ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

વિશ્વાસની પગદંડી

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

મર્યાદિત ચૂંટણીના સંદર્ભે ગઠબંધનની રાજનીતીનો આધાર બે રચનાત્મક શરતો ઉપર નિર્ભર છે. પહેલી શરત એ છે કે મતની રાજનીતિમાં એક પક્ષનું પ્રભુત્વ વિશેષ રહેતું હોય છે, એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ ફરીથી પ્રચંડ બહુમત સાથે બીજી ટર્મ જીતી છે. એક પક્ષના પ્રભુત્વની સંભાવના ઉઘાડ થયો છે, પ્રાદેશિક વિસ્તરણની રીતે નહી તો સંખ્યાની રીતે પણ. અને તે ઉત્તર ભારતીય રાજ્યોમાંથી અને નોર્થ-ઇસ્ટમાંથી ભાજપને મળેલા સહયોગને આભારી છે. બીજી શરત, નાના સમુહો પોતાના બળે બહુમતી ન મેળવી શકે ત્યારે જ ગઠબંધનની રાજનીતી આવશ્યક બની જાય છે. મતદાર શક્તિની દૃષ્ટિએ વિપક્ષ નબળો પડ્યો છે અને વિપક્ષ તેના હિતો તેમજ સામાજિક ધોરણે વિભાજીત થયો છે, તેથી વિપક્ષી એકતા પર આધારિત ગઠબંધન કરવું અને પરસ્પર વિશ્વાસ દ્વારા તેને ટકાવી રાખવું એ બંને પક્ષોના અસ્તિત્વ માટે તેમના માટે અને તેમના ટેકેદારો માટે જરૂરી બની જાય છે. પક્ષોના રાજકીય હેતું પુરતો નહી તો પણ, વિશ્વાસ ઘણો વધારે જરૂરી બની જાય છે, ખાસ કરીને નબળા સમુહો માટે. વિપક્ષ તરફેનો નબળા વર્ગનો ઝુકાવ કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) તરફના તેમના અવિશ્વાસને શાસક પક્ષના ટોચના નેતાઓ દ્વારા આડકતરી રીતે સ્વીકારવામાં આવ્યો છે. નબળા વર્ગના મતદારોના આવા સમુહો પાસે વિશ્વાસ દ્વારા પુનઃસિંચિત ગઠબંધનની રાજનીતિનો વિકલ્પ અને રાજકીય સત્તા હાંસલ કરવાની સંભાવના તેમને આવા ગઠબંધન અને તેમને રચતા પક્ષો પર વિશ્વાસ મૂકવા પ્રેરે છે.

જો કે, જે લોકો આવા પક્ષોમાં વિશ્વાસ રાખે છે, તેઓ અને તેમના સંબંધિત પક્ષો સામૂહિક હેતુ સાથેના મતદાનના નિર્ણયને માન્ય ગણશે? શું આવા પક્ષો નબળા વર્ગના મતદારોના વિશ્વાસને આદર આપવા માટે સખત પ્રયત્નો કરશે? જો કે, ચૂંટણી પછી ગઠબંધનની સ્થિતિ જે રીતે ઉઘાડી પડી રહી છે, તે જોવા એવું લાગે છે કે વિશ્વાસના માર્ગ શંકા, નિષ્ફળતા, નાસ્તિકતા, અનિશ્ચિતતા અને ચિંતાઓથી ભરેલો છે અને ભારે અવિશ્વાસ ઝળકી રહ્યો છે. ગઠબંધનની નિષ્ફળતા દર્શાવે છે કે આ પક્ષોમાં મતદારોએ જે વિશ્વાસ મૂક્યો હતો તે મતની નિષ્ફળતાના જોખમ સાથે સંકળાયેલો હતો, અને તે ગઠબંધનમાં ઉપરછલ્લો વિશ્વાસ કે સંપૂર્ણ અવિશ્વાસને રજુ કરે છે. જ્યારે વિશ્વાસના આધારે ગઠબંધન રચવાનીની શક્યતાનું બેલેન્સ બગડે છે, ત્યારે સરકાર બનાવવાની જરૂરિયાત માત્ર ઠાલા વચનો કે વાણી વિલાપ બની જાય છે. આ સંભાવના અને જરૂરિયાતના સંબંધમાં અસંતુલન સર્જાય છે ત્યારે ગઠબંધન રચવાની કે સરકાર રચવાની અસમર્થતા મતદારોના વિશ્વાસભંગમાં પરિવર્તિત થઈ જાય છે. પક્ષો દ્વારા તેમનો સતત વિશ્વાસભંગ અને ક્રોસ-વોટીંગને પસંદ કરતા મતદારોનો કેટલોક સમુહ મતદારો માટે નબળા વર્ગના મતદારો માટે નૈતિક બોજ બની જાય છે. આવા મતદારો આવા પક્ષોને મત ફેંકીને જોખમ લેવાનું બંધ કરી દે છે એ સાથે નૈતિક બળ તરીકે વિશ્વાસ તેનો અર્થ ગુમાવી દે છે.

