ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

પ્રેસ કોને જવાબદાર છે?

પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેના મેન્ડેટ અને ઓબ્જેક્ટિવની તપાસ કરવી જોઈએ.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

તાજેતરના ભૂતકાળમાં ભારતીય મીડિયાને લગતી બે ઘટના એ મહત્વને ઉજાગર કરે છે કે પ્રેસ ફક્ત તેના કાન જ સરવા ન રાખે, જમીન પરના લોકો સાથેનું નિકટનું જોડાણ પણ મહત્વનું છે. અંતતોગત્વા, તો તે લોકમત છે (મુખ્યત્વે ચૂંટણી દ્વારા વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ તેની અભિવ્યક્તિના અન્ય માધ્યમો પણ છે) અને તે લોકશાહી સરકારનો પાયો છે. મીડિયાને સત્તાધિશો અને સરકારના નિયંત્રણથી નિર્ણાયક અંતર જાળવવું જરૂરી છે જેથી મીડિયાનો અવાજ તેમના કોઈ અવરોધ વિના સંભળાય. પાછલા અઠવાડિયામાં, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં પોલીસે એક પત્રકાર વિરુદ્ધ ગુનાહિત ષડયંત્રનો કેસ દાખલ કર્યો જેમાં એ પત્રકારે એક પ્રાથમિક શાળામાં બાળકોને તેમના મધ્યાન ભોજન તરીકે મીઠું અને રોટલા પીરસવામાં આવતા બતાવ્યા હતા. એ પહેલા, નિવૃત્ત ન્યાયાધીશ, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (પીસીઆઈ)ના અધ્યક્ષ, જમ્મુ-કાશ્મીરમાં સંદેશાવ્યવહાર પરના નિયંત્રણોને લઈને કાશ્મીરના એક પત્રકારની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટના એક કેસમાં દખલ કરવા ગયા હતા.

બંને કિસ્સાઓમાં, વક્રોક્તિ સ્પષ્ટ અને દુખી કરે તેવી હતી. પહેલામાં, પત્રકારે ધ્યાનમાં આણેલી સમસ્યાના ઉકેલને બદલે સમસ્યા બહાર લાવનારને પાઠ ભણાવવાનું ધ્યાનમાં લેવાયું હતું. બીજામાં, મીડિયાની સ્વતંત્રતાને સમર્થન આપવા માટે રચાયેલી બોડી મીડિયાની જ સ્વતંત્રતાનું ગળુ ઘોંટવા જઈ રહેલા પક્ષમાં બોલવાનું કહેતી હતી. પીસીઆઈનું અસ્તિત્વ લોકશાહી સમાજમાં પ્રેસને મુક્ત અને જવાબદાર બનાવવાની જરૂરિયાતના વિચાર પર આધારિત છે. એમાં કોઈ શંકા નથી કે સ્વતંત્રતાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો જોઈએ. પરંતુ, અહીં એ સવાલ ઉભો થાય છે કે: આખરે પ્રેસ કોને જવાબદાર છે? તેનો સ્પષ્ટ જવાબ એ છે કે તે દેશના લોકોને જવાબદાર છે. એ નોંધવું રસપ્રદ છે કે પીસીઆઈની સ્થાપના માટેનું એક કારણ એ છે કે પ્રેસની સ્વતંત્રતા માટે "સરકાર દ્વારા અથવા સત્તાવાળાઓ દ્વારા નિયંત્રણ વિનાશક સાબિત થઈ શકે છે" અને તેથી જનસામાન્ય દ્વારા સહાયક વ્યવસાયના સાથીદારોએ યોગ્ય રીતે રચાયેલ, પ્રતિનિધિ અને નિષ્પક્ષ મશીનરી દ્વારા તેને નિયંત્રિત કરવા દેવું એ જ શ્રેષ્ઠ છે. દાયકાઓથી પીસીઆઈ "નહોર વગરનો" વાઘ હોવાની ટીકા કરવામાં આવી રહી છે, તેમ છતાં ઘણા કેસોમાં તેની ભૂમિકાની પ્રશંસનિય રહી છે. મીડિયા નિરીક્ષકોએ જણાવ્યું છે કે આ ઉદાહરણોમાં 1990ના દાયકાની શરૂઆતમાં પંજાબમાં જ્યારે ઉગ્રવાદનો ભારે પ્રભાવ હતો ત્યારે અખબારોને સતત ટેકો આપ્યો હતો. અયોધ્યા મંદિરના આંદોલન દરમિયાન પણ સાંપ્રદાયિક ધ્રુવીકરણ તરફ દોરી જાય તે પ્રકારે એક સમુદાયની તરફેણમાં પક્ષપાત સાથેના કવરેજ માટેના અખબારોને પાછા ખેંચવામાં આવ્યા હતા.

