ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ફેડરલિઝમનું મૂલ્ય

કાશ્મીરમાં કલમ 37૦ રદ કરવા પાછળની ધારણાઓ ભાષણો પર આધારિત છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

જમ્મુ-કાશ્મીર (જે એન્ડ કે)ના વિશેષ દરજ્જાને નાબૂદ કરતા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરતા કેન્દ્ર સરકારનાં ઓચિંતાના પગલાના વખાણ અને વિરોધ બંને થઈ રહ્યા છે. સભ્ય સમાજના સભ્યો, બૌદ્ધિકો અને વિપક્ષોના રાજકીય આગેવાનો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓનું અહી પુનરાવર્તન કરવાની જરૂરિયાત જણાતી નથી. વિપક્ષના દૃષ્ટિકોણથી કાશ્મીરના મુદ્દા સુધી પહોંચવાનો અર્થ એ છે કે બંધારણીય ધોરણો અને લોકશાહીના ધારાધોરણનું ઉલ્લંઘન કરીને તેના પર ભાષણને સ્થાપિત કરવું અને જમ્મુ અને કાશ્મિરના વિશેષ દરજ્જાને દૂર કરવાના નિર્ણયને ન્યાયી ઠેરવવા માટે કાલ્પનિક ભાષાને અધિકૃત ભાષા ઠેરવવી.

કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારના પગલાને ન્યાયી ઠેરવવા માટેના દાવાઓમાં કંઈ અજુગતું નથી. આ દાવાઓ જણાવે છે કે કાશ્મીરનું એકીકરણ એ પ્રદેશના વિકાસ અને લોકોના કલ્યાણનાં હિતમાં છે. જરા જુદા શબ્દોમાં કહીએ તો, આર્ટિકલ 37૦ અને તેની સાથે સંકળાયેલ જોગવાઈઓ, આર્ટિકલ 35 A ને આ ધ્યેયને પ્રાપ્ત કરવામાં મુખ્ય અવરોધ તરીકે માનવામાં આવે છે. ભારત સાથે "કાશ્મીર" એકીકૃત કરવાના આકરા પગલાને કેન્દ્ર સરકાર અને તેના સમર્થકો દ્વારા જોવામાં આવ્યું છે, અને તેમને હવે રાજકીય ક્ષેત્રે કેન્દ્રમાં અને રાજ્યોમાં એક મજબૂત સરકારની આવશ્યક સ્થિતિ તરીકે જોવાઈ રહી છે.

 એકીકરણ અને મજબૂત રાષ્ટ્રનું મુખ્ય કથનની ભાષાકીય અભિવ્યક્તિનો અભિગમ અસરકારક છે. આ અભિગમમાં સંકલન, રાષ્ટ્ર અને રાજ્યનો વિકાસ અને ખીણના લોકોના કલ્યાણના ભાષણો શામેલ છે. આ વલણ, કેન્દ્ર સરકાર દ્વારા વહેતું કરવામાં આવ્યું હતું અને રાજકીય પક્ષો દ્વારા આ વલણ હચમચી ઉઠેલી લોકશાહી ચેતનાની વાસ્તવિકતાને બદલે ભાષણો પર આધારિત શેર કર્યું હતું. વિકાસલક્ષી રાષ્ટ્રવાદના મોડેલ સાથેના ભૂતકાળના અનુભવનું તથ્ય આ વલણને સંપૂર્ણ સમર્થન આપતું નથી. આ પ્રાદેશિક તનાવમાં સ્પષ્ટ છે કે જે ભારતીય સંઘીયતાના બંધારણવાળા રાજ્યોની અંદર અને બહાર બંનેમાં અસ્તિત્વ ધરાવે છે. આપણે એ સમજવાની જરૂર છે કે સંઘીયતાનું નિર્માણ કરનારા રાજ્યોનું મૂલ્ય આ પ્રદેશોમાં વસેલા લોકોની વેદના અને વ્યગ્રતા પર નહીં, પણ સુમેળ અને સુલેહ-શાંતિ પર વધારે આધારિત છે.

