ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ઇલેક્ટોરલ બોન્ડની આગળ

વાસ્તવિક પરિવર્તન લાવવા માટે મતદાન સુધારણાઓમાં "મતદાતાઓની ગુપ્તતા"માંથી બહાર આવવું જોઈએ.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ભારતમાં ચૂંટણીને કોણ નાણા પુરા પાડે છે? છેલ્લા છ દાયકામાં ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ)ની ચૂંટણીના અંદાજપત્ર ખર્ચના અંદાજને જોઈએ તો 1952 થી 2014 ની વચ્ચે પ્રત્યેક મતક્ષેત્રમાં 274 ગણો એટલે કે 2.6 લાખથી વધીને રૂ. 7.138 કરોડનો વધારો થયો છે, જે નિશંક પણે પ્રતિપાદિત કરે છે કે આ દેશમાં ચૂંટણીઓ પાછળ રાજકીય પક્ષોના હાથ કેટલા ઉદાર છે. વાસ્તવમાં, કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલે દ્વારા હાથ ધરવામાં આવેલા બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડના 2,577 જેટલા નેતાઓના તાજેતરના એક સર્વેક્ષણમાં જણાવાયું છે કે આવકના આવા અસ્વસ્થ સ્રોતો સંસદ સભ્ય કે ધારાસભ્ય (અનુક્રમે સંબંધિત આવકના લગભગ 44% અને 47%) સાથે જોડાયેલા છે. આ કોયડાનો ઉકેલ એ મળે છે કે ભારતમાં રાજકીય ફાઇનાન્સ એવી અર્થવ્યવસ્થા છે જેમાં દેશ ગુપ્ત ભંડોળને ઉત્તેજન આપે છે. આમ, પારદર્શિતા માટેના જુના દાવા અંગે સરકારની ડંકાની ચોટ પરની ઘોષણા છતાં, એનડીએ સરકારની ચૂંટણી બોન્ડ યોજના આ અસ્પષ્ટતા દુર કરતી નથી.

ભારતમાં ચૂંટણીના સુધારાનો એક રંગીન ઇતિહાસ રહ્યો છે જેમા ચૂંટણીની નિયમનકારી સિસ્ટમોને અમલમાં મૂકવા અથવા તેનું પાલન કરવા અથવા રાજકીય ફાયનાન્સિંગને ખોટી રીતે ગુમ કરતી રાજકીય ઇચ્છા જોવા મળી છે. જોકે ચૂંટણીના બોન્ડ દ્વારા ફક્ત દમન માટે, રાજકીય પક્ષોની શાખને રક્ષવા માટે વૈધાનિક પ્રતિરક્ષા આપી દીધી છે. અને, આવા પ્રતિબંધોનું સૌથી વધુ વિવાદાસ્પદ પાસું એ છે કે આ મતદાન પ્રણાલી સંભવિત રૂપે "લાભ આપનાર" અને "લાભ લેનાર" બંનેના કાળા નાણાને કાયદેસર બનાવવા માટેનું એક હથિયાર પુરૂ પાડે છે. ઉદાહરણ તરીકે, 2016 ફાઇનાન્સ એક્ટના સુધારા દ્વારા "વિદેશી સ્રોત" કંપનીઓની વ્યાખ્યાને હળવી કરીને એનડીએ સરકારે શેલ કંપનીઓ પાસેથી પણ રાજકીય દાનની કાયદેસરતા માટે માર્ગ ખોલ્યો છે. બીજી તરફ, ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ), 2010 માં થયેલા સુધારાથી 42 વર્ષની પૂર્વપ્રતિક્રિયાત્મક અસર સાથે તેના અમલથી રાજકીય પક્ષોને (મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ) તમામ અગાઉની ચૂંટણીઓમાં (2014 માં દિલ્હી હાઇકોર્ટે બંને પક્ષોને આવા લાંછન માટે દોષી ઠેરવ્યા હતા) "ગેરકાયદે" વિદેશી દાન અંગેની કોર્ટ આધિન પૂછપરછમાંથી બહાર લાવવા માટે ભારતની ચૂંટણીઓ માટે વિદેશી ભંડોળ પર પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ, 1951 અને ઇન્કમટેક્સ એક્ટ, 1961માં સુધારા સાથે 20,000 રુપિયાની નીચેની રકમ માટે અનામી દાન માટે કેસને કાયદેસર રીતે ફરી ચલાવાય છે, તેમ છતાં, કોઈ ચોક્કસ ફાળો આપનાર દ્વારા આટલું દાન વધુમાં વધુ કેટલીવાર કરી શકાય તેની સ્પષ્ટતા પુરી પાડવામાં આવી નથી. વ્યંગાત્મક રીતે, આ તમામ જોગવાઈઓ એ સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે જે કાળા નાણા પર નોટબંધીના નામે તેની "સર્જિકલ સ્ટ્રાઇક"ની બડાઈ મારતી રહે છે.

