ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ચક્રવાત ફેનીના મધ્યમાં જાતિ

કુદરતી આફતોનું સામાજિક ભેદભાવ ઉપર કોઈ નિયંત્રણ નથી.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ઓરિસ્સામાં ચક્રવાત ફેની પછીની જાતિ ભેદભાવની તાજેતરની ઘટના 2004ની સુનામી અને 2001ના ગુજરાત ભૂકંપ જેવી આફતો દરમિયાન ભેદભાવના અગાઉના કેસોથી અલગ છે. આ તફાવત વિનાશક તીવ્રતાના સંબંધમાં નહી, પરંતુ તેના નૈતિક પરિમાણના સંદર્ભમાં વધુ છે જે માનવ સંબંધોનો સંપૂર્ણ વિનાશ કરવા માંગે છે. દલીતોની આવાસમાં સલામતીની મૂળભૂત આવશ્યકતાના સંબંધમાં દલિતો સંબંધી તેમના પ્રતિભાવમાં ઉચ્ચ જાતિમાં માનવીય ચિંતાની સંપૂર્ણ ગેરહાજરી જોવા મળી હતી. ખાસ કરીને જ્યારે ચક્રવાત તટીય ગામો અને ઓડિશાના જિલ્લાઓ પર તાટક્યુ ત્યારે આવી તીવ્રતા તેના શિખર પર પહોંચી હતી. મીડિયા અહેવાલો પ્રમાણે, પુરી જિલ્લાના ગામના ચક્રવાતના અસરગ્રસ્ત દલિતોને જાહેર આશ્રયસ્થાનોમાં પ્રવેશવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી. ઉપરાંત તેમના પર તેમને મળેલા શેલ્ટર્સને ખાલી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. મિડિયા રિપોર્ટમાં ઉમેર્યું હતું કે દલિત પરિવારોને વડના વૃક્ષ હેઠળ આશ્રય લેવાની ફરજ પડી હતી અને દલીતોની કરમની કઠણાઈ કે તે વૃક્ષ પણ વાવાઝોડામાં ઉખડી ગયુ હતું. આમ દલીતોને ભારે વરસાદ સાથે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનમાં નિર્દયપણે હોમી દેવામાં આવ્યા હતા.

આ અર્થમાં, વિનાશક ચક્રવાતની મધ્યમાં જાતિ-આધારિત ભેદભાવે સ્થાન લીધુ હતું, જે ભૂતકાળની આપત્તિ પછીની ખાસ કરીને સહાયના વિતરણની પરિસ્થિતિમાં ભેદભાવના અન્ય સ્વરૂપોથી અલગ છે. તમિળનાડુમાં સુનામી અને મહારાષ્ટ્રના લાતુર અને ગુજરાતના કચ્છમાં ભૂકંપ પછી સહાય વિતરણની પ્રક્રિયામાં જાતિ ભેદભાવ જોવા મળ્યો હતો. એ જ રીતે, બિહારના પૂરના કિસ્સામાં, એવું કહેવાયું હતું કે ગરીબ અને દલિતોને મદદથી વંચિત રખાય એ રીતે સહાયની વહેંચણી કરવામાં આવી હતી. સમૃદ્ધ લોકોની ઇમારતોની અગાસીઓ ઉપર ખાદ્ય અને ઔષધિય પેકેટ નાખવામાં આવ્યા હતા. દેખીતું છે કે દલિતોને આવી અગાસીઓ હોતી નથી. જો કે, લશ્કરના જવાનોએ પૂરના પાણીમાં ખોરાક અને દવા પૅકેટ્સના પુરવઠાને નાખવાને બદલે અગાસી ઉપર નાખ્યો તે સમજદારીનું કામ કર્યુ હોવાનું માનવામાં આવે છે. આ અર્થમાં આપત્તિજનક ભેદભાવ માળખાગત છે. તે માળખાગત છે કારણ કે માનવીય પૂર્વગ્રહને ઉપયોગિતાના દ્રષ્ટિકોણથી બુદ્ધિગમ્ય સ્વરૂપ અપાય છે. ઉદાહરણ તરીકે, એવું કહેવાય છે કે પૂર રાહત કામગીરીમાં મગજમાં એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ખોરાક અને દવા પૅકેટ્સનો બગાડ થઈ રહ્યો નથી. જો કે, આપણે એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવાની જરૂર છે: શું ઓરિસ્સાની ઉચ્ચ જાતિઓ પાસે દલિતોને જાહેર શેલ્ટરથી દૂર કરવા માટે યોગ્ય કારણ છે કે પછી તેમના શેલ્ટર પર કબજા બાદ તેમને શેલ્ટર ખાલી કરવા કહ્યું છે? એક ગ્રાઉન્ડ રિપોર્ટ સૂચવે છે કે ઉપલી જાતિઓએ દલિતો પહેલાં શેલ્ટર પર કબજો મેળવ્યો હતો, તે પછી એવું કહેવાયું કે શેલ્ટર ભરાઈ ગયુ છે વધુ લોકોને સમાવવા માટે જગ્યા નથી.

