ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

કોલસાની ખાણોમાં વિદેશી રોકાણ

વ્યવસાયિક કોલસાની ખાણોમાં 100% એફડીઆઈને મંજૂરી આપવામાં ભારોભાર ઉત્પાદન અને પર્યાવરણીય જોખમ ભરેલું છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

સરકાર દ્વારા નીતિ સુધારણા હવે કોલસાના વેચાણ અને કોલસાની ખાણકામ પ્રવૃત્તિઓ માટેના ઓટોમેટિક રુટ હેઠળ 100% વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ)ની મંજૂરી આપે છે, જેમાં કોલસા માઇન્સ (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, 2015ની જોગવાઈઓને આધિન સંકળાયેલ પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત, માઇન્સ અને મિનરલ્સ (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1957ની સુધારેલી જોગવાઈઓનો સમાવેશ થાય છે. પહેલાની પોલીસી હેઠળ, તેને ફક્ત પેપ્ટિવ વપરાશ માટે જ મંજૂરી આપવામાં હતી. ખાસ કરીને, વીજળી, સ્ટીલ અને સિમેન્ટ એકમો દ્વારા કેપ્ટિવ વપરાશ માટે કોલસા અને લિગ્નાઇટ માઇનિંગમાં ઓટોમેટિક રૂટ દ્વારા 100% એફડીઆઈની મંજૂરી આપવામાં આવી હતી. વળી, કોલસાના વોશરીઝ સ્થાપવા માટે ઓટોમેટિક રૂટ દ્વારા 100% એફડીઆઈને મંજૂરી આપવામાં આવી હતી. જો કે, કંપનીઓ ફક્ત એવા યુનિટને જ વોશ કરેલો કોલસો વેચશે જે ઓપન માર્કેટ માટે નહી પરંતુ પ્રોસેસિંગ માટે કાચો કોલસો પૂરો પાડે છે. બદલાયેલી પોલીસીના અમલમાં, આ રીતે, વિદેશી કંપનીઓને વેપારી હેતુઓ માટે ઓપન માર્કેટમાં અને “સહયોગી માળખા” માં કોલસા કાઢવાની મંજૂરી મળે છે જેમાં વોશરીઝ, ક્રશિંગ, કોલસાના હેન્ડલીંગ અને સેપરેશનનો સમાવેશ થાય છે.

કોલસાના ખાણકામ ઉદ્યોગનું સંચાલન કરતી નવી પોલીસીનો અમલ ઘણાં કારણોસર નોંધપાત્ર મહત્વ ધરાવે છે. પ્રથમ, ભારતમાં કોલસાના સૌથી મોટા ભંડારમાંનો એક છે, જેનો જથ્થો 286 અબજ ટન છે. કોલસાના ખાણકામનો ભારતનો ઉદ્યોગ વિશ્વનો ત્રીજા ક્રમનો સૌથી મોટો ઉદ્યોગ છે જે પ્રાથમિક ઉર્જાનો સૌથી મોટો વ્યાપારી સ્રોત પૂરો પાડે છે. એક મહત્વપૂર્ણ કાચા માલ તરીકે કોલસો, મુખ્યત્વે પાવર પ્લાન્ટ, અને ખનીજ અને સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે. આમ, સામાન્ય રીતે અર્થતંત્રના વિકાસમાં આ ઉદ્યોગ મુખ્ય ભૂમિકા ભજવે છે.

બીજું, ભારત તેની વધતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે કોલસાની આયાત કરી રહ્યું છે, કારણ કે કોલ ઈન્ડિયા લિમિટેડ (સીઆઈએલ) દ્વારા ઘરેલું ઉત્પાદન કોલસાની માંગને પહોંચી વળવા અને તેના ઉત્પાદન લક્ષ્યોને પૂરા કરવામાં અસમર્થ રહ્યું છે. કોલસાના અપુરતા પુરવઠાને કારણે, પાવર પ્લાન્ટ તેમની સ્થાપિત ક્ષમતાની નીચે કાર્ય કરે છે, જેથી માંગને પહોંચી વળવા આયાતની જરૂર પડે છે. વળી, કોલસાની આયાત પણ સ્થાનિક કોલસાના ભાવ કરતા વધુ કિંમતે કરવામાં આવી છે. 2018–19 માં ભારતે 23.5 કરોડ ટન કોલસાની આયાત કરી હતી. દરિયાકાંઠે નથી તેવા થર્મલ પ્લાન્ટ માટે 12.5 કરોડ ટન કોલસાની આયાત કરવા પાછળ લગભગ 8 અબજ ડોલર ખર્ચ કર્યો છે. બદલામાં વધતી આયાત અને ઉંચા ભાવોએ વર્તમાન એકાઉન્ટ ડેફિસિટ પર વિપરીત અસર કરી છે. ઉદાર નીતિના અમલીકરણથી વિદેશી કોલસાની ખાણકામ કંપનીઓનો પ્રવેશ શક્ય બનશે, તેવામાં તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સ્થાનિક ઉત્પાદનમાં વૃદ્ધિ થશે. ભારતમાં નવી અને અસરકારક સંશોધન તકનીકીઓ અને કોલસા માઇનિંગ માટેની પદ્ધતિઓ, ખાસ કરીને ગ્લોબલ માઇનર્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ભૂગર્ભ ખાણકામ માટેની હાઇ-એન્ડ ટેકનોલોજી આવશે એવું પણ માનવામાં આવે છે, જે ખર્ચને ઘટાડવામાં પણ મદદ કરશે.

