ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

રાજનીતિ વિશેના વિચારોમાં ખામીઓ

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી સરકાર કેન્દ્રમાં સત્તાની ખુરશી પર નિરાંતે બેઠી છે અને દેશની રાજકીય અને જાહેર જીવનની સંવેદનશીલ બાબતો પર નિર્ણય લઈ રહી છે. સૌથી અગત્યની વાત તો એ છે કે કેન્દ્ર સરકારને નિર્ણાયક અને નક્કર વિરોધનો સામનો કરવો ન પડતો હોવાથી આવા નિર્ણયો લેવાનું સરળ લાગે છે. ચૂંટણીની રાજનીતિ પર મીડિયામાં કરેલી ટિપ્પણીઓની મર્યાદા એ હકીકત દર્શાવે છે કે ચૂંટણી પછી સરકાર છીછરી અને મામકા-પાંડવાની રીતે કામ કરે છે. સરકારની મર્યાદા પરિવર્તનશીલ નહી પણ ક્ષણિક બની રહેવામાં છે. આમ અત્યારે ભારતમાં સમકાલીન રાજકારણ વિશે વિચારતા ઉંડી સમસ્યાઓ દેખાય છે.

ચૂંટણી પછીના ઉપક્રમોમાં સૌથી ચિંતાજનક સ્થિતિ એ દેખાય છે કે વિચારણાત્મક વિચારસરણી પર ગણતરીબાજ વિચારસરણીનું ગૌરવ ગાન થઈ રહ્યુ છે. રસપ્રદ બાબત એ પણ છે કે સત્તાધારી પક્ષ તેમજ વિપક્ષ બંનેની ગણતરીબાજ વિચારસરણી ઝળકે છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન શાસક પક્ષ નિર્ણયો લેવામાં વધુ પડતી ગણતરીબાજ બની રહી છે તેમાં કોઈ શંકા નથી. આ પ્રકારની ગણતરીબાજ વિચારધારામાં શાસક પક્ષના સભ્યો “જનસામાન્ય”નો પ્રથમ ઉપયોગ કાચી સામગ્રી તરીકે કરતા હોય છે જેનો હેતુ ચૂંટણીના હેતુઓ સાધવાનો હોય છે અને પછીથી તેને થોકબંધ રાજકીય અને સામાજીક ભ્રમણાઓમાં ફસાવી રાખવાનો હોય છે. જેમણે તેમના શાસનને શાશ્વત બનાવવાની ઘેલસા જાગી છે તેઓ સામાન્ય રીતે રાજકીય વિચારધારાને બદલે ગણતરીબાજ વિચારધારાને આધારે કામ કરે છે.

જોકે, રાજકારણની વિપક્ષની કલ્પના પણ ગણતરીબાજ વિચારધારાથી મુક્ત નથી. કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને પણ ગણતરીબાજ ગણાવી શકાય, કારણ કે તે એક જ મુદ્દા પર તેની આખી વિચારધારાનો ભાર મુકી દે છે અને તે મુદ્દો એ છે કે પક્ષના પ્રમુખ કોણ હશે. એવી અપેક્ષા રાખવી અસ્થાને નથી કે રાજકીય પક્ષે સામાન્ય માનવીની દ્રષ્ટિએ તેની પોતાની સ્થિતિનું આકલન કરવું જોઈએ. ખાસ કરીને કેટલાક લોકો કોંગ્રેસ પાર્ટી આંતરિક બાબતોમાં વધારે સમય બગાડવાના સંદર્ભમાં “વિલંબિત ખ્યાલ”ની ચિંતા કરે છે. વિલમ્બિત ખ્યાલનું મહત્વ છે, કારણ કે તે માત્ર વ્યવહારિક નહીં પરંતુ અમુક સૈદ્ધાંતિક પગલા પર આધારિત છે. એ સારૂ છે કે શાસક પક્ષથી વિપરીત, વિપક્ષ આંતરિક મુદ્દાઓ પર વિચારવા સમય લે છે. તે લોકશાહી માટે સારું છે, પરંતુ શાબ્દિક અને વ્યવહારિક દ્રષ્ટિએ વધુ વિલંબ રાજકીય અવ્યવસ્થાને આમંત્રે છે. આ બાબત લોકશાહીવાંછુઓને તેમના પક્ષના શાસનને કાયમ બનાવવાની એક જ ઇચ્છા ધરાવતા રાજકીય નેતાઓના વોટ્સએપ પ્રચાર માટે સંવેદનશીલ બનાવી શકે છે. આપણે મૂળભૂત પ્રશ્ન એ કરવો રહ્યો કે આપણે રાજકીય પક્ષો અથવા નેતાઓની જરૂર શી છે?

