વન અધિકારોના હનનનો પ્રપંચ
ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ, 2019ના મુસદ્દામાં મૂળભૂત બંધારણીય અધિકારો અને સિદ્ધાંતોનું હનન છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ (આઈએફએ), 2019નો ડ્રાફ્ટ, ભારતના જંગલોની 7,08,273 ચોરસ કિલોમીટરની જમીન પર શાસન માટે વન્ય અમલદારશાહીને વધુ સત્તાઓ આપીને દમનકારી નીતિ છતી કરે છે, તેમાં નિયો-ઉદાર નીતિના સિદ્ધાંતો સાથે જંગલોના વ્યવસાયિકરણ માટે જોગવાઇઓ પણ સમાવવામાં આવી છે.
તેમાં ભરવામાં આવેલા કડક પગલા ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ (એફઆરએ), 2006ની કેટલૂક જોગવાઈઓને નબળી પાડે છે અને સુધારાઓની દરખાસ્ત રાજ્ય સરકારોની કાર્યકારી અને સંસદીય સત્તાને નબળી પાડે છે. 2019નો ડ્રાફ્ટ હવે તેમના પ્રતિભાવો અને ટિપ્પણીઓ માટે રાજ્યોમાં મોકલાઈ રહ્યો છે. નોંધનીય છે કે આ ડ્રાફ્ટ કાયદો કેન્દ્ર સરકાર એફઆરએનો બચાવ કરવામાં નિષ્ફળ ગયા પછી 13 ફેબ્રુઆરીના સુપ્રીમ કોર્ટના વિવાદાસ્પદ હુકમ પછી આવ્યો છે. તે પણ વિચિત્રતા છે કે જે છેવાડાના જૂથોના અધિકારોને સંપૂર્ણપણે નકારે છે અને ગંભીર રીતે ઘટાડે છે એવો આ સૂચિત કાયદો એનડીએ સરકારે લોકસભા ચૂંટણીઓ પહેલા વહેતો કરવાની ધૃષ્ટતા દાખવી છે.
આ રિગ્રેસિવ અને વિવાદાસ્પદ ડ્રાફ્ટ કાયદાએ એફઆરએની જોગવાઈઓને રદ્દ કરીને વન અધિકારીઓને ચોક્કસ માત્રામાં વીટો પાવરને મંજૂરી આપીને આઇએફએ, 1927 માં મોટા સુધારા કર્યા છે. ડ્રાફ્ટ કાયદામાં સૌથી વધુ વિવાદાસ્પદ જોગવાઈઓમાં વન અમલદારશાહીને અર્ધ-ન્યાયિક સત્તા આપવાની સાથે, વન-સંબંધિત અતિક્રમણોને અટકાવવા માટે વન અધિકારીઓને બંદુકો ચલાવવા સહિતની સત્તા આપી છે. સૂચિત અધિનિયમ દ્વારા નક્કી કરવામાં આવેલા જંગલ સંબંધિત ગુનાની શંકાના આધારે, આ સુધારાથી અધિકારીઓનું મારઝુડ કરવા, સર્ચ ઓપરેશન કરવા, મિલકત કબજે કરવા અને નાગરિકોની ધરપકડ કરવા માટે સશક્તિકરણ આપવામાં આવ્યું છે, નિર્દોષ પુરવાર કરવાની બધી જવાબદારી આરોપીના માથે મુકી છે. બીજી તરફ, આર્મ્ડ ફોર્સ (સ્પેશિયલ પાવર) એક્ટ, 1958 હેઠળ કોન ફ્લિટ ઝોનમાં સ્થિત સૈનિકોને જેટલું કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે તેના જેટલું વન અધિકારીઓને કાનૂની રક્ષણ આપવામાં આવશે.
એફઆરએને નબળી પાડવાનું અન્ય રાજકીય પ્રતિકુળ પગલું એ છે કે જો અધિકાર સંરક્ષણમાં અવરોધ ઊભો કરે તો કેન્દ્ર સરકાર સાથે સલાહ-સૂચન પછી જ રાજ્ય સરકારને પ્રદાન કરેલા અધિકારોનો ઉપયોગ કરવાની સત્તા આપવામાં આવી છે. આ સ્થિતિમાં વનવાસીઓને પૈસા કે જમીન આપીને જંગલો ઉજાડવામાં આવશે. વનવાસીઓ સાથે ચૂંટાયેલી ચૂંટાયેલી સરકારો દ્વારા ઐતિહાસિક અન્યાયના વિવિધ સ્વરૂપોની જેમ વનવાસી સમુદાયના અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન કરીને આ સ્થિતિ આખરે તેમને જંગલોમાંથી નિર્મૂલન તરફ દોરી જશે.
