ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

હાવભાવની રમત

નક્કર વસ્તુ કરતા હિન્દીનું પ્રમોશન એ માત્ર મુદ્રા છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

જૂન મહિનો દિલ્હીમાં નાનું ધૂળવાળુ તોફાન લઈને આવ્યો છે. આમાં અડધી સદી પહેલા જામીને સ્થાઈ થયેલી ધૂળ ઉડી છે. લાંબી ખેંચાયેલી લોકસભાની ચૂંટણીઓ પછી, દેશ પાસે ચૂંટણીના પરિણામોને કેવી રીતે વર્ગીકૃત કરવા તે અંગેનો નિર્ણય લેવાનો સમય ભાગ્યે જ મળ્યો. ત્યાં તો ચૂંટણીના રાષ્ટ્રીય નીતિના મુસદ્દામાં જૂની ત્રણ-ભાષાના ફોર્મ્યુલાના હકારાત્મક સંદર્ભ પર વિવાદ ઊભો થયો. તરત જ તમિળનાડુમાંથી ફોર્મ્યુલામાં હિન્દીના સંદર્ભમાં વાંધો ઉઠ્યો, માનવ સંસાધન વિકાસ મંત્રાલયે તરત જ મુસદ્દો પાછો ખેંચી લીધો અને ઓનલાઇન ડ્રાફ્ટમાં સંબંધિત ફકરા બદલી નાખ્યા. ત્યારે આ જુના વિષય અંગે ત્રણ-ભાષાના ફોર્મ્યુલામાં શું સમાયેલું છે તે વાચકોની નવી પેઢીએ જાણવું રહ્યું.

એવા ઘણા સમય આવ્યા છે જ્યારે એક જૂનો દસ્તાવેજ વધુ સમકાલીન લાગે છે અને ચર્ચા માટે પ્રસ્તુત કરેલા હાલના દસ્તાવેજ કરતાં વધુ તાજો લાગે છે. નવી સરકાર બનવાના એક અઠવાડિયાની અંદર જાહેર જનતાનું ધ્યાન દોરતી ત્રણ-ભાષાની ફોર્મ્યુલાનો સૌ પ્રથમ ડ્રાફ્ટ દ્વારા ડી.એસ. કોઠારીની અધ્યક્ષતા હેઠળ શિક્ષણ કમિશન (1964-66) દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તેના સભ્ય સચિવ, જે. પી. નાયકે ભારે અહેવાલ તૈયાર કર્યો હતો અને તેઓ વિવિધ પ્રદેશોમાં અને સમગ્ર ભારતમાં શિક્ષણની ભારતની સમસ્યાઓની ગંભીરતાથી પરિચિત હતા. કમિશનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રણ-ભાષા ફોર્મ્યુલા 1956માં સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને 1961માં કોન્ફરન્સ ઓફ ચિફ મિનિસ્ટર્સ દ્વારા તેનું કેટલુંક સરળીકરણ મંજૂર કરવામાં આવ્યું હતું. કોઠારી કમિશન કહે છે કે, આ "પ્રેરણાદાયક વિચારણાઓ" શૈક્ષણિક કરતાં વધુ તો રાજકીય અને સામાજિક હતી."

કોઠારી કમિશનના અહેવાલમાં ભાષાનો વિસ્તૃત વિભાગ રાજકીય અનિવાર્યતા સાથે શૈક્ષણિક વિચારધારાઓને સંતુલિત કરવા માટેના સંઘર્ષને દર્શાવે છે. તે કહે છે: "વ્યવહારમાં, ત્રણ-ભાષાની ફોર્મ્યુલાના અમલીકરણથી ઘણી સમસ્યાઓ તરફ દોરી જાય છે અને તે બહુ સફળ થઈ નથી. આ પરિસ્થિતિમાં કેટલાક પરિબળોએ ફાળો આપ્યો છે. આમાં શાળા અભ્યાસક્રમમાં ભારે ભાષા લોડના સામાન્ય વિરોધ સાથે; હિન્દી વિસ્તારોમાં વધારાની આધુનિક ભારતીય ભાષાના અભ્યાસ માટે પ્રેરણાનો અભાવ; બિન-હિન્દી ક્ષેત્રોમાં હિન્દીના અભ્યાસનો પ્રતિકાર; અને બીજી અને ત્રીજી ભાષાઓને પાંચ થી છ વર્ષ(ધોરણ 6 થી ધોરણ 10 અથવા 11) ની જોગવાઈમાં ભારે ખર્ચ અને પ્રયત્ન સામેલ છે ... ત્રીજી ભાષાના સંબંધમાં ઘણા ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ અવાસ્તવિક પરિસ્થિતિમાં મોટાભાગના લોકોના અભ્યાસને લીધે અતિ અલ્પ મેળવ્યું છે "(પૃ 333, પેરા 8.32). વિવિધ વિકલ્પોની ચર્ચા કર્યા પછી અને સભ્યોમાંથી એકની અસંમતિની નોંધ પછી, કોઠારીના અહેવાલમાં જણાવાયું છે કે: "અમને ભારપૂર્વક લાગે છે કે પ્રારંભિક તબક્કે ત્રણ ભાષાઓના અભ્યાસથી બાળકને તેમની માતૃભાષા ઉપર નિપુણતા અને તેના બૌદ્ધિક વિકાસ ઉપર નોંધપાત્ર અસર પડશે. તેથી તત્પુરતા ભવિષ્યમાં, સૌથી વધુ ભાર તેની પોતાની ભાષાના અભ્યાસ પર મૂકવો જોઈએ, અને વધારાની ભાષાઓનો અભ્યાસ ન્યૂનતમ રાખવો જોઈએ "(પાનું 340, પેરા 8.41).

