ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ઝીરો બજેટ ફાર્મિંગનું મૃગજળ

ઝીરો બજેટ ફાર્મિંગ" સરકારના ગેરવહીવટને છુપાવવા માટેની નવી કલ્પના છે?

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

મરાઠી કૃષિવિદ્દ પદ્મશ્રી સુભાષ પાલેકરની ઝીરો બજેટ (નેચરલ) ફાર્મિંગ (ઝેડબીએફ)ની પરિકલ્પના 2016માં લોકોની નજરમાં આવી હતી. દેશની કૃષિ વ્યાપાર પ્રણાલીની નબળાઈના સંદર્ભમાં, ઘણા લોકો માને છે કે ઝીરો બજેટ ફાર્મિંગની આ કુદરતી કૃષિ પદ્ધતિની પરિકલ્પનાને સફળતા મળશે. તેમાં સૌ પહેલી વાત, બજારૂ બીયારણ, ખાતરો અને રસાયણોના ઉપયોગને દૂર કરીને, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. બીજું – પહેલા પરિબળના વ્યાપક પરિણામ રૂપે, ખેડુતોની લોન પરની નિર્ભરતા ઘટાડીને તેમને દેવામાં ડૂબતા બચાવી શકાય છે. જો કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારનું કૃષિને સંકટમાંથી બહાર લાવવા ઝીરો બજેટ ફાર્મિંગને પ્રોત્સાહન પાછળના આ કારણો હોય તો તેનો 2018 – 19નો ઇકોનોમિક સર્વે અને બજેટ 2019 અંગે સરકારની વધુ પડતી ટીકા માફીને પાત્ર છે. પરંતુ, વરવી વાસ્તવિકતાઓથી મોઢુ ફેરવીને એ પાર પાડી શકાશે?

અહેવાલ મુજબ, પાલેકરનો ઝીરો બજેટ ફાર્મીંગનો પ્રયોગને 2016માં તેમનું સન્માન કરવામાં આવ્યું ત્યાં સુધીમાં લગભગ એક દાયકો થઈ ગયો હતો. તેમ છતાં, મુખ્યત્વે એવોર્ડના સમયગાળા દરમિયાન પ્રકાશિત અને જાહેર કરવામાં આવેલા કેટલાક મીડિયા અહેવાલો અને કેસ સ્ટડી અને પાલેકરે પોતે લખેલા પુસ્તકોમાં ટાંકવામાં આવેલી ઝીરો બજેટ ફાર્મીંગ ટેકનિક સિવાય ખેતીના મોડેલની કોઈ સ્વતંત્ર આર્થિક મૂલ્યાંકન ઉપલબ્ધ નથી. 81 દેશોના 182 ખેડૂત સંગઠનોની સંસ્થા લા વિયા કેમ્પેસિના(એલવીસી) દ્વારા હાથ ધરાયેલા 2016ના અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે પાલેકરના સહયોગ દ્વારા કર્ણાટકમાં ઝીરો બજેટ ફાર્મીંગ કરનારા મોટાભાગના ખેડૂતો "મધ્યમ ખેડૂત" હતા. આ મોડેલમાં વિસ્તાર અને ટકાઉપણાના પાસાની સાથે સર્વસમાવેશકતાનો મુદ્દો પણ વિવાદાસ્પદ રહેશે. આ અહેવાલમાં ઝીરો બજેટ ફાર્મીંગના ઉત્પાદનની માર્કેટીબિલીટીની પણ મોટી મર્યાદા ગણાવી છે, ત્યારે કેટલાક તાજેતરના મીડિયા રિપોર્ટ્સમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં ઝીરો બજેટ ફાર્મીંગ પદ્ધતિઓનો ઉપયોગ કરનારા ખેડુતો આવક મર્યાદાના કારણે પરંપરાગત ખેતી પદ્ધતિમાં પાછા ફર્યા છે.

ખેડુતો માટે ઝેડબીએફની અસર સાથે, ખાસ કરીને નાના ખેતધારકો સાવ અંધારામાં હોઈ, કેન્દ્ર સરકાર દ્વારા 2020 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવાની વ્યૂહરચના તરીકે ઝેડબીએફને રજૂ કરવાના વલણને કેવી રીતે સમજવું? એલવીસીના ઉપરોક્ત કેસના અભ્યાસ દ્વારા જો, ઝેડબીએફના મુખ્ય લાભાર્થી "મધ્યમ ખેડૂતો" હોય, તો પછી આ વલણને રાજકીય તકવાદ ગણાવવો અયોગ્ય નહી ગણાય. ઐતિહાસિક દ્રષ્ટિએ, મધ્યમ ખેડૂતો રાજકીય દબાણ ઉભુ કરતા ગ્રૂપ તરીકે આ દેશમાં, ખાસ કરીને ઉત્તરના હિંદી પટ્ટામાં રાજકીય પક્ષોના ચૂંટણી ભાવિને નિર્ધારિત કરવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવી રહ્યુ છે. સાથોસાથ, આ દબાણની રાજનીતિમાં નાના અને સીમાંત ખેડુતો તેમજ ખેતમજૂરોનો સમાવેશ ન કરવાથી આ દેશમાં કોઈ જલદ ખેડૂત આંદોલન થતા અટકી ગયા છે. આવી સ્થિતિમાં, સરકારની નીતિઓ ઘણીવાર માત્ર ખેડૂત વર્ગ માટે "પરિવર્તનકારી" નહી બનતા માત્ર "નિષ્ક્રિય" બનીને રહી જાય છે.