ચૂંટણીપંચે ખરૂ જ કહ્યુ છે કે ચૂંટણી બોન્ડ રાજકીય ભંડોળમાં પારદર્શિતાને નાબૂદ કરશે, પારદર્શિતાને નાબુદ કરવા અંગેની તેની ચિંતા બધા વિરોધ પક્ષોને "સમાન તકો" પૂરી પાડવાની જગ્યાએ સેન્સર કરેલ ધ્યેય દ્વારા સરખાવવામાં આવે છે અને નહીં કે સાર્વત્રિક પુખ્ત મતાધિકારની "ભાવના" સાચવવાના ઉદ્દેશ દ્વારા. પરંતુ, જ્યારે ચૂંટણીની પ્રકૃતિ ખૂબ સ્પર્ધાત્મક બની જાય ત્યારે સમાન તકનો હાસ થાય છે. આવી સ્પર્ધાત્મક ચૂંટણીઓમાં મોનેટાઇઝેશનમાં વધારો થવાની સંભાવના છે કારણ કે ઉમેદવારની ચૂંટાવાની શક્યતા જેટલી ઓછી હોય છે, તેટલો આવા જોખમોને ઘટાડવા માટે તેમના નાણાંનો ઉપયોગ વધુ થાય છે. તે જ સમયે, નાણાને લગતું (કાં તો નામાંકન માટે નોટ કે વોટ માટે નોટ તરીકે), રાજકીય સ્પર્ધકોની સંખ્યામાં વધારો, અને વિભાજિત મતદારો, જે લોકશાહીના પ્રતિનિધિક ચરિત્રને નબળું પાડે છે. આ સંદર્ભને ધ્યાનમાં રાખીને, ઇસીઆઇ અથવા કોઈપણ નિયમનકારી સંસ્થાઓ દ્વારા સમગ્ર મતદાન પ્રક્રિયાની પારદર્શિતાની ખાતરી માટેની પ્રતિબદ્ધતા ચૂંટણી લડતા રાજકીય પક્ષોની રાજકીય ઇચ્છા જેટલી બતાવવી જોઈએ.

જો નાણા નૈતિક રીતે એકીકૃત મતદાન પ્રક્રિયા માટે વિકૃત પરિબળ હોય તો શા માટે ચૂંટણીપંચે વ્યક્તિગત ઉમેદવારો માટે ખર્ચ 40 લાખથી વધારીને 70 લાખ કર્યો હતો? અને, તે પણ ત્યારે કે જ્યારે પ્રભાવશાળી રાજકીય પક્ષોના મુખ્ય સ્પર્ધકોના ઑડિટ અહેવાલો(સ્વયં ઘોષિત)એ અગાઉ નિર્ધારિત ખર્ચ મર્યાદાના ફક્ત 15% -20% ઉપયોગનો ઉપયોગ કર્યો હતો. હકીકતમાં, ચૂંટણી લડતા ઉમેદવાર માટે કેટલા નાણાં "પર્યાપ્ત" છે તે પણ ચૂંટણીપંચ કેવી રીતે નક્કી કરે છે? તેમના ઓછા ખર્ચની જાહેરાતની જાણ હોવા છતાં ઉમેદવારો માટે ખર્ચ મર્યાદા વધારીને, ચૂંટણીપંચ ચૂપચાપ રાજકીય પક્ષો અને ઉમેદવારોની આવક અને ખર્ચ છુપાવવાની જાણકારીને મૌન સંમત્તિ આપે છે અને ચૂંટણીપંચ તેના બદલામાં આ પ્રકારની ગેરવ્યવસ્થાને રોકવા માટે તેની પોતાની દેખરેખ પદ્ધતિના છિદ્રને ઉઘાડું પાડે છે?

 કમિશનો અને ભલામણોની ભરમાર હોવા છતાં, ચૂંટણી ખર્ચ અને તેમના ભંડોળનાની મર્યાદા બાંધવામાં નિષ્ફળતા સૂચવે છે કે રાજકીય ભંડોળ તરફ સરકાર સંચાલિત હસ્તક્ષેપરહિત વલણની સુરક્ષા માટે આ દેશમાં સંસ્થાકીય ઇકોસિસ્ટમ ગોઠવવામાં આવી છે. નિયમનકારી સંસ્થાઓમાં ચૂંટણી પંચ હોય કે સુપ્રીમ કોર્ટ (12 એપ્રિલ, 2019ના ઇલેક્ટોરલ બોન્ડના તેના ચુકાદા મુજબ), 85 કરોડ મતદારોની જગ્યાએ, દાતાઓના હિતો પર વિચારણા કરી રહી છે,  રાજકીય પક્ષો અને તેમના દાતાઓ વચ્ચે જોડાણ સરકારી નીતિઓની મતદાર-કેન્દ્રિતતાની ડિગ્રી નક્કી કરી શકે છે. જો કે, આ ટુંકી દ્રષ્ટિવાળી રાજકીય દોષારોપણની રમતમાં ખોવાયેલા મૂળભૂત મુદ્દાઓ છે, ચૂંટણી ખર્ચની સંહિતા, આદર્શ આચાર સંહિતાના સમયગાળા પછીની દેખરેખ અને ચૂંટણી વ્યવસ્થાનું બદલાતું માળખુ - જે ચૂંટણી સુધારણાઓ ઉપર વાસ્તવિક અસર કરી શકે છે.

Back to Top