ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

‘બીજી વિચારધારા’ અને કલમ 37૦નો વિચાર

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

નિર્ણય લેવામાં પૂર્વગ્રહો ઘણીવાર પ્રથમ વિચારના સ્તરે ઉદ્ભવે છે, જે વધુ તર્કસંગત વિચાર કર્યા વિના સાહજિક રીતે ઉદ્દભવે છે. કાશ્મીરમાં કલમ 37૦ રદ કરવાના સંબંધમાં, જનતા દળ (યુનાઇટેડ) (જેડી[યુ]) જેવા નાના પક્ષોએ બીજા વિચાર પર કેન્દ્ર સરકારના નિર્ણયને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. એ નોંધવું પણ રસપ્રદ છે કે કોંગ્રેસ પક્ષના કેટલાક સભ્યોએ પણ બીજા વિચાર તરીકે સરકારના નિર્ણયમાં ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જેવા નાના પક્ષો કે જે કેન્દ્ર સરકારના રાજકીય વિરોધીઓ હોવાનો દાવો કરે છે, તેમણે પણ બીજા વિચાર પર કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાના નિર્ણય પર સરકારને સમર્થન આપ્યું છે.

નિર્ણયના આ નવા ટેકેદારો, તેમના પોતાના જ્ઞાનાત્મક હક મુજબ, કાશ્મીર માટે વિશેષ દરજ્જાના પક્ષમાં હતા તેવા તેમના પ્રથમ ક્રમના વિચારોમાં ખામીને દૂર કરવાની ક્ષમતા દર્શાવી હોય તેવું લાગે છે. આ નવા સમર્થકોએ સ્વ-શંસય અને ત્યારબાદના સ્વ-સુધારણા તરફ વલણ બતાવ્યુ હોઈ શકે છે, અને તેથી બીજા વિચારની જરૂર પડી છે. પછી આવા સમર્થકોને કલમ 37૦ પરના તેમના પુનર્વિચારિત વલણને સાચુ લાગી શકે છે. આ બધા નવા સમર્થકોમાં જે સામાન્ય છે તે આ પ્રમાણે છે: તેમના પ્રથમ ક્રમના વિચારમાં જેડી[યુ] અને કોંગ્રેસ પક્ષના કેટલાક સભ્યોનો કાશ્મીર સમસ્યા માટે વિશેષ દરજ્જાને ટેકો આપવાના નિર્ણય હતો, જે એક ભૂલ જણાતા બીજા વિચારમાં તેને સુધારવાની જરૂર છે. પ્રતિબિંબિત સમર્થન એ શરત પર આધારિત છે કે બીજા ક્રમના વિચારમાં રાજકીય ચુકાદો સમાયેલો છે. અહીં જે સવાલ ઉભા થઈ શકે છે તે એ છે કે, આર્ટિકલ 37૦ના નિર્ણાયક ભાગો છોડવાના નિર્ણય પર કોઈ પ્રકાશ પાડશે? સ્વ-સુધારણાની કવાયત તરીકે લેવામાં આવેલા આવા નિર્ણયની નૈતિક શક્તિ શું છે?

બીજા વિચાર પર, આપણે આ નવા ટેકેદારોના નિર્ણયની પણ આકારણી કરવાની જરૂર છે. એવી અપેક્ષા હતી કે આ પક્ષકારોએ સરકારને એ હકીકતથી ચેતવણી આપવી જોઈતી હતી કે કે તેના નિર્ણયથી વધુ ખરાબ થવાની સંભાવના છે અને સંભવત,, ફક્ત પ્રવાસીઓ અને અમરનાથ યાત્રાળુઓ માટે જ નહીં, પણ ખીણમાં વસતી સમગ્ર વસ્તી માટે લાંબા ગાળાના ખરાબ પરિણામો આવી શકે છે. આ પક્ષો પાસે કેન્દ્ર સરકારના નિર્ણયને ટેકો આપવા માટે તેમના પોતાના કારણો હોઈ શકે છે. જો કે, સામાન્ય રીતે નિર્ણયના સમર્થકો પાસે ઘણા મોટા માનવતાવાદી અને વૈશ્વિક સ્તરે રક્ષણાત્મક ભૂમિકા હશે જે નૈતિક રીતે તેમને તેના નિર્ણયના પરિણામો વિશે સરકારની સાથે ઉભા રહેવા દબાણ કરે છે. આવા સાર્વત્રિક આધારોને પર, એવી અપેક્ષા રાખી શકાય કે પક્ષો અને સભ્યો તેમના રાજકીય વ્યવહારમાં નૈતિક સુસંગત વલણ અપનાવશે અને જાળવી રાખશે. કહેવાનો મતલબ એ છે કે ભૌતિક સલામતી એ સર્વોચ્ચ ચિંતા હોવી જોઈએ કે જેને લઈને સરકારે આર્ટિકલ 370 રદ કરવા જેવા સંવેદનશીલ નિર્ણય લેતા પહેલા વિચારવું જોઇએ.

