ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

નૈતિક સત્ય અને ન્યાયિક અખંડિતતા

નિર્દોષતાના અભિનય માટે નૈતિક સત્યોનો ઉપયોગ સીજેઆઇ અને ન્યાયતંત્રની કાર્યવાહીની ઇમાનદારીની અવગણના કરે છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

તાજેતરના વિવાદમાં ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા (સીજેઆઈ) રંજન ગોગોઈ ઉપર સુપ્રીમ કોર્ટના પૂર્વ-કર્મચારી દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે તે જાહેર સંસ્થાઓ અને તે સંસ્થા ઉપર બિરાજતા કે બિરાજવા માંગતા જાહેર અધિકારી વચ્ચેના સંબંધને લઈને સમસ્યા ઊભી કરી છે. આ સંબંધ સમસ્યારૂપ હોવાનું જણાય છે કારણ કે સીજેઆઈ જેવી હસ્તિના અંગત દરજ્જાને બહુ નહીં તો તેના અંગત કદને કાપીને જાહેર સંસ્થાના સાર્વત્રિક દરજ્જાને નીચે લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અલબત્ત, સીજેઆઈ દ્વારા કરવામાં આવેલા દાવાઓમાં સમસ્યા સ્પષ્ટ છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે કામ કરે છે. આ બંને વ્યક્તિઓએ અલગ સંદર્ભો સાથેના બે પ્રકારના નૈતિક દાવા કર્યા છે. મીડિયાના અહેવાલ પ્રમાણે વડા પ્રધાને રાષ્ટ્રના મસીહના સ્તરે પોતાના કદને આગળ વિસ્તાર્યુ છે અને દાવો કર્યો છે કે રાષ્ટ્રની સુરક્ષા માટે તેમની પાસે પ્રચંડ નૈતિક (પુરૂષત્વ) બળ છે અને દેશ માત્ર તેમના હાથોમાં સુરક્ષિત છે. જ્યારે બીજી તરફ સીજેઆઈ પર જાતીય સતામણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ આરોપ ન્યાયિક સંસ્થાઓ સામે સંકળાયેલી કટોકટી સાથે વ્યક્તિ પર કરવામાં આવેલા આરોપોને સરખાવવાની માંગ કરે છે. તો પછી જાહેર જીવનમાં વ્યક્તિત્વ વધુ અગત્યનું છે કે જાહેર સંસ્થાઓ વધુ અગત્યની છે?

સીજેઆઇ દ્વારા કરવામાં આવેલા દાવાઓના સંદર્ભમાં, એવું સમજી શકાય કે ન્યાયતંત્રની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે તેમની વ્યક્તિગત નૈતિક પ્રતિબદ્ધતાને કોર્ટના ભૂતપૂર્વ કર્મચારીના "ખોટા આરોપો" દ્વારા અવરોધવામાં આવી છે. તેણે પોતાના બચાવમાં જણાવ્યું છે કે તેના પર હુમલો એ સમગ્ર ન્યાયતંત્ર પર હુમલો છે. એ વાત સાચી છે કે સીજેઆઇનું પદ એ બંધારણીય મૂલ્યોનું સ્વરૂપ છે, જે ન્યાયતંત્ર જેવી જાહેર સંસ્થાઓને અખંડિતતા બક્ષે છે. જો કે, એક સક્ષમ ન્યાયાધીશનું બંધારણ તેમના નૈતિક અંતઃકરણ અથવા નિષ્ઠા અને બલિદાનની વાતના આધારે નૈતિક સત્ય ઉત્પન્ન કરવા ઉપર અવલંબીત નથી. સીજેઆઇએ નૈતિક આચરણો સાથે નીચે આપેલા અભિવ્યક્તિઓનો ઉપયોગ કર્યો હોવાનું નોંધાયું છે: "મારે આરોપોને નકારવા માટે પણ એટલા નીચા આવવું જોઈએ નહીં" અને "મારા પટાવાળાને મારા કરતાં વધુ પૈસા મળ્યા છે."

આ સંદર્ભમાં એક અણિયાળો પ્રશ્ન ઉઠાવવાની જરૂર છે.

જો સીજેઆઈની કાર્યવાહી ન્યાયિક અખંડિતતાને રજૂ કરે છે અને પુરાવા આધારિત સત્યનું પ્રગટીકરણ કરતી કાનૂની કાર્યવાહીની સંરક્ષક છે તો ગોગાઇ સ્વરક્ષણમાં નૈતિક શબ્દભંડોળનો ઉપયોગ કરવાને શા માટે આતુર છે? પુરાવા આધારિત અને દલીલ આધારિત સત્ય આધુનિક ન્યાયિક સંસ્થાનો પ્રાણ છે. પારદર્શક અને મજબૂત કાર્યવાહીને અનુસરીને નિષ્પન્ન થતો ન્યાય એ સત્યની જીત ગણાય છે. આધુનિક ન્યાયતંત્રનું હાર્દ છે તે વૈજ્ઞાનિક સત્યની શોધમાં સ્વ-બચાવ માટે નૈતિક ભાષાના ઉપયોગની જરૂરિયાતને નકારવી જોઈએ. બીજી તરફ, નૈતિક સત્ય એકપક્ષીય વૃત્તાંતના દાવામાં રહેલું છે, જેને સંયમ અને નૈતિક અખંડિતતાના નૈતિક શબ્દભંડોળનો ઉપયોગ કરીને વ્યક્તિ દ્વારા બનાવવામાં આવે છે. આ બાબતમાં એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જાતીય સતામણીના આરોપો સામે પ્રારંભિક સંરક્ષણ પૂરું પાડવા માટે ઘણીવાર આવી નૈતિક ભાષા અને નૈતિક શબ્દભંડોળને રજુ કરવામાં આવે છે.

નિર્દોષ સાબિત કરવા માટે જરૂરી છે તે યોગ્ય કાર્યવાહી પહેલા જ આ નૈતિક શબ્દભંડોળનો ઉપયોગ વ્યક્તિની નિર્દોષતા જાહેર કરે છે, અને તે ફરિયાદ કરનારની વિશ્વસનીયતાને નબળી બનાવવાનો પ્રયાસ કરે છે. આમ ફરિયાદીને ન્યાયિક તપાસના લાભને નકારી કાઢે છે. પ્રશ્ન એ છે કે કાર્યસ્થળમાં જાતીય સતામણીનો આરોપ મુકવામાં આવે છે અને તેમાં ન્યાયતંત્રના સર્વોચ્ચ સોપાનો શામેલ હોય તેવી શક્તિશાળી વ્યવસ્થાનો સમાવેશ કરે છે. જો કે, જે રીતે કેસને અત્યાર સુધી ચલાવવામાં આવ્યો છે તે સંસ્થામાં વિશ્વાસનું આરોપણ કરતું નથી. ન્યાયતંત્રની અખંડિતતા ફક્ત કાનૂની સંસ્થામાં મજબૂત અને પારદર્શક ન્યાયિક પ્રક્રિયાઓને અનુસરીને જ સુનિશ્ચિત કરી શકાય છે અને તેમા માટે સમયાંતરે બંધારણીય સુધારા આવશ્યક છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ત્રણ સભ્યોની સમિતિની કામગીરી અને ન્યાયિક પ્રક્રિયામાંથી જે સત્ય ઉભરી આવશે તેનાથી સ્પષ્ટ થશે કે ન્યાયતંત્ર તેની અખંડિતતા જાળવી શકે છે કે નહિ.

 

 

 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top