ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ચૂંટણી ઝુંબેશો અને પ્રેક્ષક તરીકે જનતા

ચૂંટણીની આસપાસના પ્રચલિત જાહેર સંવાદો લોકોની સક્રિય ભૂમિકા ઘટાડવા માંગે છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

લોકસભા ચૂંટણીઓના સમયપત્રકની ઘોષણા સાથે, શાસક ગઠબંધન તેમજ વિરોધ પક્ષો ચૂંટણી ઝુંબેશ દ્વારા મત અંકે કરવા કામે લાગ્યા છે. જો કે, આ ઝુંબેશની પ્રકૃતિ અને સામગ્રી, સામાન્ય મતદાનના દૃષ્ટિકોણથી લોકસભા ચૂંટણીના કેન્દ્રમાં કયા પ્રશ્નો રહેશે અને શું આ ચૂંટણીઓ જનસામાન્યની વાસ્તવિક ચિંતાઓને વ્યક્ત કરવા માટેનું એક પ્લેટફોર્મ સાબિત થશે કે નહી તે નક્કી કરશે. પ્રતિનિધિ લોકશાહીમાં, ચૂંટણી એક સમાજને લોકશાહી રેખાઓ સાથે ફરીથી કેન્દ્રિત કરતા એવા પ્રશ્નો પર સામૂહિક ચર્ચા માટેનો અને આવા પ્રશ્નો સામે સરકારની જવાબદારી નક્કી કરતો પ્રસંગ છે. જો કે, તાજેતરના સમયમાં ચૂંટણી ઝુંબેશો આવા વિચારણાની વાહક હોવાનું ઓછું માલુમ પડ્યું છે, કારણ કે પ્રેક્ષક રમતની જેમ ચૂંટણીઓનું આયોજન કરવામાં આવે છે અને તેને ચમકાવવામાં આવે છે. ચૂંટણીઓના અભ્યાસમાં વિચારપૂર્વકના આ વિચલનથી બે વલણ, પ્રમુખીકરણ અને સુધરાઈકરણને ટેકો મળે છે, જેમાં જરૂરી લોકશાહીના તત્વને ફરજિયાતપણે અવગણવામાં આવે છે.

પ્રમુખીકરણમાં વડા પ્રધાનપદના ઉમેદવાર અથવા પાર્ટી અથવા ગઠબંધનના "ચહેરા" પર એકાકી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જેમાં ચૂંટણીની ચર્ચા અને વ્યક્તિત્વની સ્પર્ધાને બહુ અવકાશન નથી. સુધરાઈકરણમાં માત્ર મતવિસ્તારના સ્તર પર ઉમેદવારોના પ્રભાવ અથવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરરવામાં આવે છે. કોઈ એવી દલીલ કરી શકે છે કે બાદમાં પ્રતિનિધિ લોકશાહીના સિદ્ધાંતો સાથે સુસંગત બને છે અને તેનું મૂળ અગાઉના કેન્દ્રિત-સરમુખત્યારવાદી ઝોકને બદલે વિકેન્દ્રીકરણની ચર્ચાઓમાં મળશે. જો કે, આ બંને વલણો તેમની લોકશાહી શાખને ઘટાડીને જનતા સાથે ધોખામાં જુદા જુદા પ્રમાણમાં ફાળો આપે છે. પ્રમુખીકરણના કિસ્સામાં, લોકો સત્તાને મજબૂત કેન્દ્રીય નેતામાં નિભાવશે એવી અપેક્ષા રાખે છે અને પસંદગીના પરિમાણોમાં વ્યક્તિગત નેતાની કુશળતા, સક્ષમતા અને મર્યાદાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે નિર્ણય શક્તિ અથવા નેતાની વકૃત્વશક્તિ અને બીજામાં તેના અભાવ અથવા નેતાની બુદ્ધિમતા અને વિવેક અને અન્યમાં તેની ગેરહાજરીની જાહેર ચર્ચાઓ જોઈ છે. તત્પુરતો આનો મતલબ એવો થાય છે કે મતદારો પાસે નીતિઓ અથવા શાસક પક્ષના આયોજનલક્ષી દ્રષ્ટિકોણ સામે પ્રશ્નો ઉઠાવવાકે વિરોધ કરવાનો અથવા વિરોધ પક્ષ દ્વારા સૂચિત વિકલ્પની તપાસ માટેનો કોઈ અવકાશ નથી. મોટેપાયે, ચૂંટણીઓના વ્યક્તિત્વ સ્પર્ધામાં ફેરવાઈ જવાથી સમાજ અને અર્થતંત્રમાં વર્ચસ્વ ધરાવતા દળોને અનુકૂળ નીતિ સુસંગત બનશે અને આથી તમામ વ્યવહારીક હેતુઓ માટે સત્તા સંબંધોને બદલવા માટે મતદારોની ક્ષમતાને નકારવામાં આવશે. આ લક્ષણ વિનાની લોકશાહીનો અર્થ શું છે?

