ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ફિક્સ રેટ, ફ્રી વિલ

એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટને રદ્દ કરવાના અમલ કરતા વાતો કરવી સહેલી છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

15 જૂન 2019ના રોજ યોજાયેલી નીતિ આયોગની પાંચમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં રાજ્ય સરકારોએ એસેન્શિયલ કોમોડિટીઝ ઍક્ટ (ઇસીએ), 1955 અને મોડેલ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટિ એક્ટ (એપીએમસી એક્ટ) જેવા માર્કેટિંગ નિયમોના સુધારા દ્વારા ભારતીય કૃષિ ક્ષેત્રના માળખાકીય સુધારા કરવાની વિનંતી કરી હતી. દેશભરમાં કૃષિની તકલીફના સંદર્ભમાં આ કાયદાઓમાં સુધારો કરવાથી નવો પ્રાણ પુરો પાડી શકાશે એવું માનવામાં આવે છે, ખાસ કરીને ગબડેલી ખેતીની આવકમાં. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે સરપ્લસ મેનેજમેન્ટ સમસ્યા તરીકે ઉભરી આવ્યું છે ત્યારે ઇસીએ(ECA)માં સુધારાનો વિચાર વિશેષ ઉલ્લેખનીય છે. ઇસીએ બજાર એકીકરણ માટે અવરોધક હોવાના કારણે ઇટાલિયન ઇકોનોમિસ્ટ પરેટોની આવક વહેંચણીની ફોર્મ્યુલાની સ્થિતિ પેરટો માટે એક આવશ્યક સ્થિતિ - સ્થાનિક સ્પર્ધાત્મક સંતુલન- માંગ (પુરવઠો)માં છુટછાટ અને તેથી એક બજારમાંથી ભાવ સંકેતો અન્ય બજારોમાં પ્રસારિત થશે. બીજા શબ્દોમાં કહીએ તો, ખેડૂતોને તેમની ઉપજ માટે યોગ્ય ભાવ મળશે, જ્યારે ઉપલબ્ધતામાં વધારાથી ગ્રાહકોને રાહત મળશે.

જો કે, સુધારણાઓના માર્ગે નીતિ આયોગ કે સરકાર તરફથી વધુ સ્પષ્ટતાના અભાવમાં, જનસામાન્યના મનમાં અનાસ્થા ફેલાયેલી છે. જો સરકાર તેના પર સીધું નિયંત્રણ નહી રાખો તો જનતા અનાજના ભાવોમાં અતાર્કિક વધારા-ઘટાડા સામે રક્ષણ ગુમાવશે? યાદ કરો કે, ઇસીએ હોવા છતા પણ, સરકારો ભાવ અસ્થિરતાને અસરકારક રીતે નિયંત્રિત કરવામાં સક્ષમ નથી. ઐતિહાસિક રીતે, સ્ટોકહોલ્ડિંગની મર્યાદાઓની સરકારી ઘોષણાઓ સાથે "આવશ્યક" ખાદ્ય ચીજવસ્તુઓના છૂટક ભાવો ઘણા વધી ગયા હતા. ઉદાહરણ તરીકે, 2003માં સરકાર દ્વારા નિર્ધારિત ક્વોટા અને ખાંડને છુટી કરવાના પગલા સાથે ખાંડના ભાવમાં પ્રતિ ટન રૂ. 250નો વધારો જોવા મળ્યો હતો, અને 2014ના જાન્યુઆરી અને જુલાઈ મહિનાની વચ્ચે લાગુ પાડવામાં આવેલી સ્ટોક મર્યાદાઓમાં તુવેર, મગ, મસુર અને ચોખામાં છૂટક ભાવોમાં અનુક્રમે પ્રતિ કિલોગ્રામે અનુક્રમે રૂ. 14, રૂ. 8, રૂ. 9 અને રૂપિયા 1 થી 2નો વધારો જોવા મળ્યો હતો. જે પૂરવાર કરે છે કે (બફર) સ્ટોકિંગ અને વેપાર ભાવને નિયંત્રિત કરવા માટે સંભવિત રૂપે વધુ સારા સાધનો જણાય છે, ત્યાં ઇસીએમાં ફેરફાર કે તેને રદ્દ કરવાની સંભાવના શંકા ઉપજાવે છે.

