ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

રાજકારણમાં મહિલા પ્રતિનિધિત્વ

રાજકીય તકવાદ અને ભારે-પૌરુષવાદી સંસ્કૃતિ મહિલાના પ્રતિનિધિત્વના વજુદને અર્થહીન બનાવે છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ચૂંટણીના રાજકારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં વધારો કરવા માટેની માગ પાછળના ઇરાદો માત્ર રાજકીય ક્ષેત્રે મહિલાઓની ભૌતિક હાજરીને સુનિશ્ચિત કરવાનો ન નથી, પરંતુ તકવાદ, લિંગવાદ અને ભારે-પૌરુષવાદમાં બદલાવ લાવવાનો છે. જોકે, દુર્ભાગ્યે તેમાં પ્રિયંકા ચતુર્વેદીની કોંગ્રેસથી શિવસેના તરફની ચાલ જેવા બનાવો તેમાં હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે. તેમની સામે આચરાતા લિંગવાદ સામે પક્ષની નિષ્ક્રિયતાના આધારે ચતુર્વેદીએ કોંગ્રેસ છોડી હોવાનું કહ્યુ છે અને એવા રાજકીય પક્ષમાં જોડાઈ છે જેનો લિંગ ન્યાય અંગેનો બહુ ઉજળો રેકોર્ડ નથી. ચતુર્વેદીએ પોતાની મહિલા અધિકારો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરીને પોતાની આ પ્રકારની ચાલને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.

આવી ચાલ રાજનીતિ સ્થપાઈ રહેલી નૈતિક વલણ, પ્રતિબદ્ધતા અને અપરાધભાવ વિનાનો નર્યો કારકિર્દીવાદની નવી રિતભાત તરફ ધ્યાન દોરે છે. આ સામાન્ય રીતભાતનું વિશ્લેષણ કરવું જરુરી છે.  આ ઘટના એ પણ બતાવે છે કે કેવી રીતે રાજકીય પક્ષો પોતાના સભ્યોને કર્મચારીઓ તરીકે પગાર પર રાખીને તેમના પક્ષોની બ્રાન્ડ અને છબીનું માર્કેટિંગ કરાવે છે. જોકે, આવા સભ્યો રાજકારણીઓ તરીકે ઉભરી શકતા નથી, કેમ કે તેમને લોકો સાથે કે પાર્ટીની મુખ્ય વિચારધારા સાથે વધુ નિસ્બતની દરકાર હોતી નથી. આ બાબત રાજકીય પક્ષોને કોર્પોરેટ કલ્ચરમાં ઢાળે છે.

આવી ઘટનાઓમાં એક સમસ્યાજનક બાબત એ પણ છે કે સ્ત્રીઓના અધિકારોની ભાષા અને નારીવાદનો ખૂબ મર્યાદિત અને ઇન્સ્ટ્રુમેન્ટલ અર્થમાં ઉપયોગ થાય છે. રાજકારણના ભ્રષ્ટ અને ગેરમાર્ગે દોરતી પ્રણાલીઓની સરળ સ્વીકૃતિ અને આની સામે સંઘર્ષ વચ્ચે, નારીવાદની સમજ સમાયેલી છે. નારીવાદની સાચી સમજણ તેમાંથી નિકળતા એક અવાજ અને રાજકારણની અલગ ભાષાને સમૃદ્ધ કરે છે. સંસદમાં મહિલા પ્રતિનિધિઓની સંખ્યામાં વધારો કરવા માટેની માંગ પાછળની આ અપેક્ષા છે. જ્યારે મહિલા રાજકારણીઓનું વલણ હોય છે કે "ટકી રહેવા કે પ્રગતિ કરવા માટે પુરુષો જેવા બનવું જોઈએ". અને તે મહિલાઓને પોતાની ઓળખ સાથે ટકી રહેવાનું મુશ્કેલ બનાવીને પૌરુષીય રાજકીય કલ્ચરને કોઈ હાની પહોંચાડે છે?

