ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

લોક-મુખ અનામત

ગરીબ સવર્ણોને 10% અનામતે સામાજિક ન્યાયના સિદ્ધાંતના નૈતિક બંધારણને ફગાવ્યુ છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

આર્થિક રીતે નબળા વર્ગો (ઇડબ્લ્યુએસ)ના સવર્ણોને રોજગાર અને શિક્ષણમાં 10% અનામત આપવાનો કાયદો સંસદના બંને ગૃહોમાં પસાર કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની આ ઝડપી ગતિવિધિ આગામી 2019ની લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં છે, તેથી મોટાભાગના પક્ષોને તેનો વિરોધ કરવામાં અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. તેમ છતાં, સંસદમાં કાયદો રજૂ કરવામાં આવ્યો ત્યારે કેટલાકે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે એ મુદ્દે વિરોધ કર્યો કે કેન્દ્ર સરકારે કાયદો મંજુરી માટે સંસદમાં મુક્યો તે પહેલાં ચર્ચા માટે પૂરતો સમય આપ્યો ન હતો. તેવી જ રીતે, શૈક્ષણિક અને આર્થિક પછાત માટેના માપદંડોની પૂર્તિ કરવા માટે સરકારે અપનાવેલી પ્રક્રિયા વિશે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિમેલા યોગ્ય કમિશનના દસ્તાવેજીકરણ વિના સરકારે 10% નો આંકડો કેવી રીતે નક્કી કર્યો? જો કે આ સમસ્યાઓ સાથે કાયદો સર્વોચ્ચ અદાલતમાંથી મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. આ સમયે આવા કાયદામાંથી 10% અનામતના સંભવિત લાભો પર કેટલાક પ્રતિભાવ વાજબી છે.

જો અદાલત કાયદાને મંજુરી આપે અને તે સરકાર દ્વારા લાગુ કરવામાં આવે તો તે સવર્ણોને ઉપયોગી થશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. ભૂતકાળમાં કેટલાક કિસ્સાઓમાં, એસસી, એસટી અનામત હેઠળ વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ના નકલી પ્રમાણપત્રોનો ઉપયોગ થતો હોવાનો મુદ્દો ઉછળ્યો હતો. આ કાયદામાં એસસી/એસટી સર્ટિફિકેટ્સ ખરીદવા માટે સવર્ણોની એસસી/એસટી પરિવારમાં જવાની લાલચ નહી રહે એવી ધારણા છે. આ પ્રકારનો કાયદો તેમને આવા ભ્રામક આત્મ-ચરિત્રને વળગી રહેવામાં મદદ કરશે. વિચિત્રતા એ છે કે 10% અનામત આ સવર્ણોને તેમની અધિકૃત જાતિ ઓળખને વળગી રહેવામાં મદદ કરી શકે છે. આ રીતે, હવે તેમને નકલી જાતિ પ્રમાણપત્ર ધારકો તરીકે જાહેર થવાને કારણે કાયદાની અદાલતોમાં અપમાનનો સામનો કરવાનું નહી રહે. 10% અનામતને કારણે સવર્ણોમાં એસસી, એસટી, અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) ઉપર ફરી આધિપત્ય વધારવાની અપેક્ષા વધારી શકે છે.

છેવટે, અને સૌથી અગત્યનું, વ્યાપક માન્યતા પ્રમાણે 10% અનામત સવર્ણોને રાષ્ટ્રીય વિઘટન અને સ્થાઈ જાતિવાદ માટે જવાબદાર અનામતથી દુર રાખવાનો લોપ કરશે. અનામતની ટીકા કરવાના યથાસંભવ દરેક પ્રયાસો સવર્ણો દ્વારા નિયમિત રીતે કરવામાં આવતા હતા, હવે તે આત્મદોષષિત નૈતિક ઘાવ તરીકે રહેશે.

