ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

5 જી ગાથાનું અન્વેષણ

શું હ્યુવેઇ પર અમેરિકાનો પ્રતિબંધ ડિજિટલ સ્પેસ ઉપર માર્કેટ કોમ્પીટિશન કે દેશના નિયંત્રણની વ્યૂહરચના છે?

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

છેલ્લા 40 વર્ષના આર્થિક જોડાણ પછી, યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) અને ચીન, તેમના વર્તમાન રાજકીય શાસનમાં આર્થિક તણાવના ટીપિંગ પોઇન્ટ પર પહોંચી ગયા છે, જ્યાં બંને દેશો જરીકેય સહન કરવા તૈયાર નથી. હકીકતમાં, બંને દેશોના રાજકીય વડાઓ સામાન, મૂડી, લોકો અને ટેકનોલોજીના ચારેય બાસ્કેટના શિથીલીકરણની હિમાયત કરી રહ્યા છે. વૈશ્વિક પુરવઠા સાંકળમાં ખાસ કરીને સંવેદનશીલ ટેકનોલોજીના વિકાસ પર માલસામાનનું શિથીલીકરણ અયોગ્ય છે. અમેરિકાની અર્થવ્યવસ્થાના મોટા ક્ષેત્રો ઉપર પકડ ધરાવતા ચાઇનીઝ રોકાણો પર પ્રતિબંધો દ્વારા ક્રોસ બોર્ડર કેપિટલ ફ્લોના સંકલનને ધમકી આપવામાં આવી છે. જ્યારે લોકોના સંકલનમાં ખાસ કરીને યુવા ચાઇનિઝ વિદ્યાર્થીઓને યુએસ પોલીસીની આડશે યુ.એસ.માં વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા અટકાવી શકાય છે. યુએસ અને ચીનના એકબીજાને કમી કરવાના આવા વલણોથી ગ્લોબલ ઇનોવેશન ઇકોસિસ્ટમના સંકલનને જોખમ ઉભુ થયુ છે. યુએસ અને તેના સહયોગીઓ દ્વારા ચીની ટેલિકોમ કંપની હ્યુવેઇ પરના તાજેતરના પ્રતિબંધો, ખાસ કરીને પાઈવ આઇઝ એલાયન્સમાં આવી ટેકનોલોજીનું શિથીલીકરણ સૂચવે છે.

હોંગકોંગમાંથી આયાત કરીને ટેલિફોન સ્વિચિંગ ગિયર્સના રિસેલર તરીકે 1987માં કામ શરૂ કરનારી હ્યુવેઇ, નોકિયા અને એરિક્સન સાથે, 1990ના દાયકાના અંત ભાગ સુધીમાં તો મોબાઇલ ફોન માટે હાઇ-ટેક નેટવર્ક નેટવર્ક બિલ્ડિંગ કિટની એક અગ્રણી વૈશ્વિક સપ્લાયર્સ તરીકે ઉભરી આવી છે. જોકે વધુ મહત્ત્વની વાત એ છે કે, આ કંપનીની "ફીફ્થ જનરેશન" (5જી) નેટવર્ક માટે ટેકનોલોજીના ધોરણોને સ્થાપિત કરવાની તેની સક્રિયતા માટે જાણીતી છે, જેમાં 2025 સુધીમાં વિશ્વભરમાં તમામ 5 જી જોડાણોના લગભગ 33% એકલા ચીનમાં ઉભા કરવાની ધારણા છે. તેની સામે યુ.એસ. અને પશ્ચિમ યુરોપનો હિસ્સો એકસાથે અંદાજવામાં આવે તો પણ આશરે 25% જેટલો રહેવાનો અંદાજ છે. આનો મતલબ શું થયો? ચીન, અને હ્યુઆવેઇની ટેક્નોલોજી ઇન સીતુ 10%માં જેટલી 53,345 ટેકનોલોજી પેટન્ટ્સની સાથે તે ટેકનોલોજીનું હાર્ટ તરીકે કામ કરી રહી છે અને તેને દુનિયાભરની સરકારે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભવિષ્ય માટે નિર્ણાયક ગણી છે. ડેલોઇટના જણાવ્યા પ્રમાણે, 2015 થી 2018 ની વચ્ચે ચીન યુએસ સેલ સાઇટ્સના ઓછામાં ઓછા 12 ગણી સંખ્યામાં ચડિયાતું રહેવાની સાથે તેણે 5 જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 24 અબજ ડોલરનું આઉટસ્પેન્ટ કર્યુ છે.