પીસીઆઈ અધ્યક્ષ રાષ્ટ્રિય હિત અને અખંડિતતાના આધારે હસ્તક્ષેપ માટે તેમની અરજીને ન્યાયી ઠેરવે છે. કાશ્મીર ટાઇમ્સના એક્ઝિક્યુટિવ એડિટર દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારે 5 ઓગસ્ટથી કાશ્મીરમાં લાદવામાં આવેલા સંદેશાવ્યવહાર અને પત્રકારોની ગતિશીલતા પરના પ્રતિબંધ હટાવવા નિર્દેશ આપવામાં આવે. આ પ્રતિબંધોથી "વર્ચુઅલ બ્લેકઆઉટ" થયો છે અને મીડિયાને અક્ષમ કરી દેવામાં આવ્યુ છે, અને લોકોને તેમને અસરકર્તા નિર્ણયને જાણવાના અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યુ છે, એમ અરજીમાં કહેવામાં આવ્યું છે. અને, અહી મૂળભૂત મુદ્દો એ છે કે, શું લોકોને પૂરી પાડવામાં આવતી માહિતીને આધારે રાષ્ટ્રીય હિત આધારિત ચોક્કસ મુદ્દા પર તેમના મનમાં અને મંતવ્યો બનાવવામાં મદદ નહી મળે? મતદારો નિર્ણયો પર પહોંચે એવી બીજી કઈ રીત છે? હવેથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કાશ્મીર ખીણમાં શું થઈ રહ્યું છે તેની જમીની હકીકતની માહિતી ભારતીય મીડિયા તરફથી મળી નથી.

અહીં એ પણ નોંધવું જોઇએ કે ભારતીય પ્રેસનો 1887ની સ્વાતંત્ર્યની લડાઈ પહેલાનો લાંબો અને ગૌરવપૂર્ણ ઇતિહાસ રહ્યો છે. તેનો માર્ગ પરિપુર્ણ છે, ખાસ કરીને 19મી સદીના અંતથી અને સ્વતંત્રતા ચળવળ દ્વારા, મહાન વીરતાના કાર્યો, જોખમ લેવાની અને સ્વાર્થરહિત પણા સાથેનો માર્ગ. તેમાં ઘણા પત્રકારો, સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાનીઓ પણ હતા, તેમણે બ્રિટિશ સરકારની નિર્દય શિક્ષાત્મક કાર્યવાહીની પરવા કર્યા વિના અંગ્રેજી સહિત, વિવિધ ભાષાઓમાં પ્રકાશનો લાવવામાં તેમની પાસે જે થોડી સામગ્રી હતી તેનો બખુબી ઉપયોગ કર્યો હતો.

એ ખુશીની વાત છે કે વિવિધ વ્યક્તિગત પત્રકારો અને મીડિયા સંગઠનોએ પીસીઆઈના અધ્યક્ષના પગલાની જાહેરમાં નિંદા કરી છે. મીડિયાએ એ પણ અહેવાલ આપ્યો છે કે કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી તે પહેલાં આ બોડીના અમુક સભ્યોની સલાહ લેવામાં આવી ન હતી. મીડિયાએ માંગણી કરવી જોઇએ કે ખુલાસો ફક્ત પત્રકાર સમુદાય સમક્ષ જ નહીં, પરંતુ જાહેર જનતા સમક્ષ પણ કરવામાં આવે.

મીડિયાને મુક્તપણે રિપોર્ટ કરવાની મંજૂરી આપવામાં આવે છે તેમાં બે મહત્વપૂર્ણ કાર્યો સમાયેલા છે. તે લોકોને શાસનના મુદ્દાઓ અંગે નિર્ણયની જાણ કરે છે અને ફરિયાદો અને સૂચનો પ્રસારિત કરવા માટે એક મંચ પૂરુ પાડે છે, ખાસ કરીને તેમના ઉપેક્ષિત કે વંચિતોના અવાજને. શું રાષ્ટ્રીય અખંડિતતાની સેવામાં આ નિર્ણાયક પરિબળો છે?

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top