સત્તાનું કેન્દ્રિયકરણ કલ્યાણને વધારનારૂ નથી. જો આમ હોત, તો ભારત ગ્રામીણથી શહેરી ભારતમાં સ્થાળાંતરણના વધતું જતું વલણ જોવા ન મળત; એ શહેરી ભારતમાં લોકોને જીવનની ગુણવત્તાની બાંયધરી આપવાની ક્ષમતા નથી. સ્થળાંતરણ, જે સંતુલિત અને ન્યાયપૂર્ણ પ્રાદેશિક વિકાસની ઉપેક્ષાનું પરિણામ છે અને તે ઉદાહરણ તરીકે, ઉત્તરાખંડમાં ઘણા મોટા ગામડાઓમાં જોવા મળે છે, તેનાથી ઘણી મોટી સંસ્કૃતિક ખોટ ઉભી થઈ છે. આ ગામો હવે કોઈ માનવ વસવાટ વિનાના “ભૂતિયા ગામો” બની ગયા છે. આમ ભૌતિક પ્રદેશનું મૂલ્ય, તે માનવ અને ઇકોલોજીકલ સર્જનને કેટલો સારી રીતે ટેકો આપે છે તેના પર નિર્ભર છે.

જ્યારે કેન્દ્ર સરકાર દરજ્જો નાબુદ કરીને તકોના દ્વાર ખોલવાનો દાવો કરે છે, ત્યારે તે આ હકીકતથી અજાણ હોવાનું જણાય છે કે શહેરી વિસ્તારોના સમાન વિતરણ પર તેમનું કોઈ નિયંત્રણ નથી, જે આર્થિક વ્યવહાર માટે દેશભર માટે મુક્ત છે. આવા વ્યવહારમાં અંતર્ગત તર્ક હોય છે જેમાં સામાન્ય વ્યક્તિની અધિકૃત ઔચિત્યમાં સૂચવેલા વિકાસના ફળ સુધી પહોંચવાની પૂર્વધારણા સમાયેલી છે. શહેરી વિકાસ સાથેનો અનુભવ સૂચવે છે કે, તેમાં માત્ર અતિ સમૃદ્ધ શહેરી વર્ગને જ પ્રવેશ મળે છે અને તેમણે શહેરી વિસ્તારો ઉપર ઘેરાબંધી કરી છે અને તેમને આધુનિક અગ્રહારામાં ફેરવી દીધા છે, અતિ સમૃદ્ધ દ્વિજોનો વિસ્તાર કે જેમાં નીચી જાતિના લોકોની ક્ષમતા હોવા છતા પણ તેમને પ્રવેશ મળતો નથી. અધિકૃત અવાજોમાં ખાસ કરીને ખીણનો અન્યાય સામેનો અવાજ દબાઈ જાય છે. તેમને જેની જરૂર હતી તે ફક્ત નૈતિક લઘુત્તમ હતી. તેમની અપેક્ષા હતી કે કેન્દ્ર સરકાર ઓછામાં ઓછું તેમને જણાવી શકે કે તેમના ભાવિ વિશે શું આર્ટિકલ 37૦ સંદર્ભમાં શું નક્કી કરવામાં આવ્યું છે.

આવા અતિક્રમણ થકી અને સત્તાના એકત્રીકરણ દ્વારા વર્તમાન સરકાર કેન્દ્રિત શક્તિનું પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે એકદમ અધીરી બની છે. આવી ચાલના પરિણામોનું અનુમાન કરી શકાય છે. નિયંત્રણ માટેની તીવ્ર ઇચ્છા તદ્દન પ્રપંચી અને ક્યારેક પ્રતિકૂળ હોઈ શકે છે. અહી તે સ્પષ્ટ રીતે પ્રપંચી છે કારણ કે એકલા કાશ્મીર પર ઘર્ષણના કેન્દ્રીયકરણ દ્વારા સત્તાને કેન્દ્રિત કરવાની ઇચ્છા સરકારની કૃષિ, રોજગાર અને શહેરી વ્યવસ્થા જેવા અન્ય ક્ષેત્રની અવગણના બતાવે છે. ફેડરલિઝમ સત્તાને વહેંચીને અને રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવવાની ભલામણ નથી કરતું. પરંતું, વર્તમાન કેન્દ્ર સરકાર કેન્દ્રીયકરણ દ્વારા ઘર્ષણો દુર કરવાનો પ્રયાસ કરે છે. વિકેન્દ્રિત ઘર્ષણની ઉપેક્ષા એ તેને સંલગ્ન પક્ષો દ્વારા તેના ઉદ્દેશ્યને આધારે તેમના વિસ્ફોટ તરફ દોરી શકે છે. પારસ્પરિક સંઘીયતા આ ઘર્ષણો ઉપર એકસરખુ ધ્યાન આપવા માટે કેન્દ્ર સરકારને હિમાયત કરે છે. એ જ રીતે, માનવીય વિકાસથી પ્રભાવિત ફેડરલિઝમમાં સમાનતાવાદી મૂલ્ય શામેલ છે, જેને ભૌતિક સ્થળોએ નાગરિકને સભ્ય બનાવવા માટે રીતે પ્રેરિત કરવાની જરૂર છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top