સત્તાની ભાષા કે લોકોની ભાષા?

એક જ ભાષાના ચશ્માથી ભારતને જોવું અને ઓળખવું ઠીક નથી.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

હિન્દી દીવસ પર, ગૃહમંત્રીએ સૂચન આપ્યું કે હિન્દી ભારતની લોકભાષા હોઈ શકે છે, તે રાષ્ટ્રને જોડે છે અને વૈશ્વિક સ્તરે તેની ઓળખ બની રહી છે. ફરી એકવાર એકતા માટે એકતારૂપતાનો રાગ આલાપવામાં આવ્યો છે. એક જ લાકડીથી દેશની ન હાંકવાનો પ્રયાસ થયો છે, વિવિધતામાં એકતાની ઓળખના સિદ્ધાંતને બદલે. જોકે સંબંધિત મંત્રીએ હિન્દી લાદવાની દિશામાં કોઈપણ પગલાને નકારી કાઢ્યું છે, તોપણ નેશનલ એજ્યુકેશન પોલીસી, 2019ના મુસદ્દામાં હિન્દીને ફરજિયાત ભાષા તરીકે સમાવવા સહિતના આ દિશામાં ભૂતકાળના પ્રયાસો “એક રાષ્ટ્ર, એક ભાષા”નું આહવાન હોવા અંગે ઘણામાં ડરની લાગણી જન્માવી છે.

આ પ્રકારની હાંકલ એ હકીકતની અવગણના કરે છે કે સ્વતંત્ર ભારતમાં રાજ્યોના ગઠન માટેના માર્ગદર્શક સિદ્ધાંત મુખ્યત્વે ભાષાકીય હતા, તેથી તેને" બહુભાષી સંઘ" બનાવવામાં આવ્યો છે. આમ, દાખલા તરીકે, ભારતિય હોવા અને તમિળ હોવા વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. “એક રાષ્ટ્ર, એક ભાષા” નો ઉન્માદ ભારતીય રાષ્ટ્રીયતાના નિર્માણમાં ભાષાકીય અને પ્રાદેશિક તફાવતોને ઓળંગી જાય છે.  હજી સુધી આ મોડેલનું ગાણુ ગવાઈ રહ્યું છે. જો કે, એક ભાષાને રાષ્ટ્રભાષા તરીકે લાદવાના કોઈપણ પ્રયાસમાં ઘર્ષણ, વિરોધાભાસ અને ભાગલાની પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના છે.

ભાષા પોતે જ એક લોકશાહી સિસ્ટમ છે જે "આંતરિક રીતે બહુઆયામી" છે અને જેઓ તેનો ઉપયોગ કરે છે અને તેનો સતત ઘાટ ઘડે છે તેવા લોકોના કાર્ય અને જીવન પદ્ધતિઓ સાથે ઉંડું જોડાણ ધરાવે છે. જો લોકો ખિલે, લોકોને તેમના પ્રદેશોમાં આજીવિકાની તકો હોય તો ભાષા જીવે છે અને ખીલે છે. પીપલ્સ લિન્ગ્વેસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા 2010માં આશરે 780 જેટલી ભાષાઓ ઓળખી કાઢવામાં આવી છે. જો કે, તે પણ જોવા મળ્યું છે કે છેલ્લા પાંચ દાયકાઓમાં આશરે 220 ભાષાઓ મરી પરવારી છે. આનું એક કારણ અભૂતપૂર્વ સ્થળાંતરણ અને વિસ્થાપન છે. આ વિશાળ ભાષાકીય વૈવિધ્યતાને સ્વીકારવાની અને ઉજવણી કરવાની જેટલી જરૂર છે તેટલી બધી ભાષાઓના મૃત્યુમાં થયેલા અતિશય નુકસાનને નોંધવાની પણ જરૂર છે.

આવા સ્થળાંતરણની પશ્ચાદભૂમાં, કોઈ પણ ભાષા-સંબંધિત મુદ્દાઓનું સમાધાન લાવવા માટે એકરૂપતા નહી પણ સહઅસ્તિત્વ જરૂરી છે. બહુભાષી શહેરોમાં એક જ વર્ચસ્વ ધરાવતી ભાષીય ઓળખનું ભારણ, અને રાજ્યની નીતિઓ અને રાજકારણમાં એક ભાષાની સર્વોચ્ચતા ભાષાકીય સંસ્કૃતિઓ વચ્ચેના કુદરતી આદાનપ્રદાન અને પરસ્પર શિક્ષણને અવરોધે છે, અને રોષને વધારે છે. તેના બદલે, કોઈની મૂળ ભાષા અને જુદી જુદી પ્રાદેશિક ભાષાઓ વચ્ચે આપવા અને લેવાના પરસ્પર સંબંધો શા માટે સરળ ન હોઈ શકે? શું કોઈ ભાષાની વૃદ્ધિ સાંસ્કૃતિક પરસ્પરતા અને વિનિમયની લાગણીઓ દ્વારા સુનિશ્ચિત કરવી કે અન્ય સંસ્કૃતિઓ અને વિશ્વના દૃષ્ટિકોણના સમાંતર અસ્તિત્વને બંધ કરી દેનાર વિભાજનકારી સર્વોપરિતાની ઘોષણા દ્વારા?

