ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

પક્ષપલટાનું ગણિત

પક્ષપલટો વ્યક્તિગત હિતોને સાચવી શકે છે, પરંતુ તે લોકશાહીની ચેતનાને હણે છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર)ના 15 ધારાસભ્યોના રાજીનામાએ ગઠબંધન સરકાર માટે રાજકીય કટોકટી ઊભી કરી છે. એવો મોટાપાયે આક્ષેપ થઈ રહ્યો છે કે આ કાંડ પાછળ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)નો હાથ છે કારણ કે તેને ગઠબંધન સરકારને પાડીને રાજ્યમાં સત્તાના સૂત્રો હાથમાં લેવા છે. જો કે, તાજેતરની રાજકીય ગતિવિધીઓના સંદર્ભમાં જોવા મળ્યું છે કે, કર્ણાટકની કટોકટી એ લોકશાહી સામેની નૈતિક આપદાનું લક્ષણ છે.

કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકાર ફરી સત્તારૂઢ થઈ ત્યારથી, સત્તાને એકીકૃત કરવા અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ભાજપનો ઉત્સાહ બેવડાયો છે. રાજ્યોમાં તેમજ રાજ્યસભાના સભ્યોમાં પક્ષપલટામાં તે પોતાની ઇજનેરી વિદ્યા અજમાવી રહ્યો છે તે સ્પષ્ટ દેખાય છે. બહુમતિ બનાવવાના પ્રયાસોમાં, શાસક પક્ષ જનાધારને નબળો પાડી રહ્યો છે. કોઈ એવી દલીલ કરી શકે છે કે આ તે કંઈ નવી ઘટના નથી, અને એકલો ભાજપને આવી પ્રથાઓમાં સંડોવાયેલો બતાવી તેને ટાર્ગેટ કરી શકાય તેમ નથી. જો કે અત્યારે તો આવા પક્ષપલટાથી રાજ્યસભામાં સરળ બહુમતી પ્રાપ્ત કરવાના લક્ષ્યમાં સીધી અથવા પરોક્ષ રીતે સત્તારૂઢ પક્ષને મદદ મળશે, વિરોધના કોઈપણ "અવરોધ" વગર પોતાનું ધાર્યુ કરવા માટે આગળ વધવા. ઊંડેઉંડે આ ગતિવિધીમાં વિપક્ષ-મુકત રાજકારણનું મોટું ધ્યેય સમાયેલું છે. સત્તાના વિવિધ હથકંડા દ્વારા વિપક્ષી સભ્યોને તાબે કરીને આખરે પક્ષપલટા માટે દબાણ કરવાની તકનીતિ શાસક પક્ષ દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે, અહી પ્રશ્ન એ ઉદ્દભવે છે કે વિરોધ પક્ષો કેમ આ પ્રયાસોનો પ્રતિકાર કરી શક્યા નથી અને તૂટી ગયાં છે? શા માટે સત્તાધારી પક્ષના ટીકાકારો લોકોને કેમ આકર્ષી શકતા નથી?

વિચારધારા અથવા સિદ્ધાંતોની ઐસીતૈસી કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આરામથી કે ત્વરાપૂર્વક છાવણી બદલી રહ્યા છે. સત્તા હસ્તગત કરીને પૈસા કમાવવાનો તેમનો સ્વકેન્દ્રી તર્ક અને કમાણી કરેલ નાણાં દ્વારા સત્તા પ્રાપ્ત કરવી એ ચૂંટણી રાજકારણની મુખ્ય ધારા બની ગઈ છે. મુખ્ય વિપક્ષો એ પણ આ ધારાપ્રવાહ સર્જવામાં ફાળો આપ્યો છે. તેમને માત્ર તેમના પોતાના સ્વાર્થની જ પડી છે, પછી ભલેને તેમના અસ્તત્વ માથે ખતરો તોળાતો હોય. કારણ કે તેઓ રાજકીય પક્ષોના ઓછા અને વધુ તો પોતાના હિતની રખેવાળી કરતા બની ગયા છે. આવા કિસ્સામાં, ભાજપ જેવા પક્ષ માટે એક ચોક્કસ વિચારધારાત્મક એજન્ડા સાથે આગળ વધવું બંધારણીય લોકશાહી માટે ઘાતક છે અને આમ કરીને વિરોધ પક્ષના સભ્યોને ભ્રષ્ટ કરવાનું કે આખા પક્ષોને ગળી જવાનું વધુ સરળ બન્યુ છે. તેમની સત્તાના નૈકટ્ય સિવાય રાજકારણ કરવાની અક્ષમતા વાસ્તવિક વિપક્ષની રાજકીય પ્રવૃત્તિનો અભાવ બતાવે છે.