હવે 21મી સદીના બીજા દાયકાના અંત તરફ ઝડપથી આવીએ. શિક્ષણ કમિશનના દ્રષ્ટિકોણથી જોતાં, શિક્ષણની પદ્ધતિ ઓળખથી આગળ વધી ગઈ છે, અને કોઠારી અને નાઇકની આગાહી કરતા અને તેમની કલ્પના કરતા આગળ વધી ગઈ છે. સરકારી શાળાઓને લઈને માતાપિતાની નિંદાના મોજા પર સવાર ખાનગી ક્ષેત્ર અને અંગ્રેજી માધ્યમમાં બાળકને શિક્ષિત કરવાની ઘેલછાને લઈને શિક્ષકની તીવ્ર તંગી અને શિક્ષકોની નિમણૂંકમાં સંસ્થાકીય પંગુતા, અને શિક્ષકોની વિશાળ વ્યાપારી તાલીમ, આ બધુ શિક્ષણ પંચમાં કોઠારી, નાયક અને તેમના સાથીદારો માટે આઘાત સમાન છે અને અવિશ્વસનિય છે. તેઓએ નોંધ્યું હશે કે અપ્રસ્તુત આયોજન શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં કેવી રીતે થઈ રહ્યુ છે. તેમના રાજ્ય કેન્દ્રિત ફ્રેમ સંદર્ભમાં, રાજકીય અનિવાર્યતાને સ્વીકારવામાં અને નેગોશિએટ કરવામાં આવ્યુ, પરંતુ બજારની અનિવાર્યતાને કોરાણે મુકાઈ. પરિસ્થિતિ હવે ઉલટી થઈ છે. બજારનું દબાણ કેન્દ્રના તબક્કે છે, જ્યારે રાજકીય અનિવાર્યતા કહેવા પુરતી જ રહી છે. એય વિવિધતાવાળા મીડિયા સ્પેસમાં ભ્રમણ કરવા પુરતી. કોઈપણ નક્કરતા વગર, હિન્દીનું પ્રમોશન એ માત્ર એક દેખાડો છે. ત્રણ-ભાષાની ફોર્મ્યુલામાં હિન્દીની ભૂમિકાનો ઉલ્લેખ કરીને, નવા નીતિના મુસદ્દાએ રાષ્ટ્રવાદના પ્રારંભિક મોડેલમાં તેલ ઉંજવાનું કામ કર્યુ હતું. જ્યારે પરિચિત સ્રોત તરફથી વાંધો ઉઠ્યો, ત્યારે હિન્દીને લાદવાની કોઈ ઇચ્છાનો ઝડપી ઇનકાર કરી દેવાયો.

શિક્ષણમાં ભાષા-સંબંધિત મુદ્દાઓ પરના પૂર્વેના ડ્રાફ્ટમાં અંગ્રેજી માધ્યમના શિક્ષણની લોકપ્રિયતાની ટીકા કરી છે. વર્તમાન ડ્રાફ્ટે પણ એ જ કર્યુ છે, માતૃભાષા અથવા ઘરની ભાષાને "શક્ય હોય ત્યા સુધી" મિડિયમ બનાવવું એમ કહીને. આ કલમમાં ઉપર દેખાય છે તેના કરતા ઉંડી સમજણ સૂચવવામાં આવી છે. શિક્ષણની નીતિ અંગેની ચર્ચા મુખ્યત્વે જૂના અને નવા માંધાંતા વચ્ચેના હાવભાવના વિનિમય માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. હિન્દી માટે, રાષ્ટ્રવાદી તરફદારીનો એક વખત સંકેત આપ્યો છે અને હવે લાગે છે કે રાષ્ટ્રના ભાવનાત્મક એકીકરણના અન્ય માધ્યમો માટે પણ ભૂલકારક સાબિત કર્યું છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top