ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

જાહેર સંસ્થાઓનું ગૌરવ

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

રાજકીય ક્ષેત્રે "ઇન્સલ્ટ" જેવા શબ્દોનો પનારો ન પડે તેવું ભાગ્યે જ બને છે. એ અર્થમાં રસપ્રદ છે કે આ શબ્દ જાહેર સંસ્થાના સંદર્ભમાં ઉપયોગમાં લેવાય છે અને આનો કબજો મેળવનારા વ્યક્તિનો સંદર્ભ સંસ્થાઓની પૃષ્ઠભૂમિમાં છે. ભારતના વડા પ્રધાન દ્વારા આ પ્રકારની ભાષાના જાહેર ઉપયોગમાં એ સ્પષ્ટપણે દેખાતું હતું કે અપમાનની નૈતિક રીતે પીડાદાયક લાગણી અને ઝારખંડની "નિર્દોષ" સરકાર વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનાથી પૂછપરછનો રસપ્રદ મુદ્દો ઉભો થઈ શકે છે. જાહેર સંસ્થાઓનું અપમાન કરવામાં આવે છે? અને, જો હા, તો જાહેર સંસ્થાના અપમાન માટેનો દાવો નૈતિક ધોરણે માન્ય કરવામાં આવે તેની પાછળના કયા કારણો છે?

નિશ્ચિતપણે, જાહેર સંસ્થાઓ મૂલતઃ નૈતિક સંવેદનશીલતાનું તત્વ ધરાવતી નથી કે જેનાથી અપમાનની લાગણી ઉત્પન્ન થાય. કારણ કે તે માત્ર ભૌતિક બંધારણો છે. તેવી જ રીતે, તે કહેવું ગેરવાજબી ગણાય કે સંસ્થાકીય કાર્યવાહી માનવ અપમાનથી પીડાય છે તેમ છતાં તેમનો માનવ દ્વારા દુરુપયોગ થઈ શકે છે. એ હકીકતને કોઈ નકારી શકશે નહીં કે આ કાર્યવાહીઓને કોણ સંભાળે છે તેના આધારે તે અપમાનજનક અને અપમાનજનક હોઈ શકે છે. આમ, આ સંસ્થાઓ તેમની જાહેર પ્રકૃતિને કારણે એક અમૂર્ત સ્વરુપ મેળવે છે કારણ કે તે કોઈ એક જ વ્યક્તિને આધિન નથી. આ બે પરિમાણો સંસ્થાના અપમાનની લાગણીને દરેક રીતે નકારે છે. જો એવો કેસ હોય કે જ્યાં કોઈ જાહેર સંસ્થાના અપમાનને વળગી રહી શકે નહી, તો પછી "સરકારનું અપમાન કરવામાં આવ્યું છે" એવા દાવાઓને કોઈ કેવી રીતે સમજી શકે?

અપમાનનો દાવો ફક્ત એ શરતને જ સ્વિકારે છે કે જાહેર સંસ્થા તેના લોકશાહી તત્વ અને પ્રજાસત્તાક ચરિત્રના ભોગે વ્યક્તિકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે. અથવા, તેઓ એક વ્યક્તિ અથવા સંસ્થાકીય શક્તિ ધરાવતા વ્યક્તિઓના જૂથ સાથેના નક્કર સંબંધમાં જોડાય છે. તે એક એવી વ્યક્તિ છે વ્યક્તિની જ ઇન્સલ્ટની નકારાત્મક લાગણી કે હકારાત્મક સન્માનની ભાવના સંસ્થા પર પરાવર્તિત થાય છે. આ અર્થમાં અપમાનની ભાષા આ સંસ્થાઓને ચોંટી જાય છે. સંસ્થાઓ એ જાહેર વ્યક્તિઓનું સ્વરૂપ છે કે જેઓ તેના નૈતિક દાવા કરે છે.