ડ્રાફ્ટ કાયદો આગળ સૂચવે છે કે જો કેન્દ્ર દ્વારા રચિત નિયમોનું રાજ્ય સાથે ઘર્ષણ થાય તો કેન્દ્રની જીત થશે. આ બંધારણમાં નિર્દિષ્ટ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંઘીય સંબંધોની સામે જાય છે. આ ઉપરાંત, "ગ્રામ્ય જંગલો"નો વિચાર રજૂ કરીને, ગ્રામ સભાઓની ભૂમિકાને બાયપાસ કરવામાં આવી છે અને તે વિકેન્દ્રિત શાસનના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. તેથી, જો આ સુધારાનું અમલીકરણ કરવામાં આવે તો, તે બંધારણ દ્વારા રાજ્ય અને તેના નાગરિકોને અપાયેલી મૂળભૂત અધિકારો અને સિદ્ધાંતોને નબળા પાડશે.
વનસંવર્ધનના વ્યાપારીકરણના સંદર્ભમાં, જોગવાઈઓમાં જંગલોને ખાનગીકરણ કરવા તેમજ "ઉત્પાદક જંગલો" બનાવવાના પગલાંનો સમાવેશ થાય છે. આ એફઆરએનો વધુ ભંગ કરશે અને નાયકના હિસ્સામાં ભારે ફેરફાર કરીને જંગલના લોકશાહી શાસનને નબળું પાડશે અને તે હાલના સહકારી અથવા જંગલની જમીન અને સામાન્ય સંપત્તિ સંસાધનોના ઉપયોગ માટે સંયુક્ત કરારો અને ગરીબો અને છેવાડાના લોકોના ભોગે ખાનગી પક્ષોને તકો પ્રદાન કરે છે.
શા માટે કેન્દ્ર સરકાર સત્તાધારી જંગલ શાસન માટે દબાણ કરે છે કે જે આખરે વનવાસીઓની કે જે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, ખાસ કરીને મૂળનિવાસી સમુદાયો / આદિજાતિઓ જે આજીવિકા માટે વન પેદાશ પર આધારિત છે તેમની નાગરિક સ્વતંત્રતાને સારી પેઠે જોખમમાં મુકે છે અને ઘટાડે છે અને ભારતના જંગલોને ઘર્ષણના કેન્દ્રોમાં રૂપાંતરિત કરે છે? સરકાર એફઆરઆઇની અવગણના કરીને પરંપરાગત જંગલના રહેવાસીઓના હિતો વિરુદ્ધ કાયદામાં સુધારો કેમ કરે છે અને તેમના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ કેમ જાય છે? તદુપરાંત, રાજકીય અથવા જાહેર ચર્ચા કર્યા વિના કાયદામાં સુધારા કરવાનો પ્રયાસ આશ્ચર્યજનક છે.
એ કમનસીબી છે કે આ દેશમાં ગરીબ વિસ્તારોમાં આદિવાસી વિસ્તારો સૌથી આગળ છે અને ત્યાં અસમાનતા સમય જતાં વધી રહી છે, ત્યાં વન શાસન અને વન અધિકારો અંગેની બાબતો મુદ્દા તરીકે ગણવામાં આવતા નથી, ત્યારે મુખ્ય રાજકીય પક્ષો વન-આશ્રિત વસતી મુખ્ય મુદ્દાઓને અવગણે છે. કોંગ્રેસ પાર્ટીએ જંગલોના સંચાલનમાં સ્થાનિક સમુદાયોની ભાગીદારી માટે વ્યાપક માળખું સૂચવ્યું છે, ત્યારે ભારતીય જનતા પક્ષના મેનિફેસ્ટોમાં એફઆરએના અમલીકરણને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી નથી.
જો કે, વન-આશ્રિત સમુદાયોના હિતમાં, તે મહત્વું છે કે જંગલ કાયદાના દમનકારી અને અન્યાયી સુધારાને રદ કરવામાં આવે અને વન શાસનમાં ગરીબ તરફી અને લોકશાહી અભિગમ અપનાવવામાં આવે. જો આ સુધારા લાગુ કરવામાં આવે તો જંગલના રાજ્યના નેતૃત્વ હેઠળના વન્ય જમીનમાં અસમાનતાના નવા સ્વરૂપો જોવા મળશે.