અંતતોગત્વા, પ્રતિનિધિક લોકશાહીઓમાં રાજકીય પહેલ બધા લોકો સાથે નહી પરંતુ અમુક લોકોની સાથે રહે છે. અસ્થાયી અર્થમાં કહીએ તો, દરેક જણ શાસન કરી શકતા નથી, પરંતુ તેની શાસકને કહેવાની ફરજ છે કે લોકશાહીમાં રાજકીય સત્તા વારસારૂપે મળતી નથી, પરંતુ લોકશાહીમાં પાર્ટી અથવા નેતાઓના કલ્યાણકારી રાજકીય વારસાને આગળ ધપાવવો જરૂરી છે. જો કે, આવા શાસકો "જનસામાન્ય" પર શાસન કરવા માટેના દાવાને ઈજારો બનાવી દેવાની વેતરણ શરૂ કરે છે. લાંબો સમય સુધી રાજકીય સત્તા પર નિયંત્રણ રાખવા માટેની મહત્ત્વાકાંક્ષાઓ એવી પરિસ્થિતિઓમાં સર્જાય છે કે જેમાં જનસામાન્ય શાસક પક્ષને ટીકાત્મક પ્રતિક્રિયા આપવાને બદલે તેને આધિન થઈ જાય. સવાલ એ છે કે શું લોકોની પાસે પ્રતિસાદ આપવાની કોઈ ભારે ક્ષમતા છે.

ઉંડાણપૂર્વક અને સમજદારીપૂર્વક વિચારવાની ક્ષમતાને જ્ઞાનના અજવાળા તળે તપાસવી પડશે. જરા જુદા શબ્દોમાં કહીએ તો, રાજકારણમાં વિચારણાત્મક વિચારસરણી બ્રેકિંગ ન્યૂઝની ગતિ અને સનસનાટી ધીમી હોય છે, અને આવા વિચારધારાના આ શોર્ટસર્કિટથી, “જનસામાન્ય” તરફથી વિચારશીલ પ્રતિસાદની સંભાવના અવરોધાય છે. સોશિયલ મીડિયાના જુદા જુદા સાધનોની ગતિમાં જાતને ખોઈ નાખવાની ઇચ્છા નેતાઓને ઉમદા હેતુઓ દ્વારા સદગુણ કે નૈતિક બળનો ઉપયોગ કરીને નહીં, પરંતુ તેમની નિર્વિવાદ વિચારધારાના બળે "જનસામાન્ય" પર તેમનું રાજકીય નિયંત્રણ મજબુત બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તે સાચું છે કે વ વોટ્સએપ જેવા વિભિન્ન ઉપકરણો વ્યક્તિને માહિતી અને કદાચ જ્ઞાનના દરિયામાં ડુબકી મરાવે છે. જો કે, આવા ઉપકરણ કંઈ જાતે જ વ્યક્તિને આ દરિયાની ગહેરાઈમાં લઈ જઈ શકતા નથી. આ સમુદ્રની ઉંડાઈને પામવી એ તો વ્યક્તિની નૈતિક ફરજ છે કારણ કે કોઈ જટિલ સમસ્યા માટે કોઈ સરળ ઉકેલો હોતા નથી. આવા ઉપકરણો બેધારી તલવારનું કામ કરે છે, તે કાંતો વ્યક્તિ સક્ષમ કરે છે અને બંધનકર્તા બનાવે છે. તે બનાવટી અને પ્રમાણિત બંનેની લહેર ચૂંટણીના સમયે અને અસરકારક રીતે ફરીથી વિચારણાત્મક વિચારધારા દ્વારા પ્રશ્નોની ઉંડાઈ સુધી પહોંચવાની મહેચ્છાને ગ્રસી શકે છે. વ્યંગાત્મક રીતે કહીએ તો, "વ્હોટ્સએપના મોજા" રાજકારણની દિશા નક્કી કરે છે, પછી ભલેને તે અસ્થાયી રૂપે હોય પરંતુ જ્યાં સુધી વિચારવાની ક્ષમતા ધરાવતા લોકોનું સંખ્યાબળ છે ત્યાં સુધી આ મોજા જ્ઞાનના સમુદ્ર ઉપર પ્રભુત્વ મેળવી શકતા નથી.

Tags: 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top