આપણે વ્યવહારિક રાજકારણના એક નવા તબક્કામાં પ્રવેશ કર્યો હોય તેવું લાગે છે જ્યાં પક્ષો માથે મોટી જવાબદારી તેમના વિચારોને ધ્યેયોથી ચૂકેલા વંચિત સમાજ તરફે રાખવાની છે. નક્કર રીતે કહીએ તો, આવા પક્ષો તેમના રાજકીય નિર્ણયો પર સતત દેખરેખ રાખવામાં નિષ્ફળ જાય છે, અને આમ કરીને તેમની લોકશાહી આકાંક્ષાઓને બંધારણીય રક્ષણની ખાતરી કરવામાં નિષ્ફળ જાય છે. સમકાલીન રાજકારણમાં, કમનસીબે આવા નાના પક્ષો ઘણી મોટી અનિશ્ચિતતા દર્શાવે છે કે જે દેશના દરેક ખૂણે રહેલા સમાજની તરફેણમાં ચુકાદાઓને લાવતી તેમની ક્ષમતાને નુકશાન પહોંચાડે છે.

લોકશાહીથી વંચિત રહેવાનો સામનો કરી રહેલા સમાજ જૂથોનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરનારી આ પાર્ટીઓ, એ સમજવામાં નિષ્ફળ જાય છે કે હાંસિયામાં ધકેલાયેલા વર્ગની આકાંક્ષાઓ કોઈ પણ વિચારણા કર્યા વિના નિર્ણયો લેવાના “ડહાપણ”ને આધિન શાસકીય ચૂકાદામાં સમાયેલી હોતી નથી. બીજા સારા વિચારમાં, આવા પક્ષો એ સમજવામાં નિષ્ફળ જાય છે કે એક મજબૂત સરકાર કે જેનો સીધો અથવા પરોક્ષ ભાગ વંચિતોના અવાજને હાંસિયામાં ધકેલીને તેની શક્તિ ખેંચે છે. બીજો સારા નહી તો ઠાવકો સમજદાર વિચાર મજબૂત સરકાર અને આધીન પક્ષો અને રાજકારણીઓ વચ્ચેની તાર્કિક કડીની જાગૃતિ માટેનો છે.

સારો બીજો વિચાર, જે રાજકીય નિર્ણયની સમજદારીભરી દેખરેખ સાથે આગળ વધે છે, તે ખરેખર તે હદ સુધી સક્ષમ છે કે જે બંધારણમાં લોકશાહી સિદ્ધાંતો અનુસાર દેશને શાસન કરવા સરકારને જવાબદાર બનાવવા પક્ષકારો અને લોકપ્રતિનિધિઓને મદદ કરે છે. પરંતુ, સારા બીજા વિચારને પ્રથમ ક્રમના વિચારના સતત પડકારનો સામનો કરવો પડે છે, જે વૈચારિક સ્પષ્ટતાને લઈને "અસ્પષ્ટ" હોવાને કારણે, ખરાબ રાજકીય નિર્ણયમાં સતત ફેરફાર સૂચવવા ઇચ્છતા સારા બીજા વિચારને સ્થાન આપતું નથી. આ પ્રક્રિયા સમાજશાસ્ત્રની સ્થિતિમાં સતત સુધારણા માટે નિર્ણાયક છે, આમ લોકશાહી બંધારણ દ્વારા શાસનની બાંયધરી આપવામાં આવે છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top