ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

સ્વાયત્ત રાજનીતિની સમજણ

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ચૂંટણીલક્ષી રાજનીતિના સમકાલીન સંધાન બે અસામાન્ય ટ્રેન્ડ જોવા મળે છેઃ જોડ અને તોડ. કહી શકાય કે, જોડ વલણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે નિસ્બત ધરાવે છે, જે અન્ય પક્ષોના નેતાઓને પોતાનામાં ભેળવી દેવામાં ગર્વ અનુભવે છે. આમ, ભાજપનું ચરિત્ર સ્પષ્ટ કરે છે કે જેમાં તકવાદી ઉચ્ચ-ભ્રૂ વર્ગ કે જે એક પક્ષના ટોચના પદથી કુદકો મારીને બીજા પક્ષમાં ટોચના પદે આસનસ્થ થઈ જાય છે. આ એક સમાંતર ગતિવિધી છે જેમાં લોકશાહી "જાજરમાન" રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ પ્રથાની બીજી બાજુ, કેટલાક એવા નેતાઓ પણ છે કે જેઓ વંચિત વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને ટોચ પર આસનસ્થ થવાને બદલે વંચિતો વચ્ચે રહેવાનું ચાલુ રાખે છે; તેઓ આ વર્ગોનો ચૂંટણીલક્ષી મોબીલાઇઝેશન માટેના ઘોષણાપત્ર તરીકે રાજકીય સ્વાયત્તાનો ઉપયોગ કરે છે. આ નેતાઓ “સ્વાયત્ત” રાજકીય અસ્તિત્વ તરીકે સ્વતંત્ર રીતે ચૂંટણીઓ લડવાનો સામાન્ય રાજકીય નિર્ણય લેતા રહે છે. જો કે, સ્વાયત્ત રાજકારણના દાવા સંશયવાદ પેદા કરે છે. કોઈને નવાઈ લાગે કે સ્વાયત્ત હોવાના આવા દાવાઓમાં તેઓ કેટલું પ્રછન્ન રાખે છે અને કેટલું જાહેર કરે છે.

આ સ્વાયત્તતાના દાવા ચૂંટણીના સમયે લગભગ તત્કાળ પેદા થતી રાજકીય પરિસ્થિતિઓ દ્વારા રાજકીય સત્તા મેળવવાના ભરોસા સાથે કરવામાં આવતા દાવાઓ હોય છે. આ નેતાઓને ન્યાયી ઠેરવવા માટે, કોઈ એ મુદ્દાને ધ્યાનમાં લઈ શકે છે કે તેમની આંતરિક રીતે સાચા માર્ગે હોવાની અનુભુતિને પગલે અને છેવાડાના લોકો તરફી હોઈ શકે છે. તેથી, આવા પ્રતિનિધિઓના મંતવ્યોમાં આવા નિર્ણયો યોગ્ય હોઈ શકે છે. જો કે, શાસક પક્ષનો વિરોધ કરતા દળોના મહાગઠબંધનની બહાર રહીને ચૂંટણી લડવાના નિર્ણયો અને એક કરતા વધુ મતદારક્ષેત્રમાંથી ચૂંટણી લડવાના નિર્ણયોની તપાસ કરવી ઘટે. આ તપાસ મુખ્ય ત્રણ કારણોને લઈને કરવી પડે એમ છે. પ્રથમ, વ્યવહારિક ધોરણે, એક કરતા વધુ મતદારક્ષેત્રોમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય આવી પાર્ટીઓની ચૂંટણી લડવા સામેની તાકાત પર સંશય પેદા કરે છે. આવા નેતાઓ દ્વારા જૂના અને નવા રાજકીય સમિકરણો ચૂંટણીની પૂર્વસંધ્યાએ જાહેર કરવામાં આવતા હોય છે અને તેમાં નિર્ણાયક મત મેળવવાની તાકાત હોતી નથી, અને તેમના મતદારો વિવિધ વિસ્તારોમાં છુટાછવાયા વહેંચાયેલા હોય છે. આ પ્રતિનિધિઓ આવા નબળા આધારે અનેકવિધ વિસ્તારોમાં ચૂંટણી લડે છે તેનો આધાર જ નબળો હોય છે. આ બધા મતક્ષેત્રોમાં તેમનો સાંકડો જનાધાર જાળવી રાખવા માટેનો આ ખેલ હોય છે.

બીજું, બિનસાંપ્રદાયિક પ્રગતિશીલ દળોના એકીકરણ માટે સ્વાયત્તતા તો આડપેદાશ છે, કેમ કે ચૂંટણી સ્વતંત્ર રીતે લડવાથી આડકતરી રીતે જમણેરી પક્ષોને ચૂંટણીના મેદાનમાં હાથ ઉપર રાખવામાં મદદ મળે છે. અંતે, આવા નિર્ણયો જૂથોના વ્યાપક હિત માટે ગંભીર પરિણામો સર્જે છે. હાંસિયાના આ બધા લોકો જુદી જુદી રીતે ચિહ્નિત થયેલા છે, પરંતુ તેમની ઓળખ સાથે એક કલંકિત અર્થ જોડાયેલો છે. આ નેતાઓ ચૂંટણીમાં સ્વાયત્ત હોવાના ઘોષણા પત્રનો ઉપયોગ કરી શકતા નથી, ઉલટાનું તેમના ફોલોઅરો, માર્કેટે જે તેમના કપાળે સાંસ્કૃતિક લાંછનની ટીલી લગાડી છે તેને દુર કરવા માટે પોતાને સંપૂર્ણપણે સામાજિક રીતે શક્તિહિન મહેસુસ કરે છે. આ સ્થિતિમાં નેતૃત્વનો ખેસ ધારણ કરવાનું વિચિત્ર ગણાય, આવે સમયે જરૂરત તો એ છે કે તેમના મતદારોની ઓળખને કલંકિત કરવા માંગતી નિશાનીઓ દુર કરવામાં આવે.

