મતનું વજન
નિષ્ક્રિય સાધન તરીકે નોટા વ્યકિતને પોતાની રાજકીય પરિસ્થિતિ સાથે જોડાવાની જવાબદારીમાંથી મુક્ત કરે છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
લોકશાહીમાં એવો ઉલ્લેખ કરવાની જરૂર નથી કે મતના અધિકારનું પ્રાથમિક મહત્ત્વ છે. અપાયેલા મતો ચૂંટણી લડનારા ઉમેદવારની તાત્કાલિક વિજેતા થવાની સંભાવનાઓની સાથે લોકશાહીના ભાવિને નિર્ધારિત કરવા માટે નિર્ણાયક બની શકે છે. આમ લોકશાહીમાં મતનું વજન બહુ ભારે છે. પરંતુ, તાજેતરના સમયમાં, મત આપવાનો અધિકાર રસપ્રદ ચર્ચાનો વિષય બની ગયો છે. મૂલ્યવાન સંપત્તિ તરીકે મત આપવાનો અધિકાર અને આ સંપત્તિ ગુમાવવાની ચિંતાને લઈને મતદારોને ધમકાવીને મતો કઢાવી લેવા માટે કેટલાક ઉમેદવારોને પ્રોત્સાહન મળ્યું છે. પ્રભાવશાળી રાજકીય પક્ષોમાં પણ આમ થયુ છે.
આ સિક્કાની બીજી બાજુએ, કેટલાક પ્રબુદ્ધ રાજકીય નેતાઓ તરફથી એક સૂચન આવ્યુ છે કે કોઈ ચોક્કસ ઉમેદવારની તરફેણમાં તો નહી જ પરંતુ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઇવીએમ)માં આપેલી યાદીમાંથી કોઈ પણ ઉમેદવારની તરફેણમાં તેનો ઉપયોગ કરવામાં ન આવે. નોટા (ઉપરોક્તમાંથી કોઈ પણ વિકલ્પ નહીં-નન ઓફ ધ એબોવ ઓપ્શન) દેખીતી રીતે ઉમેદવારો માટે ઉચા નૈતિક ધોરણો ઉભા કરે છે. નોટાની આવશ્યકતા મતદાર સાથેની નૈતિક પહેલને સમાવી લે છે, જે પછી તેમના બંધારણીય ફરજને લઈને નૈતિક સત્તાનો આનંદ માણી શકશે. વધુમાં, નોટાને નૈતિક વિરોધ તરીકે ગણવામાં આવે છે અને તેથી તેનો પાયો નકારાત્મક જવાબદારીમાં છે, જેનો મતલબ એમ થશે કે મારો નોટાનો મત ઉમેદવારોની નબળી ગુણવત્તાનું પરિણામ છે, જેના માટે હું જવાબદાર નથી.
જો કે, આ પૂર્વ પક્ષમાં એક ઉત્તર પક્ષ છે, આ દલીલનો કાઉન્ટર-વ્યૂ છે. નોટાની બાબતમાં, તે મત આપવાના હકનો ધારક છે જે "ઉપરોક્તમાંથી કોઈ નહીં" પસંદ કરીને મત પાછળ મૂલ્ય અને નૈતિક સત્તાને મૂકે છે. જોકે, તેમાં હંમેશાં એવું છે કે આવા અધિકાર ધારકને નોટાનો ઉપયોગ કરવાના તેમના નિર્ણયની અસરો ઉપર સંપૂર્ણ નિયંત્રણ હોવું જોઈએ? શું નૈતિક રીતે નબળી ગુણવત્તાવાળા ઉમેદવારો એકમાત્ર ધોરણ છે જે મતદારોને નોટાનો ઉપયોગ કરવાની પ્રેરણા આપે છે? નોટાનો વિકલ્પ જ્ઞાનાત્મક ક્ષમતા પર શું અસર કરે છે જે મતદારોને વાજબી રાજકીય નિર્ણયો લેવામાં મદદ કરે છે?