સુધરાઈકરણ મતદાર પ્રવૃત્તિના ડોમેનને ધ્યાનમાં રાખીને અને મતવિસ્તારના સ્તરે હસ્તક્ષેપ દ્વારા આ નિષેધમાં ફાળો આપે છે. સુધરાઈગ્રસ્ત રાજકીય ચેતનામાં માત્ર સરકારના ચરિત્રને લગતા ચોક્કસ કાર્યક્રમો અને કાયદાઓમાંથી મોટા-સ્તરના નીતિ મુદ્દાઓની ચર્ચાને બાકાત રાખવામાં આવે છે અને સાથે દેખીતી રીતે સ્થાનિક અથવા મતવિસ્તારને લગતા પ્રશ્નોના સાર્વત્રિક અને માળખાકીય પાસાંઓને સમજવાનું અઘરુ બનાવે છે. લોકો દિલ્હી(કેન્દ્ર)ના ડોમેઇનને સમર્થન આપે છે, તેમ છતાં દિલ્લી (કેન્દ્ર)માં પાવરનું લીવર વધુને વધુ અગમ્ય બની જાય છે. એ ખરુ કે સંસદીય લોકશાહીમાં દિલ્હીમાં પાવરના મૂળ ધરબાયેલા છે, આમ દિલ્હીની ક્રિયાઓ ગલી,ચૌરાહાના જીવન પર અસર કરે છે તેથી દિલ્હી સાથે લોકોની ચેતના દિલ્હી સુધી વિસ્તરવી જોઈએ. મતવિસ્તાર સ્તરે જાહેર કલ્પનાની બંધી પણ ચૂંટણીની કવાયતમાં સાક્ષરતાને અટકાવે છે જ્યાં મતદારો લોકશાહીની દરેક બાજુ અને તેમના જીવનને અસર કરતા પરિબળો વિશે સ્વ-શિક્ષિત હોય છે. રાજકીય પક્ષો અને તેમની ઝુંબેશો આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ધારાઓ છે. પ્રમુખીકરણ સાથે સુધરાઈકરણ રાજકીય પક્ષોની ભૂમિકા અને વર્તમાનમા તેમની સુસંગતતાને ઘટાડે છે. જો કે તે સાચું છે કે લોકોની સાથે સંકળાયેલ વિચારધારાવાળા ખૂંટાઓ સાથેના સંગઠનો તરીકે રાજકીય પક્ષોના પતનથી આ બે વલણમાં તીવ્ર વધારો થયો છે, ચૂંટણી અભિયાનનું ચરિત્ર અને તેની આસપાસની જાહેર ચર્ચાઓએ જાહેર કલ્પનામાં શાખમાં વધુ ઘટાડો કર્યો છે.

આ પ્રક્રિયાનું પ્રમુખ ઘટક સમગ્ર મતદાન પ્રક્રિયામાં ચૂંટણીના ઘોષણાપત્રના ઔચિત્યમાં  ઘટાડાની સંભાવના છે. ન તો રાજકીય પક્ષોના મેનિફેસ્ટોના નિર્માણ અને સામગ્રીને લઈને નાગરિકોમાં બહુ રસ છે કે ન તો રાજકીય પક્ષો પણ તેમના અભિયાનમાં મેનિફેસ્ટોને કેન્દ્રસ્થાને ગણે છે. રાજકીય પક્ષો વચ્ચે આમાં નોંધપાત્ર અપવાદો હોવા છતાં, ભારતીય જનતા પાર્ટી દ્વારા 2014ની ચૂંટણી માટે તેના મેનિફેસ્ટોને મતદાનના પ્રથમ દિવસે રજૂ કરવાનું પસંદ કરવામાં આવ્યું હતું. મેનિફેસ્ટો તરફની નાગરિકોની ઉદાસીનતા તેમની અધિકૃતતા અને પ્રામાણિકતા અંગેના તેમની અશ્રદ્ધા દ્વારા અંશતઃ સમજાય છે, પરંતુ તેમ છતાં તે ભાગ્યે જ રાજકીય પક્ષોના આયોજનના વિઝનનું મહત્વપૂર્ણ નિવેદન બને છે. મીડિયામાં મેનિફેસ્ટોસની વ્યવસ્થિત ચર્ચાની ગેરહાજરી અને તેમાં સમાવિષ્ટ સામગ્રીને લઈને પક્ષો અને મતદારો વચ્ચે સક્રિય સંવાદનો અભાવ ચૂંટણીની સ્પર્ધામાંથી આયોજનના વિઝનના આ પરિમાણને કોરાણે મુકે છે. આયોજનના વિઝનમાં હાલની સ્થિતિ અને સરકાર અને સમાજના ભાવિ માર્ગના વિચારોને આગળ મુકવામાં આવે છે. વિચારો ઉપરની આ હરીફાઈ આજે વધુ પ્રસ્તુત બની ગઈ છે કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - ભારતીય જનતા પાર્ટીની સરકારની બીજી મુદત સમાજ અને સરકારને એવા માર્ગ પર લાવી મૂકશે જે બંધારણના દ્રષ્ટિકોણથી નિર્ણાયક રીતે વિરોધી હશે. આ 2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો એમ કહી શકાય કે તે સ્વતંત્રતા પછીની સૌથી મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે, ત્યારે નાગરિકોને માથે જવાબદારી છે કે ચૂંટણીની આસપાસની જાહેર ચર્ચાઓમાં આ ગંભીરતા દેખાય તે જરુરી છે.

Back to Top