ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

શિક્ષણ અને લોકહિતનો વિચાર

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

લોકહિત અને શિક્ષણનો વિચાર પરસ્પર એકબીજા સાથે જોડાયેલો છે. લોકહિત અને શિક્ષણ વચ્ચેનું આ જોડાણ નૈતિક સમજના ઉચ્ચ સ્તર પર સ્થાપિત કરવામાં આવ્યું છે. નૈતિક સારપમાં મૂળભૂત રીતે બે પરિમાણો રહેલા છે: લોકહિત આદર્શ છે અને વ્યક્તિગત હીત એ અસ્તિત્વગત છે. લોકહિતમાં માનવ માટે શાંતિ, સંવાદિતા અને આદર માટે સાર્વત્રિક બળનો સમાવેશ થાય છે. લોકહિતમાં માનવ મૂલ્યોનો એવા સમાવેશ થાય છે જે જાતિ, લિંગ, વર્ણ અને ધર્મ જેવા વિશિષ્ટ મૂલ્યોથી ઉપર હોય છે. આ મૂલ્યો બંધારણમાં અભિન્નપણે સમાયેલા છે અને 2019ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી)ના ડ્રાફ્ટમાં મૂલ્યોની યાદીમાં પણ તેનો ઉલ્લેખ છે. જો કે, એ ખરૂ છે કે આ મૂલ્યોને શિક્ષણ દ્વારા પ્રોત્સાહિત કરવાની જરૂર છે. અધ્યાપન પ્રક્રિયા તરીકે શિક્ષણે આવા મૂલ્યોને આદર્શકમૂલક ઉધ્વગમન તરફ દોરી જવું જોઈએ. શિક્ષકોની ગુણવત્તા માત્ર પોતાની જાતને જ નહીં પણ તેમના વિદ્યાર્થીઓ પણ જે લોકહિતને આગળ લાવવામાં દખલ કરે તેવા અધોગામી મૂલ્યો તરફ ગમન કરતા રોકે તેવી તેમની જ્ઞાનાત્મક ક્ષમતાના આધારે ચકાસવી જોઈએ.

શિક્ષણ અધોગામી મૂલ્યોને નકારીના આકર્ષણને નકારીને લોકહિતની સાર્વત્રિક કલ્પનાને અસરકારક રીતે સમર્થન આપવાની તક આપે છે. અસરકારક જરૂરી છે કારણ કે તે અન્ય (સ્વાર્થી રાજકીય નેતાઓ, રૂઢિચુસ્ત માતાપિતા અને અસ્પષ્ટવાદી વિચારકો)ની ઉન્માદી સલાહ કે મિકેનિકલ વૈચારિક અપીલ પરના જ્ઞાનાત્મક અવલંબન ઘટાડે છે. સ્વતંત્ર રીતે નિર્ણય લેવા માટે જ્ઞાનાત્મક ક્ષમતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અપેક્ષિત છે. જોકે નીચલા સ્તર પર લોકહિતના બંધારણિય મૂલ્યોના પ્રસારને પ્રાપ્ત કરવા માટે અધ્યાપન સાધનોની રજૂઆત જરૂરી હોઈ શકે છે. સામાજીક-સાંસ્કૃતિક મિશ્રિત વર્ગખંડ માનવીય મૂલ્યોના માનવીય મૂલ્યોને પ્રાપ્ત કરવા માટે એક ઉત્તમ જગ્યા પ્રદાન કરે છે જે લોકહિતનું બંધારણ પુરૂ પાડે છે.