 સારપ તરીકે સ્વાયત્તા પણ જવાબદારી સાથે આવે છે. તે, નૈતિક સિદ્ધાંત રૂપે, તે લોકો માટે તેને ફરજિયાત બનાવે છે કે જેમણે તેની એ મર્યાદાઓ જાણે છે કે માત્ર સ્વાયત્તતાના દાવાથી કલંકિત લોકોની સમાનતા, સ્વતંત્રતા અને ગૌરવના પ્રશ્નો હલ થશે નહીં. સ્વાયત્તતાની ભાષા આ નેતાઓને પ્રભાવશાળી વર્ગ બનાવવા અને તેમને ગંભીરતાથી લેવા અને મતના રાજકારણમાં તેમની રાજકીય હાજરી પર થોડો સમય ધ્યાન આપવા પુરતી મદદ કરશે. તે તેમની સોદાબાજીના પાવરમાં વધારો કરીને તે સામાજિક મુદ્દાઓમાં દખલ કરવા માટેની તેમની શક્તિમાં વધારો નહી કરી શકે. તેમને તાકીદે એ પણ સમજી લેવું જરૂરી છે કે સ્વાયત્તતાનો સિધ્ધાંત નેતાઓને નિર્ણયમાં ભૂલો કરવાની છુટ આપે છે, ત્યારે આવા નેતાઓના ભાગ પર તે અનિવાર્ય બને છે કે તેઓ આ ખોટા ચુકાદાઓને લીધે ઉભા થતા પરિણામોના પ્રભાવને નિયંત્રિત કરે. આ પ્રતિનિધિઓ સ્વાયત્ત રાજકારણના વૈકલ્પિક સ્વરૂપોની વિશ્વસનીયતાનો દાવો કરી શકે છે. જો કે, સ્વાયત્તતાના દાવાઓની નૈતિક મૂલ્યનું મૂલ્યાંકન દાવેદારની નિર્ણયની ભૂલ અથવા રાજકીય નિર્ણયોની અપૂર્ણતાની શક્યતાને સ્વીકારવાની ક્ષમતાના આધારે થવું જોઈએ.

જો કે, સ્વાયત્તતાના સિદ્ધાંતને કારણે આવા નિર્ણયોનું મૂળભૂત પરિબળ જે પરિણામો પર આધારિત છે તે ફક્ત વ્યક્તિગત માટે જ નહીં, પરંતુ હાંસિયામાં ધકેલી દેનારા જૂથોના સંપૂર્ણ જૂથ માટે પરિણમે છે. વંચિત લોકોના નેતાઓ માટે સ્વાયત્તતાના ઇચ્છનીય પરિણામો હોઈ શકે છે, પરંતુ સામૂહિકતા માટે તેના અનિચ્છનીય પરિણામો પણ હોઈ શકે છે. સ્વાયત્તતાને જ્યારે ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણથી જોવામાં આવે છે, ત્યારે વ્યક્તિઓ તેમના સાધન મૂલ્યમાં વધારો કરવામાં મદદ કરી શકે છે, પરંતુ નિંદનિય કલંકિત જીવન જીવનારાઓના સમાન નૈતિક મૂલ્યમાં વધારો કરવાના કિસ્સામાં તે કૃપણ સાબિત થઈ શકે છે. સ્વાયત્તતાનો સિદ્ધાંત પોતાને વંચિતોના નેતાઓ ગણાવનારાઓ માટે ચાલતી ગાડીની સવારી ન હોવો જોઈએ. સ્વાયત્તતાનો દુરુપયોગ કરવાના પ્રયાસો આ નેતાઓને આગળ જતા ખોટી છાપ આપવા માટે પ્રોત્સાહિત કરી શકે છે કે તેઓ અન્ય રાજકીય ભાગીદારો સાથે જોડાણ વિના રાજકીય વિકલ્પ પ્રદાન કરવાની શ્રેષ્ઠ ક્ષમતા ધરાવે છે. સ્વાયત્તતા વાટાઘાટો માટે થોડી જગ્યા છોડી દે છે અને તે સ્વાયત્તતાને પ્રતિરોધક રાજકારણના વ્યવહારૂ વિકલ્પો પૂરા પાડવાના સામૂહિક પ્રયત્નોને કાયમી બંધ કરવા માટે ઉપયોગમાં લેવી જોઈએ નહીં. એ યાદ રહે કે બી.આર. આંબેડકરે સ્વાયત્તતાના સિદ્ધાંતનો ઉપયોગ ભારે સમજદારી અને સર્જનાત્મકતા સાથે કર્યો.

Back to Top