પરંતુ એવો દાવો કરવો કે "સંસ્થાઓ અપમાનિત થઈ રહી છે" એ માત્ર એક અપર્યાપ્ત અથવા અપૂર્ણ દાવો છે. જ્યારે તે વાજબી કારણો પર આધારિત હોય ત્યારે જ તે સંપૂર્ણ અને માન્ય બને છે. અલગ રીતે મૂકીએ તો, અપમાન એ એક અન્યાયી નૈતિક આક્ષેપ છે જે સરકારને આભારી છે જે સારા શાસનનો પ્રમાણમાં વધુ સારો રેકોર્ડ ધરાવે છે. આ અન્યાયી આક્ષેપો સરકારના સારા કાર્યો માટે કોઈ આદર બતાવવા માંગતા નથી. આ અર્થમાં અપમાન એ લોકો માટે સારું કામ કરવાના પુરાવા ધરાવે છે તેવી સરકારનું અપમાન છે.

આમ, અપમાન કરવાનો દાવો કોઈ મનસ્વી દાવો નથી. તેને ન્યાયના વ્યાપક સિદ્ધાંતથી તેને જોડવા, મજબુત કારણો દ્વારા ટેકો આપવો પડશે. જો દાવાને મજબુત કારણોનું સમર્થન ન હોય, તો આવા દાવા ન્યાયના સિદ્ધાંતથી નહી પણ પૂર્વગ્રહના સમર્થનથી "વિશિષ્ટ" ઠરે છે. મજબુત કારણ સરકારની સમયસર અને ગંભીર કાર્યવાહીમાંથી પેદા થઈ શકે છે; હાલના કિસ્સામાં, ઝારખંડ સરકારની. કરચોરોને દંડ ફટકારનારા અથવા મોબ-લિંચિંગ માટે જવાબદાર લોકોને સજા આપવા જેવી શરતો દ્વારા રાજ્ય પોતાની હાજરી પુરાવે છે. આવા લિંચિંગના કેસમાં સરકારી એજન્સીઓના ભાગે હિંસાને અટકાવવા માટેના ત્વરિત પગલાં સંસ્થાઓના જાહેર સન્માનમાં વધારો કરશે. રાજ્યને લોકોનો આદર અને વિશ્વાસ સંપાદન કરવા માટે ઉદાર પરિસ્થિતિમાં આ શરતો આવશ્યક છે. સરકારો માટે, દંડની સજા જેવી શરતો પણ તેની એવી નૈતિક પરિસ્થિતિઓ બની જાય છે જેના આધારે અપમાનનો દાવો કરવામાં આવે છે તેના આધારને દૂર કરી શકે છે. આપણે એ હકીકત સ્વીકારવી પડશે કે મોટાભાગે આ શરતો, ઝારખંડની હાલની સરકાર સહિત ઘણા રાજ્યોની સરકારોમાં ગેરહાજર છે. અપમાન કરવાના દાવાને ટોળાની હિંસા સામે સમયસર અને સતત કાર્યવાહી દ્વારા સમર્થન નથી, કે જે સરકારના પ્રદર્શનના નિર્ણાયક મૂલ્યાંકન કરતા આપણને અટકાવે. નિર્ણાયક મૂલ્યાંકન માટે, નિર્ણયો લેવાના સ્તર પર પાછા જવાની જરૂર છે.

પાછા પગલા ભરવા એ સ્વયં-મૂલ્યાંકન અથવા સ્વ-પરિક્ષણની એક સક્રિય પ્રક્રિયા છે જેને શાસક પક્ષ નિયમિત ધોરણે હાથ ધરે છે તેવું માનવામાં આવે છે. પારોઠના પગલાં ભરવાનો અર્થ એ નથી કે સુરક્ષા માટે અને દેશના નાગરિકોની સુખાકારીની ખાતરી માટેના બંધારણીય ધોરણોથી દૂર રહેવું. આનાથી સરકારને પોતાનો પ્રભાવ વધારવાની અને સુશાસન માટેની તક મળશે. સ્વાભાવિક રીતે, સરકારની ટીકા કરવા માટે વિરોધપક્ષ જે વિરોધનો ઉપયોગ કરે છે તેનાથી તે દૂર થશે. પાછા વળીને કોઈની કામગીરી પર નજર નાખવાથી, અપમાનની બાબતમાં વાજબી અને કાયદેસર ટીકાને બદલવાની જરૂરિયાતને દૂર કરવામાં મદદ મળે છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top