આવો ખુલાસો એમ કહે છે કે ફક્ત દલિતો જ નહીં, કોઈ પણ વ્યક્તિ હોય, સામૂહિક ભલાઈના હિતમાં, શેલ્ટરનો ઇન્કાર કરવો પડ્યો હતો. આ ધારણાને અનુસંધાને કોઈ એવી દલીલ કરી શકે કે પ્રવેશના ઇન્કાર માટે જાતિને ધ્યાનમાં લેવાઈ નહોતી. જોકે તર્કસંગત ધારણામાં પણ ઉપલી જાતિઓને દલિતો કરતા વધુ ઝડપથી શેલ્ટર સુધી પહોંચવાનો ફાયદો થયો છે તે મુદ્દો ઓછો મહત્વનો નથી. ન્યાયનો જાણીતો સિદ્ધાંત પણ કહે છે, "વહેલા તે પહેલા," ઓછામાં ઓછું ક્ષમતાના આધારે વાંધાજનક ન ગણાય. જોકે અન્ય શેલ્ટરમાં ઉચ્ચ જ્ઞાતિઓ દ્વારા આ સિદ્ધાંતને અનુસરવામાં આવ્યો ન હતો, જ્યાં મીડિયા અહેવાલ જણાવે છે કે, દલિતો શેલ્ટર પર પહેલો કબજો જમાવવામાં સફળ રહ્યા હતા તેમ છતા તેમણે શેલ્ટર ખાલી કરવાની ફરજ પડી હતી. જાતિગત ચેતના આ રીતે "વહેલા તે પહેલા"ના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. અહી ક્ષમતા પર આધારિત સિદ્ધાંત નિષ્ફળ જાય છે.

જો તેમનું પ્રાઇવેટ શેલ્ટર હોય તો દલિતોને સમાવવા માટે ઉપલી જાતિઓના ઇનકારને કોઈ સમજી શક્યું હોત. પરંતુ, તેઓ જાહેર જગ્યાને ખાનગી મિલકતડમાં રૂપાંતરિત કરવા માંગતા હતા, તેથી, દલિતોએ જાહેર શેલ્ટરમાં સમાવવાના અધિકારનો ઉપયોગ કર્યો હતો તે સચ્ચાઈને બીજુ સ્વરૂપ આપવામાં આવ્યુ.

હકીકતમાં, ઉચ્ચ જાતિઓ દલિતો પ્રત્યે નૈતિક ઉદારતા વધારવામાં નિષ્ફળ રહ્યા હતા, કારણ કે શેલ્ટર એ સરકારી શાળા હતી જેમાં દાખલ થવાનો અધિકાર હતો. પરંતુ ઉચ્ચ જાતિઓ એમ માનતી ન હતી કે દલિતો પાસે આ અધિકાર છે. અને પ્રભાવશાળી જાતિઓના ડરથી દલિતોએ આશ્રયમાં પ્રવેશવાનો પોતાનો અધિકાર વ્યક્ત કર્યો ન હતો.

જેમ કે ઉચ્ચ જાતિઓના દલિત પ્રત્યેના પ્રત્યાઘાતના પ્રતિભાવો બતાવે છે તેમ, તેમની જાતિગત ચેતનાએ નૈતિક નૈતિક ચેતનાને બે સ્તરે પાછળ ધકેલી હતી. સૌ પ્રથમ, તેઓએ તેઓએ તેમનો પોતાનો અધિકાર આગળ ધર્યો પરંતુ દલિતોનો શેલ્ટરમાં પ્રવેશવાનો સમાન અધિકાર સ્વીકાર્યો ન હતો. બીજું, તેમણે સમાન જીવન ટકાવી રાખવા માટે દલિતોના માનવ અધિકારને ન સ્વીકારીને તે નૈતિક પરીક્ષણમાં નિષ્ફળતા દાખવી હતી. આ અધિકાર મનુષ્યના જીવનથી સંબંધિત છે. ઉપલી જાતિઓએ તેમના જીવનને સુરક્ષિત રાખવા માટે તેમની તરફેણમાં કારણો ગણાવ્યા, જ્યારે તેઓએ તેમની સામાજિક સત્તાનો ઉપયોગ કરીને દલિતોનું જીવન જોખમમાં મૂક્યું.

જ્યારે કુદરતી આફતો તેઓ માનવજાત પર પડે ત્યારે તે કોઈ ભેદભાવ કરતી નથી. આ આફતો ભેદભાવ વગર સમાન અને વિનાશક બળથી દરેકને અસર કરે છે. કુદરતની વિનાશક અસર સમાન છે. જો કે, તે માનવજાત અને તેમની રક્ષણાત્મક ક્ષમતા કુદરતી આપત્તિને પક્ષપાતી પ્રતિભાવ આપે છે.

Back to Top