મતદારો નહી, પરંતુ ઉમેદવાર મતનું વજન નક્કી કરે છે. તે દેહ વ્યવસાયીઓ, આદિવાસીઓ અને લઘુમતીઓના મતદારોનો અનુભવ રહ્યો છે કે તેમના મતો માટે ઉમેદવારો દ્વારા તેમનો ક્યારેય સંપર્ક કરવામાં આવ્યો નથી. આ ઉમેદવારોએ એવું મૂલ્યાંકન કર્યું હોવાનું જણાય છે કે આ તબકાઓની નજીક ન જઈને તેમને મળતો ભારે નૈતિક લાભ કરતાં વાસ્તવિક રાજકીય ખર્ચ ઘણું ઓછું છે. આ ચૂંટણીમાં તરછોડાયેલા ઘણાની નૈતિક લાગણીઓમાં આ સ્પષ્ટ છે અને તેમનો સંપર્ક નહી કરાતા તેમનામાં માનભંગ અને અપમાનની લાગણી વિકસી હતી. મતદારો પાસે મત આપવાનો ખાલી અધિકાર છે, પરંતુ ઉમેદવારો દ્વારા સમાન ધોરણે સંપર્ક કરવાનો અધિકાર નથી. તેઓ માને છે કે તેમની મત આપવાની તીવ્ર ઇચ્છા છે, પરંતુ તેમને લાગે છે કે ઉમેદવાર દ્વારા વારંવાર સંપર્ક કરનારા અન્ય મતદારોની તુલનામાં તેમના મત ઓછા મૂલ્યવાન ગણવામાં આવે છે. આ મતદારોનો સંપર્ક કરતા તેમના સામાજિક અને જાતિય બેકગ્રાઉન્ડને ધ્યાનમાં લીધા વિના, તેમની સમાન કદર થશે.
જ્યારે કોઈની "પુખ્ત" વય તેને વૈશ્વિક ધોરણે પુખ્ત બનાવતી સ્થિતિ બક્ષે છે, ત્યારે મત આપવાનો અધિકાર જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વગર દરેક મતને સમાન મૂલ્ય આપીને જૈવિકની સાથે નૈતિક મૂલ્ય પણ ધરાવે છે. આ નૈતિક અર્થમાં મતદાનનો અધિકાર સાર્વત્રિક બની જાય છે.
હંમેશા એવું નથી બનતું કે નૈતિક ધોરણે ઉમેદવારની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાના સાર્વત્રિક માપદંડના આધારે નોટા તેની નૈતિક શક્તિ મેળવે. અન્ય સામાજિક કારણોસર પણ નોટાનો ઉપયોગ થઈ શકે છે. નહિંતર, અનામત મતવિસ્તારમાં નોટાના મતની ઊંચી ટકાવારીને આપણે કેવી રીતે સમજવી? એવી દલીલ કરી શકાય છે કે આ મતક્ષેત્રોનું ચોક્કસ સામાજિક ચરિત્ર નોટાનો ઉપયોગ કરવાના નિર્ણયને અસર કરે છે. અનામત મતદારક્ષેત્રોમાંની ચૂંટણી હંમેશા ઓછી સ્પર્ધાત્મક રહે છે અને તેથી, મતદારોને નોટાનો વિકલ્પ ટાળવા માટે તે ઓછી પ્રેરણા આપે છે. અલબત્ત, નોટાની આવશ્યકતા એક અનિયમિત ચુકાદો છે જેના પર વ્યક્તિ તેના પોતાના પ્રશ્નો હેઠળ ઉમેદવારના અધોગતિના નિર્ણય પર એકપક્ષીય રીતે પહોંચે છે. જો કે, આ એવો ચુકાદો નથી કે જે ઉમેદવારોની સાથે યોગ્ય ચર્ચા પછી લેવાય. મતદાર તાકાતની મધ્યસ્થીની ચકાસણી પછી તેના પર પહોચાતું નથી અને "અસ્પષ્ટ" રાજકીય પ્રક્રિયાને લઈને પેદા થતા ઉમેદવારમાં બાતલ જતો નથી. NOTA એ વ્યક્તિને સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતથી જુદા પાડે છે કારણ કે વ્યક્તિ આ ખરાબ રાજકારણના ઉત્પાદન માટે પરોક્ષ રીતે પોતે જવાબદાર હોવાની જવાબદારી લેતી નથી.
ઐતિહાસિક રીતે સંવેદનશીલ અભિગમ અપનાવવાથી નોટાની સંમતિ પર થોડો પ્રકાશ પાડી શકાશે. નોટા એ અર્થમાં ઐતિહાસિક પણ છે કે તે મતદારની સંપૂર્ણ પસંદગીના સંદર્ભમાં નક્કી કરવામાં આવ્યો છે અને ઐતિહાસિક પ્રક્રિયામાંથી ઉદ્ભવતી પસંદગીઓની દ્રષ્ટિએ તેમાં એવું નથી કે એક ઉમેદવારને પ્રમાણમાં વધુ સારી તરફેણમાં નકારવામાં આવે. આ કસરત પ્રમાણમાં વધુ સારા ઉમેદવારને સમર્થન આપવાની અને "ખરાબ" એકને નકારી કાઢવાની સામૂહિક જવાબદારીના ક્ષેત્રની અંદર આવે છે.