તેવી જ રીતે, બહુમતી પક્ષને સમર્થન આપનારા મતદારો અને જે તેના કામકાજના દેખાવને ધ્યાનમાં લીધા વગર પક્ષ સાથે રહેતા હોય તેમને આવા પક્ષમાં વિશ્વાસ મૂકવાની જરૂર નથી. આવા કિસ્સાઓમાં વિશ્વાસ દ્વારા ધરમૂળથી બદલાઈને શ્રદ્ધાનું સ્થાન લઈ લે છે અને શ્રદ્ધા તો પહેલેથી હોય છે તેને ઉભી કરવાની જરૂર હોતી નથી. બહુમતી પક્ષને તેમનો ટેકો વધુ તો વિશ્વાસ ઉપર આધારિત અને કારણો, ખાસ કરીને સ્વ-પ્રકાશિત કારણો  ઉપર ઓછા આધારિત હોય છે. જોકે, મતદારો પાસે આવા કારણો હોય છે અને છતાં તેઓ વચન પુરા ન કરતી પાર્ટી માટે મતદાન કરતી વખતે કારણોનો નહી પણ વિશ્વાસનો ઉપયોગ કરે છે. તાજેતરની ચૂંટણીઓમાં આ સ્પષ્ટ જોવા મળ્યુ હતું, જેમાં ખેડૂતો અને બેરોજગાર યુવાનોએ શાસક પક્ષને મત આપ્યો હતો. આ મતદારોનો તર્કસંગત પ્રતિભાવ હતો કે એવા પક્ષને મતદાન કરવાથી દૂર રહેવું જોઈએ કે જે વચનો પાળવામાં નિષ્ફળ રહ્યો હોય અથવા જેની પોલીસીઓએ ઘણાને આર્થિક મુશ્કેલીઓ તરફ દોરી ગઈ હોય. હકીકતમાં, આ મતદારોએ તેમના પર વિશ્વાસ મૂક્યો હોત તો આ પ્રતિભાવ સ્વ સાથે અનુરૂપ હોત. આવા મતદારો જે પૂર્ણ વિશ્વાસથી પાર્ટી માટે મત આપે છે તેને વિશ્વાસનો ભાર વહેવાની જરૂર જણાતી નથી. કારણ કે તેમને તેમની પાર્ટી પસંદ કરવામાં જોખમ લેવાની જરૂર જણાતી નથી. વિશ્વાસ એક નેતા અથવા પાર્ટી અથવા પક્ષો ઉપર વિશ્વાસ રાખવાનું જોખમ લેવા માટે મતદારને સ્વાયત્તતા પ્રદાન કરે છે કે જે મતદાર રીતે અસરકારક ગઠબંધન જરૂરી બનાવે અને ખરેખર જવાબદાર સરકાર શક્ય બનાવે. જો કે જોખમ લેવાનું ઓટોનોમી અને એજન્સીનું સૂચક છે, તેનો અર્થ એ નથી કે સમાન તકો અને કાળજીની રાજનીતિને સટ્ટાકીય મૂડીની રમતમાં રૂપાંતરિત કરવું કે જેનું કામ જોખમ લેવાનું છે. હંમેશા નબળા વર્ગના મતદારોને હંમેશાં જોખમ લેવા માટે દોષી ન ઠેરવવા તે વિપક્ષી પક્ષોની જવાબદારી છે. મુખ્ય પ્રશ્ન એ છે કે, શું વિપક્ષ પરિવર્તનશીલ બનશે, નબળા વર્ગના મતદારોના વિશ્વાસને ગંભિરતાપૂર્વક સંપાદિત કરશે? શું શાસક પક્ષ આવા સમુહો માટે નબળાઈ પેદા કરે તેવી પરિસ્થિતિને દૂર કરવા માટે નક્કર કામગીરી કરશે?

 

 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top