષી અથવા પક્ષપાતી માનસિકતાવાળી વિધિઓ સાથેનો વિરોધાભાસ મુખ્ય અવરોધ બની ગયો છે. પોલીસને લગતી તપાસની શરતો, ફોરેન્સિક નિષ્ણાતોની સમર્થક સંસ્થાઓ, પર ફરિયાદીના ન્યાયનું "ભાગ્ય" નક્કી કરવાનો આધાર છે. આ શરતોની ન્યાય પ્રણાલીની સામગ્રી, સાર અને પ્રભાવ પર પણ અસર પડે છે.

પ્રક્રિયામાં ઔચિત્ય મહત્વપૂર્ણ છે કારણ કે તે તે વ્યક્તિને સ્વતંત્રતાની બાંયધરી આપે છે જે તેમની સામાજિક અથવા જાતિય પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના પ્રક્રિયાના ઉચિત લાભ મેળવવા માટે હકદાર છે. કાર્યવાહીમાં ઔચિત્ય એવા લોકો માટે મહત્વપૂર્ણ છે કે જેઓ "નાગરિક સમાજ"ના સભ્યોના નૈતિક ઔચિત્ય પર આધાર રાખી શકતા નથી. જે રાજકીય સમુદાયના સૌથી છેવાડાના લાભાર્થી હોય તેના માટે તે જરૂરી છે. આ સભ્યોની કાર્યવાહીમાં ઔચિત્ય હોવાનો દાવો છે. પરંતુ, ઔચિત્યનો આ સિદ્ધાંત તે લોકો માટે ખૂબ મહત્વનો છે, જેઓ પ્રભાવશાળી સમુદાયોના સભ્યો દ્વારા અનિચ્છનીય નુકસાન પહોંચાડવાની ભિતિ ધરાવતા છેડે છે. કાર્યવાહીમાં નિષ્પક્ષતા એ સંસ્થાકીય અસરગ્રસ્તો અને સામાજીક રીતે પછાત સમુદાયોના સભ્યો માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે. ચાર્જશીટ તૈયાર કરવામાં અનુરૂપ વિલંબના પરિણામે તપાસમાં અતિશય વિલંબ થવાથી સભ્યોના મન પર નિરાશાજનક અસર ઉભી કરી છે. અને, તેમ છતાં, તેમને આ સંસ્થાઓ પર ભારે વિશ્વાસ છે. આવી સંસ્થાઓમાં સતત વિશ્વાસ મૂકવાના પગલે તપાસ એજન્સીઓને વિનંતી કરવાની રહે છે કે - એક તરફ પક્ષપાતી રાજકારણ દ્વારા નિયંત્રિત વ્યક્તિલક્ષી મન અને બીજી તરફ રૂઢિચુસ્ત રીતે નિર્માણ પામેલા મન દ્વારા દખલ કરવામાં આવે તે માટે વૈજ્ઞાનિક ઉદ્દેશ્ય પ્રક્રિયા દ્વારા તાકીદની અપીલ કરે છે.

આ સભ્યો નબળા પુરાવાઓ વિષે વાજબી શંકા અને શંસય પેદા કરે છે જેનાથી પ્રક્રિયા હળવી થાય છે. કોઈ તપાસ કર્મચારીઓની વર્તણૂકમાં પરોપકારીની ભાવનાની અપેક્ષા રાખતો નથી, જો કે કોઈએ તેમની પાસેથી આવા વલણની અપેક્ષા રાખી હોત. હકીકતમાં, આપણી પાસે કેટલાક પોલીસ કર્મચારીઓ સમયે-સમયે આ વલણ બતાવતા હોવાના પુરાવા છે. જો કે, કોઈએ તેમને અપેક્ષા કરી હોત કે તેઓ તપાસ પ્રક્રિયાઓમાં ઔચિત્ય સુનિશ્ચિત કરવા માટે ઓછામાં ઓછી થોડીક ચિંતા કરી હોત.

Back to Top