ત્રીજું, આ નીતિથી જેના પર અત્યાર સુધી સરકારી કંપની સીઆઈએલની ઈજારાશાહી રહી છે તેવા આ ઉદ્યોગમાં સ્પર્ધાના દરવાજા ખુલશે. માત્ર સીઆઈએલ જ દેશમાં કોલસાની ખાણકામ કરી વેચી શકે છે. હવે પછી, સીઆઈએલની સાથે, કેપ્ટિવ માઇન્સવાળી ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓને ખુલ્લા બજારમાં 25% કોલસોનું ખાણકામ અને વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 70.96% સરકારી હિસ્સેદારી સાથે કોલ-ઇન્ડિયાએ ભારતમાં 2018-19માં 83 83% જેટલા કોલસોનું ઉત્પાદન કર્યુ હતું, જેમાંથી 81% કોલસો એકલો પાવર ક્ષેત્રની જરૂરિયાતોને પૂરી કરવા માટે ફાળવાયો છે. સ્પર્ધાત્મક બની રહેવા માટે, ઓછી ઉત્પાદકતાની સમસ્યાઓથી ઘેરાયેલી સીઆઈએલને તેના વધતા ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો કરવાની ફરજ પડશે.

ચોથું, નવી કોલસાની ખાણકામ નીતિ જેમ કે કોલસા બ્લોક્સની હરાજી અને ફાળવણી, પર્યાવરણ અને વન વિભાગની મંજૂરી, જમીનની ફાળવણી, વગેરે સંબંધિત નીતિઓની અમલવારીને પણ આગળ ધપાવશે. કારણ કે એકલા બદલાયેલા એફડીઆઈ ધોરણો નીતિના ઇચ્છિત ઉદ્દેશ્યોને પૂરા કરી શકતા નથી. ઉત્પાદનમાં જોખમો ટાળવા માટે નિયમો અને મંજૂરીઓ અંગેની અનિશ્ચિતતા ઘટાડવા માટે નવી કંપનીઓના પ્રવેશને સમયમર્યાદામાં મંજૂરી પ્રક્રિયાઓને ઝડપી કરવી જરૂરી બને છે. કારણ કે વિદેશી લોકો સામાન્ય રીતે એવા ક્ષેત્રોને ટાળે છે જેમાં નિયમનકારી જોખમો વધારે હોય છે, ખાસ કરીને કુદરતી સંસાધનોને લઈને. આમાં વિદેશી કંપનીઓના પ્રવેશને અટકાવી શકતા જમીન સંપાદન અને અન્ય મંજુરીઓના જોખમોનો સમાવેશ થાય છે.

ઉત્પાદનના જોખમોને કારણે કેપ્ટિવ કોલસાની ખાણોમાં ખાનગી રોકાણો ઓછા છે. ઉદ્યોગમાં પ્રવેશનારાઓને નવી કોલસાની ખાણો શોધવી અને વિકસિત કરવી પડશે. આનાથી વાણિજ્યિક કામગીરી શરૂ થતાં પહેલાંની જરૂરિયાતો ઉભી થશે જેને મોટા ભારે નાણાકીય ખર્ચની પણ જરૂર પડે છે. વધુમાં, બિડિંગ અને પર્યાવરણીય મંજૂરીઓ, અપૂરતી માળખાકીય સુવિધાઓ અને જમીનની ઉપલબ્ધતા સંબંધિત મુદ્દાઓ નવી કંપનીઓ દ્વારા ખાણકામમાં 100% એફડીઆઈ સામે ઉભા થશે. નફાકારિતા સામેના અવરોધો પણ નવા પ્રવેશકારો અને રોકાણોને નિરાશ કરી શકે છે.

જો કે, કુદરતી સંસાધનોના ટકાઉ વિકાસના દ્રષ્ટિકોણથી પર્યાવરણ અને ઇકોલોજીમાં અસંતુલન ઉભું થવાનું જોખમ છે જે આડેધડ ખાણકામને કારણે થશે. અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વન નિવાસીઓ (વન અધિકારની માન્યતા) અધિનિયમ, 2006, અને અન્ય કાનુનો વન સંસાધનો પર સમુદાયના અધિકારો પૂરા પાડે છે. જેનું વિદેશી રોકાણો માટે સ્પર્ધા કરતા રાજ્યો દ્વારા ઉલ્લંઘન કરવામાં આવશે, તે વધુ વિસ્થાપિતો ઉભા કરશે અને આદિવાસી અને સ્વદેશી સમુદાયોની આજીવિકાને પ્રતિકૂળ અસર કરશે? શું વિદેશી રોકાણોનો ધંધો “રેસ ટુ ધ બોટમ” તરફ દોરી જશે? આવી આશંકાઓ દૂર કરવા અને ટકાઉ વિકાસના મોટા ઉદ્દેશને આગળ વધારવા માટે, ખાણકામના નિયમો અને સલામતીને સખત રીતે લાદવાની જરૂર છે જેથી તેઓ ખાણકામ કરનારા કામદારો માટે પર્યાવરણીય કાયદાઓ અને નિયમો તેમજ આરોગ્ય અને સલામતીના ધોરણોનું પાલન કરે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top