ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

કાંઠાઓનું ધોવાણ

સીઆરઝેડ, 2018 એ પર્યાવરણ અને માછીમારોની આજીવિકાના ભોગે લાભોને અગ્રતા આપે છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ (એમઓઇએફસીસી) વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ), 2018 નોટિફિકેશને પર્યાવરણલક્ષી સંવેદનશીલ વિસ્તારો(ઇએસએ)માં વિકાસ પ્રવૃત્તિઓના વિસ્તરણને મંજૂરી આપવા માટે તેની કાયદાકીય રીતે બાધ્ય એવી કેટલીક કડક જોગવાઈને રદ કરી દીધી છે. નવી નીતિની મુખ્ય લાક્ષણિકતાઓમાં વસ્તીની ઘનતા અનુસાર સીઆરઝેડની મર્યાદાઓ અને નો-ડેવલપમેન્ટ ઝોન (એનડીઝેડ) વિસ્તાર અને કોસ્ટલ ઝોન એરિયાના વર્ગીકરણને મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે. સંરક્ષણ અને જાહેર ઉપયોગિતાઓ માટે "વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ" સ્થાપવા માટે, સીઆરઝેડ -1 ક્લાસિફિકેશન હેઠળ આવતા મોટા ભાગના પર્યાવરણીય રીતે રીતે નિર્ણાયક વિસ્તારોને પણ બાકાત રાખવામાં આવ્યાં નથી. આ છતાં, નવા સીઆરઝેડ નિયમ માછીમારોના સંદર્ભે પર્યાવરણીય ન્યાય અને વિતરક ન્યાયના પરિપ્રેક્ષ્યથી શું સૂચવે છે?

નાજૂક તટવર્તી વિસ્તારોમાં વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓની મોટા પાયે ઘૂસણખોરીને સરળ બનાવતી નવી સીઆરઝેડ નીતિ હાલના માનવીય-પર્યાવરણીય સંતુલનને ખોરવશે. આનાથી દરિયાઇ જીવસૃષ્ટિ વધુ અધોગતિ તરફ જશે અને સંસાધન-આધારીત વસતીની આજીવિકા, ખાસ કરીને દરિયાકાંઠે રહેતી માછીમારોની આજીવિકા અવરોધાશે. આ ત્યારે બની રહ્યુ છે કે જ્યારે દરિયાકાંઠો ધોવાઈ રહ્યો છે અને ઉષ્ણતામાન પરિવર્તનને લીધે વધતા દરિયાઈ સ્તર દ્વારા વિશ્વભરના નીચાણવાળા વિસ્તારોની વસતીને માથે જોખમ ઉભુ થયું છે. એમાં ભારતના પશ્ચિમ તટ પર અને તેના પૂર્વીય તટ પર આવેલા નદીના તટ પ્રદેશો સૌથી પ્રભાવિત હોવાનું માનવામાં આવે છે. તો પછી નવા નોટિફિકેશન કોના લાભાર્થે બહાર પાડવામાં આવ્યા છે?

અસરકારક રીતે, આ નીતિ કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી સાગરમાલા પ્રોજેક્ટના અમલીકરણનો હેતુ સારશે - જેમાં 8.5 અબજ રૂપિયાના ખર્ચે વ્યાપારી સાહસોની શ્રેણી સમાયેલી છે – આ પ્રોજેક્ટ ભારતના સમગ્ર દરિયાકિનારે ફેલાયેલો છે અને સાથે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રીઅલ એસ્ટેટ અને પ્રવાસનના વિકાસને પ્રોત્સાહન આપે છે. તેમજ દરિયા કિનારે સસ્તા આવાસને લાગુ પાડે છે. નીતિનો ઉપયોગિતાવાદી અભિગમ સ્પષ્ટ રીતે વેપારના હિતોની તરફેણ કરે છે, જ્યારે દરિયાઇ ઇકોલોજી, સંરક્ષણ અને સમુદ્રને માત્ર સંસાધન તરીકે નહી જોતા અને દરિયાકિનારાના સદીઓ જૂના સંરક્ષક માછીમારોની જરૂરિયાતોને નજરઅંદાજ કરે છે. આથી, માછીમારોની ચિંતાઓ ઘણીવાર અન્ય રસ ધરાવતા જૂથોની કે જે તટવર્તી સંસાધનો અને સાધનોના ઉપયોગ અને વ્યાપારીકરણની હિમાયત કરતા જૂથો સાથે વિરોધાભાસમાં જોવા મળે છે.

