મહિલા શ્રમ બળની ભાગીદારીને નકારી કાઢવી
માગ અને પુરવઠાના પરિબળો ગ્રામીણ મહિલાઓની શ્રમ શક્તિ ભાગીદારીને અવરોધિત કરે છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ભારતમાં શ્રમ બળ સહભાગિતા દર (FLFPR) ઉભરતા અર્થતંત્રોમાં સૌથી નીચો છે અને સમય જતાં ઘટી રહ્યો છે. કામ કરતા વય જૂથમાં મહિલાઓની વસ્તીમાં કામ કરતી સ્ત્રીઓના પ્રમાણમાં ઘટાડો થયો છે. ભારતમાં FLFPR 2011-12 માં 31.2% થી ઘટીને 2017-18 માં 23.3% થઈ ગયો હતો. વધુમાં, 2017-18માં ગ્રામીણ વિસ્તારો માટે એફએલએફપીઆર 11 ટકા કરતા વધુ ટકા ઘટ્યો હતો. ગ્રામીણ પુરુષોના શ્રમ બળ સહભાગિતામાં ઘટાડો થયો હોવા છતાં ગ્રામીણ મહિલાઓ માટે ઘટાડાનો દર ખૂબ તીવ્ર હતો. મહિલાઓને શ્રમ બળમાંથી પાછા ખેંચી લેવાની સાથે, તેને ગ્રામીણ વિસ્તારોમાં હાલની રોજગારીઓમાં પુરુષો દ્વારા પણ બહાર કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં મહિલા શ્રમ બળ સહભાગિતાને અવરોધે તેવા મુદ્દાઓને વધુ ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે.
ભારતમાં શ્રમ બળમાં મહિલાઓની ઓછી સહભાગિતામાં રોજગાર તકોની અછત, શિક્ષણ અને ઘરેલું આવકના સ્તરમાં વધારો, મહિલા કામગીરીને ઓછી આંકવી જેવી માપનની સમસ્યાઓ સમાયેલી છે. જો કે, તાજેતરના સમયમાં આવક પેદા કરવાની તકો અદૃશ્ય થતા ગ્રામીણ તકલીફોએ મહિલાઓને સૌથી વધુ અસર પહોંચાડી છે. ખેતીમાં રોજગારીની ઉપલબ્ધતામાં ઘટાડો અને બિન-કૃષિ રોજગારમાં આર્થિક તકોની અછતને કારણે ગ્રામીણ ભારતમાં મહિલાઓ માટે શ્રમની માંગના અવરોધો અથવા યોગ્ય રોજગારીની તકોની અછતની સમસ્યા સર્જાઈ છે. કૃષિ અને બિન-કૃષિ પ્રવૃત્તિઓનું યાંત્રિકરણ પણ રોજગારની તકો ઘટાડે છે.
એ ખરુ કે ગ્રામીણ મહિલાઓ ઘરની નજીકના કામ માટે અનુકુળ સમય અને તકોને પ્રાધાન્ય આપે છે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ (મનરેગા), 2005, જાહેર કાર્ય યોજનાઓ માટે પૂર્વનિર્ધારિત વેતન પર આવા કામના 100 દિવસ પૂરા પાડે છે. પરંતુ, 2018ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, "કેર ઇકોનોમી બોજ" એટલે કે મહિલા દ્વારા ઘરેલુ અને સમુદાય સ્તરે કરવામાં આવતી અવેતન આર્થિક પ્રવૃત્તિઓ પાછળ વપરાતો સમય, FLFPRના નિર્ણય પાછળનું એક મહત્વનું પરિબળ છે. તેથી, અવેતન કામ પર ખર્ચવામાં આવેલ સમય, ખાસ કરીને અવેતન સંભાળ અને ઘરેલું કાર્યો શ્રમ બળમાં મહિલાઓની ભાગીદારીને અવરોધે છે. આ ગ્રામીણ સમાજોમાં વધુ છે, જેમાં પૈતૃક ધોરણો દ્વારા નક્કી કરવામાં આવતી જાતિ ભૂમિકાઓનો કડક ભેદભાવ છે જે વધુ તો ધાર્મિક અને સાંસ્કૃતિક પૂર્વગ્રહો દ્વારા ટકાવી રાખવામાં આવે છે. મોડેથી, ગ્રામ્ય પરિવારના કદ અને પુરુષોના સ્થળાંતરમાં ઘટાડા સાથે, મહિલાઓ પર અવેતન કામનો બોજો અસમાન રીતે વધી રહ્યો છે.
ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના આંકડા અનુસાર, ભારતીય મહિલાઓ હાલમાં ઘરેલુ કામ પર પ્રતિદિન 352 મિનિટનો ખર્ચ કરે છે. આ પુરુષો દ્વારા કરવામાં આવતા અવેતન કામ કરતાં 577% વધારે છે. આ એક સપ્લાય-સાઇડ કંટ્ર્રેંટ છે જેના નિવારણની જરૂર છે. આ નિર્ણાયક છે કારણ કે તે ગરીબ છે જે બિન-ગરીબોની સરખામણીમાં અપ્રમાણસર "સમય ગરીબી" ભોગવે છે. ઘરેલું કામ અને અવેતન કાળજીનો બોજો વધુ સારી રોજગારીઓ માટે કુશળતા પ્રાપ્ત કરવાની મહિલાઓની ક્ષમતાને અવરોધે છે, જેના લીધે શ્રમ બળમાંથી મહિલાઓને બહાર રાખવામાં આવે છે. આમ, સુવિધાઓ અને પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બાળસંભાળ સુવિધાઓ અને વૃદ્ધો માટે કેર હોમની જોગવાઈ કરવાની જરૂર છે જે શ્રમ બળમાં મહિલાઓના પ્રવેશને સરળ બનાવશે.
પરંતુ, આવી તાજેતરમાં રજૂ કરવામાં આવી હતી તેવી સરકારી નીતિઓ સંગઠિત મહિલા કર્મચારીઓ તરફ લક્ષિત છે. મેટરનિટી બેનિફિટ (એમેન્ડમેન્ટ) બિલ, 2016 સંગઠિત ક્ષેત્રમાં કાર્યરત મહિલાને 26 અઠવાડિયા સુધી પેઇડ પ્રસૂતિ રજાને પાત્ર બનાવે છે. બાળ ઉછેરની બાબતમાં, માતૃત્વ લાભ (સુધારો) અધિનિયમ, 2017ના સંબંધમાં, 50 કે તેથી વધુ કામદારો ધરાવતી દરેક સંસ્થામાં સુવિધા પૂરી પાડવા માટે જોગવાઈ કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્ર માટે, જોકે, આવા વિકલ્પો મર્યાદિત છે. તેમ છતાં, મનરેગા હેઠળ કામદારો તેમના એમ્પ્લોયરો દ્વારા પૂરી પાડવામાં આવેલ મફત ઓનસાઇટ ચાઇલ્ડકેર મેળવવા માટે હકદાર છે, પરંતુ વાસ્તવમાં તેનો અમલ કરવામાં આવતો નથી. કેન્દ્ર દ્વારા પ્રાયોજિત નેશનલ ક્રૅચે સ્કીમથી સંબંધિત ખર્ચમાં તીવ્ર ઘટાડાથી દેશભરમાં ક્રેચ બંધ થઈ ગયું છે.
હાલની નીતિઓ, જેમ કે મનરેગા અને ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીઝ પરના ઊંચા ખર્ચ તેમજ ઝડપથી બદલાતી ઉત્પાદન પ્રક્રિયાને અનુરૂપ વ્યવસાયિક તાલીમ આપવાથી એફએલએફપીઆરને પ્રોત્સાહન મળશે. સરકાર દ્વારા લક્ષિત નીતિઓ, જેમ કે નોકરીના ક્વોટા અને સ્ત્રીઓને ધિરાણ આપવાથી, શ્રમ બજારમાં મહિલા ભાગીદારીમાં વધારો થયો છે.
તેથી ગ્રામીણ ભારતમાં એફએલએફપીઆરને અવરોધિત કરનાર પરિબળો શ્રમની માંગ સંબંધિત મર્યાદાઓને સંબોધિત કરવા તેમજ યોગ્ય લિંગ-જવાબદાર રોજગાર નીતિઓ બનાવવાની જરુરિયાત દર્શાવે છે જે મહિલાઓ પર અવેતન કાળજી અને કામના બોજને ઘટાડે છે. આનું કારણ છે કે માગ-બાજુની મર્યાદાઓ સિવાય અને તેમને સંબોધવા માટે અપર્યાપ્ત સરકારી સ્તરના હસ્તક્ષેપો સિવાય, મહિલાઓની નિમ્ન કાર્ય સહભાગિતા અને અપ્રમાણસરના અવેતન સંભાળ કાર્યના વધુ પ્રમાણમાં બોજ એ સામાજિક સાંસ્કૃતિક પ્રણાલીઓમાં માળખાગત કઠોરતાઓનું પરિણામ છે.