ઇસીએમાં ફેરફાર કરવો એ એક ચેપી મુદ્દો છે, ખાસ કરીને વહીવટી ભાવ લાગુ પાડવાની રાજકીય રીત સાથે જોડાયેલા પાક માટે. એકવાર સરકાર કૃષકોને ટેકાના ભાવ આપવાની ખાતરી આપી દે છે, તે પછી ગમે તેવું પેદા કરવામાં આવ્યું હોય.  શેરડીના વાડા જેવા પાકના કિસ્સામાં, ખાંડના મિલ ઉદ્યોગ ઉપર રાજકીય વાદળો મંડરાયેલા રહે છે જે ખાંડના છૂટક ભાવોને વધારવા માટે શેરડીની મૂવમેન્ટ અને માર્કેટીંગ પરના નિયંત્રણની કોઈપણ છૂટછાટને અટકાવી દેશે અને નીચી માંગના ધોરણે મિલોની નિકાસને અમર્યાદિત કરશે અને ઓછી માગના આધારે કૃષકોને નિર્ધારિત ભાવો ચૂકવવાનો ઇનકાર કરશે પછી તે શું કેન્દ્ર સરકારના ટેકાના ભાવો (એસએમપી) હોય કે અથવા સ્ટેટ-એડવાઇઝ્ડ ભાવ (એસએપી) હોય. જ્યારે સરકાર સરકારી ખર્ચે બફર સ્ટોકને અન્ડરરાઈટ કરશે (મિલો પર સેસ વસૂલ કરીને, જે આખરે તો ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવે છે), જ્યારે રાજકીય ભાગ્ય ખાંડ ઉદ્યોગ પર સવારી કરતું હોય ત્યારે તે આવા બદઇરાદાને અટકાવી શકતું નથી. કૃષિ સુધારા માટે "સહકારી ફેડરલિઝમ" જેવા ઉદાહરણો હાથવગા છે જે વ્યવહારિક કરતાં વધુ પ્રતીકાત્મક જણાય છે. મોડેલ એપીએમસી એક્ટને અમલમાં મૂકવાના અનુભવને આપણે કેવી રીતે ભૂલી શકીએ, જે ફેરફારોની તીવ્રતા અને સામગ્રી બંનેમાં અધોગામી  છે અને વિવિધ રાજ્યના સ્તરે અપનાવવામાં આવે છે? તેવી જ રીતે, ઇસીએમાં સુધારા માટે કેન્દ્રીય સરકારની ભલામણોને રાજ્ય સરકાર કેટલે અંશે સંમતિ આપશે તે રાજ્યોની રાજકીય ક્ષમતાની બાબત છે.

આ સંદર્ભમાં વધુ વિવાદાસ્પદ બાબત કાયદાને સુધારવાના હેતુ અંગેની વિગતવાર સમજણ છે. ખાસ કરીને સ્ટોક મર્યાદાઓ પરના પ્રતિબંધની સમજણ. તે કૃષિના માર્કેટિંગમાં ખૂબ જરૂરી રોકાણો (વધુ ચોક્કસપણે કહીએ તો કોર્પોરેટ રોકાણો)ને પ્રોત્સાહનની અપેક્ષા રાખવામાં આવે છે. આવી સમજૂતી "બજાર રોમેન્ટિસિઝમ"ના કેટલાક ક્લાસિક સિદ્ધાંતો પર આધારિત છે. સૌ પ્રથમ, ખાનગી ક્ષેત્ર કૃષિ પરિવર્તન માટે નવીનતા/ગેમ ચેન્જર તરીકે કાર્ય કરશે અને તેથી તેને ગ્રામીણ વિકાસ સ્ટ્રેટેજી સાથે જોડવી જરૂરી છે, અને બીજું, કે બજારની કાર્યક્ષમતા પરિણામો, અને ખાસ કરીને માર્કેટિંગ અસરકારકતા સુધારવા માટે ખાનગી ક્ષેત્રની ભૂમિકા સ્વયંસ્ફૂર્ત છે. જ્યારે આ નરેન્દ્ર મોદીના 2014ની ચૂંટણીના "મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ"ના વચન સાથે આંશિક રીતે ફીટ બેસે છે, જોકે ગવર્નન્સ માટેના રોડ મેપ વિના એ અસ્પષ્ટ છે કે સામાન્ય ખેડુતો અને ખાસ કરીને નાના ખેડૂતો માટે આવું સંકલન કેવી રીતે કામ કરશે. હકીકતમાં, સ્ટોકહોલ્ડિંગ, ભાવતાલના લાભ, જોખમ લેવાની ક્ષમતા અને માહિતી નિયંત્રણ બજારમાં સત્તા માટેના નિર્ણાયક પરિબળો છે તે હકીકતને નકારી શકાય નહીં. અને માર્કેટ રોમેન્ટિસિઝમ પર ઉપલબ્ધ સાહિત્યમાં મળે છે કે માર્કેટ એક્ચેન્જ માટે પાવર બિહેવિયર પરિબળો રાજ્યને "રક્ષણાત્મક એકોમોડેશન" હેઠળ અંકુશમાં રાખે છે, ત્યારે ડિરેગ્યુલેશન (અહીં, ઇસીએ રદ્દ કરવું), ફક્ત જાહેર (સરકાર) અને ખાનગી (કોર્પોરેટ) વચ્ચે ભાડાકીય માંગના વિતરણને બદલી શકે છે, પરંતુ, તે ઘટાડશે નહીં. આમ, ફરીથી ચૂંટાયેલી સરકારની "ઇન્ક્લુસિવ" કૃષિ સુધારણાઓ માટેની રાજકીય ઇચ્છા ત્યારે જ સમયની એરણે ખરી ઉતરશે જો જો તે આવનારા દિવસોમાં આ સુધારણાઓને કામ કરવા માટે "સક્ષમ વાતાવરણ" પુરૂ પાડી શકે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top