ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

કન્ઝર્વેટિવ સમયમાં સુધારાવાદી રાજનીતિ

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ભારતના સમકાલીન રાજકીય માહોલમાં, "સુધારાવાદી" તત્વોના રાજકારણનો બચાવ તેની પરિવર્તનશીલ સંભાવનામાં નહી પરંતુ, નૈતિક શક્તિ લોકોની મતદાનની શક્તિને જોડાવાની નિષ્ફળતામાં સમાયેલો છે. મતદાતાની નૈતિક શક્તિ ઉદાહરણ તરીકે, તેમની ખાસ કરીને કાયદેસરતાને નેવે મુકે અને માનવતાને શરમાવે તેવી તમામ પ્રકારની હિંસાને નકારી કાઢવાની તેમની ક્ષમતામાં રહેલી છે. સદાચાર નૈતિક શક્તિ સાથે જોડાયેલો છે જે આવી હિંસાને નકારી કાઢવામાં દર્શાવી શકાય છે. નિશ્ચિતરૂપે, મોબ લિંચિંગમાં આ બેવડા "ધોરણો" સમાયેલા છે. એક પ્રદેશમાં થતી હિંસા અને રાજ્યની વ્યક્તિગત અથવા સંસ્થાઓ દ્વારા થતી હિંસા, અન્ય પ્રદેશોના વ્યક્તિઓને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પ્રતિકૂળ અસર કરે છે. હિંસા અથવા એક સંદર્ભમાં સ્વતંત્રતાનું દમન, જો કે, તે અન્ય પ્રદેશોના લોકોને એટલું જ અસર કરે છે જેટલું તે તે વિસ્તારોમાં લોકોને નૈતિક ગભરાટમાં મૂકે છે. આ ચિંતા અને સંશયવાદની ભાવના લોકોને સ્વતંત્રતાની ખાતરી આપી છે કે કેમ તેના આધારે વિકાસ પામે છે. તેમને સંસ્થાના આગળનાં પગલાઓ શંકાસ્પદ લાગે છે, ઉદાહરણ તરીકે, હાલની સરકાર અને સુધારાવાદી તત્વો, સ્વતંત્રતાની સામાજિક જગ્યાને આગળ વધારવામાં અથવા તેને કાબૂમાં લેવાના સંદર્ભમાં જે ઉપયોગમાં લઈ શકે છે તેના વિશે. નૈતિક ગભરાટની સ્થિતિને દૂર કરવામાં સરકારી સંસ્થાઓની નિષ્ફળતા માત્ર વોટિંગના મર્યાદિત પાવરને સાબિત કરે છે. વોટિંગ પાવર એ સત્તાની યોગ્યતાની બાંયધરી આપતી નથી.

વોટિંગ પાવર એકલો પૂરતો નથી; હકીકતમાં, આવો પાવર સુધારાવાદી તત્વોને સહાય કરે છે. પ્રજાસત્તાક પરિસ્થિતિમાં, લોકોની શક્તિ નૈતિક શક્તિના બળ દ્વારા મર્યાદિત હોવી જોઈએ. તેથી, મતદારોમાં હિંસાને નકારી કાઢવાની ક્ષમતા ઉભી કરવામાં નૈતિક શક્તિએ નિર્ણાયક ભૂમિકા ભજવવી જરુરી છે. નૈતિક શક્તિ ન્યાયીપણાના આદર્શ માળખામાં વોટિંગ પાવરનું સ્થાન લે છે. મૂળભૂત સ્વતંત્રતા અને અહિંસા આ માળખાના બે મહત્વપૂર્ણ સંદર્ભ બિંદુ છે. ત્યારે કોઈએ એવો સવાલ ઉઠાવવો રહ્યો કે: લોકોના મતદાનના ચુકાદા પર નૈતિક શક્તિની કેટલી નિર્ણાયક અસર પડે છે? આ સવાલનો જવાબ, દુર્ભાગ્યે, તેમની વચ્ચે આચરવામાં હિંસાના કૃત્યો પ્રત્યે પ્રેક્ષકો બની રહેવા સાથે થાય છે એ કારણે આપી શકાય તેમ નથી. જો લોકો તેમની નૈતિક શક્તિનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જાય, તો જ્યારે રાજ્ય અથવા લોકો પોતપોતાની નૈતિક અને બંધારણીય મર્યાદાથી આગળ વધે અને હિંસાના માર્ગે સીધી અથવા આડકતરી રીતે આગળ વધે ત્યારે કોઈએ તેમાં દખલ કરવી પડશે. એ કબુલાત કરવી રહી કે ઓબ્જેક્ટિવ સત્યની શોધ માટે સુધારાવાદીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો, ઉદાહરણ તરીકે, સત્ય-શોધક કવાયતો સમજી શકાય તેવી છે.