યાદ કરો કે ઝેડબીએફ (અને તેના સૂત્રધાર પાલેકર)ને પ્રથમ માન્યતા, ડિસેમ્બર 2015માં જમીન અધિગ્રહણ, પુનર્વસવાટ અને પુનર્સ્થાપનમાં વાજબી વળતર અને પારદર્શિતાના અધિકારના અધિનિયમ, 2013માંથી ફરજિયાત "સંમતિ" કલમ અને સામાજિક અસરના મૂલ્યાંકનને દૂર કરવા માટેના વટહુકમની ફરીથી લાગુ કરવા સામે ઉભા થયેલા રાજકીય આંદોલનને પગલે મળી હતી. અનિશ્ચિતતામાં લટકેલા જમીનની "માલિકી" ના મુદ્દા સાથે, ખેતી પદ્ધતિ અંગેની કોઈપણ ભલામણ ખેડૂત માટે શું ફરક લાવી શકે? તદુપરાંત, ઝેડબીએફનો અર્થ ખેડૂતો માટે શૂન્ય ઉત્પાદન ખર્ચ એવો નથી. તેનો અર્થ એવો થાય છે કે ઉત્પાદન ખર્ચને "આંતર પાક" ની આવક દ્વારા સરભર કરી આપવામાં આવશે, જેનાથી ખેતી શૂન્ય-બજેટની પ્રવૃત્તિની નજીક થશે. હાલમાં મોનોકલ્ચર(લઘુત્તમ ટેકાના ભાવ વાંચવું)ને પ્રોત્સાહિત કરે છે તેવા માળખામાં પ્રોત્સાહક પરિવર્તન કર્યા વગર આંતર-પાક માટેની ખેતી પદ્ધતિને આગળ ધકેલવી એ સ્વ-ઘોષિત “ખેડૂત-મિત્ર”સરકારની રાજકીય ઇચ્છાને પ્રગટ કરે છે.

ઝેડબીએફ દ્વારા “મૂળ તરફ પાછા ફરવા”ની કલ્પના સામાન્ય લોકોમાં રાષ્ટ્રવાદી ભાવનાઓને ઉત્તેજીત કરવામાં રસ ધરાવતી સરકારનું હાથવગું હથિયાર છે અને તેને સરકારની સ્થિતિસ્થાપક કૃષિ પ્રણાલીના સંતુલિત વિકાસ માટેની જવાબદારી પર આકરા સવાલો પૂછવાથી ધ્યાન હટાવી શકાય છે. દેશ. આ પરિકલ્પના તળે દાટવામાં આવેલા ગેરવર્તનના વધુ વિસ્ફોટક મુદ્દાઓ તરફ નિરીક્ષક ધ્યાન દોરશે. દાખલા તરીકે, જો "મૂળ તરફ પાછા જવું" એટલે ઓછા ખર્ચે ખેતી પદ્ધતિ વિકસિત કરવી એમ થતુ હોય તો પછી ઝેડબીએફનાં અગ્રણી આંધ્રપ્રદેશે કેમ ક્લાઇમેટ રેસિલિયન્ટ ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ પ્રોગ્રામ માટે રૂ. 17,000 કરોડ જેટલું ભંડોળ એકઠું કરવું પડે? આ જંગી રોકાણ - વૈશ્વિક, નાણાકીય અને કૃષિ વ્યવસાયિક નિગમો અને ક્લાયમેટ બોન્ડ મેળવવામાં આવશે જે પોલીસી અને પ્રેકટિસ વચ્ચેનો સ્પષ્ટ વિરોધાભાસ તરફ ધ્યાન દોરે છે. વધુ નિરાશાજનક બાબત એ છે કે, તે એવી આશંકા જન્માવે છે કે ઝેડબીએફ નિયો-લિબરલ રાજ્યના હાથમાં તેના કોર્પોરેટ લાભકર્તાઓને ફાયદો અપાવવા અને અગ્રતા ક્ષેત્રો પર તેના ખર્ચમાં કઠોરતા દાખવવાના બેવડા હેતુ માટે એક નવું સાધન છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top