મુંબઈ અને ચેન્નઈ જેવા દરિયાકિનારાના શહેરોમાં વધતુ જતું શહેરીકરણ, જમીનના ઉપયોગની પેટર્નમાં પરિવર્તન, દરિયા કિનારે અતિક્રમણ, તટવર્તી રસ્તાઓનું બાંધાકામ અને પ્રદૂષણથી નીચાણવાળા વિસ્તારો, જળસ્ત્રોતો અને સમુદ્રને પારાવાર નુકસાન થયું છે. આવા પરિણામો સાથેના અભ્યાસોએ દર્શાવ્યું છે કે આ પ્રક્રિયાઓની અસરથી સમય જતાં માછલીઓના જથ્થામાં ઘટાડો થયો છે, જેણે ખાસ કરીને નાના માછીમારોના જીવનધોરણ પર પ્રતિકૂળ અસર પાડી છે. જેના પરિણામે તેમની સમાજમાં સમાવિષ્ટ અસમાનતાઓમાં પણ વધારો થયો છે.

જોકે, માછીમારોના પરંપરાગત અને રૂઢીગત અધિકારોને ઓળખવામાં નિષ્ફળ જતા, નવી સીઆરઝેડ નીતિનો અમલ તટવર્તી સાધનોના ઉપયોગ વિશે માછીમારોના પરંપરાગત ધોરણોના ઉલ્લંઘનને કાયદેસર કરશે. આનાથી સંસાધનના ઉપયોગને લઈને સંઘર્ષ વધુ તીવ્ર બનશે, આખરે દરિયાકિનારાના માછીમારોને મોટા પાયે પલાયન તરફ દોરી જશે, ખાસ કરીને માછીમારોના અધિકારો અને તટવર્તી અધિકારોનું રક્ષણ કરવાના કાયદાઓની ગેરહાજરીમાં આમ થશે. વિકાસના દબાણને લઈને સ્થાનાંતરિત અને મોટા પાયે આજીવિકાના કારણે વેરવિખેર થયેલાનો અવાજ દબાયેલો રહેશે. તાજેતરના ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સ-શિપમેન્ટ ટર્મિનલ્સ અને દરિયાકિનારાના બંદરો જેવા મોટા વિકાસ પ્રોજેક્ટ્સની સ્થાપનાથી પણ દરિયાઇ જીવન પર પ્રતિકૂળ અસર પડી છે અને તેમના યોગ્ય પુનર્વસન અને અમલીકરણ નીતિના અભાવને લઈને હજારો તટવવર્તી રહેવાસીઓ વિસ્થાપિત થયા છે. આમ, માછીમારોના ક્ષેમકુશળના ભોગે અન્ય રસ ધરાવતા જૂથોના બિઝનેસ એજન્ડાને પ્રોત્સાહન આપતા પહેલેથી જ સમાજમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયને વધુ નુકસાન પહોંચાડશે.

અગાઉના પ્રસંગોએ પણ દેશે  માછીમારોના સંગઠનોની માગ ઉપર ધ્યાન આપ્યુ નથી, કેમ કે દરિયાકિનારે મોટા ભાગે હાલના સીઆરઝેડ નિયમો અમલમાં મૂકવા કે લાગુ કરવામાં કે તેની તપાસ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે, કોસ્ટલ ઝોનના સંચાલનમાં ફેરફારની નવી રેખાઓએ ખાનગી નફાખોરીના અનુસંધાને રાજકીય પ્રક્રિયા જાહેર કરી છે, જેમાં માછીમારો કે નેશનલ ફિશવર્કર્સ ફોરમ જેવા તેમના સંગઠનો સાથે યોગ્ય સંવાદમાં જોડાયા વિના સોસિયોઇકોલોજિકલ ચિંતાઓને અવગણવામાં આવી છે. આમ, કોર્પોરેટ મૂડી દ્વારા સંચાલિત નીતિ નિર્ધારણનું રાજકારણ, સંસાધન આધારિત લોકોની આજીવિકા અને સંરક્ષણ તેમજ તટીય ઇકોસિસ્ટમના ટકાઉપણુંને લગતા પ્રશ્નોને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. લાંબા ગાળે, આની સમાજે ભારે કિંમત ચૂકવવી પડશે અને ગાડી પાટા ઉપરથી ઉતરી પડતા વિકાસ માટે પણ નુકસાનકારક સાબિત થશે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top