જો કે, તેના પ્રસારણનો માર્ગ સલામત લાગતો નથી. આ અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલી સરકારી શાળાઓ અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનો હિસાબ છે. વધુ ગંભીર સમસ્યાઓ પૈકીની એક એ છે કે જે લોકો આ સંસ્થાઓના અર્થપૂર્ણ અસ્તિત્વમાં હિસ્સો છે તેઓ આ સંસ્થાઓને પુનઃસ્થાપિત કરવા વિશે ઓછી ચિંતા ધરાવે છે. આ જેમની પાસે સાધન-સંપત્તિ નથી તેમ છતા આ સિસ્ટમમાંથી ખાનગી શાળાઓ અને કોચિંગ કેન્દ્રોમાં ઝડપથી આગળ વધી રહેલા માતાપિતાના કિસ્સામાં સ્પષ્ટ છે. વાલીઓનો એક હિસ્સો, ખાસ કરીને વંચિત બેકગ્રાઉન્ડવાળા વાલીઓ, સ્થાનિક સ્તરે સરકારી કર્મચારીઓને તેમના બાળકોને ફક્ત "ગુણવત્તાયુક્ત મધ્યાહ્ન ભોજન" નહીં પણ ગુણવત્તાયુક્ત શિક્ષકો પુરા પાડવાનું કહે છે. આ બાબત આપણને નીચેના પ્રશ્ન પૂછવાની ફરજ પાડે છે: લોકહિતને પ્રોત્સાહન પૂરૂ પાડવાના પ્રશ્નનો ખાનગી સંસ્થાઓ કેવી રીતે જવાબ આપે છે? જે લોકો આ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે તેઓએ ખાનગી સંસ્થાઓમાં કુશળતા, જ્ઞાન અને વંચિત બાળકોના ઐક્ય સાથે ફક્ત વિસ્તરણથી સંતુષ્ટ થવું જોઈએ નહીં. વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે મૂલ્યોના પ્રમાણભૂત વિસ્તરણને પૂરા પાડતા એનઇપી 2019ના ડ્રાફ્ટમાં નક્કી કરાયેલ પોઝિશનલ ઇક્વાલિટીની કલ્પના કેવી છે?

આપણે સામાજિક સંબંધોમાં આડે આવતા ઉભા અને આડા, ઉંડા વિભાજન સાથેના સામાજીક અંતરને દૂર કરવાની જરૂર છે. એનઇપી 2019 સૂચવેલા ડ્રાફ્ટ પ્રમાણે શ્રેષ્ઠ ઇરાદા અને અંતર્જ્ઞાન સાથે ભદ્ર શાળાઓમાં અથવા ખાનગી યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં બાળકોને દાખલ કરાવવાનું માળખાકીય સમસ્યાઓની ડાગળી ચસકાવતી પ્રતિક્રિયામાં પરિણમી શકે છે. આમ થવાનું કારણ એ છે કે નીતિ નિર્ધારકો માને છે કે જ્ઞાતિ અને જાતિનું સામાજિક અંતર ક્યારનું દૂર થઈ ગયું છે. એનઇપી 2019ના ડ્રાફ્ટમાં સૂચિત માળખાકીય સંકલન પણ ઉપરછલ્લુ સાબિત થઈ શકે છે, જો જ્ઞાતિ-જાતિના ઊંડા તણાવને દૂર કરવામાં ન આવે તો. લોકહિતનો અર્થ એ નથી કે બાળકોને સમાવિષ્ટ વંચિત સમુદાયના બાળકોને શૈક્ષણિક પ્રણાલીમાં સમાવી લેવામાં આવે, લોકહિતનો અર્થ છે કે માળખાકીય અસમાનતાને દૂર કરવામાં આવે.

માળખાકીય અસમાનતા શાળાઓમાંના વંચિત સમુદાયના વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે અને જે ગમેતેમ કોલેજો સુધી પહોંચે છે તેમાંથી પ્રગટ થાય છે. ડ્રાફ્ટમાં સુલભતા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માળખાને વિસ્તૃત કરવાનું સૂચન મહત્વપૂર્ણ છે, પરંતુ એનઇપીના ડ્રાફ્ટમાં વિઝ્યુઅલાઈઝ થવા સાથે સારા સમાજની અનુભૂતિ માટે સામાજિક દ્રષ્ટિકોણનું વિસ્તરણ ભારે મહત્ત્વનું છે. તે નૈતિકતાનો પણ ઉલ્લેખ કરે છે, જે આ જાહેર મૂલ્યોની અનુભૂતિ તરફ શિક્ષણ પ્રણાલીઓને લક્ષિત કરવા માટે નિર્ણાયક છે. જો કે, વ્યક્તિગત રુચિ દ્વારા ચલાવવામાં આવતું શિક્ષણ અને મૂલ્યોને જીવંત વાસ્તવિકતાનો ભાગ બનાવવા માટેની વ્યવહારિક નૈતિક પ્રતિબદ્ધતા વચ્ચેના તણાવને કારણે આ અનુભૂતિ મુશ્કેલ બની શકે છે. ડ્રાફ્ટ પૉલિસીમાં એકના વ્યવહારિક સંબંધો અને બીજાના નૈતિક સંબંધ વચ્ચેનો અવકાશ કેવી રીતે દૂર કરવો તે સમસ્યાને પ્રાથમિકતા આપવી સૌથી મોખરે રહેશે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top