નવી પોલીસ પહેલનું ભાવિ
સમાજ-પોલીસ કામગીરીની પહેલમાં નાગરિક પ્રત્યેની જવાબદારી સૌથી ઉપર હોવી જોઈએ.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
સમાજ-વ્યવસ્થા પહેલના ભાગરૂપે, મહારાષ્ટ્ર પોલીસે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં જે "શ્રેષ્ઠ પોલીસ કાર્યવાહી" કરવામાં આવી રહી છે અથવા તેનું પાલન કરવામાં આવે છે તેને સંસ્થાગત કરવાનો નિર્ણય લીધો છે. આમાં મુંબઇમાં "પોલીસ દીદી" પ્રોગ્રામ, પુણે અને નાગપુર પોલીસ દ્વારા "ભરોસા (ટ્રસ્ટ) સેલ" નો સમાવેશ થાય છે. તેના ચહેરા પર, આ ચાલ એક સ્વાગત યોગ્ય લાગે છે. પરંતુ જે કહેવાનું છે અને ધ્યાન આપવાની જરૂર છે તે એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું અવલોકન છે કે જ્યારે અધિકારીઓએ આ પહેલને અન્ય અધિકારક્ષેત્રોમાં તબદીલ કરવાનું શરૂ કર્યું ત્યારે આ પહેલ અને અન્ય પહેલ બંધ કરવામાં આવી છે. દેખીતી રીતે, આનો અર્થ એ છે કે આ પહેલ પાછળની વિચારસરણી અને સારા ઉદ્દેશો સંસ્થાકીય સંસ્કૃતિમાં સંપૂર્ણપણે સમાયેલા નથી. વધુ અગત્યનું એ છે કે, આવા પ્રોગ્રામોમાં લાંબા સમયથી સમસ્યાગ્રસ્ત અને ભારતીય પોલીસને અસર કરતા હોય તેવા કેન્દ્રીય મુદ્દાઓનો હવાલો સોંપી દેવામાં આવે છે. વિવિધ રાજ્યોમાં અલગ-અલગ હોવા છતાં, પોલીસ અને ફોર્સના પ્રભાવની સંપૂર્ણ છબીને મોટા સુધારાઓ દ્વારા બદલવાની જરૂર છે.
પોલીસ દ્વારા આચરવામાં આવતા માનવ અધિકારોના હનન અને ઉલ્લંઘનોના કિસ્સા મીડિયામાં લગભગ રોજ ચમકે છે અને તેની યાદી અહી મુકવાની જરૂર નથી. વિશ્લેષણનો મુદ્દો એ છે કે સિસ્ટમમાં ખામી શું સર્જાય છે અને આ બાબતે શું કરવાની જરૂર છે. વારંવાર કહેવામાં આવે છે કે ભારતમાં 1,000 લોકો દીઠ પોલીસની સંખ્યાનો ગુણોત્તર 1.2 છે, જે યુનાઇટેડ નેશન્સની ભલામણ કરતા ઘણો ઓછો છે. લગભગ દરેક રાજ્યમાં ભારે સંખ્યામાં ખાલી જગ્યાઓ છે, ખાસ કરીને નોન-ઇન્ડિયન પોલીસ સર્વિસ પોસ્ટમાં. વધારે પડતું કામ, રજાઓનો અભાવ, ફરજના લાંબા કલાકોને કારણે યોગ્ય ખરાબ આહારની આદતો, સારા આવાસનો અભાવ જેવા સમસ્યાઓની લાંબી યાદીના ફક્ત કેટલાક મુદ્દાઓ છે. મીડિયા અહેવાલો અનુસાર, કેરળ અને મુંબઈમાં આઠ કલાકની શિફ્ટની રજૂઆતનું પોલીસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. પોલીસ અને પ્રશિક્ષણના પરંપરાગત જુના સેટ-અપના સંદર્ભમાં વસાહતી હેંગઓવર વિશે ઓછું કહેવામાં આવ્યું છે.
