સ્વતંત્રતા, શક્તિ અને સત્ય
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ભારત ફરી એકવાર એવા ત્રિભેટે આવીને ઉભો છે જેના એક છેડે, તાજેતરના લોકસભાની ચૂંટણીઓના વિજેતાઓ લોકશાહીની મોટી સફળતાની ઉજવણીમાં વ્યસ્ત છે, અને બીજા છેડે, નાગરિક સમાજની સ્વતંત્રતા લોકશાહીની "ઉપસ્થિતિ" હેઠળ અસ્તિત્વમાં રહેલા અમુક્તિની શરતો દ્વારા ઉમદા અને દુ: ખદ સત્ય બંનેને વિચારવા અને સંચારીત કરવામાં ગંભીર અવરોધ સર્જે છે. સત્તા અને સ્વતંત્રતા વચ્ચેના પરિવર્તનશીલ સંબંધ કે જે "સત્ય કહેવાની"ની સંભાવનાને પ્રતિક્રિયાત્મક અને વિરોધાભાસી વળાંક આપે છે. મુક્તિ માટેના સંઘર્ષ દ્વારા ઐતિહાસિક રીતે વ્યક્ત કરવામાં આવતા શક્તિ અને સ્વતંત્રતાના સૌમ્ય સંયોજનને, આ બંને ઘટકોને પરિવર્તનશીલ હેતુઓ માટે નહીં, પરંતુ મૂલ્ય પ્રણાલીઓના દમન માટે વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. ભય, ધિક્કાર અને દમન જેવી આક્રમકતાની રચનાત્મક કલ્પનાની શક્તિ દ્વારા ભારતની સ્વતંત્રતાને વિખેરી નાખવામાં આવી છે. પ્રત્યાઘાતી અર્થમાં આ આડઅસરો સત્યનું હાર્દ સર્જે છે અને તેને ખૂબ જ કઠોર બનાવે છે.
જ્યારે શક્તિ અને સ્વતંત્રતા એક પ્રતિક્રિયાનું સ્વરૂપ લે છે, ત્યારે તે ઘોર સંયોજનનું કામ કરે છે અને, નબળા જૂથો પર વિનાશક અસર પેદા કરે છે. ભારતીય સમાજના પીડિત સામાજિક તબકાઓ સામે હિંસામાં સંકળાયેલા લોકોને મોકળું મેદાન મળવાની સાથે આ પીડિત સામાજીક તબકાઓને ઉંડા ઘા મારવા માટે સામાજિક શક્તિ પણ પ્રદાન કરે છે. સ્વતંત્રતા અને શક્તિનું આવું ઘોર સંયોજન 2016માં ઉના, ગુજરાતમાં ચાર દલિત યુવાનોને જાહેરમાં મારી નાખવાના કૃત્યમાં દેખાયું હતું. ભારતના લઘુમતી લોકોની રંજાડ નિર્વિરોધ ચાલુ છે. મુંબઇની એક અગ્રણી સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા દુર્ભાગ્યે આત્મહત્યા કરવી એ ઉચ્ચ શિક્ષણ, ખાસ કરીને તબીબી કોલેજોની સંસ્થાઓમાં દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાની સંખ્યામાં વધુ એક ઉમેરો છે. રાજકીય શક્તિ સામાન્ય રીતે ત્યારે વિભાજિત થાય છે જ્યારે તે અનૌપચારિક રીતે બળજબરીપૂર્વકના સત્યને સ્થાન પુરૂ પાડે છે, જે તેના વિવેચકોને ત્વરિત મૌન કરી દે છે અને નબળા લોકોના જીવન પર તાંડવ કરે છે. આ એવા કેટલાક ઉદાહરણો છે જે સત્યના અભિવ્યક્તિને તેના કડક સ્વરૂપમાં દર્શાવે છે. કડકાઈમાં રહેલું સત્ય લોકશાહી અસંમતિ માટે સહનશીલતા બતાવે છે; તે હકીકતમાં, ચર્ચા અને દલીલ તરફ સક્રિય અવ્યવસ્થા દર્શાવે છે કારણ કે તે ચર્ચા સ્વીકારી શકતું નથી. કે નથી તે તેના આંતરિક અવાજ (આત્માના) સાંભળતું.
અત્યાચાર અને હિંસા સાથેના પૂર્વગ્રહમાં જે સત્ય છે તેનો આત્માના અવાજ સાથે કોઈ સબંધ નથી, અને તેથી મહાત્મા ગાંધી માટે ત્યાં કોઈ સ્થાન નથી. ગાંધી માટે, સત્ય સ્વયં સાથે સંવાદ દ્વારા નૈતિક શુદ્ધતા પ્રાપ્ત કરે છે. તે સ્વને આકરા પ્રશ્નો પૂછે છે. બળજબરીપૂર્વકનું સત્ય, જે તેની વ્યાખ્યા પ્રમાણે પ્રવર્તમાન ધિક્કારના રાજકારણને પ્રચલિત બનાવે છે, જોકે તેમાં મસ્તિષ્કના હસ્તક્ષેપને પણ કોઈ સ્થાન નથી; તેથી, તે બી. આર. આંબેડકર માટે કોઈ જગ્યા છોડતું નથી. આંબેડકરનો સત્યનો ખ્યાલ મજબૂત અને પારદર્શક ચર્ચા પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય ભયંકર અને કદાચ નિર્ણાયક દલીલોને અવગણવા માટે છે જે કોઈપણ અનિશ્ચિત દાવાને દૂર કરી શકે છે. ગાંધી માટે, સ્વતંત્રતા આત્માની શક્તિ સાથે જોડાયેલી છે અને આંબેડર માટે તે મસ્તિષ્ક સાથે જોડાયેલી છે. આ સંયોજન ગાંધી અને આંબેડકર બંને દ્વારા હાથ ધરવામાં આવેલા સત્યાગ્રહના સિદ્ધાંત અને અભ્યાસમાં તેની સૌમ્ય અભિવ્યક્તિને રજૂ કરે છે. આ વિચારકો માટે સંવાદ અને ચર્ચાની જરૂરિયાત અતિ મહત્વની છે, કેમકે તે, કોમ્યુનિકેશન દ્વારા, સત્યનું ઉદ્ઘાટન કરે છે - ઉદાહરણ તરીકે, સાર્વજનિક રીતે દ્રષ્ટિગોચર જાતિ.
આવા સનાતન (જમાના જુના) પ્રશ્નો, હકીકતમાં, એકપક્ષીય ઇનકાર દ્વારા નહીં, પરંતુ પારદર્શક ચર્ચાની મદદથી સંઘર્ષ અને શ્રેષ્ઠતા દ્વારા ઉકેલવા રહ્યા અને તેને ફક્ત વિદ્વાનો વચ્ચે જ નહીં, પરંતુ સામાન્ય લોકોની અનુભૂતિના સ્તર પર મુકવાની જરૂર છે. આ અગત્યનું છે કારણ કે તેમાં વિવિધ નિર્ણાયક પ્રશ્નોના સત્ય લોકોની જાતિ / જાતિના અભ્યાસમાં સમાયેલા છે. બૌદ્ધિક લોકો આ સત્યને સત્તામાં સંચાર કરવાનો પ્રયાસ કરે છે અને જે લોકો આ પ્રશ્નોમાં સપડાય છે તેને યાદ અપાવે છે. ચાલો આવા બૌદ્ધિક પ્રત્યે વાજબી વલણ અપનાવીએ કે જેના માટે સત્ય-કહેવું એ માત્ર વાણીવિલાસ નથી, અને જેઓ સમાનતાવાદ જેવા મૂલ્યોની તરફેણમાં બોલવાની આદત ધરાવે છે; હકીકતમાં, તે તેમનો આંતરિક અવાજ છે જે તેમને બોલવાની ફરજ પાડે છે. આ જરૂરિયાત છે જે તેમને સ્વતંત્રતા અને શક્તિ જેવા નૈતિક સંસાધનોને પકડવાની ફરજ પાડે છે. બૌદ્ધિકની ભૂમિકા આવશ્યક છે કારણ કે તેઓ વિચારશીલ લોકો સાથે આવશ્યક રીતે વિચારી શકે છે. તેઓ એવી સ્થિતિનું નિર્માણ કરે છે કે જે લોકો વચ્ચે વિભાજીત ચેતનાના વિવિધ સ્તરોને જોડતો પુલ બનાવે. આ વિચારણાત્મક કારણ છે કે જે બૌદ્ધિકોને સંવાદ અને લોકો વચ્ચે વાતચીતને તોડતી હકીકતોથી મુક્તિની જરૂર છે. નેતાઓ દ્વારા કરવામાં આવેલા ભાષણોમાં આ ક્ષમતાનો અભાવ છે. લોકોએ એકબીજાને નિયમિત ધોરણે એકબીજા સાથે જોડવાની અને સારા માનવ અસ્તિત્વ માટે એકતા વધારવાની તરફેણમાં નિર્ણાયક રાજકીય નિર્ણયો લેવાની અને તેને આગળ ધપાવવાની વિચારશીલ પ્રક્રિયામાં ભાગ લેવાની જરૂર છે.