રાજકીય ક્ષેત્રે મહિલા પ્રતિનિધિઓની હાજરીને સુનિશ્ચિત કરવા, તેમના માટે અનામત જરુરી છે. તેની જરુરિયાત આ હકીકત દ્વારા પ્રકાશિત થાય છે કે છેલ્લી સંસદમાં, માત્ર 11% મહિલાઓ હતી. 90 લાખથી વધુ મહિલાઓ માટે એક મહિલા પ્રતિનિધિ હતી. અનામતથી મહિલાઓના પ્રતિનિધિત્વનું મહત્વ વધે છે કારણ કે રાજકીય પક્ષોમાં મહિલાઓની ઉમેદવારી મર્યાદિત રહે છે. પાર્ટીઓ મહિલા ઉમેદવારોના સેલિબ્રિટી સ્ટેટસ અને કૂળની "સ્ટાર વેલ્યુ" પર મદાર રાખે છે. મોટાભાગના રાજકીય પક્ષો સમાજમાં કામ કરતી મહિલા કાર્યકરોની અવગણના કરે છે અને તેના બદલે ચૂંટાવાની શક્યતાના આધારે ઉમેદવારોની પસંદગીના અન્ય માપદંડો પર ઉમેદવારો પસંદ કરે છે. મહિલાઓને ટિકિટો મળે તો પણ, તેમની સામે ચૂંટણીમાં ભારે મતભેદ છે, કારણ કે તેઓ એક વિરોધી, ખતરનાક અને પ્રભુત્વ ધરાવતી પુરુષ કેડરનો સામનો કરે છે. તેની પસંદગી ઝીણવટપૂર્વક કરવામાં આવે છે અથવા લૈંગિક અને આકર્ષણના ધોરણે કરવામાં આવે છે. જોકે, તે મહત્વનું છે કે, મહિલાઓ તેમના વ્યક્તિત્વમાંથી તેની બાદબાકી કરી શકે છે.

જ્યારે મહિલા ચૂંટાય અને રાજકીય પાવર મેળવે ત્યારે પણ આ પાવર રાજકારણમાં તેમની વાસ્તવિક સહભાગિતામાં જરુરીપણે તબદિલ થતો નથી. આ હકીકત સ્પષ્ટ છે કે મહિલા નેતાઓની આગેવાની હેઠળની પાર્ટીઓ પણ મહિલાઓની આભડછેટ દુર કરી શકતી નથી. જો કે, અભ્યાસોએ એ પણ બતાવ્યું છે કે સ્થાનિક સ્તરે શાસન પર મહિલાઓના પ્રતિનિધિત્વમાં વધારાએ એજન્ડામાં અને રાજકીય કામકાજ તરફના અભિગમમાં બદલાવ લાવ્યો છે. અહી એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે: જ્યારે મહિલાઓ ચૂંટાય છે ત્યારે શું તેઓ અલગ રીતે વિચારે છે, શું તેઓ મહત્વના બદલાવો લાવવા માટે અલગ રીતે કામ કરે છે? રિઝર્વેશનથી વિધાનસભામાં મહિલાઓની હાજરી ઉભી કરી શકાશે પરંતુ રાજકારણમાં સત્તાના સમિકરણોને બદલવાનો પ્રયાસ કરવા આગળ તો તેમને જ વધવાનું રહેશે.

મહિલા મતદારોની સંખ્યા વધી રહી છે. ત્યારે એવા પ્રતિનિધિઓની જરૂર છે જે તેમની ચોક્કસ માગણીઓને ઉઠાવી શકે અને નવા રાજકીય કલ્ચર અને જૂથોના વિકાસ માટે જગ્યા બનાવી શકે. દાખલા તરીકે, આ પ્રતિનિધિઓ કર્મચારી વર્ગમાં મહિલાઓના કાર્યબળમાં થઈ રહેલો ઘટાડો અને મતદાર યાદીમાં બે કરોડ ગુમ મહિલાઓ જેવા મુદ્દાઓ ઉભા કરી શકે છે. કારણ કે આ મુદ્દાઓ રાજકારણમાં મહિલાના પ્રતિનિધિત્વ પર સીધી અસર કરે છે. તેમણે "મહિલા મુદ્દાઓ" ની સમજણને વિસ્તૃત કરવાની જરૂર છે, જેમાં ગેસ સિલિંડરોના મુદ્દાની જેટલો જ સમાજના ધ્રુવીકરણનો મુદ્દો છે.

સાચા પ્રતિનિધિ બનવા માટે, વિવિધ મતક્ષેત્રો અને પશ્ચાદભૂમિકાઓની મહિલાઓનો અવાજ જરુરી છે, કારણ કે તે રાજકારણના જુદા જુદા પ્રકાર અને નવી સંવેદનાઓ માટે જગ્યા બનાવે છે. "જીવંત અનુભવ"માં આ ઉપરાંત લોકશાહી અને નારીવાદના મૂલ્યોની ઓળખ અને પ્રેક્ટિસ અને આક્રમક જાતીયતા અને આતંકવાદને ફેલાવતા દળોને સવાલો પુંછવાની જરૂર છે. નારીવાદને માત્ર હોઠ પર મમળાવવા કે માત્ર કોઈની છબીને સુધારવા માટે તેનો ઉપયોગ કરવાથી વલણમાં બહુ બદલાવ નહી આવે. મહિલાઓની વધેલી હાજરીથી વર્તણુકમાં બદલાવને અસર થઈ શકે છે, ત્યારે તે "નર્યા પુરુષનું ક્ષેત્ર" તરીકે ઓળખાતી વસ્તુમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે એવા જ પાવર કલ્ચરને રોકવા માટે પ્રયત્નો કરવા પડશે.

Back to Top