ત્યારબાદ ફોર્સમાં જાતિ અને ધાર્મિક વૈવિધ્યતાના અભાવ અને મહિલા કોન્સ્ટેબલ્સ અને સહાયક નિરીક્ષકો પ્રત્યેના વલણ જેવા વધુ સ્થાનિક મુદ્દાઓ છે. એ પણ જાણીતું છે કે મોટાભાગના મોટા ગુનાઓમાં સંપૂર્ણ નિરાશાજનક દંડ અપનારી તપાસમાં નબળી તપાસથી લઈને ફોરેન્સિક કુશળતા અને માધ્યમોનો સમાવેશ થાય છે. હકીકતમાં, રસપ્રદ વાત એ છે કે, મોટાભાગના રાજકીય પક્ષોએ ચાલુ ચૂંટણી માટે તેમના જાહેરનામામાં પોલીસ સુધારાને સ્થાન આપ્યુ છે. આનંદની વાત એ છે કે દેશમાં 10 રાજ્યોએ ખાલી જગ્યાઓ ભરવા અને ગુના સાથે વ્યવહારમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સહિતના ઘણાં પોલીસ સુધારા અમલમાં મૂક્યા છે. સુપ્રિમ કોર્ટમાં આવકારદાયક પ્રકાશસિંહ કેસ અને પછીના આદેશો, નેશનલ પોલીસ કમિશનના અહેવાલો અને પ્રતિષ્ઠિત ન્યાયશાસ્ત્રીઓ અને પોલીસ અધિકારીઓની અધ્યક્ષતા હેઠળના ઘણા કમિશન અને સમિતિઓ દ્વારા વરસોવરસ તેની નિંદા અને ટિપ્પણી કરવામાં આવી છે.
પરંતુ, જ્યારે આ અને અન્ય ઘણા મુદ્દાઓને તાત્કાલિક સંબોધિત કરવાની જરૂર છે, ત્યારે તેમાં સૌથી વધુ મહત્વના મુદ્દાઓમાં સમગ્ર સમાજ પ્રત્યેની પોલીસની જવાબદેહી અને આદિજાતિ, દલિત અને મહિલા ફરિયાદીઓ પ્રત્યેના તેમનું વલણ છે. સતત ઉલ્લેખિત થતો અને ટીકાયોગ્ય મુદ્દો પોલીસની કામગીરીમાં “રાજકીય દખલગીરી” અને પોલીસ દળ પરના રાજકીય વહીવટીતંત્રના કબજાનો છે. એ સાચું છે અને આ મુદ્દા પર નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને અન્યો દ્વારા કરવામાં આવેલી વિવિધ ભલામણોને તપાસવી જોઈએ. ઘણા એક્ટિવિસ્ટો-વકીલોએ ધ્યાન દોર્યું છે કે, રાજકીય વર્ગમાં પોતાને અનુકુળ કામગીરી કરતા પોલીસ વડાઓની નિમણૂંક કરવી એ વાત છાની નથી.
આમ, નીચલા અને અવગણાયેલા વર્ગ પ્રત્યેનું નીચલા સ્તરથી લઈને ઉચ્ચતમ શ્રેણી સુધી આ પોલીસનું વલણ છે. ભરોસા સેલ અને પોલીસ દીદી શાળાઓ અને કોલેજોમાં જઈને આ મુખ્ય પાસાં સાથેના વ્યવહારમાં મદદ કરશે? સામાન્ય નાગરિક પ્રત્યેની પોલીસ જવાબદારી વિશે પોલીસ ફોર્સને સભાન કરવામાં અને તેના રોજ-બ-રોજની પ્રવૃત્તિઓમાં તેને સ્વીકારવા માટે શું કરવું જોઈએ? ઘણાં લાંબા સમયથી ખાખી વર્દી (યુનિફોર્મ) નાગરિકોને પોલીસની પૂછપરછ કરવાથી અટકાવવી રહી છે. ફરીથી, પોલીસ દીદી મહિલાની જવાબદારી સંભાળ રાખવાની, સંરક્ષણાત્મક છે તેથી બળપ્રયોગ ન કરી શકે એવી પિતૃપ્રધાન વિચારધારામાં ફીટ બેસે છે. આઇપીએસ કેડરના ન હોય તેવા પોલીસ મહિલાઓની વાત આવે ત્યારે તેમના પ્રત્યે નાગરિક અને પુરુષ પોલીસ અધિકારીઓનું વલણ ભાગ્યે જ પ્રશંસનીય છે. તેમની તાલીમ, પોસ્ટિંગ, વગેરે ઉપર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે.
પોલીસ કામગીરીનો સમાજ માટે સલામત વાતાવરણ પૂરું પાડવાનો હેતુ છે અથવા તો એવો હેતું હોવો જોઈએ. નિષ્ણાતોએ નોંધ્યું છે કે, તે એક જ બિન લડાકુ સંસ્થા છે જે નાગરિકો સામે બળનો ઉપયોગ કરી શકે છે અને તેમની સ્વતંત્રતા ઘટાડે છે. આવી શક્તિ ઉપર તેની પોતાની નૈતિક અને સામાજિક ચેતનાનું શાસન હોવું જોઈએ. મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પહેલમાં શ્રેષ્ઠ સમાજ માટેની પ્રેકટિસ માટે આ પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ.