ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ભારતીય મતદારોની લાગણી સાથેનો ખેલ

સફળતા સર આંખો પર પણ નિષ્ફળતાને વાજબી ઠરાવવા લાગણીઓની જરૂર છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ભારતમાં લોકસભાની ચૂંટણી લડતા રાજકીય પક્ષો પદસ્થ ભારતીય જનતા પક્ષ (બીજેપી)ની નિષ્ફળતા પર ધ્યાન કેન્દ્રિત કરીને મતદારોનું સમર્થન મેળવવા માંગે છે. વિપક્ષના ભાજપના ટીકાકારોમાં નૈતિકતાની સાથે નક્કરતા સમાયેલી છે કેમકે વર્તમાન શાસક પક્ષની નિષ્ફળતા દ્વારા તેને માન્યતા મળે છે. વિરોધ પક્ષોને મતદારોને તેમની અપીલમાં તેમને લાગણીઓના ટેકોની જરૂર પડતી નથી કારણ કે વાજબી કારણ તેમની પાસે છે. રસપ્રદ વાત એ છે કે, ભાજપ અને તેના સાથીદારોએ લાગણીઓ પર ભારે આધાર રાખવો પડ્યો છે કારણ કે મતદારો તેમને શા માટે મત આપે તેનું યોગ્ય કારણ તેમને જણાતું નથી કે 2014માં કરવામાં આવેલા વચનોને પૂર્ણ કરવામાં તેઓ સફળ રહ્યા હતા. તેમની નિષ્ફળતાના પરિણામે જન્મેલી આ નૈતિક દુવિધાને ટાળવા માટે, ભાજપ મતદારોનું યોગ્ય ખુલાસા માંગતા તથ્યો ઉપરથી ધ્યાન દૂર કરવા માટે લાગણીઓનો વધારે પડતો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. ભાજપના ચૂંટણી અભિયાનમાં ભાવનાત્મક મુદ્દાઓ ઠાંસીઠાંસીને ભર્યા છે. જેમ કે લડાયક રાષ્ટ્રવાદ. તેમાં ચૂંટણી પૂર્વના સર્વેક્ષણ દ્વારા ભારે આત્મવિશ્વાસ સિવાયનું આંતરિક અનુભૂતિ વધવા પાછળનું અન્ય કોઈ કારણ જણાતું નથી કે તે ચૂંટણીની આચાર સંહિતાને ધ્યાનમાં લીધા વગર પાર્ટીનું ભાવનાત્મક મુદ્દા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ભાજપ ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાને કબજે કરીને અને અંકુશિત કરીને ચૂંટણી જીતવા મતદારોને અંકે કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે પ્રિન્ટ મીડિયામાં પણ ભારે પ્રચાર કરી રહ્યો છે.

જો કે, પ્રચારના મુખ્ય સ્રોતોને હસ્તગત કરવામાં અને તેના નેતાઓના ચૂંટણીના ભાષણોને ફેલાવવાના પાર્ટીના હવાતિયા એ વાતની ખાતરી કરે છે કે લાખો મતદારોના કાન તેના અવાજને સ્વીકારવાનો ઇનકાર કરે છે. આમ એટલા માટે થાય છે કારણ કે આપણે એવા મતદારોની અપેક્ષા રાખીએ છીએ કે જેઓ તેમના જ્ઞાનતંતુઓની મદદથી ચૂંટણીના ભાષણોમાંથી સ્વ-શક્તિનથી અમૃત અને ઝેર વચ્ચેના, ગંભિર કે ઉછાંછળા વચ્ચેના ભેદનો નિર્ણય કરે. તાજેતરના ભૂતકાળમાં જેમ સાબિત થયું છે તેમ, મતદારો એટલા તો બુદ્ધિશાળી છે કે તેઓ સમજી શકે કે આવા ભાષણોમાં તથ્યો ઓછા અને જુસ્સો અને ભાવનાત્મક ઉદ્દેશ્યો વધુ જોડાયેલા છે. જો આવા પક્ષોને શાસન કરવાની બીજી તક આપવામાં આવે તો સરકારના લોકશાહી તત્વને ભાષણોમાં સમાયેલો ધિક્કાર ભરખી જશે. વર્તમાન પક્ષ વિરોધ પક્ષને નફરત અને તિરસ્કાર ફેલાવીને નૈતિક ઇજા પહોંચાડવાનો પ્રયાસ કરે છે. અલબત્ત, આવા લાગણીસભર આક્રમણ તથ્યો વગરના ખોખલા અવાજો હોય છે. જેમ આપણે અગાઉ પણ જોઈ ગયા તેમ, મતદાન તબક્કો નજીક આવી રહ્યો છે તેમ પ્રચારમાં આક્રમક પ્રકૃતિ વધુ તીવ્ર બની છે. મતદાનની રાજનીતિના વધતી ભાવનાત્મકતાના સંદર્ભમાં, દરેકે એક પ્રશ્ન પૂછવાની જરૂર છે કે, ભાજપની મતદારો અંગેની પરિકલ્પના શું છે? અને મતદારોની સ્વ-કલ્પના શું હોવી જોઈએ? શું કોઈ પક્ષ મતદારો માટેના મુદ્દાઓ નક્કી કરી શકે અને વધુ મહત્ત્વની વાત છે કે, મતદારોએ આવા મુદ્દાને શા માટે સ્વીકારવા જોઈએ?

ભાજપ નક્કી કરે છે કે મતદારો અને તેમની પ્રાધાન્યતા માટે કયા પ્રશ્નો મહત્વપૂર્ણ છે. પરંતુ, તેની પોતાની પ્રાથમિકતા મતદારોની પ્રાથમિકતા હોઈ શકે નહી. આવી એકપક્ષીય ઘોષણાઓ, મતદારોને તેમના ગૌરવપૂર્ણ અસ્તિત્વ માટે કયા મુદ્દાઓ મહત્વના છે તે નક્કી કરવા માટેની જ્ઞાનાત્મક ક્ષમતાને નકારે છે. પક્ષની આવી ધારણા પ્રબુદ્ધ મતદારોની અતાર્કિકતાના સ્તરમાં ઘટાડો કરે છે, જેમાં મતદારોને એ ખબર હોતી નથી કે કયુ તત્કાલ મહત્વનું છે અને કયુ નથી. જો કે, તે વર્તમાન સરકારની વિનાશક નીતિઓના કારણે સખત અને કઠોર જીવનનો અનુભવ તઈ રહ્યો છે તે નરી વાસ્તવિકતા છે.

એક પક્ષ મતદારોને અતાર્કિક પદાર્થો માને છે કારણ કે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન કર્તવ્યપાલનમાં નિષ્ફળ ગઈ હોવા છતાં તે પોતાના માટે અને સાથી પક્ષો માટે મત માંગી રહી છે. આ સંદર્ભમાં, મતદારોએ નૈતિક નિર્ણય દ્વારા બુદ્ધિપૂર્વકનો અભિગત અપનાવવો આવશ્યક છે. ઉપરાંત, તેઓ એ સ્વીકારવા માટે ઉદાર હોવા જોઈએ કે તે એવી પાર્ટીમાં વિશ્વાસ મૂકવાનું કહે છે જેની કામ કરવાની ક્ષમતા નથી. ભૂતકાળમાં મતદારોએ આને ઓળખી કાઢ્યું છે અને આ સમયે પણ તેમ કરવાની જરૂર છે. મતદારોએ એ પક્ષને એ અહેસાસ કરાવવો જોઇએ કે તેમની પાસે પક્ષ માટે મત આપવા માટે કુશળતાપૂર્વક નિર્ણય લેવાની જ્ઞાનાત્મક ક્ષમતા છે, અને જેમાં કામ નહી કરવાની ક્ષમતા માટે માફી માગવાની નૈતિક શક્તિ પણ છે.

તેથી મતદારોની સામુહિક જવાબદારી પક્ષોને સંભાવનાના ત્રાજવામાં તોળતા રહેવાની છે. મતદારોએ પ્રસંગ આવ્યે એકવાર નહી પણ સમયાંતરે પક્ષના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવાની જરૂર છે.

ગરીબોને દબાવીને પક્ષને બીજા પાંચ વર્ષ માટે પ્રયોગ કરવાની મંજૂરી મળી જતી નથી, ખાસ કરીને એવી પાર્ટી કે જેણે માત્ર ખોટા વચનો આપ્યા હોય અને તેની પુર્તિ કરવામાં નિષ્ફળતાનો હિસાબ જ ન આપ્યો હોય છે. આવા પક્ષ સાથે પ્રયોગ કરવો એ અતાર્કિક અને આત્મઘાતી મતદાનની કવાયતમાં સામેલ થવા બરાબર છે.

છેવાડાના વર્ગો માટે, દેશમાં પૂનઃવિતરણ વ્યવસ્થા વધુ મહત્ત્વની બની છે કારણ કે બજાર તેમની સ્થિતિ સુધારવામાં નિષ્ફળ રહ્યું છે. જાતિ, ભાષા અને સાંપ્રદાયિક વિચારધારાના આધારે વ્યક્તિગત પસંદગીઓમાં વિવેક જળવાવો જોઈએ. પક્ષોનું તંગ રાજકારણ આપણને ઈમાનદારી અને સંવેદનશીલતા ધરાવે એવી સરકાર આપશે નહીં. વ્યક્તિગત રુચિઓ માત્ર સાચા, સંવેદનશીલ, અને જવાબદાર સરકાર માટે સામુહિક મતદાનમાં વ્યક્તિગત હિત સમાયેલું છે. કેમકે વ્યક્તિગત રૂચિને સામુહિક સારપમાં તબદિલ કરવાનું આમૂલ પરિવર્તન લોકશાહીનો આધાર છે.

 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top