5જી તેની અગાઉની ટેક્નોલોજીઓ કરતાં વધુ અસરકારક હોવાથી, નીચી સંપ્રસારણ લેટન્સી પર મોટી સંખ્યામાં સંચાર ઉપકરણો પર માહિતીને ભારે પ્રમાણમાં પ્રસારિત કરી શકે છે. જોકે લેટન્સીની બચત ખર્ચાળ સંપ્રસાર છે. ઉદાહરણ તરીકે, એટલાન્ટિક મહાસાગર પારના લંડન અને ન્યુયોર્કને કનેક્ટ કરવા માટે 3,000-માઈલ ફાઇબર-ઑપ્ટિક લિંકનો હાયબર્નિયા એક્સપ્રેસનો કેસ જોઈએ, જેમાં હ્યુવેઇએ હિબર્નિયા એટલાન્ટિક સાથે સહયોગમાં 2011માં તેને બિછાવવાનું શરૂ કર્યું હતું. 5 મિલીસેકંડ્સના વિલંબને બચાવવા માટે, કુલ ખર્ચ $ 400 મિલિયન જેટલો અંદાજવામાં આવ્યો છે. એટલે કે લગભગ દરેક મિલીસેકંડને બચાવવામાં 80 મિલિયન ડોલરનો ખર્ચ થાય છે. અગાઉની જનરેશનના ટેલી સંચાર ટેકનોલોજીની જેમ 5જી માટે પણ, પ્રારંભિક તબક્કામાં ભારે મુડી રોકાણ જોઈશે. જોકે તેની સાથે તે સર્વવ્યાપક સ્વીકૃત છે કે 5 જી સાયબર પ્રોડક્ટ્સ અને સેવાઓના ડાયવર્સીફિકેશન દ્વારા નવી આવકનો સ્ત્રોત પેદા કરશે. કેરિઅરના ભાગે તેમાંથી કેટલું આવશે તે હજુ અનિશ્ચિત છે.

હકીકતમાં, છેલ્લા દાયકા દરમિયાન લાંબા ગાળાની ઉત્ક્રાંતિ (એલટીઈ)/4જી લાગુ પાડવાથી થઈ, ખાસ કરીને યુ.એસ.માં જેમણે વહેલા 4જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કર્યુ હતું તે આપણે જોયુ છે અને કેરિયર દ્વારા નેટવર્ક રોકાણોની ફ્રેગાલિટીને સ્પષ્ટપણે સમજી શકાય છે. કેરિયર માટે અપેક્ષિત નવા આવક લાભો પેદા કરવાને બદલે, LTE-સમર્થ એપ્લિકેશનો કેપેસિટી લેયર બની ગઈ છે જે કેરિયર્સને તિવ્ર ભાવ સ્પર્ધાના કારણે પ્રતિ યૂઝર આવકમાં ઘટાડો થયો છે તેને અને ઓવર-ધ-ટોપ મીડિયા સેવાઓના વધારાથી થયેલા ટ્રાફિક ગ્રોથને પહોંચી વળવા માટે મદદરૂપ થશે.

આવા સંદર્ભમાં, 5Gની ઝડપી જમાવટ માટે નેટવર્ક શેરિંગ ખર્ચ ઘટાડવા માટેની વ્યૂહરચના હોઈ શકે છે. જોકે યુ.એસ. અને તેના સાથીઓને આ પ્રકારની ગોઠવણો નિંદાજનક લાગે છે. શું તે એટલા માટે છે કે એશિયન અર્થતંત્રએ આવકમાં ઘટાડો અને ભાવની સ્પર્ધાનો આધાર એવા સ્પીડ અને નેટવર્ક કેપેસિટીમાં કુદરતી સ્થિતિસ્થાપકતા વિકસિત કરી છે? વ્યાપક માન્યતા એવી છે કે ઇકોનોમિક લિડરશીપની સ્થાપના ડેટાનું મૂલ્ય અને નવા યૂઝર ઉભા કરવામાં રહેલું છે. ત્યારે એમાં ચીન અમેરિકાથી આગળ છે તેમાં કોઈ નવાઈ નથી લાગતી. ચીનની 5જી નેટવર્ક ઘનતા દર-  દર 10 ચોરસ માઇલે 5.3 સાઇટ્સ અથવા 10,000 લોકો દીઠ 14.1 સાઇટ્સની સરખામણીમાં યુએસમાં આ દર પ્રતિ 10 ચોરસ માઇલે 0.4 સાઇટ્સ અથવા યુએસમાં 10,000 લોકો દીઠ 4.7 સાઇટ્સ છે. અને આ જ તો તેના સ્પર્ધકો માટે ચિંતાનો વિષય છે.

ઘર્ષણને સમાવીને નેટવર્ક જમાવટ પ્રક્રિયાઓને દંડો મારનાર યુ.એસ. અને તેના સાથીઓ ડિજિટલ સ્પેસમાં સરકારના હસ્તક્ષેપનો દાખલો બેસાડી રહ્યા છે. એક તરફ, સબસીડીનો રક્ષણાત્મક હસ્તક્ષેપથી વૈશ્વિક બજારોમાં ભાવનો લાભ આપશે. પરંતુ વધુ હતોત્સાહી વાત એ છે કે વ્યાપક સર્વેલન્સ પાવરથી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તેનું નિયંત્રણ એકવાર સંસ્થાગત રીતે સ્વીકૃત થઈ જાય પછી સરકાર તેનો ખુલીને ઉપયોગ કરી શકે છે. આ પ્રકારના અંકુશથી સમકાલીન રાજકીય સંસ્થાનોની વિચારધારાના ખતરાને ટાળવામાં મદદ મળે છે. સાયબર સાર્વભૌમત્વ માટે દગાબાજી અને રાજ્યના હકમાં સરહદની માહિતીને નિયંત્રણમાં રાખવા માટેના અધિકારની ચીનની દલીલો અને યુ.એસ. અને યુરોપીય સંઘનું એમાંથી જ છુટવાનું દબાણ, આ બંને વચ્ચે વાસ્તવિક રાજકીય સંબંધ શું છે: લાંબા ગાળાના વિરોધી અથવા વ્યૂહાત્મક હરીફો?

Back to Top