આવા ક્ષમતા અને વિશ્વસનીયતાના અભાવથી પોતાના લોકમતના ખરીદફરોક્ત વિશે લોકોને ઉદાસીન બનાવ્યા છે. જ્યારે જનતા ચોક્ક્સ રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરતી પાર્ટીને મત આપે છે અને તે સાંસદ કે ધારાસભ્ય બનીને સામેના વિરોધી પક્ષ સાથે જોડાઈ જાય છે ત્યારે લોકોએ આવા પક્ષપલટાને પાઠ ભણાવવાની જરૂર છે. કર્ણાટકમાં ચૂંટાયાના માત્ર એક વર્ષની અંદર રાજીનામું આપવાને જાહેર ફરજના મોટા અપરાધ તરીકે જોવું જોઈએ. આદર્શ રીતે, પ્રતિનિધિઓ પર લોકશાહી દબાણ રચવા માટે ઓછામાં ઓછા તેમના મતવિસ્તારના સ્તરે ભારે વિરોધ અથવા પ્રદર્શનત્મક પગલાં લેવાવા જોઈએ. જો કે, આવી ક્રિયાઓ સાર્વજનિક રૂપે દેખાતી નથી. હકીકતમાં, ફરીથી ચૂંટાઈ જતા આવા ખામીવાળા પ્રતિનિધિઓના ઘણા ઉદાહરણો છે. આમાં મતદારોમાં જાહેર મતભેદોનો શા માટે અભાવ છે?

એક તરફ, ઉપર ચર્ચા કરાયેલા મુદ્દાને લઈને વિપક્ષ લોકોને ગતિશીલ બનાવવા માટે સક્ષમ નથી. બીજી તરફ, ખાસ કરીને છેલ્લાં પાંચ વર્ષોમાં, માસ મીડિયા અને ટીકાકારોએ આવા હથિયારોને "ચાણક્ય-નીતિ," માસ્ટર સ્ટ્રોક, રાજકીય ઇચ્છાશક્તિ, વગેરે નામો આપીને કાયદેસર બનાવવાના સખત પ્રયાસ થયા છે. આ બધા છતાં, લોકોના ગુસ્સોની સ્વયંસ્ફુરિત અભિવ્યક્તિ શા માટે નથી દેખાતી? મતદાનના કાર્યની વિરુદ્ધમાં મતદારો કેમ ચૂપચાપ છે, મતદારો લોકશાહીની સંસ્કૃતિને મજબૂત કરવા માટે નૈતિક રીતે આગળ કેમ નથી આવતા? મતદારો એવું કેમ નથી જોતા કે આવા પક્ષપલટા આ નૈતિક તાકાતને ઘટાડે છે કે અર્થહીન બનાવે છે?

 વ્યાપક મુદ્દા પરનું આ પ્રકારનું મૌન નાગરિકોની રાજકીય સક્રિયતાને તેમના મતને નક્કી કરવાના કાર્યને મર્યાદિત કરે છે. ઉપર જણાવ્યા પ્રમાણે, પક્ષોના રાજકીય હિતોના વધતા સાધનકરણથી મતદારોનું બિનરાજકીયકરણ થઈ રહ્યુ છે. મતદારો સાધનરૂપ રાજકારણના તર્કને તપાસે છે? આ પ્રશ્ન એ સંદર્ભમાં માન્ય બને છે જ્યાં "લોકોના" પ્રતિનિધિઓ લોકશાહીની જવાબદારી વગર કોઈપણ શાસક પક્ષ ઉપર ઢળી જાય છે. મતદારો પ્રત્યેની જવાબદેહીનો આ અભાવ આખરે વિરોધ વગર સત્તાધારી પક્ષને તેમનો ચોક્ક્સ એજન્ડાને અમલમાં મૂકવામાં સહાય કરે છે. એટલે લોકોના લોકશાહી પ્રત્યેના અંતરાત્માને ઢંઢોળવા અને વિપક્ષોને વાસ્તવિક વિપક્ષી રાજકારણ કરવાની ફરજ પાડવી એ આજનો પડકાર છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top