આવી અનામતથી આંચકો એ લાગે છે કે આપણે સવર્ણો અથવા ઉચ્ચ જાતિના કાયદા સાથે સંકળાયેલી ઘણી મોટી સમસ્યાની અવગણના કરીશું. એસસીના લાભ માટે કલ્પવામાં આવેલી અનામતની નીતિના પ્રમાણભૂત ધોરણથી 10% અનામત જુદી પડે છે. હવે એમ કહેવાનો કોઈ અર્થ નથી કે આ કાયદાના સંભવિત લાભાર્થીઓ માટે 10% અનામતનો આધાર આર્થિક ધોરણે છે, જેમાં અનુસુચિત જાતિ માટે અનામત પુરી પાડવા માટેના કાયદાના મૂળ આધાર અસ્પૃશ્યતાની આભડછેટનો અનુભવ થવો જરૂરી નથી. તેઓએ આ અનામત એટ્રોસિટી કે સામાજિક બહિષ્કાર જેવી લાદવામાં આવેલી મર્યાદાને કારણે સાંસ્કૃતિક હિંસા જેવી સમસ્યાઓનો સામનો કર્યા વિના મેળવી છે. આ સવર્ણોને ગરીબીની મર્યાદા નડે છે ત્યારે અનામતની જરૂરિયાત નક્કી કરવા માટે એકમાત્ર ધોરણ તરીકે ભૌતિક ગરીબીને લેવી એ જેના પર એસસી માટે અનામત આધારિત હતી તે મૂળ માપદંડને ઢીલા કરશે. અસ્પૃશ્યતા અને લાદવામાં આવતી સામાજિક મર્યાદાને અનુસૂચિત જાતિઓ માટે અનામત ક્વોટાના ન્યાયીકરણ માટે મહત્વપૂર્ણ માપદંડ ગણવામાં આવે છે. અસ્પૃશ્યતાને બંધારણીય રીતે નાબૂદ કર્યા પછી પણ એસસી માટે અનામતનો બચાવ કરવામાં આવ્યો હતો, કારણ કે જમીની સ્તરે અસ્પૃશ્યતા ઘણા સ્વરૂપે હયાત છે.

એ નોંધવું પણ અતિ જરૂરી છે કે એસસી માટે અનામત બેઠકો અથવા નિર્ધારિત ક્વોટાને જાતિ પૂર્વગ્રહના વિનાશક પ્રભાવ માટે જરૂરી ગણવામાં આવતું હતું, જે ઘણી વખત આ બધા જોગવાઈઓના અમલીકરણને અટકાવવા અને સ્થગિત કરવાનું કામ કરે છે. જાતિના પૂર્વગ્રહ સાથે સંકળાયેલા કોઈપણ ખોટાં નાટકને નકારી કાઢવો અને એસસી/એસટીએસને ક્વોટામાંથી ખરેખર ફાયદો થાય તેવા પરિણામને મેળવવા જરૂરી ઈમાનદારી જાળવી રાખવી એ નિર્ધારિત ક્વોટાની જોગવાઈનો મુખ્ય ઉદ્દેશ હતો. આ કારણથી જ જાતિ પૂર્વગ્રહને પહોંચી વળવા હકારાત્મક કાર્યવાહીને અપર્યાપ્ત ગણવામાં આવે છે. આપણે જાણીએ છીએ તેમ હકારાત્મક કાર્યવાહી માત્ર સમાન તક પૂરી પાડે છે અને તેનું પરિણામ સમાનતા નથી. બંધારણ નિર્ધારિત ક્વોટાને અપનાવીને માટે હકારાત્મક કાર્યવાહીથી આગળ ગયું હતું.

આ વ્યાપક સંદર્ભમાં, ઉપર જણાવ્યા મુજબ કઈ ધોરણસરની મજબુરી છે જેને જેણે વર્તમાન સરકારને 10% અનામત રજૂ કરવા તરફ દોરી તેના પર પ્રશ્ન કરવો જરૂરી છે. આ સરકારનો એવો કયો પૂર્વગ્રહ છે કે તેને ફરજિયાતપણે અમલમાં મૂકવા માટે દોરી જાય છે? ચોક્કસપણે સવર્ણ અનામતને લાવવાની પ્રેરણા જાતિ આધારિત પૂર્વગ્રહ આપે તેવું નથી.

અસ્પૃશ્યતા અથવા અન્યાયનું તત્વ અસ્પૃશ્યતાના પ્રથાના મૂળમાં સમાયેલું છે, જ્યારે શુદ્ધ આર્થિક પછાતપણું સવર્ણને નોકરી પૂરી પાડવા માટે સિસ્ટમની અક્ષમતામાં સમાયેલું છે. તકોની અછત અસ્પૃશ્યતાને કારણે નથી, પરંતુ રાજ્ય અને બજારની લાયક અને જરૂરિયાતમંદ લોકો માટે પૂરતી નોકરી પૂરી પાડવા માટેની અક્ષમતાના કારણે છે. બંધારણની ઘણી જોગવાઈઓ અને કલમો એસસીને તેમની ભારે પછાતતાના આધારે અનામત માટે પસંદગી કરે છે, જેમ સવર્ણોને અનામતના કેસ છે તેમ પસંદગીની પછાતતાના આધારે નહીં.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top