રસપ્રદ વાત એ છે કે "સુધારાવાદી" તત્વોએ એવી પરિસ્થિતિમાં ઝંપલાવ્યુ છે, પરંતુ તેઓ લોકો સુધી પહોંચવાને બદલે વધુ પ્રયત્ન તો સરકારનો મુકાબલો કરવામાં કરે છે. તેમાંથી કેટલાક લોકો સાથે સંવાદ કરે છે. સુધારાવાદીઓને સતત હિંસાને નકારી કાઢવા માટે તેમની નૈતિક શક્તિનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જતા હોવાથી સતત પગલા ભરવાની ફરજ પાડે છે. સુધારાવાદીઓ આ મુદ્દાઓ સરકાર સમક્ષ ઉઠાવતા રહે છે અને બાદમાં તેમને તરત જ અવગણવામાં આવે છે. આખી પ્રક્રિયાની અસરકારકતા ઓછી કરવામાં આવી છે જે સુધારાવાદી અને સામાજિક રૂઢિચુસ્ત વિભાગો વચ્ચેની "મારુ-તારુ"ની રમત તરીકે જોઇ શકાય છે. ઉપરાંત, સુધારાવાદીની પ્રતિક્રિયાશીલ સ્થિતિમાં રૂઢિચુસ્તનું અસ્તિત્વ ગૌણ થઈ જાય છે, જે પછી તરત જ આ સુધારાવાદીને ફલાણા-વિરોધી અને ઢીંકણા-વિરોધી ગણાવી દે છે. મ

મહત્વની વાત એ છે કે નૈતિક તાકાતની સચ્ચાઈના મહત્વ પર ઇન્ટર-સબ્જેક્ટિવ એગ્રિમેન્ટ સ્થાપિત કરવો પડશે અને તેનો ઉપયોગ ભીડની હિંસાને નકારી કાઢવા માટે ઇમાનદારીથી કરવો પડશે. જોકે, સ્પષ્ટ છે કે સુધારાવાદી અને વિવિધ રૂઢિચુસ્તોની વચ્ચે એક મૂક સંમતિ છે. અત્યારે એ જાણીતું છે કે સમાજના નબળા વર્ગ સામે અહિંસા પર પરસ્પર સંમતિની, કે જાહેરમાં લિંચિંગનો અસ્વીકાર કરવાની જરૂરિયાતની પ્રક્રિયા પરસ્પર અસ્વિકારથી બદલાઈ ગઈ છે. હિંસાનો આ અસ્વીકાર તાત્કાલિક અને લગભગ રોજિંદા ધોરણે હોવી જોઈએ, અને મતદાનના સમયે મુલતવી રાખવો જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ તેને ખૂબ લાંબા સમય સુધી મુલતવી રાખે છે, તો રૂઢિચુસ્ત લોકોના તેના પરના કબજા માટે ઘણી જગ્યા છોડી દે છે. આવી જગ્યામાં અટકળો માટે ખુલ્લી રહે છે, આ સત્યને મૌન કરવા માટે, "વિચારપરની ચોકી" દ્વારા સત્યનું અવિરતપણે ટ્રોલિંગ કરવામાં આવે છે. ઇન્ટર-સબ્જેક્ટિવ એગ્રિમેન્ટ સુધી આવવા માટે, વાસ્તવિકતા ખરો હિસાબ આપવો જરૂરી છે. આવા આદર્શ હિસાબ, આવી હિંસક ક્રિયા જાહેર હિત માટે કોઈ ખાસ અહિંસક ક્રિયાના પરિણામોથી બને છે. વિશ્વના કોઈ પણ સમાજે ક્યારેય નિરંતર હિંસા દ્વારા શાસન કરવાનો પ્રયત્ન કતી રાજકીય શક્તિથી સામાજિક પ્રગતિ કરી નથી.

Back to Top