હિન્દીને એક સર્વસામાન્ય ભાષા તરીકે રજૂ કરવામાં આવી છે, જે મોટાભાગના બોલે છે. દક્ષિણના રાજ્યો દ્વારા તેમની ભાષાઓ વધુ સમૃદ્ધ અને જૂની હોવા અંગે ઉઠાવવામાં આવેલા વાંધા ઉપરાંત, એ પણ પૂછવાની જરૂર છે કે આજની હિન્દી સામાન્ય-ભારતીય ભાષા બની શકે છે કે કેમ. લાદવાના બદલે, તેના ક્રમિક વિકાસ માટે પ્રયત્નો ન કરી શકાય? અથવા, સંસ્કૃત હિંદી વ્યવહારૂ નથી તેમ છતા તેનું વર્ચસ્વ દેખાય છે? સામાન્ય લોકોની વર્ણસંકર, અસ્પષ્ટ, સદાય આવકારવા અને સ્વીકારવાની ભાષાની વિરુદ્ધ, સરકારી હિન્દી અસ્પષ્ટ છે અને ઉપહાસને પાત્ર છે. હિન્દીમાં સાહિત્ય અને લોકપ્રિય સિનેમાએ ધ્યાન દોર્યું છે કે તેને જટિલ બનાવવા અને તેને વિશેષાધિકાર અપાવવામાં તેનું ગૌરવ જળવાતું નથી. પોતાનો વર્ગ અને જાતિને કાંધે લઈને ચાલતી હિન્દી અને સત્તાની ભાષા હિન્દી લોકોની ભાષા ન હોઈ શકે. હકીકતમાં, તેને મર્યાદિત કરવા અને લાદવાનો અર્થ પણ એ છે કે તે ઘણી બધી “સખી” ભાષાઓનો ખો કાઢી નાખવો. તે ઉર્દૂ હોઇ શકે, અથવા ભાષાઓ જે બાજુએ જઈને “બોલીઓ” બની ગઈ છે, પછી ભલે તે સૌથી ઝડપથી વિકસી રહેલી ભોજપુરી અથવા અદૃશ્ય થઈ રહેલી કુમાઉની ભાષા હોય.

હિંદી પટ્ટામાં મોટાભાગના લોકો હિન્દીનો ત્યાગ કરવા અને અંગ્રેજી ભાષી તરીકે માનવામાં ઉતાવળા બન્યા છે, અને ઘણા લોકો માટે લઘુતાગ્રંથિની ભાવના સાથે હિન્દી ભાષી હોવાની ઓળખ એક ભારણ બની ગઈ છે. કારણ કે અંગ્રેજી આજીવિકાની તકો અને ઉપર તરફની ગતિ માટેના દરવાજા ખોલતી હોઈ ઘણા યુવાનોએ આવા સંઘર્ષમાં તેમના જીવનના ફળદ્રુપ વર્ષો વેડફ્યા છે, સંકિર્ણ થઈને અને તણાવમાં રહીને. તેથી, બીજો સવાલ પૂછવો જોઈએ કે હિન્દીને તે બોલતા લોકોમાં પણ ભાષા તરીકે યોગ્ય ગૌરવ શા માટે નથી? તેઓ તેમના ઘરોમાં પણ તેના સ્થાને અંગ્રેજીને લાગુ પાડવા કેમ તૈયાર થાય છે? શું એકની ઉપર લાદવાથી બીજાનું ભારણ હળવું થઈ જશે?

વધુમાં, "જીવનની ભાષા" અને "શીખવાની ભાષા" શું છે અને તેમની વચ્ચેના અંતરને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? શું પ્રાકૃતિક સંસાધનો ઉપલબ્ધ છે અને માતૃભાષામાં જ્ઞાન ઉત્પન્ન થઈ રહ્યું છે? શું વિદ્વાનો અને સાહિત્યકારોને તેમાં લખવું લાભદાયક અને આત્મસંતોષકારક લાગે છે? શું તેના સાહિત્યને એવી રીતે સમૃધ્ધ બનાવવાના પ્રયત્નો છે કે જે સામાજિક અને આર્થિક તબકાના લોકોને જાગૃત કરે? શું તે તે લોકો માટે સક્ષમ છે જે તેનો ઉપયોગ કરે છે? સંભવત, સંકલન માટે સામાન્ય ભાષા લાદવાની જરૂર નથી, પરંતુ લોકો માટે સંકલન કરવા માટેના પ્રમુખ કારણોને ધ્યાનમાં રાખીને જમીન તૈયાર કરવાની જરૂર છે. એક ભાષાને બદલે, બહુભાષીયતા ભારતની ઓળખ હોઈ શકે છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Biden’s policy of the “return to the normal” would be inadequate to decisively defeat Trumpism.